Site icon Angel Academy

Jay Adhya Shakti lyrics In Gujarati | જય આધ્યા શક્તિ આરતી (PDF Download)

મા દુર્ગા– મા જગદંબાની પૂજા અને સ્તુતિ માટે જય આધ્યા શક્તિ આરતીની રચના કરવામાં આવેલ છે. પ્રકાશિત કરવામાં આવી રહી છે. આ એક ખૂબ જ પ્રખ્યાત આરતી છે. ગુજરાતમાં જય આદ્ય શક્તિ આરતીને ઘણું ધાર્મિક મહત્વ આપવામાં આવ્યું છે. આદિ શક્તિ મા જગદંબાની સ્તુતિ કરવા માટે, આ પ્રસિદ્ધ આરતી આદરપૂર્વક ગાઈને માતાની આરતી કરવામાં આવે છે. તો ચાલો આજે આ૫ણે અહી જય આધ્યા શક્તિ આરતી (jay adhya shakti lyrics in gujarati) અહીં લીરીકસ તથા PDF સ્વરૂપે રજુ કરીએ છીએ.

જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પ્રગટયા માં,
ॐ જ્‍યો જ્‍યો મા જગદંબે

દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (2)
બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાવું હર મા, ॐ જયો જયો…

તૃતીયા ત્રણ સ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા, માત્રિભુવન (2)
દયા થકી તરવેણી (2) તું તારૂણી મા ॐ જયો જયો…

ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા (2)
ચાર ભુજા ચૌ દિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં ॐ જયો જયો…

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (2)
પંચ તત્‍વ ત્‍યાં સોહિયે (2)પંચે તત્‍વોમાં ॐ જયો જયો…

ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો, મા મહિસાસુર (2)
નર નારી ના રૂપે (2)વ્‍યાપ્‍યાં સર્વે મા ॐ જયો જયો…

સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી માં સંધ્‍યા (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા ॐ જયો જયો…

અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (2)
સુનીવર મુનીવર જનમ્‍યા (2) દેવ દૈત્‍યો મા ॐ જયો જયો…

નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (2)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,
કીધાં હર બ્રહ્મા ॐ જયો જયો…

દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (2)
રામે રામ રમાડયા, (2) રાવણ રોળ્યો મા ॐ જયો જયો…

એકાદશી અગિયારસ કાત્‍યાયની કામા, મા કાત્‍યાયની (2)
કામદુર્ગા કાળીકા (2) શ્‍યામાને રામા, ॐ જયો જયો…

બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ
ત્‍હારા છે તુજ મા, ॐ જયો જયો…

તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (2)
બ્રહમા વિષ્‍ણુ સદાશિવ (2) ગુણતારા ગાતા ॐ જયો જયો…

ચૌદશે ચૌદા સ્‍વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (2)
ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,
સિંહ વાહિની માતા, ॐ જયો જયો…

પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (2)
વસિષ્ઠ દેવે વખાણ્‍યાં માર્કુન્‍ડ દેવે વખાણ્‍યાં,
ગાઈ શુભ કવિતા ॐ જયો જયો…

સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (2)
સવંત સોળમાં પ્રગટયાં (2) રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,
મૈયા જમુના ને તીરે (2) ॐ જયો જયો મા જગદંબે.

ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી, ॐ જયો જયો મા જગદંબે.

શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે (2)
ભણે શિવાનંદ સ્‍વામી (2) સુખ સંપત્તિ થાશે.

હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે, મા બહુચર દુઃખ હરશે,
મા કાલી દુઃખ હરશે, મા લક્ષ્મી દુઃખ હરશે ॐ જયો જયો…

ભાવન જાણુ ભક્‍તિ ન જાણું નવજાણું સેવા મા નવ (2)
વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો (2) ચરણે સુખ દેવા ॐ જયો જયો…

એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
ભોળા ભવાની ને ભજતાં (2)ભવ સાગર તરશો,
ॐ જયો જયો મા જગદંબે.

માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (2)
કુકડ કરે છે કિલ્લોલ (2) તુજ ચરણે માડી ॐ જયો જયો…

જય બહુચર બાળી મા જય બહુચર બાળી,
આરાસુરમાં અંબા (2) પાવાગઢ કાળી ॐ જયો જયો….

યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્‍થિતા
નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ

જય આધ્યા શક્તિ આરતી વિડીયો

જય આધ્યા શક્તિ આરતી

જય આધ્યા શક્તિ આરતીનું મહત્વ

મા દુર્ગાની પૂજા અને સ્તુતિ માટે જય આધ્યા શક્તિ આરતીનું ઘણું ધાર્મિક મહત્વ છે. નવરાત્રીમાં, મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની સ્તુતિ કરવા માટે આ આરતીને આદર અને ભક્તિ સાથે ગાઇને માતા દુર્ગા જગદંબાની આરતી કરવામાં આવે છે. અન્ય દિવસોમાં પણ આ આરતીનો ઉપયોગ મા દુર્ગાની સ્તુતિ કરવા માટે કરવામાં આવે છે.
જય આદ્ય શક્તિ આરતી ખૂબ જ શુભ અને પવિત્ર આરતી છે. આદર અને ભક્તિ સાથે જય આદ્ય શક્તિ આરતી ગાવી અને મા દુર્ગાની આરતી ઉતારવી એ ખૂબ જ શુભ ગણાય છે. આ૫ણે બધાએ પણ આદર અને ભક્તિ સાથે મા દુર્ગાની પૂજા અને સ્તુતિ કરવી જોઈએ.

હું આશા રાખું છું કે તમને અમારો jay adhya shakti lyrics in gujarati (જય આધ્યા શક્તિ આરતી)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુકટેલીગ્રામઇન્સ્ટાગ્રામયુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

અહીં આપને માટે “જય આદ્યા શક્તિ આરતી”ના ગુજરાતી લિરિક્સ (બોલ) આપવામાં આવ્યા છે:


🙏 જય આદ્યા શક્તિ આરતી 🙏

Gujarati Lyrics:

જય આદ્યા શક્તિ આશે તારું નામ
એક સત્સંગત થાઈ તારા નામે માં
જય આદ્યા શક્તિ...

તારે બાહુમાં છે જગતની પીડા
તું ભક્તની છે દયા કરી દાતા
જય આદ્યા શક્તિ...

જય દુર્ગે માતાજી, જય અંબે માવડી
તારું આદર કરે, બ્રહ્માદિક ત્રિપુટી
જય આદ્યા શક્તિ...

તું હીણાને હૈયે બળ આપતી
તું દુઃખી ને દુઃખમાં ધીરજ આપતી
જય આદ્યા શક્તિ...

આ પમેલાં પર તું દયા દ્રષ્ટિ રાખે
તું અનાથના આધાર સ્વરૂપ રાખે
જય આદ્યા શક્તિ...

તું ચંદ્રકળા, તું રામકૃષ્ણ વેદ
તું ત્રિપુરાસુંદરી, તું ત્રિગુણ સ્નેહ
જય આદ્યા શક્તિ...


આ આરતી નવરાત્રી તેમજ અન્ય devi-pooja પ્રસંગોએ આરાધનાના સમયે ઘણીવાર ગાવામાં આવે છે. જો તમે આ આરતી PDF, ઓડિયો અથવા ઇમેજ ફોર્મેટમાં ઇચ્છતા હોવ તો કહો, હું સહાય કરી શકું.