Site icon Angel Academy

રાષ્ટ્રીય ડોકટર દિવસ 2025 | Doctor Quotes In Gujarati

ડોકટરોના સમર્પણ, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા, સમર્પણને માન અને સલામ આપવા માટે સમગ્ર દેશમાં પહેલી જુલાઇના રોજ ”રાષ્ટ્રીય ડોકટર દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.

ડોકટરને “ઘરતી ૫રનો ભગવાન” માનવામાં આવે છે, કારણ કે ભગવાન પછી, ડોક્ટર જ કોઈપણ વ્યક્તિને નવો જન્મ આપે છે અને કોઈ પણ વ્યક્તિના જીવનમાં આશા જગાવે છે. ડોક્ટર માત્ર માણસના જન્મમાં જ મદદ કરે છે એવુ નથી ૫રંતુ તે વ્યક્તિને મૃત્યુના મુખમાંથી બચાવે છે.

સમગ્ર વિશ્વમાં ડોકટરોને ખૂબ માન આપવામાં આવે છે. એમાંય ખાસ કરીને ભારતમાં તો તેમને ભગવાનનો દરજજો આ૫વામાં આવે છે. જોકે કોઈ વ્યક્તિની ભગવાન સાથે તો સરખામણી ન થઇ શકે, પરંતુ ડોકટરોએ આ સ્થાન તેમના કાર્યોથી હાસિલ કર્યુ છે. તેમ છતાં જીવન અને મૃત્યુ માણસના નહીં પણ ભગવાનના હાથમાં છે, પરંતુ હવે ઈશ્વરે માણસને ડોકટર બનાવીને જીવન આપવાનો અધિકાર આપ્યો છે. આપણે આ જીવનદાતાને ડોકટર તરીકે ઓળખીએ છીએ, જે આપણને જન્મ આપે છે, સાથે સાથે આપણને મૃત્યુના સમયે બચાવે છે. આરોગ્ય ક્ષેત્રમાં ડોકટરોએ દિવસે દિવસે પ્રગતિ કરી છે. આજના આઘુનિક યુગમાં કેટલાય અસાઘ્ય રોગોનો ઇલાજ પણ શકય બન્યો. જે, વિજ્ઞાનના ચમત્કારો તથા ડોકટરોના અથાગ ૫રિશ્રમનું જ ફળ છે.

તેથી, ડોકટરોના મહત્વને સમજવા અને ડોકટરોના જીવ બચાવવા પ્રત્યેના બલિદાન અને સમર્પણ માટે, દર વર્ષે 1 જુલાઇએ, આપણા દેશમાં ”રાષ્ટ્રીય ડોકટર દિવસ” (ડોક્ટર ડે)ની ઉજવણી કરવામાં આવે છે. ભારતની સાથે સાથે અમેરિકા, બ્રાઝિલ, કયુબા, ઇરાન, વિયેતનામ, નેપાલ વિગેરે દેશોમાં ૫ણ ડોકટર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ભારતમાં રાષ્ટ્રીય ડોકટર દિવસની ઉજવણીનો ઇતિહાસ 

રાષ્ટ્રીય ડોકટર દિવસ જુદા જુદા દેશોમાં જુદા જુદા દિવસોમાં ઉજવવામાં આવે છે, તેથી આ દિવસની ઉજવણીનો ઇતિહાસ દરેક દેશનો અલગ અલગ હોય છે. ચાલો અહીં આપણે ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસનો બંધિત ઇતિહાસ જાણીએ.

ભારતમાં ડોકટર્સ ડેની ઉજવણીની શરૂઆત સને.૧૯૯૧થી થઇ હતી. પક્ષિમ બંગાળના મુખ્યમંત્રીશ્રી ડો. બિધાનચંદ્ર રોયની યાદમાં દર વર્ષ ૧૯૯૧થી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ડોકટર દિવસ ઉજવણી કરવામાં આવે છે.. તેમનો જન્મ 1 જુલાઈ 1882 ના રોજ બિહારના પટણા શહેરમાં થયો હતો અને 80 વર્ષ પછી ૧ જુલાઇ ૧૯૬૨ના રોજ આ જ દિવસે મૃત્યુ પામ્યા હતા.

તેમણે કલકત્તાથી મેડિકલ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને 1911 માં લંડનમાં એમઆરસીપી અને એફઆરસીપીની ડિગ્રી મેળવી અને ભારત પાછા આવ્યા પછી તે જ વર્ષે ભારતમાં ડોકટર તરીકેની તબીબી કારકીર્દિની શરૂઆત કરી. તેઓ દેશના એક પ્રખ્યાત ડોકટર અને પ્રખ્યાત શિક્ષણવિદ્ તેમજ સ્વાતંત્ર્ય સેનાની હતા,

તેમણે મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવેલા આંદોલનોમાં ભાગ લીધો હતો, અને અનશનમાં પણ તેમની સંભાળ રાખી હતી. આઝાદી પછી, તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા બન્યા અને પછીથી તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે ચુંટાઇ આવ્યા. સને. 1961 માં તેમને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમના મૃત્યુ પછી, 1976 માં તેમની યાદમાં, ડો બી સી રોય નેશનલ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય ડોકટર દિવસ સુવિચાર (Doctor quotes in Gujarati)

આ ૫ણ વાંચો:

હુ આશા રાખુ છું કે તમને અમારો રાષ્ટ્રીય ડોકટર દિવસ આ લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.