Site icon Angel Academy

રક્ષાબંધન વિશે | રક્ષાબંધન નિબંધ | Raksha Bandhan Essay In Gujarati 2025

રક્ષાબંધનનો તહેવાર એ હિંદુઓના પવિત્ર તહેવારોમાંનો એક છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. આથી જ એને ‘શ્રાવણી પૂર્ણિમા‘ પણ કહે છે. વળી મુંબઈ અને કોંકણ જેવા પ્રદેશોમાં આ દિવસે દરિયાકાંઠાનાં હિંદુ માછીમારો દ્વારા ચોખા, ફૂલ અને નાળિયેરથી દરિયાની પૂજા કરે છે. આથી આ દિવસને ‘નાળિયેરી પૂર્ણિમા‘ પણ કહે છે. આ દરિયાપૂજન વિધી દરમિયાન માછીમાર બહેનો પોતાનાં માછીમાર ભાઈઓના હાથે રાખડી બાંધે છે.

રક્ષાબંધન નિબંધ (raksha bandhan essay in gujarati)

હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈનાં હાથનાં કાંડા પર રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા કરવાનું વચન માંગે છે. આ દિવસે એક તરફ જ્યાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે ત્યાં ભાઈ પોતાની પૂરી જિંદગી બેનની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. રાખડીનો બંધાયેલો દોરો ભાઈ બહેનનાં પ્રેમને મજબૂત તાંતણે બાંધે છે.

રક્ષાબંધનનો તહેવાર મનાવવાનું ક્યારથી શરુ થયું એનાં વિશે કોઈ ચોક્ક્સ માહિતી મળતી નથી. આપણાં પુરાણોમાં રક્ષાબંધન સાથે જોડાયેલી અનેક બાબતો જોવા મળે છે. જોઈએ આવી જ કેટલીક બાબતો જેનાં આધારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાની શરૂઆત થઈ હશે એવું માનવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણના કાકી શ્રુતદેવી એ શિશુપાલ નામના એક બાળકને જન્મ આપ્યો હતો. આપણે જાણીએ છીએ તેમ એને ચાર હાથ અને ત્રણ આંખો હતી. તે ખૂબ જ વિચિત્ર દેખાતો હતો. ત્યાં જ ભવિષ્યવાણી થાય છે કે જેના સ્પર્શથી બાળકનો દેખાવ બદલાય તેના દ્વારા જ તેનું મૃત્યુ નિશ્ચિત હશે. એક વખત શ્રીકૃષ્ણ તેમના કાકીના ઘરે આવ્યા હતા. જ્યારે તેમને શિશુપાલને હાથમાં લીધો ત્યારે તે બાળક સુંદર તેમજ તેજસ્વી થઈ ગયું.

શ્રુતદેવી આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ થઈ પરંતુ તેનું મૃત્યુ શ્રીકૃષ્ણના હાથોથી થશે એ વિચારી તે ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રાર્થના કરી કે તે શિશુપાલની ભૂલો માફ કરે અને તેને શ્રીકૃષ્ણના હાથે સજા ના આપે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને વચન આપ્યું કે તે શિશુપાલની સો ભૂલો માફ કરી આપશે પરંતુ તે જો ૧૦૦ કરતાં વધારે ભૂલો કરશે તો તેને માફ નહીં કરે.

રક્ષાબંધન નિબંધ (raksha bandhan essay in gujarati)

શિશુપાલ મોટો થઈને ચેદી નામનો એક રાજા બને છે. તે એક રાજા હોવાની સાથે ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધી પણ હતો. પરંતુ તે ખૂબ જ ક્રૂર રાજા હતો તેના રાજયના લોકોને ખૂબ જ પીડા તેમજ દુઃખ આપવા લાગ્યો અને વારંવાર ભગવાન શ્રી કૃષ્ણને પડકારવા લાગ્યો. એક વખત તેને ભરી સભામાં ભગવાન શ્રી કૃષ્ણની ટીકા કરી. ત્યારે શિશુપાલે તેની સો ભૂલોની સીમા પર કરી નાંખી. તરત જ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના સુદર્શન ચક્ર દ્વારા તેને તેની સજા આપી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેક્યું ત્યારે તેમની આંગળી પર વાગી ગયું.

ત્યાં હાજર રહેલા લોકો તેમના માટે તે ઘા પર બાંધવા માટે અને ઘા પર લગાડવા માટે કંઈક લેવા ગયા ત્યારે દ્રોપદીએ આજુબાજુ કશું જોયા વિના પોતાની સાડીમાંથી ભગવાન શ્રી કૃષ્ણને પટ્ટી લગાવી આપી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રોપદીને કહ્યું કે, “ધન્યવાદ બહેન! તેં મારા કષ્ટમાં મારો સાથ આપ્યો. હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ. આથી જ જ્યારે કૌરવોએ ભરી સભામાં દ્રોપદીનું ચીરહરણ કર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન દ્રોપદીની રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું. આ રીતે રક્ષાબંધનની શરૂઆત થઈ હતી એવું મનાય છે. ત્યારથી જ બધી બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પર્વ મનાવે છે.

મહાભારતમાં જ માતા કુંતીએ અભિમન્યુને રક્ષા માટે રાખડી બાંધી હતી.

અન્ય એક કથાનક મુજબ એક વખત દેવ અને દાનવો વચ્ચે મહાયુદ્ધ થયું. આ યુદ્ધ લગભગ બાર વર્ષ જેટલું ચાલ્યું હતું. તમામ દેવતાઓ થાકી ગયા હતા. ઈન્દ્રદેવે તો લગભગ શરણાગતિ સ્વીકારી જ લીધી હતી. પરંતુ ત્યારે ઈન્દ્રાણીએ ઈન્દ્રને રાખડી બાંધી અને કહ્યું હતું કે આ રક્ષા પોટલી છે એને હાથ પરથી ઉતારવી નહીં. એ જ ઈન્દ્રની રક્ષા કરશે.

ભગવાન વિષ્ણુએ જ્યારે બલિ રાજાનાં દ્વારપાળ બનવું પડ્યું હતું ત્યારે માતા લક્ષ્મીએ બલિ રાજાને રાખડી બાંધી ભાઈ બનાવ્યા અને ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા. બલિરાજાનાં કહેવા મુજબ આ એમનાં જીવનનો સૌથી ધન્ય પ્રસંગ હતો.

આમ, પુરાણો મુજબ રાખડી એટલે કે રક્ષા બાંધવી એ બંધાવનાર વ્યક્તિમાં સાહસ અને વીરતાનો ભાવ પેદા કરવા માટે છે. રક્ષા બાંધનાર એ વ્યક્તિ પર ભરોસો કરે છે કે અ મારી રક્ષા કરશે અને તેથી બંધાવનાર વ્યક્તિમાં સાહસની ભાવના આપોઆપ જ પેદા થઈ જાય છે.

મોગલ યુગ જ્યારે ચાલતો હતો ત્યારે મોગલ બાદશાહ હુમાયુએ રાણી કર્મવતીને બહેન બનાવી હતી. રાણી કર્મવતીએ હુમાયુને રાખડી બાંધી પોતાનું રક્ષણ કરવાની બાંહેધરી લીધી હતી.

રક્ષાબંધન નિબંધ (raksha bandhan essay in gujarati)

રક્ષાબંધનનાં દિવસે બહેન ભાઈના માથે તિલક કરી જમણા હાથે રાખડી બાંધી આખી જિંદગી પોતાની રક્ષા કરવાનું વચન લે છે અને ભાઈનું મીઠાઈ ખવડાવી મોં મીઠું કરે છે.

રક્ષાબંધનનાં દિવસે માત્ર ભાઈ બહેન જ એકબીજાને રાખડી બાંધી શકે એવું નથી. બ્રાહ્મણો પણ પોતાનાં યજમાનોને રક્ષા પોટલી બાંધે છે, જે મોટા ભાગે ઘઉં, જુવાર, તલ, જવ અને ચોખાનાં દાણાનો ઉપયોગ કરી બનાવવામાં આવી હોય છે.

ઉપરાંત, આ દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે ચગે. જૂની જનોઈ ઉતારી તેની જગ્યાએ નવી જનોઈ ધારણ કરે છે. શાસ્ત્રો અનુસાર જનોઈ એને ધારણ કરનારની રક્ષા કરે છે. સાથે સાથે એને ધારણ કરનારને નમ્ર બનાવે છે. જનોઈ અંગેનાં નિયમો જે બ્રાહ્મણો પાળે છે તેની રક્ષા જનોઈ કરે જ છે. જનોઈ એ ત્રણ ત્રણનાં જૂથમાં ગુંથેલા નવ તાંતણા હોવાથી ‘ત્રિસૂત્રી’ પણ કહેવાય છે, જે ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદનું પ્રતિક છે.

સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માન વધે અને તેમનું રક્ષણ થાય એ આ તહેવારનો મુખ્ય હેતુ છે. આપણાં શાસ્ત્રોનું માનીએ તો પોતાની પત્ની સિવાયની તમામ સ્ત્રીઓ બહેન સમાન ગણવી.

એટલે જ તો કહેવાયું છે ને કે જ્યાં સ્ત્રીઓ પૂજાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે.

રક્ષાબંધનમાં વપરાતી સામગ્રીની પાછળ રહેલો મર્મ:-

ચોખા:- 

ચોખા એટલે અક્ષત. અક્ષત એટલે અધૂરું નહીં હોય એવું, એટલે કે પૂર્ણ. આથી જ રક્ષાબંધનની વિધી અધૂરી ન રહી જાય તે માટે કંકુનું તિલક કર્યા પછી તેનાં પર ચોખા ચોંટાડવામાં આવે છે.

શ્રીફળ:-

શ્રી એટલે મા લક્ષ્મી. આથી જ ભાઈ બહેનનાં જીવનમાં લક્ષ્મી અને સમૃદ્ધિ આવે તે માટે થાળીમાં શ્રીફળ રાખવું જરૂરી છે.

રાખડી:-

જમણા હાથનાં કાંડા પર આવેલી નસ ઉપર દબાણ થવાથી સ્વાસ્થ્યને લગતી તકલીફો દૂર થાય છે. આથી જ રાખડી ત્યાં બાંધવામાં આવે છે.

મીઠાઈ:- 

સંબંધોમાં કડવાટ ન આવે અને સદાય મીઠાશ રહે તે માટે મીઠાઈ ખવડાવી એકબીજાનું મોં મીઠું કરાવાય છે. દરેક શુભ પ્રસંગોમાં મીઠાઈ રાખવાનો હેતુ પણ આ જ છે.

દીવો/આરતી:-

દીવો પ્રગટાવતાં જ તેની આસપાસ રહેલી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે. આથી જ રાખડી બાંધતી વખતે પહેલાં દીવો પ્રગટાવવામાં આવે છે અને ત્યારબાદ છેલ્લે બહેન ભાઈની આરતી ઉતારે છે, એવા મનોભાવ સાથે કે ભાઈના જીવનમાં ક્યારેય નકારાત્મકતા નહીં પ્રવેશે.

આ૫ સર્વેને રક્ષાબંધનની શુભકામનાઓ🌹 હેપી રક્ષાબંધન 🌹 રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા

લેખક:- શ્રીમતી સ્નેહલ જાની, શિક્ષક, વી. એન. ગોધાણી ઈંગ્લીશ સ્કૂલ, કતારગામ, સુરત 4

રક્ષાબંધન નિબંધ (raksha bandhan essay in gujarati)

દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક છે, જેને રાખડીનો તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધન પર, બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. તો સાથે બહેન ભાઇ પાસેથી પોતાની રક્ષાનું વચન લે છે. રક્ષાબંધન એ હિંદુઓ માટે એક મુખ્ય તહેવાર છે, જે સમગ્ર ભારત અને અન્ય દેશોમાં પણ ઉજવવામાં આવે છે. શાળાઓમાં, બાળકોને રક્ષાબંધન વિશે નિબંધ લખવા માટે આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો બાળકો રાખડી એટલે રક્ષાબંધન વિશે નિબંધ લખવા માંગતા હોય, તો રક્ષાબંધન વિશેનો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. ચાલો જાણીએ કે રક્ષાબંધન વિશે નિબંધ (raksha bandhan essay in gujarati) કેવી રીતે લખવો?

રક્ષાબંધન નિબંધ

ભારતમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના સંબંધને મજબૂત કરવાનો તહેવાર છે. રક્ષાબંધન એટલે રક્ષાનું બંધન, આ તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈની રક્ષા માટે તેના કાંડા પર ‘રાખી’ નામનો પવિત્ર દોરો બાંધે છે. શ્રાવણ માસની પૂર્ણિમા પર ઉજવાતો રક્ષાબંધન એ ભારતનો સૌથી લોકપ્રિય તહેવાર છે. રક્ષાબંધન તહેવાર વિશે ઘણી પ્રાચીન કથાઓ પ્રચલિત છે. ઈતિહાસમાં જોઈએ તો ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક રક્ષા બંધન યુદ્ધમાં વિજયનું પ્રતિક પણ છે.

હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, પ્રાચીન સમયમાં દેવતાઓ અને દાનવો વચ્ચે એક મહાન યુદ્ધ થયું હતું, જે સતત 12 વર્ષ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધના અંતે દેવતાઓનો પરાજય થયો અને રાક્ષસોનો વિજય થયો. આ વિજય પછી રાક્ષસોએ દેવોના રાજા ઈન્દ્રનું સિંહાસન કબજે કર્યું. તેનું પાપ વધતું ગયું અને તેણે ત્રણેય લોક ૫ર કબજજો કરી લીધો. જ્યારે ત્રણ લોકમાં દેવતાનો પરાજય થયો ત્યારે તમામ દેવતાઓ સાથે મળી દેવતાઓના આધ્યાત્મિક ગુરુ બૃહસ્પતિ દેવ પાસે ગયા અને તેમની મદદ માંગી.

ગુરુ દેવ બૃહસ્પતિએ દેવરાજ ઇન્દ્રને કેટલાક વિજય મંત્રો આપ્યા અને તેમને તેના જાપ કરવા કહ્યું, જેથી તેઓ રક્ષણ મેળવી શકે. બૃહસ્પતિએ ઈન્દ્રને પૂજાની સંપૂર્ણ પદ્ધતિ જણાવી અને કહ્યું કે શ્રાવણ મહિનામાં પૂર્ણિમાના દિવસથી જ આ મંત્રોના જાપની પ્રક્રિયા શરૂ કરો. બૃહસ્પતિ દેવે ઇન્દ્રને અભિમંત્રિત તાવીજ આપી. આ તાવીજ ઈન્દ્રની પત્ની શચી ઈન્દ્રાણીએ તેમના જમણા હાથના કાંડા પર બાંધ્યું હતું. જે પછી ઈન્દ્રદેવે બૃહસ્પતિ દેવ દ્વારા આપવામાં આવેલ મંત્રોનો પદ્ધતિસર જાપ શરૂ કર્યો.

પૂજા પૂર્ણ કર્યા પછી, ઇન્દ્રને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદ મળ્યા. આ વરદાનને કારણે ભગવાન ઈન્દ્રએ યુદ્ધમાં રાક્ષસોને હરાવીને ત્રણેય લોક પર દેવતાઓનું આધિપત્ય પુનઃસ્થાપિત કર્યું. આ વિજય પછી દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાએ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવતો હતો. હાલમાં રક્ષાબંધનનો તહેવાર ભાઇ-બહેનના પ્રેમની સાથે સાથે બજારવાદનો પર્યાય બની ગયો છે. દરેક જગ્યાએ માત્ર રક્ષાબંધન નો દેખાવો જ જોવા મળે છે. આ સમસ્યાને સમજવી પડશે અને રક્ષાબંધનના પવિત્ર તહેવારને તેનું મૂળ સ્વરૂપ આપવું પડશે.

રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે?

રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક છે, જેને રાખડીનો તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધન પર, બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. તો સાથે બહેન ભાઇ પાસેથી પોતાની રક્ષાનું વચન લે છે.

રક્ષાબંધનનો ઈતિહાસ શું છે?

રક્ષાબંધન વિશે ઘણી કથાઓ પ્રચલિત છે. જેમાં એક કથા મુજબ ભગવાન વિષ્ણુએ જ્યારે બલિ રાજાનાં દ્વારપાળ બનવું પડ્યું હતું ત્યારે માતા લક્ષ્મીએ બલિ રાજાને રાખડી બાંધી ભાઈ બનાવ્યા અને ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા.

આ ૫ણ વાંચો:-

હું આશા રાખું છું કે તમને અમારો રક્ષાબંધન નિબંધ (raksha bandhan essay in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. આ લેખમાં આ૫ણે રક્ષાબંધનનો ઇતિહાસ, ધાર્મિક મહત્વ, રક્ષાબંધનમાં વપરાતી સામગ્રીની પાછળ રહેલો મર્મ વિશે માહિતી મેળવી. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

અહીં “રક્ષાબંધન” પર 2025 માટે ગુજરાતી ભાષામાં નિબંધ આપેલ છે, જે વિદ્યાર્થીઓ માટે સરસ રીતે ઉપયોગી બની શકે છે:


🪢 રક્ષાબંધન નિબંધ (Raksha Bandhan Essay in Gujarati) – 2025

પરિચય:

રક્ષાબંધન એ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનો પાવન તહેવાર છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમા દિવસે ઉજવાય છે. તેને “રાખડી બંધવાની રીત” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારમાં બહેન પોતાના ભાઈના હાથ પર રક્ષા-сૂત્ર બાંધી તેના દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે.


🎊 રક્ષાબંધનની પરંપરા:

  • બહેન પોતાના ભાઈને તિલક કરીને મીઠું ખવડાવે છે અને તેમના હાથ પર રાખડી બાંધે છે.

  • ભાઈ બહેનને ભેટ આપે છે અને તેને સુરક્ષા આપવાનો વચન આપે છે.

  • ઘરોમાં ખાસ ભોજન બનાવવામાં આવે છે અને પરિવારજનો સાથે આનંદપૂર્વક તહેવાર ઉજવવામાં આવે છે.


🌟 2025માં રક્ષાબંધન ક્યારે છે?

  • તારીખ: 9 ઓગસ્ટ 2025 (શનિવાર)

  • વિશેષ: શુભ મુહૂર્તમાં રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે.


📜 ઇતિહાસ અને માન્યતાઓ:

  • પ્રાચીન કાળમાં રાણીઓ યોદ્ધાઓને રક્ષાસૂત્ર બાંધીને તેમની રક્ષા માટે પ્રેરિત કરતી.

  • દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને રક્ષા માટે રાખડી બાંધેલી – એ પ્રસંગ ખુબ પ્રસિદ્ધ છે.

  • રક્ષાબંધન માત્ર ભૌતિક રક્ષા નહીં પણ આધ્યાત્મિક બંધનનું પણ પ્રતિક છે.


👫 સાંસ્કૃતિક મહત્વ:

  • આ તહેવાર ભારતની સંસ્કૃતિ અને પરિવાર પ્રેમનું પ્રતિક છે.

  • ભાઈ-બહેનના સંબંધોને મજબૂત બનાવે છે.

  • તેને હિંદુઓ ઉપરાંત ઘણા અન્ય ધર્મના લોકો પણ પ્રેમપૂર્વક ઉજવે છે.


નિષ્કર્ષ:

રક્ષાબંધન પ્રેમ, વિશ્વાસ અને સ્નેહનો તહેવાર છે. આ તહેવાર ભાઈ-બહેનના મનના સંબંધને વધુ મજબૂત બનાવે છે. આપણે આ તહેવાર હંમેશા ઉત્સાહપૂર્વક અને પ્રેમથી ઉજવવો જોઈએ.


“રાખડી એ છે પ્રેમની ડોર, ભાઈની છે બહેન પર ગૌર.”

જય હિન્દ! 🇮🇳


જો તમને ટૂંકું વર્ઝન, કવિતારૂપમાં કે પોસ્ટર માટે catchy પંક્તિઓ જોઈએ હોય તો કહો – હું તે પણ તૈયાર કરી આપીશ