Site icon Angel Academy

દરિયા વિશે નિબંધ ( Essay On Ocean In Gujarati)

દરિયા વિશે નિબંધ આ વિષય વાંચતા કેટલાકના મનમાં દરિયાના મોજા ઉછાળા મારવા લાગયા હશે. પરંતુ મારા જે વિધાર્થી મિત્રોએ હજુ દરીયો નથી જોયો એમના મનમાં દરિયા વિશે જાણવાની ઉત્કંઠા જાગી રહી હશે. તો ચાલો આજે આપણે દરિયા વિશે નિબંધ લેખન કરીએ.

દરિયા વિશે નિબંધ ( Essay on ocean in Gujarati)

દરકે મનુષ્યો, પ્રાણીઓ, વૃક્ષો અને છોડ માટે દરિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બધાનું અસ્તિત્વ સમુદ્ર વિના શક્ય નથી. મહાસાગર પૃથ્વી સપાટીના 70% થી વધુ ભાગને આવરી લે છે. દરિયાનું પાણી ખારું હોય છે. આ ખારા પાણી વડે મીઠુ પકવવામાં આવે છે.

વાસ્તવમાં, દરિયાના પાણીમાં ઘન સોડિયમ ક્લોરાઇડ જોવા મળે છે, જેના કારણે તેનું પાણી ખારું છે. આ સિવાય પાણીમાં અન્ય ઘણા રાસાયણિક તત્વો હોય છે. સમુદ્રને સાગર, દરીયો વગેરે નામોથી ઓળખવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોમાં સમુદ્રને દેવતા કહેવામાં આવે છે તથા સમુદ્રની પૂજા કરવાનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે.

દરિયાના પાણીની વિશેષતા એ છે કે દરિયાનું પાણી ખારું હોય છે. આપણને સમુદ્ર વિશે ઘણી વાર્તાઓ વાંચવા મળે છે. દરિયામાં માછલીઓ હોય છે. માછલી માનવ ખોરાક માટે મહત્વપૂર્ણ છે. સમુદ્રો પૃથ્વીને ચારે બાજુથી ઘેરી લે છે. સમુદ્રની મહત્તમ ઊંડાઈ 30,000 ફૂટ છે અને લઘુત્તમ ઊંડાઈ 12,000 ફૂટ સુધી છે.

જ્યારે સમુદ્રના નાના નાના ટુકડા જમીનની અંદર સુધી જતા રહે છે, ત્યારે તેને ગલ્ફ કે ખાડી કહેવામાં આવે છે. આમાંથી એક બંગાળની ખાડી છે જેના વિશે આપણને પાઠય પુસ્તકોમાં વાંચવા મળે છે. દરિયામાં ભરતી પણ આવે છે. સુર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે. સમુદ્ર ખરેખર આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ખલાસીઓ દરિયામાં બોટ દ્વારા મુસાફરી કરે છે. ઘણા વેપારી લોકો મોટા જહાજો દ્વારા સમુદ્રમાં મુસાફરી કરે છે. ઝડપી મુસાફરી માટે સમુદ્રીમાર્ગ ખૂબ જ ઉપયોગી છે. દેેેેશ-વિદેશમાંથી વિવિધ ચિજવસ્તુઓની આયાત-નિકાસ મોટાભાગે દરિયાઇમાર્ગે જ થાય છે.

અમારા મહાસાગરોના પેટાળમાંથી માનવસૃષ્ટી માટે ઉપયોગી વિવિધ ખનીજો, ધાતુઓ, પ્રકૃતિક ગેસ, અને તેલ મળે છે. ભરતી અને ઓટ ઉર્જા મેળવવા માટે મદદરૂપ થાય છે. મહાસાગર ખારા પાણીનો વિશાળ સંગ્રહ છે. આપણી પૃથ્વી પરના કુલ પાંચ મહાસાગરો આવેલા જેમાં પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, દક્ષિણ મહાસાગર, હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગરનો સમાવેશ થાય છે.

આ તમામ મહાસાગરોમાં પેસિફિક મહાસાગર સૌથી મોટો છે.આ મહાસાગર 155 મિલિયન ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. તેની મહત્તમ લંબાઈ 13900 કિમી છે, પેસિફિક મહાસાગર સૌથી ઊંડો મહાસાગર છે, તેની પહોળાઈ 18 કિમી છે.

આર્કટિક મહાસાગર એ સૌથી નાનો મહાસાગર છે, તે લગભગ 14 મિલિયન ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. મહાસાગરોમાં પાણીની ઘનતા સરખી હોતી નથી, જેમ જેમ પાણીની ઊંડાઈ વધે છે, તેવી રીતે પાણીની ઘનતા પણ વધે છે.

ધ્રુવીય પ્રદેશોમાં મહાસાગરનું પાણી ઠંડું પડે છે, ઠંડકને કારણે પાણીની ઘનતા વધે છે જેના કારણે તે નીચે તરફ જાય છે. પવન દ્વારા ઉત્પન્ન થતા પ્રવાહને સમુદ્ર પ્રવાહ કહેવામાં આવે છે.આ પ્રવાહ એક સેકન્ડમાં 100 મિલિયન ક્યુબિક મીટર સમુદ્રનું પાણી વહન કરે છે. મહાસાગરોમાં પણ તેના તળિયે ઊંચા નીંચા ટેકરાઓ બનેલા હોય છે તો વળી કયાંક ઉબડખાબડ મેદાનો હોય છે.

સૂર્યનો પ્રકાશ સમુદ્રની સપાટીથી 200 મીટર અંદર જાય છે, તેથી જ મહાસાગરોના ઊંડા આંતરિક ભાગમાં ઘેરો પડછાયો જોવા મળે છે. આપણું વાતાવરણ મહાસાગરોને અસર કરે છે અને મહાસાગરો પણ વાતાવરણને અસર કરે છે.આ મહાસાગરો પૃથ્વીના હવામાનને પણ અસર કરે છે.આ મહાસાગરોએ જ આપણી પૃથ્વીને અનન્ય ગ્રહ બનાવ્યો છે.પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ અને વિકાસ મહાસાગરોને આભારી છે, તેમ કહીએ તો પણ કંઇ ખોટુ નથી.

મહાસાગરોમાં અનેક પ્રકારના અદ્ભુત જીવો જોવા મળે છે. સમુદ્રના ઊંડાણમાં અનેક પ્રકારના છોડ પણ જોવા મળે છે. બ્લુ વ્હેલ જેવા ભારે અને વિશાળ જીવોથી માંડીને નરી આંખે ન દેખાતા જીવો સુધીના અનેક જીવો મહાસાગરોમાં જોવા મળે છે. માછલીઓ તો મુખ્યત્વે દરિયામાં જ જોવા મળે છે.

બર્મુડા ટ્રાયેન્ગલ જેવું વિચિત્ર અને રહસ્યમય સ્થળ સમુદ્રની ગોદમાં આવેલુ છે. મોટા સ્ટીબર અને જહાજો પણ મહાસાગરો પર તરતા હોય છે જેનો ઉપયોગ પરીવહન માટે થાય છે. વિશ્વના ઘણા દેશોના વેપાર માર્ગો સમુદ્રમાંથી પસાર થાય છે.

કોલંબસ અને વાસ્કો દ ગામા દરિયાઈ સફર માટે ઇતિહાસના પાનામાં નોંધાયેલા છે. ઈતિહાસમાં અનેક મોટા જહાજો મહાસાગરોમાં ડૂબી ગયાની ઘટનાઓ પણ બનેલી છે. ટાઈટેનિક નામનું વર્લ્ડ કાઉન્સિલનું જહાજ દરિયામાં ડૂબી ગયું છે. આના પર હોલિવૂડ ફિલ્મ ટાઇટેનિક પણ બની છે.

આમ દરીયો એ આ સમગ્ર સજીવસૃષ્ટ્રી માટેનો એક અહમ ભાગ છે. એમાંય માનવસૃષ્ટ્રીની તો અનિવાર્ય જરૂરીયાત પણ છે.

આ પણ વાંચો:-

હુ આશા રાખુ છું કે તમને અમારો દરિયા વિશે નિબંધ ( Essay on ocean in Gujarati)  લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.