નોરતાંની રમઝટ હજુ થંભીય નથી અને એક બીજો તહેવાર આ૫ણી સામે આવીને ઉભો રહે છે. તે છે શરદ પૂર્ણિમા. શરદ પૂર્ણિમાનો તહેવાર આખા ભારતભરમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. શરદ પૂર્ણિમાને માણેકઠારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
શરદ પૂર્ણિમા વિશે નિબંધ
શરદ પૂનમ આસો માસની અજવાળી પૂનમના દિવસે ઉજવાય છે. આ દિવસે ચંદ્ર સૌથી તેજસ્વી રૂ૫ ઘારણ કરે છે. આકાશ એકદમ નિર્મળ અને શાંત હોય છે. સફેદ ચાંદનીમાંથી રેલાતા કિરણોથી રાતનું વાતાવરણ અત્યંત મનમોહક બની જાય છે આ રાત્રીએ ચંદ્રમાંથી નિકળતા કિરણો અમૃત સમાન માનવામાં આવે છે. એટલે જ અનેક કવિઓએ શરત પૂનમની રાતનો મહિમા ગાયો છે.
આસો માસને શરત પૂનમની રાત જો
ચાંદલીયો ઉગ્યો રે સખી મારા ચોડમાં
ગુજરાતમાં શરત પૂનમની રાતે ગરબાની રમઝટ જામે છે. જાણે લોકોના નવરાત્રી હજુ પુરી જ નથી થઇ એમ શરદપૂનમની રાતડીને, ચંદ્ર ઉગ્યો આકાશ રે….. જેવા ગીતો સાથે બાળકોથી લઇ વુઘ્ઘો સૌ કોઇ નિત-નવા વસ્ત્રો ઘારણ કરી ગરબાના તાલે ઝુમવા લાગે છે. ત્યારે ચંન્દ્રનો શીતળ પ્રકાશ તેમના રંગબેરંગી વસ્ત્રો ૫ર ૫ડવાથી અલ્હાદક વાતાવરણનું નિમાર્ણ થાય છે.
શરદ પૂનમ સાથે અનેક માન્યતાઓ સંકળાયેલી છે. કહેવાય છે કે શરદર્ણિમાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ યમુના નદીના કિનારે ગોપીઓ સાથે રાસલીલા કરીને તેમને અલૌકિક સુખ આપ્યું હતું. તો આ જ દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ તેમના સંતો ભક્તો સાથે અનેક રુપો ધારણ કરીને રાસલીલા કરેલી હોવાની માન્યતાઓ છે.
શરદ પૂમન પર મંદિરોમાં ખાસ પૂજાનું આયોજન કરવામાં આવે છે. શરદ પૂનમનો દિવસ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખાસ માનવામાં આવે છે. એક માન્યતા મુજબ શરદર્ણિમાની રાત્રીએ દેવી લક્ષ્મીજી સ્વયં આકાશમાં વિચરે છે ને પૃથ્વી પરના મનુષ્યોના જોતાં બોલે છે કે, કોણ જાગે છે ? જે જાગે તેને સંપત્તિવાન બનાવીશ. તેથી આ દિવસે રાત્રે જાગરણ કરવાનો તથા રાસ ગરબા રમવાનો મહિમા છે.
શરદ પૂનમના દુધ પૌઆ ખાવાનો રિવાજ છે.શરદ પૂર્ણિમાથી વરસાદની વિદાય શરદનું આગમન થાય છે. આયુર્વેદ શાસ્ત્ર મુજબ શરીરમાં જે પિત્તનો પ્રકોપ થયો હોય તે આ દુધ પૌઆ ખાવાથી નાશ પામે છે. દૂધ એ પિત્તનું દુશ્મન ગણાય છે. ચંદ્રના કિરણો દુધ, પૌઆમાં ભળવાથી દમના દર્દીને ફાયદો કરે છે. આ દિવસે વિવિઘ મંદિરોમાં ૫ણ ભગવાનને દૂધ-પૌંઆનો થાળ ધરાવામાં આવે છે અને ત્યારબાદ સૌ ભાવિક ભક્તો આ પ્રસાદનો અંગીકાર કરી કૃતાર્થ બને છે.
શરદ પૂનમની રાત્રે ચન્દ્ર સામે જોતા જોતાં દોરો પરોવવાની ક્રિયા કરવાની પ્રથા ખૂબ જ પ્રચલિત છે. કહેવાય આમ કરવાથી આંખો નિરોગી બને છે. આંખનું તેજ વધે છે. આ દિવસ મહાકાવ્ય રામાયણના સર્જક મહર્ષિ વાલ્મીકી જયંતિ તરીકે ૫ણ ઉજવાય છે.
શરદ પૂનમ નો મહિમા યુધિષ્ઠિરને સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે શરદ પૂર્ણિમા’ ની રાત્રી મને ખુબ જ ગમે છે. શ્રીમદ ભાગવતના દશમ સ્કંધમાં કહયુ છે કે શરદ પૂનમની રાત્રે સાથે ભગવાન શ્રીકૃષ્ણ મહારાસ રમ્યા હતા. તેથી શરદ પૂનમને રાસ પૂનમ ૫ણ કહેવામાં આવે છે. ડાકોરમાં રાજા રણછોડ રાયને આ દિવસે દિવ્ય મુકુટ ધરાવાય છે.
શરદપુનમની રાતે નથી હોતી ગ્રીષ્મની દહિક ગરમી કકે નથી હોતી હેમંતની ઘૃજાવનારી ઠંડી.શરદનું નિરભ્ર આકાશ સ્વચ્છ દેખાય છે. વર્ષઋતુમાં કાદવકીચડ તેમજ માખી-મચ્છરના ત્રાસથી કંટાળી ગયેલો માનવ શરતઋતુના ચોખ્ખા ચણાક વાતાવરણથી પ્રસન્ન થાય છે.
આમ શરદ પૂનમની રાત કવિઓને ૫ણ ખૂબ ગમે છે.તેથી જ તો અનેક કવિઓએ શરત પૂર્ણિમાની રાત વિશે અલંકારીક રીતે વર્ણન કર્યુ છે. કુદરતની કવિતાનું સૌંદર્ય એટલે શરદ પૂનમ.
સોળે કલાએ ખીલેલા ચંદ્રમાની શીતળ રાત શરદ પૂર્ણિમાના શુભ પ્રસંગની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. ચંદ્રમાં પોતાની અજવાળી કિરણોના પ્રકાશ દ્વારા આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધનનો સંચાર કરે એવી મંગલકામના
આ ૫ણ વાંચો:-
હું આશા રાખું છું કે તમને અમારો શરદ પૂર્ણિમા વિશે નિબંધ (sharad purnima essay in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.