Dr Sarvepalli Radhakrishnan in Gujarati:- સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ તરીકે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ ભારતીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. તેઓ શિક્ષક, ફિલોસોફર, સ્વપ્નદ્રષ્ટા અને સમાજ સુધારક હતા. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં, દર વર્ષે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
તેઓ ભારતીય સંસ્કૃતિના વાહક અને કટ્ટર હિન્દુ વિચારક હતા. તેમણે સમગ્ર વિશ્વમાં હિંદુ ધર્મનો ફેલાવો કરવાનું કામ કર્યું. ડો.રાધાકૃષ્ણન વિવેકાનંદ અને વીર સાવરકરને પોતાના આદર્શ માનતા હતા. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણમાં દેશના શિક્ષકોની મહત્વની ભૂમિકા છે. શિક્ષકો દ્વારા જ દેશના ભવિષ્યનો પાયો મજબૂત બની શકે છે. ચાલો આજે આપણે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે નિબંધ લેખન કરીએ તથા તેમના જીવચરિત્ર (dr sarvepalli radhakrishnan in gujarati) વિશે જાણીએ
Contents
- 1 ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો પરિચય (Dr Sarvepalli Radhakrishnan in Gujarati:-
- 2 જન્મ (Dr Sarvepalli Radhakrishnan Place of Birth)
- 3 ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું શિક્ષણ (Dr. Education of Sarvapalli Radhakrishnan):
- 4 સર્વપલ્લી રાધાકૃષ્ણનની કારકિર્દી(Career of Sarvapalli Radhakrishnan):
- 5 ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની રાજકીય કારકિર્દી(Political career of Sarvapalli Radhakrishnan):
- 6 સર્વપલ્લી રાધાકૃષ્ણનને મળેલ એવોર્ડ/પુરસ્કારો (Sarvepalli Radhakrishnan Awards):-
- 7 ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સિદ્ધિઓઃ
- 8 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પુસ્તકો(Dr. Sarvapalli Radhakrishnan’s Books):
- 9 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું મૃત્યુ (Dr Sarvepalli Radhakrishnan Death Date):
- 10 📚 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન – જીવન પરિચય (Dr. Sarvepalli Radhakrishnan in Gujarati)
- 11 🎓 શિક્ષણ અને વિચારધારા:
- 12 🏛️ રાજકારણમાં યોગદાન:
- 13 👏 શિક્ષક દિવસ (Teacher’s Day):
- 14 🏅 સન્માન:
- 15 🕊️ ડૉ. રાધાકૃષ્ણનના વિચારો:
ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો પરિચય (Dr Sarvepalli Radhakrishnan in Gujarati:-
નામઃ | ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન |
જન્મ તારીખઃ | 5 સપ્ટેમ્બર 1888 |
જન્મ સ્થળઃ | તિરૂત્તાની ગામ, મદ્રાસ, તમિલનાડુ |
પિતાનું નામઃ | સર્વપલ્લી વીરાસ્વામી |
માતાનું નામઃ | સીતામ્મા |
પત્નીનું નામઃ | શિવાકમુ |
વ્યવસાયઃ | શિક્ષણશાસ્ત્રી, મહાન ફિલસૂફ, હિંદુ વિચારક અને ભારતીય રાજનેતા |
જાતિ | બ્રાહ્મણ |
મૃત્યુઃ | 17 એપ્રિલ 1975 |
મૃત્યુ સ્થળઃ | ચેન્નઇ, તમિલનાડુ |
જન્મ (Dr Sarvepalli Radhakrishnan Place of Birth)
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ તમિલનાડુના ચેન્નઈ (જુનું મદ્રાસ)થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ તિરૂત્તાની ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરાસ્વામી હતું. તેઓ એક વિદ્વાન બ્રાહ્મણ હતા અને મહેસૂલ વિભાગમાં નોકરી કરતા હતા. તેમની માતાનું નામ સીતામ્મા હતું.
તેમનો પરિવાર આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના સર્વપલ્લી ગામનો છે. જેથી દક્ષિણ ભારતની પરંપરા મુજબ તેમના નામની આગળ સર્વપલ્લી અટક લાગે છે. તેમનું બાળપણ તિરૂત્તાની, તિરૂવેલુર અને તિરૂપતિ માં વિત્યું હતુ.
16 વર્ષની નાની ઉંમરે ઇ.સ.૧૯૦૩માં રાધાકૃષ્ણના લગ્ન તેમની દૂરની પિતરાઈ બહેન શિવકામુ સાથે થયા હતા. તેમની પત્ની બહુ ભણેલા ન હતા પરંતુ તેલુગુ ભાષા પર તેમની સારી પકડ હતી. લગ્ન જીવનથી તેમને 5 પુત્રી અને 1 પુત્ર થયા હતા. તેમના પુત્રનું નામ સર્વપલ્લી ગોપાલ હતુ, જે ભારતના મહાન ઈતિહાસકાર હતા. રાધાકૃષ્ણનની પત્નીનું 1956માં અવસાન થયું હતું. ભારતીય ક્રિકેટ ટીમના મહાન ખેલાડી વીવી એસ લક્ષ્મણ તેમના પરિવારના છે.
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું શિક્ષણ (Dr. Education of Sarvapalli Radhakrishnan):
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા. નાની ઉંમરે જ તેમણે સ્વામી વિવેકાનંદ અને વીર સાવરકરને વાંચ્યા અને તેમના વિચારોને આત્મસાત કર્યા. તેમણે પ્રારંભિક શિક્ષણ ખ્રિસ્તી મિશનરી સંસ્થા લ્યુથરન મિશન સ્કૂલ, તિરુપતિમાં કેળવ્યુ હતું. ત્યારબાદ તેઓ વધુ અભ્યાસ માટે વર્ષ 1900માં વેલ્લોર ગયા. જ્યાં તેમણે વર્ષ 1904 સુધી અભ્યાસ કર્યો. વર્ષ 1902 માં, તેમણે મેટ્રિક સ્તરની પરીક્ષા પાસ કરી, જેના માટે તેમને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવી.
ત્યારબાદ આગળનું શિક્ષણ મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજ, મદ્રાસમાંથી પૂર્ણ કર્યું. ક્રિશ્ચિયન કોલેજ, મદ્રાસએ પણ તેમની વિશેષ યોગ્યતાને કારણે તેમને શિષ્યવૃત્તિ આપી હતી. ડૉ. રાધાકૃષ્ણને 1916માં ફિલોસોફીમાં એમએ કર્યું. અને મદ્રાસ રેસીડેન્સી કોલેજમાં જ ફિલોસોફી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસરનું પદ સંભાળ્યું.
જોકે ફિલોસોફીનો વિષય તેમને પસંદ ન હતો, પરંતુ તેમના દૂરના એક ભાઈ તેમની સાથે એક જ શાળા અને કોલેજમાં ભણતા હતા જેઓ ફિલોસોફીનાં પુસ્તકો રાધાકૃષ્ણનને આપતા. રાધાકૃષ્ણન નવરાસના સમયમાં તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો. ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.
સર્વપલ્લી રાધાકૃષ્ણનની કારકિર્દી(Career of Sarvapalli Radhakrishnan):
વર્ષ 1909 માં તેમણે અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં ફિલસૂફીના શિક્ષક તરીકે કામ કર્યું. ત્યારબાદ વર્ષ 1916 થી 1918 સુધી, તેમણે મદ્રાસ રેસીડેન્સી કોલેજમાં ફિલોસોફીના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ કામ કર્યું. વર્ષ 1918 માં, મૈસુર યુનિવર્સિટી દ્વારા તેમને ફિલોસોફીના પ્રોફેસર તરીકે પસંદ કરવામાં આવ્યા. 1921 માં, રાધા કૃષ્ણને કલકત્તા યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી વિષય પર લેખ લખતા. તેમના સૌથી પહેલું પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. વર્ષ 1923 માં, ડૉ.રાધાકૃષ્ણનનું પુસ્તક “ભારતીય દર્શનશાસ્ત્ર પ્રસાદ” પ્રકાશિત થયું, આ પુસ્તકને શ્રેષ્ઠ દર્શનશાસ્ત્ર સાહિત્યની ખ્યાતિ મળી, સર્વપલ્લીને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં હિન્દુ દર્શનશાસ્ત્ર પર વક્તવ્ય આપવા માટે બોલાવવામાં આવ્યા. જે પછી તેઓ ઈંગ્લેન્ડની પ્રખ્યાત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસર બન્યા. વર્ષ 1931માં સર્વપલ્લીએ આંધ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદ માટે ચૂંટણી લડી હતી. વર્ષ 1939માં તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા અને 1948 સુધી આ પદ પર રહ્યા.
દેશમાં ઉપકુલપતિ સુધી પહોંચ્યા પછી તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની રાજકીય કારકિર્દી(Political career of Sarvapalli Radhakrishnan):
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને રાજકારણમાં લાવવાનો શ્રેય પંડિત જવાહરલાલ નેહરુને ફાળે જાય છે. જ્યારે ડૉ.સર્વેપલ્લી રાધાકૃષ્ણન યુરોપ અને અમેરિકાનો પ્રવાસ પુર્ણ કરી ભારત પરત ફર્યા ત્યારે જવાહરલાલ નેહરુએ રાધાકૃષ્ણનને ખાસ રાજદૂત તરીકે સોવિયેત સંઘ સાથે રાજદ્વારી કાર્ય કરવા વિનંતી કરી. જેથી ૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા. જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા.
સરમુખત્યાર જોસેફ સ્ટાલિન કોઈને મળવા માટે તૈયાર ન થતો. પણ રાધાકૃષ્ણન તેને બે વખત મળ્યો. આક્રમકતા અને બળપ્રયોગ કરી સત્તા પર આવેલા સ્ટાલિન ઈશારો કરતાં કરતાં રાધાકૃષ્ણને કહેલું કે અમારે ત્યાં પણ એક રાજાએ યુદ્ધ અને બળપ્રયોગથી સત્તા હાંસલ કરી હતી ત્યારબાદ તેને કલિંગમાં પશ્ચાત્તાપ કરવાનો વારો આવેલો. સ્ટાલિન-રાધાકૃષ્ણનની બે મુલાકાતથી આખુ જગતને આશ્ચર્યમાં મુકાઇ ગયેલું. ૧૯૫૨માં દેશને સક્ષમ ઉપરાષ્ટ્રપતિની જરૂર પડતાં રાધાકૃષ્નને ભારત બોલાવી લેવામાં આવ્યા. અહીંથી જ તેઓ ભારતના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા. ૧૯૬૨માં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો.
સર્વપલ્લી રાધાકૃષ્ણનને મળેલ એવોર્ડ/પુરસ્કારો (Sarvepalli Radhakrishnan Awards):-
1931 | નાઈટ બેચલર / સરનું બિરુદ, જે તેમણે આઝાદી પછી પરત કર્યું. |
1938 | બ્રિટિશ એકેડેમીના ફેલો |
1954 | ભારત રત્ન |
1954 | જર્મન “ઓર્ડર પૌર લે મેરીટ ફોર આર્ટ્સ એન્ડ સાયન્સ |
1961 | જર્મન બુક ટ્રેડનું શાંતિ પુરસ્કાર |
1962 | 5મી સપ્ટેમ્બરે તેમના જન્મદિવસની શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવાનું નકકી થયુ. |
1963 | બ્રિટિશ ઓર્ડર ઓફ મેરિટ |
1968 | સાહિત્ય અકાદમી ફેલોશિપ, ડૉ. રાધાકૃષ્ણન આ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ હતા. |
1975 | ટેમ્પલેટન પ્રાઇઝ (મરણોત્તર) |
1989 | ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તેમના નામે શિષ્યવૃત્તિ શરૂ કરવામાં આવી. |
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સિદ્ધિઓઃ
- ડો. સર્વપલ્લી સાહેબ 1931 થી 1936 સુધી આંધ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહ્યા.
- 1946માં તેમણે યુનેસ્કોમાં ભારતીય પ્રતિનિધિ તરીકે હાજરી આપી.
- તેઓ 1936 થી 1952 સુધી ઓક્સફોર્ડ યુનિવર્સિટીના આચાર્ય પણ રહ્યા હતા.
- ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન 1939 થી 1948 સુધી બનારસ હિંદુ યુનિવર્સિટીના ચાન્સેલર હતા.
- તેઓ 1953 થી 1962 સુધી દિલ્હી યુનિવર્સિટીના ચાન્સેલર હતા.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પુસ્તકો(Dr. Sarvapalli Radhakrishnan’s Books):
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને લેખક પણ હતા. તેમણે અંગ્રેજી ભાષામાં 60 થી વધુ પુસ્તકો લખ્યા છે.
- વર્ષ 1918માં રાધાકૃષ્ણનનું પ્રથમ પુસ્તક રવિન્દ્રનાથ ટાગોરની ફિલોસોફી હતું.
- તેમનું બીજું પુસ્તક ભારતીય ફિલોસોફી નામથી પબ્લિશ થયું હતું.
- વર્ષ 1926માં તેમનું ત્રીજું પુસ્તક ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ પબ્લિશ થયું જે હિન્દુ ફિલોસોફી અને માન્યતાઓ પર આધારિત હતું.
- 1929માં તેમનું ચોથું પુસ્તક જીવનનો આદર્શવાદી દ્રષ્ટિકોણ, પાંચમું કલ્કિ અથવા સંસ્કૃતિનું ભવિષ્ય,છટ્ઠુ પુસ્તક 1939માં ઈસ્ટર્ન રિલિજન્સ એન્ડ વેસ્ટર્ન થોટ, 1947માં ધર્મ અને સમાજ નામનું સાતમું પુસ્તક પ્રકાશિત થયુ.
- 1948માં ભગવદગીતા પ્રારંભિક નિબંધો સાથે, સંસ્કૃત ટેક્સ્ટ, અગ્રેજી ટ્રાન્સલેશન અને નોંધ પબ્લિશ કરવામાં આવી હતી.
- 1950માં ધમ્મપદ, 1953માં ધ પ્રિન્સિપલ ઉપનિષદ નામે પુસ્તક પબ્લિશ થયું. તો વળી 1956માં રિકવરી ઓફ ફેથ પુસ્તક પબ્લિશ થયું.
- 1957માં ભારતીય ફિલોસોફીમાં સ્ત્રોત, અને 1959માં બ્રહ્મ સૂત્ર: આધ્યાત્મિક જીવનની ફિલોસોફી પુસ્તક પબ્લિશ થયું.
- આ ઉપરાંત તેમણે ગૌતમ બુદ્ધ જીવન અને દર્શન પુસ્તક પણ લખ્યુ છે.
- 1968માં ધર્મ વિજ્ઞાન અને સંસ્કૃતિ નામનું તેમનું છેલ્લું પુસ્તક પબ્લિશ થયું.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું મૃત્યુ (Dr Sarvepalli Radhakrishnan Death Date):
ડૉ. રાધાકૃષ્ણનનું લાંબી માંદગી બાદ 17 એપ્રિલ 1975ના રોજ અવસાન થયું. શિક્ષણ ક્ષેત્રે તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેથી જ 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરીને ડૉ. રાધાકૃષ્ણન પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે. આ દિવસે દેશના પ્રતિષ્ઠિત અને ઉત્કૃષ્ટ શિક્ષકોને તેમના યોગદાન માટે પુરસ્કાર આપવામાં આવે છે. રાધાકૃષ્ણનને 1975 માં યુએસ સરકાર દ્વારા મરણોત્તર ટેમ્પલટન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જે ધર્મના ક્ષેત્રમાં પ્રગતિ માટે આપવામાં આવે છે. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ બિન-ખ્રિસ્તી સમુદાયના વ્યક્તિ હતા.
આ પણ વાંચો:-
હુ આશા રાખુ છુ કે તમને અમારો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે નિબંધ તથા તેમના જીવનચરિત્ર વિશે (Dr Sarvepalli Radhakrishnan in Gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે
અહીં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજી વિશે ગુજરાતી ભાષામાં સરળ અને સંક્ષિપ્ત માહિતી આપી છે:
📚 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન – જીવન પરિચય (Dr. Sarvepalli Radhakrishnan in Gujarati)
જન્મ: 5 સપ્ટેમ્બર 1888
સ્થળ: તિરુત્તનિ, તામિલનાડુ
મૃત્યુ: 17 એપ્રિલ 1975
વ્યવસાય: શિક્ષક, ફિલોસોફર, રાજકારણી
રાષ્ટ્રપતિપદ: ભારતના બીજા રાષ્ટ્રપતિ (1962 – 1967)
ઉપ-રાષ્ટ્રપતિ: ભારતના પ્રથમ ઉપ-રાષ્ટ્રપતિ (1952 – 1962)
🎓 શિક્ષણ અને વિચારધારા:
ડૉ. રાધાકૃષ્ણન એક મહાન શિક્ષક અને વિચારક હતા. તેમણે હિંદુ ધર્મ અને ભારતીય તત્ત્વજ્ઞાનનું વિશ્વપટાલે ગૌરવ વધાર્યું. તેઓએ પશ્ચિમી દાર્શનિકોને ભારતીય તત્વજ્ઞાન સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો.
🏛️ રાજકારણમાં યોગદાન:
-
1952 થી 1962 સુધી ભારતના પ્રથમ ઉપ-રાષ્ટ્રપતિ રહ્યા.
-
1962 થી 1967 સુધી ભારતના રાષ્ટ્રપતિ રહ્યા.
-
રાષ્ટ્રપતિપદ દરમિયાન શિક્ષણ અને નૈતિક મૂલ્યોને ખૂબ મહત્વ આપ્યું.
👏 શિક્ષક દિવસ (Teacher’s Day):
તેમના જન્મદિવસે, એટલે કે 5 સપ્ટેમ્બરે ભારતભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ માનતા કે “શિક્ષક એટલે સમાજના સાચા પાયો” છે.
🏅 સન્માન:
-
ભારત રત્ન (1954) – ભારતનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર
-
ઘણી આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયોએ માનદ ડિગ્રી આપી
🕊️ ડૉ. રાધાકૃષ્ણનના વિચારો:
“શિક્ષક એ દેશની સૌથી મોટી શક્તિ છે, કારણ કે તે આવનારા પેઢીને ઘડે છે.”
“ધર્મ એ જીવન જીવવાનો રસ્તો છે, માત્ર ઉપાસના નહીં.”
જો તમે તેમના વિચારો, લેખો અથવા તેમણે લખેલી પુસ્તકો વિશે વિગતવાર માહિતી જોઈએ તો હું ખુશીથી આપી શકું.