Site icon Angel Academy

બાળદિન 2025 | જવાહરલાલ નહેરુ જયંતિ | બાળદિવસ નિબંધ

સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂનો જન્મ દિવસ 14 નવેમ્બર 1889માં અલાહાબાદ ખાતે થયો હતો. તેમને બાળકો અતિ પ્રિય હોવાથી તેમનો જન્મદિન ‘બાળદિન’ તરીકે ઉજવવામાં આવે છે. જવાહરલાલ નહેરૂ ઈંગ્લેન્ડમાં ભણીને બેરિસ્ટર થયા હતા. આપણા દેશને સ્વતંત્ર કરવા તેઓ ઘણીવાર જેલમાં પણ ગયા હતા.

કહેવાય છે કે એમને બાળકો ખૂબ પસંદ હતા અને જવાહરલાલ નહેરૂને બાળકો પ્રેમથી “નહેરુચાચા” કહેતા. નહેરુચાચાની યાદમાં એમના જન્મદિવસને  “બાળદિન”  તરીકે ઊજવવામાં આવે છે. વૈશ્વિક રીતે બાળદિન ઊજવવાની શરૂઆત ઓક્ટોબર – ૧૯૫૪થી થઈ હતી અને આજે પણ વૈશ્વિક રીતે ૨૦ નવેમ્બરના દિવસે બાળદિન ઊજવાય છે. નહેરુચાચાને ગુલાબનું ફૂલ ખૂબ જ ગમતું.

શા માટે 14 નવેમ્બર જ બાળદિન?

14 નવેમ્બરે બાળદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના પહેલા વડાપ્રધાન પંડિત નહેરૂ અને બાળકો જેમને હુલામણા નામથી ઓળખે છે, તે ચાચા નહેરૂનો જન્મ 14 નવેમ્બર, 1889માં થયો હતો. તેમના જન્મદિનને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. ચાચા નહેરૂને બાળકો પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ હંમેશા કહેતા કે, “કદાચ મારી પાસે માણસો માટે સમય નથી પરંતુ બાળકો માટે છે. પંડિત નહેરૂ એમ પણ કહેતા કે, આજના બાળકો આવતીકાલનું ભારત બનાવશે. જે રીતે આપણે તેમને ઘડીશું તે રીતે તે રાષ્ટ્રનું નિર્માણ કરશે.” ભારતમાં ઈ. સ. 1964 પહેલા 20 નવેમ્બરે બાળ દિન ઉજવાતો હતો, પરંતુ પંડિત નહેરૂના નિધન બાદ તેમના જન્મદિનની તારીખ નક્કી કરાઈ. ચાચા નહેરૂને બાળકો પ્રત્યે અપાર પ્રેમ હોવાથી સર્વસહમતિથી આ નિર્ણય લેવાયો હતો.

સૃષ્ટિનો દરેક જીવ એક સમયે બાળ અવસ્થામાં હોય છે. માનવથી લઈ અન્ય પ્રજાતિઓ બાળપણનાં તબક્કામાંથી પસાર થાય છે. આ અવસ્થાને માણી લેવી અને તેમાં ડુબીને જીવી લેવું તે જ ખરું બાળપણ છે. બાળપણ જીવનની એ પળો છે જ્યાં કોઈ દુઃખની કે કોઈ સુખની ખબર હોતી નથી. ન તો કોઈ દુશ્મન હોય છે, ન કોઈ દોસ્ત હોય છે. બધાં બાળકોને મન અન્ય બાળકો પોતાનાં જેવા જ હોય છે. આ બધું જો હોય તો પણ તે એક બાળબુદ્ઘિની રમતમાં હોય છે.

માત્ર ભારતમાં જ નહીં વિશ્વનાં અન્ય દેશોમાં પણ બાળદિન ઉજવાય છે.

અગાઉ જોયું તેમ આંતરરાષ્ટ્રીય બાળ દિવસ 20 નવેમ્બરે ઉજવાય છે. ઈ. સ. 1959માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં બાળકોના અધિકારોની જાહેરાત કરી હતી. બાળ અધિકારોને ચાર અલગ ભાગોમાં વહેંચાયા છે. જીવન જીવવાનો અધિકાર, સંરક્ષણનો અધિકાર, સહભાગિતાનો અધિકાર અને વિકાસનો અધિકાર. પરંતુ કેટલાય દેશમાં 20 નવેમ્બરની જગ્યાએ અલગ-અલગ દિવસે બાળ દિવસ ઉજવાય છે. કેટલાક દેશોમાં 1 જૂને બાળદિન ઉજવાય છે.

રાષ્ટ્રપતિ સાથે મુલાકાત:-

દર વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં દેશભરમાંથી આવેલાં ગણતરીનાં બાળકો સાથે રાષ્ટ્રપતિ મુલાકાત કરે છે. બાળ દિવસના દિવસે રાષ્ટ્રપતિ બાળકોનું મનોબળ વધારે છે અને તેમને સારા કાર્યો કરવા માટે પ્રેરિત કરે છે. દેશના 11મા રાષ્ટ્રપતિ ડૉક્ટર એ.પી.જે. અબ્દુલ કલામ દેશના વિકાસ માટે બાળકોનો વિકાસ જરૂરી હોવાનું માનતા. તેમણે અનેકવાર સંદેશ આપ્યો છે કે દેશનો વિકાસ બાળકોના હાથમાં છે.

બાળ મનોવિજ્ઞાન પ્રમાણે બાળપણ એ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.

1.પ્રાથમિક બાળપણ

શિશુ અવસ્થા પછી પ્રારંભિક અથવા પ્રાથમિક બાળપણ આવે છે અને બાળક લથડિયા ખાતું ચાલવા સાથે તેની શરૂઆત થતી હોય છે. તેના પછી બાળક બોલવાનું અને સ્વતંત્ર રીતે પગલાં ભરી ચાલવા લાગે છે. જ્યારે બાળક ત્રણ વર્ષનું થાય છે ત્યારે પોતાની પાયાની જરૂરિયાતો માટે માતા-પિતા પર ઓછું નિર્ભર રહેવા લાગે છે. પ્રારંભિક બાળપણ સાતથી આઠ વર્ષ સુધી ચાલતું હોય છે.

2.મધ્યબાળપણ

મધ્ય બાળપણ લગભગ સાત કે આઠની ઉંમરે શરુ થાય છે. આ ઉંમર એ બાળકની પ્રાથમિક શાળામાં જવાની ઉંમર જેટલી છે.

3.કિશોરાવસ્થા

કિશોરાવસ્થાને બાળપણનો અંતિમ તબક્કો માનવામાં આવે છે. કિશોરાવસ્થા સમાપ્ત થતાં જ યૌવનની શરૂઆત થાય છે. કિશોરાવસ્થાનો અંત અને વયસ્યકતાની શરૂઆતમાં દેશવાર અને ક્રિયાવાર ભિન્નતા હોય છે. આ કિશોરાવસ્થા મોટાભાગે બાર વર્ષથી 17 વર્ષના અંત સુધી ચાલે છે.

બાળપણ:-

ખરેખર જોવા જઈએ તો બાળપણ એ બાળક માટે ઘણી બધી પાયાની બાબતો શીખવા માટેની અવસ્થા છે. બાળકને સંસ્કાર પણ આ ઉંમરે જેટલાં વધુ આપવામાં આવે તેટલાં ઝડપથી એ ગ્રહણ કરે છે અને આજીવન એનું પાલન પણ કરે છે.

મોટા ભાગે જન્મથી 17 વર્ષની ઉંમર સુધી બાળઅવસ્થા ચાલતી હોય છે. આ દરમિયાન કોઈ પણ બાળક સારા અને નરસા દરેક ગુણને ગ્રહણ કરે છે. કહેવાય છે કપરામાં કપરી પરિસ્થિતિમાં જો બાળકને સંઘર્ષની શીખ અપાય તો તે ભવિષ્યમાં ક્યારેય ખોટો રસ્તો પસંદ નહીં કરે. ઉપરાંત બાળકમાં માનવમૂલ્યોનું સિંચન પણ જરૂરી છે. જેથી જીવનમાં તે સારા નરસાની ઓળખ કરી શકે. કોઈ ખોટા કાર્ય કરતા પહેલા તે પોતાની રીતે એની ખરાઈ ચકાસી શકશે.

સમાજમાં વધતા જતા ગુના અને ક્રાઈમ રેટને અટકાવવી ઉત્તમ સમાજના નિર્માણ માટે સારા સંસ્કારની ખૂબ જ જરૂરત હોય છે. બાળપણ એ ખરા અર્થમાં ગ્રહણ અવસ્થા પણ છે, જ્યાં તે સમાજ માટે એક સારો માનવી બનીને જીવવા માટે તૈયાર થાય છે. આ બાબત દરેક માતા-પિતાએ અને વડીલોએ સમજવી અને સમજાવવી ખૂબ જ જરૂરી છે. વધુ પડતાં લાડ લડાવીને બાળકને જિદ્દી બનાવવા કરતાં એને સાચું શું છે એ શીખવવું વધારે જરુરી છે.

બાળપણની અવસ્થા ક્યારેય પાછી નથી ફરતી. બાળઅવસ્થા પૂર્ણ થયા બાદ જીવનમાં અનેક જવાબદારીઓ માથે આવી ચઢે છે. જેમાં અનેક સંઘર્ષો કરવા પડે છે, સંઘર્ષની સાથે અનેક સમાધાન કરવા પડે છે. સમાધાનની સાથે જ ક્યાંક જીવનને માણી શકાતુ નથી. પરંતુ બાળપણ એ સમય છે, જ્યાં કોઈ સમાધાન નથી. સંઘર્ષ નથી. એટલે જ લોકો વારંવાર બાળપણની યાદોને વાગોળ્યા કરતાં હોય છે.

માટે જ આજે જ્યારે બાળદિનની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એ પણ નક્કી કરી લઈએ કે માત્ર બાળદિને જ નહીં, દરરોજ જ આપણાં બાળકને ખોટી માંગણીઓથી દૂર

વિવિધ દેશમાં ઊજવાતાં બાળદિન :–

દેશનું નામ બાળદિનની તારીખ
યુનિવર્સલ ચિલ્ડ્રન ડે (જે આખું વિશ્વ ઉજવે છે) :- 5 ઑક્ટોબર
થાઈલેન્ડ :- જાન્યુઆરી મહિનાનો બીજો શનિવાર
લેબેનોન :- 22 માર્ચ
બોલિવિયા :- 12 એપ્રિલ
તુર્કી :- 23 એપ્રિલ
મેક્સિકો :- 30 એપ્રિલ
જાપાન, કોરિયા :- 5 મે
નાઈજિરિયા :- 27 મે
આંતરરાષ્ટ્રીય બાળદિન :- 1 જૂન
ઈંડોનેશિયા :- 17 જૂન
નેપાળ :- 20 ઑગસ્ટ
જર્મની :- 20 સપ્ટેમ્બર
સિંગાપુર :- 1 ઑક્ટોબર
 ઈરાક અને બ્રાઝિલ :- 12 ઑક્ટોબર
 ભારત :- 14 નવેમ્બર
 ગ્રીસ :- 11 ડિસેમ્બર

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

આ ૫ણ વાંચો:- 

હું આશા રાખું છું કે તમને અમારો બાળદિન (બાળદિવસ નિબંધ)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

અહીં બાળદિન (Children’s Day) 2025 અને જવાહરલાલ નહેરુજીની જન્મજયંતિ વિષય પર એક સુંદર અને સરળ ભાષામાં નિબંધ રજૂ કર્યો છે, જે શાળા પ્રોજેક્ટ કે રજુઆત માટે ઉપયોગી બની શકે:


🎈 બાળદિન 2025 | જવાહરલાલ નહેરુ જયંતિ | નિબંધ ગુજરાતી ભાષામાં

📅 પરિચય:

દર વર્ષે 14 નવેમ્બરના રોજ સમગ્ર ભારતમાં બાળદિન (Children’s Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસ તરીકે ઉજવાય છે. નહેરુજીને બાળકો સાથે ખૂબ પ્રેમ હતો, તેથી તેમને “ચાચા નહેરુ” તરીકે ઓળખવામાં આવે છે.


🧒🏼 જવાહરલાલ નહેરુ અને બાળકો માટે પ્રેમ:


🎉 બાળદિનની ઉજવણી:


🎂 2025માં બાળદિન ક્યારે છે?

14 નવેમ્બર 2025 – શુક્રવારના દિવસે બાળદિન આવી રહ્યો છે. દેશભરમાં શાળાઓમાં આ દિવસે ઉત્સવનો માહોલ રહેશે.


💡 નિષ્કર્ષ:

બાળદિન માત્ર ઉલ્લાસનો દિવસ નથી, પરંતુ બાળકોએ પોતાનું ભવિષ્ય ઊજળું બનાવવા પ્રતિજ્ઞા લેવાનો દિવસ છે. ચાચા નહેરુની જેમ આપણે પણ બાળકોને પ્રેમ કરીએ અને તેમની ઉજ્જળ ભવિષ્યની તરફ દોરી જઈએ.


📌 નોંધ:
જો તમારે આ નિબંધ PDF, પ્રોજેક્ટ ફાઈલ અથવા પોઇન્ટવાઈઝ સ્વરૂપે જોઈતો હોય તો હું તૈયાર કરી આપી શકું.
તમારું નામ, ક્લાસ ઉમેરવો હોય તો પણ કહો.