ભારત એ તહેવારોનો દેશ ગણાય છે. અહી વિવિઘ ઘર્મોના લોકો વસે છે. તો ચાલો આજે આ૫ણે હિનદુ ઘર્મના ખૂબ જ લોકપ્રિય તહેવાર દશેરા વિશે નિબંધ (Dussehra Essay in Gujarati) લેખન કરીએ.
Contents
- 1 દશેરા વિશે નિબંધ (Dussehra Essay in Gujarati)
- 2 2025 માં દશેરા ક્યારે છે? (દશેરા 2024 તારીખ):
- 3 દશેરા પર્વની કથા શું છે, દશેરા શા માટે ઉજવવામાં આવે છે?
- 4 દશેરાના પર્વનું મહત્વ (dussehra nu mahatva in gujarati)
- 5 🎉 દશેરા નિબંધ (Essay on Dussehra in Gujarati)
- 6 ✨ પરિચય:
- 7 📖 ઇતિહાસ અને પૌરાણિક વાર્તા:
- 8 🎊 આજના સમયમાં દશેરાની ઉજવણી:
- 9 🌟 શીખ અને મહત્વ:
- 10 📝 નિષ્કર્ષ:
દશેરા વિશે નિબંધ (Dussehra Essay in Gujarati)
દશેરાના આ તહેવારને વિજયાદશમી પણ કહેવાય છે, આ તહેવાર અનિષ્ટ એટલે કે બુરાઇ ૫ર અચ્છાઇની જીતના પ્રતીકના રૂ૫માં મનાવવામાં આવે છે. કોઇ મનુષ્ય પુર્ણ હોતો નથી તેના કોઇને કોઇ અવગુણ તો રહેલા જ હોય છે. જેમ કે કામ, ક્રોધ, અસત્ય, ઈર્ષ્યા, લોભ, લાલચ, આળસ વગેરે. કોઈપણ આંતરિક દુષ્ટતાને દૂર કરવી એ પણ સ્વ-વિજય છે અને આપણે આવા દુર્ગુણો ત્યજીને તેના ૫ર વિજય મેળવીને દર વર્ષે વિજયા દશમીએ ઉજવવી જોઈએ, જેથી એક દિવસ આપણે આપણી બધી જ ઇન્દ્રિયો પર રાજ કરી શકીએ.
દશેરા એ ખરાબ આચરણ પર સારા આચરણની જીતની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવતો તહેવાર છે. પૌરાણિક કથાઓ અનુંસાર દશેરા એ વિજયની ઉજવણી તરીકે ઉજવવામાં આવતો તહેવાર છે. ઉજવણીની દરેકની માન્યતા અલગ છે. ઉદાહરણ તરીકે, ખેડૂતો માટે, તે ઘરે નવા પાકના આગમનની ઉજવણી છે. પ્રાચીન સમયમાં, આ દિવસે સાધનો અને શસ્ત્રોની પૂજા કરવામાં આવતી હતી, કારણ કે તેઓ તેને યુદ્ધમાં વિજયની ઉજવણી તરીકે જોતા હતા. પરંતુ આ બધા પાછળ એક જ કારણ છે, અનિષ્ટ પર સારાની જીત. ખેડૂતો માટે આ તહેવાર તેઓએ કરેલ અથાગ ૫રિશ્રમના ફળરૂપે પાકની ઉજવણી છે તો સૈનિકો માટે તે યુદ્ધમાં દુશ્મન પર વિજયની ઉજવણી છે.
2025 માં દશેરા ક્યારે છે? (દશેરા 2024 તારીખ):
દશેરા આસો મહિનાના શુક્લ પક્ષના દસમા દિવસે ઉજવવામાં આવે છે. નવરાત્રી પૂરી થતાં જ બીજા દિવસે આવતો તહેવાર છે. 2024 માં, 12 ઓક્ટોબર શુક્રવારે ઉજવવામાં આવશે. તેને વિજય પર્વ અથવા વિજયાદશમી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે અચ્છાઇ ૫ર બુરાઇના જીતના ૫્રતિક તરીકે રાવણદહન ૫ણ કરવામાં આવે છે. ૫રંતુ ભારતમાં કેટલાક એવા સ્થળો ૫ણ છે કે જયાં આ દિવસે રાવણનું દહન કરવામાં આવતું નથી પરંતુ તેની પૂજા કરવામાં આવે છે. જેમાં કર્ણાટકમાં કોલાર, મધ્યપ્રદેશમાં મંદસૌર, રાજસ્થાનમાં જોધપુર, આંધ્રપ્રદેશમાં કાકીનાડા અને હિમાચલમાં બૈજનાથ જેવા સ્થળોએ રાવણની પૂજા કરવામાં આવે છે.
દશેરા પર્વની કથા શું છે, દશેરા શા માટે ઉજવવામાં આવે છે?
દશેરાની ઉજવણી પાછળ ઘણી બઘી માન્યતાઓ/કથાઓ સંકળાયેલી છે, જેમાં સૌથી વધુ લોકપ્રિય કથા ભગવાન રામની યુદ્ધ જીતી લેવાની છે, એટલે કે રાવણની અનિષ્ટનો નાશ કરવો અને તેનું અભિમાન તોડવું.
અયોઘ્યા નગરીમાં રાજા દશરથ નામે રાજા રાજ કરતા હતા. તેમના કુલ-૪ પુત્રો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન હતા. તેમને ત્રણ રાણીઓ હતી કૌશલ્યા, કૈકયી અને સુમીત્રા હતી. કૌશલ્યાના પુત્ર રામ સૌથી મોટા હતા. જેથી રઘુકુળની રીત મુજબ તેમને અયોઘ્યાની રાજગાદી આ૫વાનું રાજા દશરથ વિચારતા હતા. પોતાના પુત્ર ભરતને રાજગાદી અપાવવા માટે રાણી કૈકેયીએ રાજા દશરથ પાસે વચન માંગ્યુ જેમાં ભરતને રાજગાદી તથા રામને ચૌદ વરસનો વનવાસ. જેથી ભગવાન રામે અયોધ્યા છોડી ચૌદ વરસમાં વનમાં રહેવુ ૫ડયુ આ વનવાસ દરમિયાન રાવણે સીતાનું અપહરણ કર્યું હતું.
રાવણ ચતુર્વેદનો એક મહાન રાજા હતો, જેની પાસે સોનાની લંકા હતી, પણ તેને અપાર ઘમંડ હતો. તેઓ એક મહાન શિવ ભક્ત હતા અને પોતાને ભગવાન વિષ્ણુના દુશ્મન કહેતા હતા. વાસ્તવમાં રાવણના પિતા વિશ્ર્વ બ્રાહ્મણ હતા અને માતા રાક્ષસ કુળની હતી, તેથી રાવણને બ્રાહ્મણ અને દાનવની શક્તિ જેટલું જ જ્ઞાન હતું અને રાવણમાં આ બે બાબતો ઘમંડી હતી. જેને સમાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુએ રામાવતાર લીધો.
રામ પોતાની સીતાને પાછા લાવવા માટે રાવણ સાથે લડ્યા, જેમાં વાનર સેના અને હનુમાન જીએ રામને ટેકો આપ્યો. આ યુદ્ધમાં રાવણના નાના ભાઈ વિભીષણે પણ ભગવાન રામને ટેકો આપ્યો અને અંતે ભગવાન રામે રાવણનો વધ કર્યો અને તેના ઘમંડનો નાશ કર્યો.
દશેરાના પર્વનું મહત્વ (dussehra nu mahatva in gujarati)
દશેરા ખૂબ જાણીતો અને અતિ પ્રાચીન હિન્દૂ ધર્મનો તહેવાર માનવામાં આવે છે.દશેરા તહેવારને ભગવતીના નામ વિજયા પરથી વિજયાદશમી પણ કહેવામાં આવે છે. વિજયાદશમી એટલે રાવણ રૂપી આસુરી તત્વો પર રામ રૂપી દૈવી તત્વોના વિજયની ઉજવણીનું પર્વ.
દશેરાના દિવસે રાવણનું દસ માથાવાળું પૂતળું બાળવામાં આવે છે. દશેરાનો તહેવાર એ અસત્ય પર સત્યની જીત તેનો પ્રતીક તહેવાર ગણાય છે.
ભારત સિવાય આ તહેવાર નેપાળ અને બાંગ્લાદેશમાં પણ ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણની સાથે સાથે તેના બે ભાઈઓ કુંભકર્ણ અને મેગનાથના પૂતળા ને પણ રાખવામાં આવે છે.
ભગવાન રામની રાવણ પર અને માતા દુર્ગાની મહિષાસુર પર જીતના આ તહેવારની બુરાઈ પર અચ્છાઈની અને અધર્મ પર ધર્મની જીત તરીકે દેશભરમાં ઉજવણી થાય છે.
હું આશા રાખું છું કે તમને અમારો દશેરા વિશે નિબંધ (Dussehra Essay in Gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
અહીં આપેલ છે દશેરા (વિજયાદશમી) પર સરળ અને માહિતીસભર ગુજરાતી નિબંધ, જે વિદ્યાર્થીઓ, સ્પીચ કે સ્કૂલ પ્રોજેક્ટ માટે ઉપયોગી છે:
🎉 દશેરા નિબંધ (Essay on Dussehra in Gujarati)
✨ પરિચય:
દશેરા, જેને વિજયાદશમી પણ કહે છે, તે હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર દસેરા એટલે દસમા દિવસે મનાવવામાં આવે છે, એટલે તેનું નામ ‘દશેરા’ પડ્યું છે. આ તહેવાર દુર્ગાપૂજા અને રામવિજય બંને સાથે જોડાયેલો છે.
📖 ઇતિહાસ અને પૌરાણિક વાર્તા:
દશેરાની પાછળ બે મુખ્ય કથાઓ છે:
-
રામ-રાવણ કથા: શ્રી રામે રાવણનો સંહાર કરીને સત્યની અસત્ય ઉપર વિજય મેળવ્યો હતો. આ દિવસને વિજયનો દિવસ માનવામાં આવે છે.
-
મહિષાસુર-દુર્ગા કથા: મા દુર્ગાએ નવ દિવસ સુધી મહિષાસુર રાક્ષસ સાથે યુદ્ધ કરીને દશમ દિવસે તેને વધ કર્યો હતો. તેથી આ દિવસે શક્તિની વિજયની ઉજવણી કરવામાં આવે છે.
🎊 આજના સમયમાં દશેરાની ઉજવણી:
-
લોકો રામલીલા કરે છે અને રાવણ દહન થાય છે.
-
ભગવાન રામ અને દુર્ગાની પૂજા કરવામાં આવે છે.
-
નવા હથિયાર, વાહન, ઉપકરણ વગેરે ખરીદવામાં આવે છે.
-
ગામડાઓમાં “આયુધપૂજા” પણ થાય છે.
-
ગુજરાતી લોકોમાં આ દિવસ ‘આયું પાનખેંચવાવાળું’ પણ કહેવાય છે.
🌟 શીખ અને મહત્વ:
-
દશેરા આપણે સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.
-
દુષ્ટતા અને અહંકારનો નાશ અનિવાર્ય છે, એનો સંદેશ આપે છે.
-
આ તહેવાર ધર્મ, શૌર્ય અને ન્યાયની જ્ઞાનવત્તા વ્યક્ત કરે છે.
📝 નિષ્કર્ષ:
દશેરા માત્ર તહેવાર નહીં, પણ સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોની ઉજવણી છે. ચાલો આપણે પણ આ તહેવારની ભાવના અનુસાર જીવનમાં સત્ય, ન્યાય અને કરુણાનું પાલન કરીએ.
જો તમે ઇચ્છો તો હું આ નિબંધને PDF ફોર્મેટમાં બનાવી આપી શકું અથવા તેમાં તમારું નામ ઉમેરીને સ્કૂલ પ્રોજેક્ટ માટે તૈયાર કરી શકું. કહો ને?