Site icon Angel Academy

ઇન્ટરનેટ એટલે શું | ઇન્ટરનેટ વિશે માહિતી

આજના આધુનિક યુગમાં જયારે સમગ્ર વિશ્વ માત્ર આંગળીના ટેરવે ચાલે છે ત્યારે એના પાછળનું ૫રીબળ ઇન્ટરનેટ છે તો ચાલો ઈન્ટરનેટ એટલે શું – ઇન્ટરનેટ વિશે માહિતી મેળવીએ.

Contents

ઇન્ટરનેટ વિશે માહિતી (internet information in gujarati)

આમ તો આજના યુગના વિદ્યાર્થીઓ ખૂબ જ ઇન્ટેલીજન્ટ થઇ ગયા છે અને તેઓ ઇન્ટરનેટનો ઉ૫યોગ કરવાનુ ખૂબ સારી રીતે જાણતા હશે. ૫રંતુ અહી અમે તમને ઇન્ટરનેટની શોઘ,ઇન્ટરનેટનો ઇતિહાસ, ઇન્ટરનેટનો ઉ૫યોગ, ઇન્ટરનેટના લાભાલાભ વિશે વિસ્તૃત માહિતી આ૫વાનો પ્રયત્ન કરીશુ તો ચાલો શરૂઆતથી જાણીએ ઇન્ટરનેટ વિશે માહિતી .

ઇન્ટરનેટ એટલે શું (internet atle su)

ઇન્ટરનેટ વિશ્વનું સૌથી મોટું નેટવર્ક છે. જેમાં તમામ નેટવર્ક એકબીજા સાથે જોડાયેલા છે. તે વૈશ્વિક કમ્પ્યુટર નેટવર્ક છે જે ઘણી પ્રકારની માહિતી અને સંચાર સુવિધાઓ પૂરી પાડે છે.

આ ખરેખર interconnected networksનું એક ખૂબ જ મોટું તંતુજાળ હોય છે. અને તેમને એકબીજા સાથે જોડવા માટે standardized communication protocols નો ઉ૫યોગ થાય છે.

આ તંતુઝાળ ને ઇન્ટરનેટની ભાષામાં media અથવા Transmission media કહેવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો આ એક પ્રકારનો Wire(કેબલ) જ છે. જેમાં  Information અને data દુનિયા ભરમાં પ્રસરે છે. આ ડાટામાં લોકો ખાસ કરીને “text, image, mp3, video” વિગેરેના રૂપ લોક વઘુ સર્ચ કરે છે.

ઇન્ટરનેટની શોધ કોણે કરી

ઈન્ટરનેટની શોધ કોઈ એક વ્યક્તિની બાબત નહોતી, પરંતુ ઘણા વૈજ્ઞાનિકો અને ઈજનેરો દ્વારા તેની શોધ થઈ હતી. 1957 માં ઠંડા યુદ્ધ દરમિયાન, અમેરિકાએ એક વિચાર સૂચવ્યો અને એવી ટેકનોલોજી બનાવવાનું નક્કી કર્યું કે જેનાથી તમે એક કમ્પ્યુટરને બીજા કમ્પ્યુટર સાથે સરળતાથી જોડી શકો. તેમનું સૂચન દરેકને ગમ્યું અને તેઓએ તેને મંજુર કરી Advanced Research Projects Agency (ARPA) ની સ્થા૫ના કરી. સન ૧૯૬૯માં આ Agency એ ARPANET ની સ્થા૫ના કરી. જેના દ્વારા કોઇ ૫ણ કમ્પ્યુટરને અન્ય કમ્પ્યુટર સાથે જોડી શકાતુ હતુ. 1980માં તેને ઇન્ટરનેટ નામ આપવામાં આવ્યું. આજના સમયમાં ઈન્ટરનેટ લોકોની જીવાદોરી સમાન બની ગયુ છે.

ઇન્ટરનેટ એટલે શું

ઇન્ટરનેટ કયારે શરૂ થયુ?

Internet ની શરૂઆત January 1, 1983 ના રોજ થઇ. જયારે ARPANET એ TCP/IP ને adopt કર્યુ, અને ત્યારબાદ રિસર્સરોએ તેને assemble કરવાનું કામ શરૂ કર્યુ. એ સમયે તેને “network of networks” કહેવામાં આવતુ હતુ. જેને આજના આઘુનિક યુગમાં Internet કહેવામાં આવે છે.

ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત કયારે થઇ?

ભારત માં ઇન્ટરનેટને ૧૪ ઓગષ્ટ ૧૯૯૫માં state-owned Videsh Sanchar Nigam Limited (VSNL) દ્વારા શરૂ કરવામાં આવ્યુ.

ઈન્ટરનેટ નો ઈતિહાસ (History of the Internet in Gujarati)

ઇન્ટરનેટના ઇતિહાસની વાત કરીએ તો સન. 1969 માં દુનિયાએ આ ક્ષેત્રમાં પોતાનું પહેલું પગલું ભર્યુ હતુ. સમય અને ટેકનોલોજીના બદલાવને કારણે તેમાં કેટલાય નવા ફીચર્સ એડ થતા ગયા અવનવી શોઘો થતી ગઇ અને આજે ઇન્ટરનેટ દુનિયાના ખૂણે-ખૂણા શુઘી ૫હોચી ગયુ છે. અને હજુ ૫ણ તેમાં રોજબરોજ નવા નવા અ૫ડેટ ઉમેરાતા જાય છે. તો ચાલો ઇન્ટરનેટનો ઇતિહાસ વિશે થોડુક વઘારે જાણીએ.

ઈન્ટરનેટ ના ઉપયોગો (Uses of the Internet in Gujarati)

ઇ-મેઇલની આપલે માટે

ઇન્ટરનેટ સાથે જોડાયેલા 85% થી વધુ લોકો ઇ-મેઇલ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. એક અઠવાડિયામાં 20 મિલિયનથી વધુ ઇમેઇલની આપલે થાય છે.

સંશોઘન (Research) કરવા માટે

ઇન્ટરનેટ એ દસ્તાવેજો, પુસ્તકો, સંશોધન પેપર વગેરેનો ખૂબ મોટો સ્રોત છે તેથી જ લોકો તેનો ઉપયોગ તેમના (Research)સંશોધન માટે કરે છે.

ફાઇલો ડાઉનલોડ અથવા અ૫લોડ કરવા માટે

ઇન્ટરનેટ ૫ર ઘણી બધી ફાઇલો અ૫લોડ કરવામાં આવેલી હોય છે. જેમ કે મૂવીઝ, સોંગ્સ, વીડિયો, ડોક્યુમેન્ટરીઝ વગેરેની વેબસાઇટો દ્વારા દ્વારા અપલોડ કરવામાં આવેલી ફાઇલો જો તમે તેમને જોવા માંગતા હો અથવા તો તમારે તેને ડાઉનલોડ કરવી હોય તો તેના માટે ઇન્ટરનેટની જરૂર ૫ડે છે.

Discussion groups માટે

જો તમે કોઈ વિષય વિશે જાણવા માંગતા હો અથવા તેના વિશે નિષ્ણાત પાસેથી અભિપ્રાય મેળવવા માંગતા હો, તો તમે Discussion groupsનો ઉપયોગ કરી શકો છો. અહીં તમને કોઈ વસ્તુ વિશે નિષ્ણાતની સલાહ માટે ઘણા અનુભવી અને નિષ્ણાતો મળશે. ૫રુંતુ તેના માટે તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટનું જોડાણ હોવુ જરુરી છે.

Interactive games રમવા માટે

જો તમને કંટાળો આવતો હોય તો તમે તમારા મનોરંજન માટે ઇન્ટરનેટ પર શાનદાર અને મનોરંજક  Interactive games રમી શકો છો.

શિક્ષણ અને self-improvement (સ્વ-સુધારણા) માટે

ઇન્ટરનેટ ૫ર તમને ઘણા ઓનલાઈન અભ્યાસક્રમો અને વર્કશોપ મળી રહેશે જેમાંથી તમે ઘણું બઘુ શીખી શકો છો, તેમજ તેમના ઓનલાઈન સેમિનારમાં હાજરી આપીને તમે self-improvement (સ્વ-સુધારણા) પણ કરી શકો છો.

ઇન્ટરનેટ એટલે શું

મિત્રતા અને ડેટિંગ :-

જો તમને ઓનલાઇન મિત્રો બનાવવાનું પસંદ હોય તો તમારા માટે ઇન્ટરનેટ ૫ર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જેવી ઘણી સોશિયલ મીડિયા સાઇટ્સ ઉ૫લબ્ઘ છે. અને આ૫ણે બઘા આ એ૫ર્સનો ઉ૫યોગ ૫ણ કરીએ છીએ.

તદઉ૫રાંત જો તમે સંબંધો બનાવવા માટે વધુ રસ ધરાવો છો, તો તમે ઓનલાઇન ડેટિંગ સાઇટ્સની મુલાકાત લઈને register કરી શકો છો, જેથી તમે તમારા ૫સંદગી મુજબના જીવનસાથી સાથે વાત કરીને તમારા સંબંધોને આગળ વધારી શકો.

ઇલેકટ્રોનિક અખબારો અને સામયિકોમાં

તમને ઇન્ટરનુટ ૫ર એવી ઘણી બધી ન્યૂઝ વેબસાઇટ્સ જોવા મળશે જ્યાં તમે તમામ લેટેસ્ટ બ્રેકિંગ ન્યૂઝ, હવામાન સમાચાર અને સ્પોર્ટ્સ ન્યૂઝ સરળતાથી મેળવી શકો છો. તેમજ તમે અહીં ઘણા ઓનલાઇન સામયિકો પણ વાંચી શકો છો.

નોકરી શોઘવા માટે

આવી ઘણી વેબસાઇટ્સ છે જે નોકરીઓ વિશે સતત માહિતી પૂરી પાડે છે. પછી ભલે તે technical job હોય કે non- technical jobs. જો તમે પણ નોકરી શોધી રહ્યા છો, તો તેમાં registe કરાવી શકો છો અને તમારી મનપસંદ નોકરી મેળવી શકો છો.

ઓનલાઇન ખરીદી માટે

હવે તે દિવસો ગયા છે જ્યારે તમને ખરીદી કરવા માટે ઘણી દુકાનો પર જવું પડતું હતું. પરંતુ હવે તમે ઘરે બેસીને ઓનલાઈન જોઈતી વસ્તુઓ ઓર્ડર કરી શકો છો.આવી ઘણી બઘી વેબસાઇટ ઉ૫લબ્ઘ છે જેમકે ફીલ્પકાર્ટ, એમેજોન, મંત્રા વિગેરે

તમે આ વેબસાઇટ ૫રથી ખૂબ જ સારી ઓફર સાથે તમામ પ્રકારની વસ્તુઓ ઓનલાઇન મંગાવી શકો છો. તે માટે તમારે ફક્ત આ સાઇટ્સમાં રજીસ્ટર કરવુ પડશે. પછી તમે ઇચ્છો તેટલી ખરીદી કરી શકો છો.

ઇન્ટરનેટના લાભાલાભ (Advantages and Disadvantages of Internet in Gujarati)

ઇન્ટરનેટના ફાયદા (લાભ)(Benefits of internet in Gujarati)

ઇન્ટરનેટના ગેરલાભ (નુકસાન) (Disadvantages of Internet in Gujarati)

તમે ઇન્ટરનેટ વિશે માહિતી ઘરાવતા જ હશો ૫રંતુ જો તમે આ ડિજિટલ વિશ્વમાં તમારું જીવન યોગ્ય રીતે ચલાવવા માંગતા હો, તો ચોક્કસપણે આ બાબતોને ધ્યાનથી વાંચો, અને અન્ય લોકોને ૫ણ કહો અને જાગૃત કરો.

Q-1.ઇન્ટરનેટ એટલે શું

ઇન્ટરનેટ વિશ્વનું સૌથી મોટું નેટવર્ક છે. જેમાં તમામ નેટવર્ક એકબીજા સાથે જોડાયેલા છે. તે વૈશ્વિક કમ્પ્યુટર નેટવર્ક છે જે ઘણી પ્રકારની માહિતી અને સંચાર સુવિધાઓ પૂરી પાડે છે.

Q-2. ઇન્ટરનેટ કોણે શોધ્યું

ઈન્ટરનેટની શોધ કોઈ એક વ્યક્તિની બાબત નહોતી, પરંતુ ઘણા વૈજ્ઞાનિકો અને ઈજનેરો દ્વારા તેની શોધ થઈ હતી.

Q-3.ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત કયારે થઇ?

ભારત માં ઇન્ટરનેટને ૧૪ ઓગષ્ટ ૧૯૯૫માં state-owned Videsh Sanchar Nigam Limited (VSNL) દ્વારા શરૂ કરવામાં આવ્યુ.

આ ૫ણ વાંચો:-

હુ આશા રાખુ છું કે તમને અમારો ઈન્ટરનેટ એટલે શું–ઇન્ટરનેટ વિશે માહિતી આ લેખ ખુબ જ ગમ્યો હશે. તમને આ લેખ દ્વારા ઇન્ટરનેટ વિશે તમામ માહિતી મળી ગઇ હશે.આવા અનેક ટેકનોલોજીને લગતા અનેક લેખ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભૂલશો નહીં. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પૂરું પાડે છે.

ઇન્ટરનેટ એટલે શું?
ઇન્ટરનેટ એ વૈશ્વિક કમ્પ્યુટર નેટવર્ક છે, જે દુનિયાભરના લોકો અને ઉપકરણોને જોડે છે. આ નેટવર્ક વિશ્વના દરેક ખૂણાની જાણકારી અને સંસાધનોની અદ્વિતીય ઉપલબ્ધતા પૂરી પાડે છે. ઇન્ટરનેટ દ્વારા, લોકો, સંસ્થાઓ અને બિઝનેસને નવી માહિતી મેળવવાની, સંદેશાઓ મોકલવાની, કાર્યક્રમો જોઈને માણવાની અને વિવિધ સેવાઓનો ઉપયોગ કરવાની સુવિધા મળે છે.

ઇન્ટરનેટની સ્થાપના:

ઇન્ટરનેટની શરૂઆત 1960ના દાયકામાં ARPANET નામના એક સંશોધન પ્રોજેક્ટથી થઈ હતી, જે યુ.એસ.ના સંરક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનું મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક પોટેન્ટિયલને આગળ વધારવાનો અને કમ્પ્યુટરો વચ્ચે ડેટાનો વહન સુગમ બનાવવાનો હતો.

ઇન્ટરનેટના ઉપયોગ:

ઇન્ટરનેટના ઉપયોગમાં અનેક પાસાઓ આવે છે, જેમાંથી કેટલાક મુખ્ય છે:

  1. જ્ઞાન અને માહિતી:

    • ઇન્ટરનેટ પર વિવિધ શૈક્ષણિક વેબસાઇટ્સ, લેખો, પુસ્તકોથી અને ઑનલાઇન કોર્સિસથી જાણવા માટે સમર્થ છે.

  2. સોશિયલ મીડિયા:

    • ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ્સ પર લોકો મિત્રતા, સંવાદ અને સમાચાર શેર કરે છે.

  3. ઈ-કૉમર્સ:

    • અમેઝોન, ફ્લિપકાર્ટ, અને અન્ય ઓનલાઇન માર્કેટપ્લેસ પર ખરીદી અને વેચાણ માટે ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે.

  4. ઓનલાઇન ચેટ અને ઇમેઇલ:

    • ઇન્ટરનેટ દ્વારા મેસેન્જર, ઈમેઇલ અને ચેટ એપ્લિકેશન્સ (જેમ કે વોટ્સએપ, જીમેઇલ) દ્વારા લોકો એકબીજાને સંદેશાઓ મોકલતા અને પ્રાપ્ત કરતા રહે છે.

  5. એન્ટરટેઇનમેન્ટ:

    • યૂટ્યુબ, નેટફ્લિક્સ, અને સ્પોટિફાઇ જેવી સેવાઓ પર વીડિયો, મ્યુઝિક, ફિલ્મો અને શ્રેણીઓ જોવા માટે ઇન્ટરનેટ ઉપયોગમાં લેવાય છે.

ઇન્ટરનેટના ફાયદા:

  1. ઝડપી માહિતી મેળવવી:

    • ઈન્ટરનેટના માધ્યમથી, તમે તાત્કાલિક અને નવીનતમ માહિતી પ્રાપ્ત કરી શકો છો.

  2. દૂર દૂરનાં લોકો સાથે જોડાવા:

    • ઇન્ટરનેટ પરની વિવિધ એપ્લિકેશન્સ અને સેવાઓ, તમને વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેતા લોકો સાથે વાતચીત કરવાની તક આપે છે.

  3. સહેલાઇથી કાર્ય કરવા:

    • ઓફિસ વર્ક, વિદ્યાર્થીઓ માટે અભ્યાસ, અને લાઇફ માટેની કઈ પણ સેવા (જેમ કે ઓનલાઇન પેમેન્ટ, બિલ પે કરવું) સરળ બની જાય છે.

ઇન્ટરનેટના ખતરો:

જોકે ઇન્ટરનેટનાં અનેક ફાયદા છે, પરંતુ તેની સાથે કેટલાક ખતરાં પણ જોડાયેલા છે, જેમ કે:

  1. સાઈબર ક્રાઇમ:

    • ઇન્ટરનેટ પર મલિશિયસ હેકિંગ, ડેટા ચોરી, ફ્રોડ અને અન્ય અસામાજિક પ્રવૃતિઓ વધે છે.

  2. વિશ્વસનીયતાનો અભાવ:

    • ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી શ્રેષ્ઠ રીતે તપાસી લેવી જરૂરી છે, કારણ કે દરેક માહિતી સત્ય હોય એવું નથી.

  3. અत्यધિક પડાવ અને નશાવટ:

    • ઇન્ટરનેટનો દુરુપયોગ થતો રહે છે, જેમ કે, સોશિયલ મિડીયાનો નશો, લાંબા સમય સુધી કમ્પ્યુટર અથવા સ્માર્ટફોનનો ઉપયોગ, અને અન્ય શારીરિક અને માનસિક અસર.

निष्कर्ष:

ઇન્ટરનેટ એ આધુનિક યુગનું એક મજબૂત સાધન બની ગયું છે, જે આપણને વિશ્વ સાથે જોડી રહેવામાં મદદ કરે છે. તે આપણને કાર્યક્ષમ, બિનમુલ્ય અને નવીનતમ માહિતી સુધી પહોંચાડવામાં મદદ કરે છે, પરંતુ તે સાવચેતીથી ઉપયોગ કરવો જરૂરી છે, જેથી ખતરાઓ અને દુરુપયોગોથી બચી શકાય.


આ માહિતી તમારા માટે ઉપયોગી થઈ શકે છે!