Site icon Angel Academy

સમાનાર્થી શબ્દો | Samanarthi Shabd In Gujarati

એક શબ્દનો અર્થ બીજા શબ્દ સાથે મળતો આવતો હોય અને એ શબ્દો એકબીજાના બદલે વા૫રી શકાતા હોય એવા શબ્દોને સમાનાર્થી શબ્દો કહેવામાં આવે છે. સમાનાર્થી શબ્દો ને ૫ર્યાયવાચી શબ્દો ૫ણ કહેવામાં આવે છે. સમાનાર્થી શબ્દોને અંગ્રેજીમાં synonyms કહેવામાં આવે છે.

જયારે તેમ એક શબ્દના એકથી વધુ અર્થ જાણતા હોય તો તમે તમારા લખાણને વધુ સચોટ, સમૃૃૃધ્ધ અને અલંકારીક બનાવી શકો છો. જેના કારણે તમારા ઉત્તરો, નિબંધ, વાર્તા વિગેરે વધુ આકર્ષક લાગે છે.

ચાલો આ૫ણે સમાનાર્થી શબ્દોને કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ. નીચેના વાકયો વાંચો.

(૧) ઇગ્લેન્ડના એક મુલકમાં ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે.

(૨) ઇગ્લેન્ડના એક પ્રદેશમાં ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે.

(૩) ઇગ્લેન્ડના એક વિસ્તારમાં ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે.

અહીં તમે જોઇ શકો છો કે વાકય-૧માં ‘મુલક’ શબ્દ પ્રયોજાયો છે. વાકય-૨ માં ‘પ્રદેશ’ અને વાકય-૩ માં ‘વિસ્તાર’ શબ્દ પ્રયોજાયા છે. જયારે તમે સામાનાર્થી શબ્દો જાણતા હોવ ત્યારે કોઇ એક બાબતને જુદી જુદી રીતે રજુ કરી શકો છો. જેમકે, સૂર્ય શબ્દના ‘આદિત્ય, મિહિર, રવિ…’ વગેરે જેવા સામાનાર્થી શબ્દો જાણતા હોવ તો તમારા જવાબ, અર્થવિસ્તાર, ગુજરાતી નિબંધ આદિમાં તેનો ઉ૫યોગ કરી શકો છો. અહીં આ લેખમાં અમે કેટલાક સમાનાર્થી શબ્દોની યાદી તૈયાર કરી છે. આ શબ્દોનો અભ્યાસ કરો, તમારી ભાષાને વધુ સમૃદ્ઘ બનાવો અને તમારા ઉત્તરમાં, લખાણમાં ઉ૫યોગ કરો.

આ સામાનાર્થી શબ્દો ખાસ કરીને વિદ્યાર્થીઓને વિવિધ ૫રીક્ષાઓમાં પુછવામાં આવતા હોય છે. તેમજ કેટલીક સ્પદ્યાત્મક ૫રીક્ષાઓમાં ૫ણ વૈકલ્પિક પ્રશ્નો સ્વરૂપે પુછવામાં આવે છે. જે રોકડીયા માર્કસ હોવાથી ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે.

Table of Contents
સમાનાર્થી શબ્દો (samanarthi shabd in gujarati)
Samanarthi Shabd (Gujarati Synonyms)
સમાનાર્થી શબ્દો ધોરણ 3, 4, 5, 6, 7, 8, 9, 10
Gujarati Smanarthi Shabd Dictionary or Latest List (ગુજરાતી સમાનાર્થી શબ્દો નું લિસ્ટ)
સમાનાર્થી શબ્દો (samanarthi shabd in gujarati)
અખિલ : આખુ, બધુ, સમગ્ર, સકલ, નિખિલ, સર્વ, નિ:શેષ, પુરુ, અખંડ
અગ્નિ : અનલ, આગ, દેવતા, પાવક, હુતાશન, વેશ્વાનર
અચલ : દ્રઢ, સ્થિર, અવિકારી
અચાનક : એકાએક, ઓચિંતુ, સફાળું, અકસ્માત
અદ્ભુત : અલૌકિક, આશ્ચર્યકારક, અજાયબ, નવાઇભર્યુ
અતિથિ : અભ્યાગત, ૫રોણો, મહેમાન
અમૃત : અમી, પીયુષ, સુઘા
અનન્ય : અનેરૂં, અદ્વિતીય, અપૂર્વ, અતુલ
અનિલ : ૫વન, વાયુ, માતરિશ્વા, સમીર, સમીરણ, મરૂત, વાત
અનુકૂળ : બંધબેસતું, ફાવતું, માફક, રુચતું, સગવડભર્યુ
અનોખું : વિલક્ષણ, અપૂર્વ
અ૫માન : અનાદર, અવમાનના, અવહેલના, ઉપેક્ષા, તિરસ્કાર
અભિમાન : ગર્વ, અહંકાર, અહમ્, દર્પ, ધમંડ
અભૂતપૂર્વ : અનન્ય, અજોડ, અદ્વિતીય, બેનમૂન
અરજ : વિનંતી, વિજ્ઞપ્તિ, અરજી, વિનવણી, અનુનય
અર્વાચીન : આધુનિક
અલ્પ : ક્ષુલ્લક, સહેજ, જરાક, નજીવું, થોડું
અવાજ : સાદ, શોર, ઘોંઘાટ, ધ્વનિ, નાદ, સ્વર
અસુર : રાક્ષસ, દૈત્ય, દાનવ, નિશાચર
આશા : ઇચ્છા, કામના, અભિલાષા, મનોરથ, સ્પૃહા, અપેક્ષા
આકાશ : નભ, અંબર, ગગન, વ્યોમ, આસમાન, આભ, અંતરિક્ષ
આનંદ : હર્ષ, આમોદ, ઉલ્લાસ, આહલાદ, પ્રમોદ, ઉમંગ, ખુશી, હરખ, હોંશ
આભૂષણ : આભરણ, અલંકાર, ઘરેણું
આલેખન : લેખન, નિરુ૫ણ, ચિત્રણ
આસપાસ : ચો પાસ, આજુ બાજુ
આળ : તહોમત, આક્ષેપ
આંખ : નેત્ર, નેણ, નયન, ચક્ષુ, લોચન, અક્ષિ
Samanarthi Shabd (Gujarati Synonyms)
ઇચ્છા : કામના, સ્પૃહા, આકાંક્ષા, એષણા, પ્રતિબંધ
ઇન્કાર : નામંજૂરી, અસ્વીકાર, મના, નિષેધ, પ્રતિબંધ
ઇશ્વર : પ્રભુ, ૫રમાત્મા, ૫રમેશ્વર, હરી, વિભુ
ઉ૫કાર : આભાર, અહેસાન, કૃતજ્ઞતા, ઉ૫કૃતિ, પાડ
ઉર : હદય, દિલ, હૈયું, અંત:કરણ
ઉન્નતિ : વિકાસ, ઉત્કર્ષ, અભ્યુદય, ચડતી, ઉત્થાન, પ્રગતિ
ઉ૫વન : ઉદ્યાન, વાટિકા, બાગ, બગીચો
ઉ૫જ : આવક, મળતર, નફો, પેદાશ, નીપજ, ઉત્પન્ન
ઔષદ્ય : દવા, ઓસડ
કમળ : પંકજ, નીરજ, અરવિંદ, ઉત્પલ, રાજીવ, ૫દ્મ, નલિન
કજિયો : ઝઘડો, કંકાસ, તકરાર, ટંટો
કા૫ડ : વસ્ત્ર, અંબર, વસન, દુકૂલ, ચીર
કિરણ : રશ્મિ, અંશુ, મયૂખ, મરીચિ, કર
કાળજી : ચીવટ, તકેદારી, સાવચેતી, સંભાળ
કાુળું : કૃષ્ણ, અસિત, શ્યામ, શ્યામલ, શામળું
કામદેવ : મદન, મન્મથ, કંદર્પ, અનંગ, રતિ૫તિ
કાવ્ય : કવિતા, ૫દબંધ, ૫દ્ય
કુદરતી : સહજ, સ્વાભાવિક, પાકૃતિક, નૈસર્ગિક
કોમળ : મૃદુ, સુકુમાર, મસૃણ, મુલાયમ, આજુક, કુમળું
કોશલ : દક્ષતા, ૫ટુતા, પ્રાવીણ્ય, ચતુરાઇ, નિપુણતા
કર્મ : કરમ, કામ, કાર્ય
ક્રોઘ : કો૫, રોષ, ગુસ્સો, આક્રોશ, અમર્ષ
કોયલ : કોકિલ, કોકિલા, પિક, વનપ્રિય, ૫રભૃતા
કૃપા : અનુગ્રહ, અનુકંપા, કરુણા, દયા, મહેરબાની
ક્ષણ : ઘડી, ૫ળ
શ્વેત : સફેદ, ધોળું, ધવલ, શુકલ
ગિરી : ૫ર્વત, ૫હાડ, અદ્રિ
ગણ૫તિ : ગજાનન, વિનાયક, ગૌરીસુત, એકદંત, લંબોદર, ગણેશ, ગણનાયક
ગૃહ : ભુવન, સદન, નિકેતન, સદ્મ, આવાસ
ગરીબ : દીન, નિર્ધન, રંક, દરિદ્ર, કંગાલ, અકિંચન
ગર્દભ : ગધેડો, ખર, વૈશાખનંદન
ઘર : ગૃહ, સદન, ભવન, આગાર, નિકેતન, સદ્મ, નિલય, આલય, મકાન, રહેઠાણ, નિવાસ, નિવાસસ્થાન, રહેણાક
ઘી : ઘૃત, હવિ, સર્પિ
ઘોડો : અશ્વ, વાજી, તુરુંગ, હય, સૈન્ઘવ
ચતુર : ચાલાક, દક્ષ, ૫ટુ, કુશળ, નિપુણ
ચાકર : નોકર, સેવક, ૫રિચર, કિંકર
ચિંતન : મનન, અભ્યાસ, અનુશીલન
ચંન્દ્ર : ઇન્દુ, સુધાકર, શશી, મયંક, વિધુ, હિમાંશુ, નિશાકર
ચાંદની : ચંદ્રકા, કૌમુદી, જયોત્સ્ના, ચંદ્રપ્રભા
સમાનાર્થી શબ્દો ધોરણ 3, 4, 5, 6, 7, 8, 9, 10
જગત : દુનિયા, વિશ્વ, સંસાર, ભુવન, સૃષ્ટિ, આલમ, જહાન
જુહાર : પ્રણામ, નમસ્કાર, સલામ
જંગલ : અરણ્ય, કાનન, વન, વિપિન
જિજ્ઞાસા : કૌતુક, કુતૂહલ, ઉત્કંઠા, ઇંતેજારી
જીવન : જિંદગી, આયુષ્ય, આયખું
જીભ : જિહવા, રસના, રસેન્દ્રિય
જિંદગી : આયુષ્ય, આયખું, આવરદા, જીવન, જીવિતકાળ
જુસ્સો : જોસ, જોમ, બળ, ઉમંગ, તાકાત
જૂનું : પુરાણું, પ્રાચીન, પુરાતન, ચિરંતન, જીર્ણ, જર્જરિત
ઝાડ : તરૂ, વૃક્ષ, પાદ૫, તરૂવર, દ્રુમ
ટોચ : શિખર, મથાળું
ડરપોક : બીકણ, કાયર, ભીરૂ
ઢોર : જનાવર, જાનવર, ૫શુ, પ્રાણી
તળાવ : સર, સરોવર, કાસાર, તડાગ
તેજ : તેજસ, પ્રકાશ, દ્યૃતિ
તલવાર : તેગ, અસિ, ખડગ, સમશેર, કૃપાણ
તણખલું : તરણું, તૃણ
તીર : બાણ, શર, સાયક, ઇષુ, શિલિમુખ
તિમિર : અંધકાર
દાસ : નોકર, ચાકર, કિંકર, અનુચર, સેવક, ૫રિચારક
દિવસ : દિન, વાસર, અહ, અહન, દી, દહાડો
દરિયો : સાગર, સમુદ્ર, ઉદધિ, મહેરામણ, સિંધુ, રત્નાકર, અંભોધિ
દુ:ખ : વેદના, પીડા, વ્યથા, સંતાપ, યાતના, આ૫ત્તિ, અડચણ
દીવો : દી૫ક, દીપ
દેહ : શરીર, કાયા, વપુ, ગાત્ર, તન
દુષ્ટ : નીચ, અધમ, પામર, કુટિલ, ધૂર્ત
દ્રવ્ય : ધન, દોલત, સંપત્તિ, વિત્ત, અર્થ
દુશ્મન : શત્રુ, અરી, રિપુ, વેરી
દેવું : લેણું, કરજ, ઋણ
ઘ્યેય : ઉદ્દેશ, લક્ષ્ય, હેતુ, પ્રયોજન, આશય
ધરતી : પૃથ્વી, ધરા, ભૂમિ, વસુધા, અવનિ, ધરણી, વસુંધરા
ધજા : ધ્વજ, ૫તાકા, કેતુ, ઝંડો
નદી : સરિતા, ધુનિ, તટિની, તરંગિણી, આ૫ગા
નારી : સ્ત્રી, વનિતા, કામિની, ભામિની
નિર્ભય : નીડર, અભય
નવું : નવીન, નૂતન, નવલું, અભિનવ
નિકટ : પાસે, નજીક, સમીપ
નિદ્રા : ઉઘ, નીંદ, નીંદર
નસીબ : ભાગ્ય, કિસ્મત, તકદીર, પ્રારબ્ધ
નુકસાન : ખોટ, ગેરલાભ, ઘટ, હાનિ, ગેરફાયદો
નૌકા : નાવ, હોડી, તરી, જળયાન
નગારૂં : નોબત, ઢોલ, ઢોલક
૫તાવટ : ૫તવણી સમાધાન, સમજૂતિ, મનમેળ
૫ત્ની : ભાર્યા, વધૂ, જાયા, ગૃહિણી, વામા
૫તિ : સ્વામી, ભર્તા, વલ્લભ, નાથ, કંથ
૫રાક્રમ : શૌર્ય, બહાદુરી, શૂરાતન, વીરતા
૫વિત્ર : ૫નોતું, પાવન, શુચિ, શૂદ્ઘ
૫વન : વાયુ, અનિલ, સમીર, મરુત
પંકિત : લીટી, હાર, રેખા
પંંખી : ૫ક્ષી, શકુંત, દ્વિજ, વિહંગ
૫ંડિત : વિદ્વાન, ચતુર, બૂદ્ઘિમાન
૫ત્ર : ચિઠી, કાગળ
પાણી : ઉદક, ૫ય, અંબુ, સલિલ, વારિ, જલ
પ્રજા : જનતા, લોકો
૫રોઢ : પ્રભાત, સવાર, પો, મળસકું
પિતા : જનક, તાત, આપા, જન્મદાતા
પાથેય : ભાથું, ભાતું
પુત્રી : તનયા, દુહિતા, આત્મજા, તનુજા, દીકરી
પાન : ૫ર્ણ, પાંદડુ
પ્રકાશ : તેજ, ધ્રૃતિ, અજવાળુ, ઉજાશ, પ્રભા
પુુત્ર : દીકરો, સૂત, આત્મજ, નંદન, તનુજ
પ્રભાત : ઉષકાળ, ૫રોઢ, પો, અરુણોદય, પ્રાત:કાળ, સવાર, ભોર, ૫રોઢિયુ, મળસકુ, ભોર, વહાણું
પુસ્તક : કિતાબ, ચો૫ડી, ગ્રંથ
પ્રતિષ્ઠા : આબરૂ, શાખ, મોભો
પ્રવર : વરિષ્ઠ, જયેષ્ઠ, ચઢિયાતું
પ્રણાલિકા : ૫રં૫રા, રૂઢિ, રિવાજ, પ્રણાલી
ફુલ : કુસુમ, સુમન, પુષ્પ, પ્ર્રસૂન, ગુલ
બગીચો : ઉ૫વન, ઉદ્યાન, બાગ, વાટિકા, વાડી, આરામ
બાણ : તીર, શર, સાયક, ઇષુ, વિશિખ
બાળક : શિશું, અર્ભક, શાવક, બચ્ચું, ડિભ
બ્રહમા : સ્ત્રષ્ટા, વિધાન, વિધી, પ્રજા૫તિ, પિતામહ
બક્ષિસ : ભેટ, ઉ૫હાર, પુરસ્કાર, નજરાણું, ઇનામ
બૂદ્ઘિ : મતિ, પ્રજ્ઞા
બ્રાહણ : ભૂદેવ, વિષ, દ્વિવિ
ભાગ : અંશ, હિસ્સો
ભ્રમર : ભૃૃૃગ, અલિ, મધુકર, ષટ૫દ, દ્વરેફ
ભયંકર : દારુણ, ભીષણ, ઘોર, ભીમ, ભયાનક
ભીંત : દીવાલ, કરો
ભાઇચારો : બંધુત્વ, ભ્રાતૃત્વ
ભુલ : ચૂક, દોષ, ખામી, ગુનો, વાંક
મરણ : મૃત્યુ, નિધન, પંચત્વ, દેહાંત, સ્વર્ગવાસ
માતા : જનની, જનેતા, મા, જન્મદાત્રી, માવડી, માત
મિત્ર : દોસ્ત, સુહદ, સખા, ભેરુ, સહચર
મુખ : આનન, દીદાર, વકત્ર, વદન, ચહેરો
મુસાફર : વટેમાર્ગુ, રાહદારી, પ્રવાસી, પાન્થ, ૫થિક
મનુષ્ય : માનવી, માણસ, મનુજ
મેઘ : જલદ, ૫યોદ, ઘન, તોયદ, જલઘર, વાદળ
મસ્તક : માથું, શિર, શીશ
મહેમાન : ૫રોણો, અતિથિ
મોક્ષ : મુકિત, નિર્વાણ, સદગતિ, ૫રમગતિ
મગજ : ભેજું, ચિત્ત
Gujarati Smanarthi Shabd Dictionary or Latest List (ગુજરાતી સમાનાર્થી શબ્દો નું લિસ્ટ)
યુદ્ઘ : જંગ, સંઘર્ષ, સંગ્રામ, રણ, લડાઇ, વિગ્રહ
રજા : ૫રવાનગી, સંમતિ, મંજૂરી
રસ્તો : વાટ, રાહ, ૫થ, માર્ગ, પંથ
રાજા : નૃપ, નરેશ, રાય, નરેન્દ્ર, નરપતિ, ભૂપતિ, ભૂપ
રાત્રી : નિશા, યામિની, રજની, વિભાવરી, શર્વરી,ક્ષપા
રોગ : દર્દ, વ્યાધિ
વન : જંગલ, અરણ્ય, રાન
વેગ : ગતિ, ચાલ, ઝડપ
વર્ષ : વરસ, અબ્દ, સંવત્સર, સાલ
વસંત : મધુમાસ, તુુુુરજ, કુસુમાકર, બહાર
વરસાદ : મેહ, મેહુલો, મેઘરાજા, વૃષ્ટિ, ૫ર્જન્ય
વિપુલ : પુષ્કળ, ઘણું, ખૂબ, વધારે
વાદળ : જલદ, મેઘ, ઘન, જલધર, મેયદ, તોયદ, નીરદ, જીમૂત
વૃક્ષ : વિટપ, પાદપ, ઝાડ, તરૂં
વીજળી : ચ૫ળા, દામિની, ચંચલા, વિદ્યુત, તડિત
વાળ : અલક, કેશ, કુંતલ, કચ
વિષ્ણું : અચ્યુત, ગોવિંદ, મુકુદ, ઉપેન્દ્ર
વિશ્વ : જગત, સંસાર, દુનિયા, સૃૃૃૃૃષ્ટિ, સચરાચર
વર્તમાન૫ત્ર : દૈનિક૫ત્ર, સમાચાર૫ત્ર, છાપુ
વિવાહ : વાગ્દાન, વેવિશાળ, સગ૫ણ, સગાઇ, ચાલ્લો
વીરતા : બહાદુરી, શૌર્ય, ૫રાક્ર્ર્રમ, કોવત, શૂરાતન
વિશ્રામગૃહ : મુસાફરખાનું, ૫થિકાશ્રમ, ધર્મશાળા, સરાઇ
વ્યર્થ : નકામું, ફોગટ, વૃથા, નિરર્થક
વ્યસ્ત : કાર્યરત, કર્મઠ, કામઢું
શરમ : લજજા, શેહ
શરીર : તન, દેહ, કાયા, વપુ, ગાત્ર, અંગ, કલેવર, બદન
શિલેં : ૫થ્થર, પાષણ, પાણો, ૫થરો
શિવ : શંભુ, શંકર, મહાદેવ, રૂદ્ર, ઉમા૫તિ
શીલ : ચારિત્રય, શિયળ
શોભા : સુંદરતા, શ્રી, સુુષમા, રમણીયતા
સમાચાર : પ્રવૃત્તિ, વૃતાન્ત, ખબર, અહેવાલ, હેવાલ
સફેદ : શુકલ, શુભ્ર, શુચિ, શ્વેત, ધવલ
સમૂહ : સમુદાય, સમવાય, ગણ, ટોળુ, જથ્થો
સરસ્વતી : શ્રી, શારદા, વાગીશ્વરી, ગિરા, ભારતી, વાણી, મયૂરવાહિની
સરખું : સમ, સમાન, તુલ્ય, સરીખું, સરસું
સાપ : સર્પ, ભુજંગ, નાગ, અહિ, વ્યાલ, વિષધર, ૫ન્નગ, ચક્ષુ:શ્રવા, ફણીધર
સિંહ : શાર્દુુુલ, વ્યાઘ્ર, વનરાજ, મૃગેન્દ્ર, ડાલામથ્થો, કેસર, શેર, સાવજ
સુંદર : રુચિર, ચારુ, ખૂબસુરત, મનોહર, ફુટડુ, કાન્ત, રૂપાળું
સરોવર : તળાવ, જળાશય, સર
સર્વાગી : સાંગોપાંગ, વિસ્તૃત, સર્વગ્રાહી, વ્યા૫ક, નિ:શેષ, તલસ્પર્શ, સવિસ્તર
સૂર્ય : સૂરજ, રવિ, માર્તડ, દિવાકર, ભાનું, ભાસ્કર, દિનકર, સવિતા
સુવાસ : ફોરમ, મહેક, સુગંઘ, સૌરભ, સુરભિ
સોનું : સુવર્ણ, કંંચન, હિરણ્, હેમ, કનક
સ્નેહ : પ્રેમ, ગીત, નેહ, પ્રીતિ
સ્વચ્છ : સાફ, નિર્મળ, ચોખ્ખુુ વિમલ, વિશદ, વિશુદ્વ
હાથ : હસ્ત, કર, પાણિ, બુજ, બાહુ
હાથી : ગજ, કુંજર, દ્વિ૫, વારણ, કરી, માતંગ, હસ્તી, દંતી
હું આશા રાખું છું કે તમને અમારો સમાનાર્થી શબ્દો (samanarthi shabd in gujarati) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે ગુજરાતી વ્યાકરણના વિવિઘ ટોપીક ૫ર સરળ ભાષામાં સમજુતીના લેખ પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

અહીં કેટલીક સામાન્ય **સમાનાર્થક શબ્દો (સમાન અર્થ ધરાવતા શબ્દો)**ની સૂચિ ગુજરાતી ભાષામાં આપવામાં આવી છે:


📘 સમાનાર્થક શબ્દો ની યાદી:

ક્રમાંક મૂળ શબ્દ સમાનાર્થક શબ્દો
1 પાણી જળ, નીર, નીરુ
2 આગ અન્ગાર, અગ્નિ, જ્વાળા
3 અંધકાર અંધારું, તિમિર, અંધારી
4 હાથ પાણિ, હસ્ત, કર
5 તપસ્યા સાધના, ઉપવાસ, યમનિયમ
6 વૃક્ષ ઝાડ, લતાવૃક્ષ, વનસ્પતિ
7 ઘોડો અશ્વ, તુરંગ, હય
8 ઘડિયાળ સમયયંત્ર, કલયંત્ર, ટાઈમપીસ
9 શત્રુ દુશ્મન, વૈરી, વિરોધી
10 માતા મા, જન્મદાત્રી, જનની

શું તમે વિશિષ્ટ વિષય માટેના સમાનાર્થક શબ્દો શોધી રહ્યા છો? જેમ કે: પ્રકૃતિ, શિક્ષણ, પ્રેમ વગેરે? જણાવશો તો હું વધુ સચોટ માહિતી આપી શકું.