Site icon Angel Academy

સૈનિક વિશે નિબંધ | Essay On Soldiers In Gujarati

સૈનિક વિશે નિબંધ :- સૈૈૈૈનિક એ રાષ્ટ્રનો રક્ષક ગણાય છે. મા ભોમની રક્ષા માટે કેટલાય વીર સૈનિકોએ પોતાના બલિદાનો આપ્યા છે. આજે આ૫ણે જે સુખ, શાંતિ અને સલામતીનું જીવન જીવી રહયા છે. એનો તમામ શ્રેય રાષ્ટ્રના સેનિકોને ફાળે જાય છે. તો ચાલો આજે આ૫ણે સૈનિક વિશે નિબંધ લેખન કરીએ.

સૈનિક વિશે નિબંધ (essay on soldiers in gujarati) :-

“જય જવાન,જય કિશાન.”શાસ્ત્રીજીએ આપેલ નારો ખરેખર સત્ય છે,બોર્ડર પર ઉભો રહેલ જવાન આપણા માટે રાત દિવસ જીવ જોખમમાં મૂકી ઉભો રહે છે. અને ખેતરમાં ઉભો રહેલ કિશાન રાત દિવસ મહેનત કરી આપણા માટે અનાજ ઉત્તપન્ન કરે છે.આ બન્ને ને સો સો સલામ છે. બોર્ડર પર પોતાના જવાન છોકરાને મોકલતા વાલીઓ પણ હમેશા માટે વંદનીય છે. “सारा लहू बदन का मिटी को पिला दिया,हम पर कर्ज था वतन का हमने चुका दिया।”

15 મી ઓગષ્ટ હોય કે પછી 26 મી જાન્યુઆરી હોય,આ બે દિવસે દેશવાસીઓમાં દેશભક્તિ છલકાય છે.જોકે ચાલો એ બે દિવસ પૂરતી પણ ભક્તિ તો જોવા મળે જ છે.આનંદની વાત છે બોર્ડર જેવી પિક્ચર જોઈને ઘણાને એમ થાય કે હું પણ મોટો થઈને સૈનિક બનીશ પણ દરેકના નસીબમાં એ સુખ હોતું નથી,ખરું ને !

સૈનિક વિશે નિબંધ

સૈનિક જ એવો છે જે ને 80 વર્ષની ઉંમરે પણ આપણે જવાન કહીને બોલાવી શકીએ છીએ.તો શું તમારે પણ સૈનિક બનવું છે ? દેશની સેવા કરવી છે ? મને લાગે છે બધાના જવાબ “હા” જ હશે.દેશ સેવા માટે કોઈ તૈયાર ન થાય.છતા બધાને આ તક મળતી નથી.તો શું કરવું ?

શુ હું દેશની સેવા ન કરી શકુ ? શુ હું ભારત માતાનો લાલ ન બની શકું ? બની જ શકો ને..તમારી ઉંમર,તમારી જાત કે અમીરી ગરીબી ક્યારેય દેશ સેવા કરવા માટે તમને રોકતી નથી.છતાં એમ થાય ને બોર્ડર પર જાઉં ને 100 આતંકવાદીઓને ઠાર કરી નાખું.આવો જોશ છે તો એને સો સો સલામ છે પણ તમને એ તક નથી મળી છતાં દેશ સેવા કરવી જ છે.સૈનિક બનવું જ છે તો શું કરી શકીએ ?

હું ,તમે, આપણે બધા જ ભારત ભૂમિ પર જન્મેલા સૈનિક છીએ,દેશની સેવા માટે તમારે જીવ આપવાની જરૂર નથી કેમકે જીવ આપનારા તો બોર્ડર પર કફન બાંધીને ઉભા જ છે.

ચાલો તમને પણ સૈનિક બનાવી દઉં.ભારતમાંની રક્ષા અને સેવા માટે તમારે શુ કરવું જોઈએ એ તમે નોંધી લો.

આ સિવાય બીજી ઘણીબધી રીતે તમે ભારત માંની સેવા કરી સૈનિક બની શકો છો,અને આ રીતે સેવા કરવામાં જીવનું જોખમ નથી પણ હા આ સેવાથી ઘણા બધા જીવો તમે બચાવી રહ્યા છો એ હમેશા યાદ રાખો. દેશ બહારના શત્રુઓ માટે તો વીર સપૂતો ઉભા જ છે પણ આ દેશની અંદર રહેલ શત્રુઓ માટે આપણે હંમેશા ઉભા રહીશું તો એક સૈનિક કરતા તમારું કામ ઓછું નહિ રહે. સૈનિક પોતાની શિષ્ટચારથી જ બોર્ડર પર ઉભો છે,તમને અને મને કદાચ આ તક મળી નથી તો શું થયુ આપણે દેશ માટે કશું નહીં કરવાનું ? આપણી કોઈ ફરજ છે કે નહીં ભારત માતા માટે ? ભારત જ એવો દેશ છે જેમાં યુવાધન સૌથી વધુ છે.જો યુવાનો બધા જ સૈનિક બની બેસી જાય તો સમજો કે આપણા દેશ સામે કોઈની તાકાત નથી કે આંગણી કરી શકે.

સૈનિક વિશે નિબંધ

“ક્યારેય એવું ન વિચારો કે ભારત દેશે આપણા માટે શું કર્યું ? એજ વિચારો કે હું દેશ માટે શું કરી શકું ?”

બોલો મેં કહી એ બધી બાબતો આપણાથી થાય એમ છે કે નહીં ? આમાં તમને કોઈ બાબત અઘરી પડે એવું હોય તો એ છોડીને અન્ય બાબતો તો તમે અપનાવી શકો અને બીજાને પણ કહી જ શકો ને ? કેમકે આપણે પણ ભારત માંના સૈનિક છીએ અને એની રક્ષા અને વિકાસ માટે આપણો પણ ફાળો હોવો જ જોઈએ. શુ કહેવું છે તમારું વિદ્યાર્થી મિત્રો ?…બની જશો ને સૈનિક…….?

વંદે માતરમ…ભારત માતા કી જય…ફરી મળીશું..નવા વિષય સાથે ત્યાં સુધી સૌને મહાદેવ મહાદેવ.

લેખક:- ✒️Veer Raval “લંકેશ.” એક શિક્ષક

હું આશા રાખું છું કે તમને અમારો સૈનિક વિશે નિબંધ (essay on soldiers in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુકટેલીગ્રામઇન્સ્ટાગ્રામયુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.