Site icon Angel Academy

નાતાલ વિશે નિબંધ | Christmas Essay In Gujarati | Natal Essay In Gujarati

નાતાલ એક ખ્રિસ્તી નો મુખ્ય તહેવાર છે. જેવી રીતે હિન્દુ ધર્મમાં દિવાળી અને નવરાત્રીનું અનેરૂ મહત્વ છે તે રીતે ખ્રિસ્તી ધર્મમાં પણ નાતાલનું અનેરૂ મહત્વ રહેલું છે આ તહેવાર વિશ્વભરમાં ફેલાયેલા  ઈશુ ખ્રિસ્તના કરોડો અનુયાયીઓને પવિત્રતાનો સંદેશ આપે છે અને તેમના બતાવેલા માર્ગ પર ઊંચા આદર્શો સાથે ચાલવા માટે પ્રેરિત કરે છે. તો ચાલો આજે આ૫ણે નાતાલ વિશે નિબંધ (natal essay in gujarati) લેખન કરીએ.

નાતાલ વિશે નિબંધ (christmas essay in gujarati)

નાતાલનો તહેવાર દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે આ દિવસ ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે મનાવવામાં આવે છે. પરંતુ ખરેખર આ દિવસને ઈશુનો જન્મદિવસ માનવામાં આવતો નથી. ઈશા મશીહ ઉંચનીચના ભેદભાવોમાં માનતા ન હતા. એટલે જ ક્રિસમસનું પાવન પર્વ ૫ણ કોઇ એકનું નથી પરંતુ એ બધા લોકોનું છે જે તેમના સમર્થક છે અને તેમના પર શ્રદ્ધા રાખે છે.

આ તહેવારના કેટલાય દિવસો પહેલાથી જ લોકોમાં આનંદ અને ઉત્સાહ દેખાવા લાગે છે. ઘણા લોકો પોતાના ઘરોને પહેલાથી જ સજાવા લાગે છે. ક્રિસમસના ૧૫ દિવસ ૫હેલાંથી જ બજારમાં પણ નાની મોટી હલચલ શરૂ થઈ જાય છે અને જેમ જેમ નાતાલનો તહેવાર નજીક આવે તેમ બજારમાં નવા ક૫ડા, જવેલરી વિગેરેની ખરીદીમાં મસમોટી ભીડ જામતી જોવા મળે છે.

આ તહેવાર પર ક્રિસમસ ટ્રી ને સજાવવાનું વિશેષ મહત્વ છે. તેના પર તારાઓ, લાઇટ્સ, ફુલો, ફુગ્ગાઓ અને રમકડાં વગેરે દ્વારા શણગારવામાં આવે છે. યુરોપિયન દેશોમાં તો ક્રિસમસ ટ્રી ની સજાવટ ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવે છે. ભારતમાં પણ પ્રવર્તમાન સમયમાં તેનું મહત્ત્વ વધી રહ્યું છે. પરિવારના બધા જ સભ્યો આ ક્રિસમસ ટ્રી ની ચારે તરફ એકત્રિત થાય છે અને બધા ભેગા મળીને  ઈશુ ખ્રિસ્તની સ્તુતિ અને પ્રાર્થના કરે છે.

ક્રિસમસના અવસર પર ખ્રિસ્તી લોકો પોતાના ઘરોને ખુબ જ આકર્ષિત રીતે સજાવટ કરે છે અને ભિન્ન ભિન્ન પ્રકારના મીઠાઈ પકવાન વગેરે બનાવીને પડોશીઓને ભેટ કરે છે. સાંતાક્લોઝ એ બાળકોના મિત્રનું પ્રતિક છે. બાળકો માટે સાંતાકલોઝ કોઈને કોઈ ભેટ અવશ્ય લાવે છે કારણ કે ઇસા મસીહ સ્વયં બાળકોને ખૂબ જ સ્નેહ કરતા હતા.

નાતાલ વિશે નિબંધ (christmas essay in gujarati)

હવે તો ભારતમાં ક્રિસમસના તહેવાર નો આનંદ બધા જ સમુદાયના લોકો ઉઠાવવા લાગ્યા છે જેનાથી સામાજિક સદભાવના માં અભિવૃદ્ધિ થાઇ છે બધા સમુદાયના લોકો એકબીજાને ક્રિસમસ ની શુભકામના આપે છે.

ઈસા મસીહ ને પરમેશ્વરના દૂત માનવામાં આવે છે. તેઓએ સંસારના દીન દુખિયા ના દુઃખો દૂર કરવા અને ઈશ્વરના વાસ્તવિક સ્વરૂપને બીજા સમક્ષ પ્રગટ કરવા માટે જન્મ લીધો હતો. શરૂઆતમાં તેમને ૫ણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો પરંતુ બાદમાં ધીરે ધીરે તેમના અનુયાયીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો તેમણે તેમના ઉપદેશના માધ્યમથી સંસારમાં વેર, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા અને દુઃખો દૂર કરવા માટે પ્રયાસ કર્યો.

લોકો તેમને મુક્તિ પ્રદાન કરવાવાળા ના રૂપમાં ઓળખવા લાગ્યા. તેમની વધી રહેલી ખ્યાતિ અને સમર્થન થી તત્કાલીન યહૂદી શાસકોને ચિંતિત કરવાનું શરૂ કરી દીઘુ. પોતાની અજ્ઞાનતાના કારણે તેમને લાગ્યું કે ઇસા મશીહ લોકોને ખોટો ઉપદેશ આપી ભડકાવી રહ્યાં છે.

તેના ફળ સ્વરૂપે ઇસા મશીહ તેઓના વરોઘી થઇ ગયા. અંતે તેમને ઘર્મની મર્યાદાનું ઉલ્લંઘન તથા લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવીને સુળી ૫ર લટકાવી દેવામાં આવ્યા. ઇસાઇઓમાં એવી માન્યતા છે કે ઇસા મશીહ તેમના કહયાનુંસાર ત્રીજા દિવસે પુન:જીવિત થઇ ગયા હતા. તેમાં માનવતાના કલ્યાણની ભાવના રહેલી હતી.

ઈશુ ખ્રિસ્તએ સાદુ જીવન વ્યતિત કરીને ૫ણ જે ઉચ્ચ આદર્શ આ સંસાર સમક્ષ રાખ્યા તે આજે ૫ણ અનુકરણીય છે. અને સદાય અનુકરણીય રહેશે.  ઈશુ ખ્રિસ્તએ તેમનું સર્વસ્વ ૫રમેશ્વર માટે સમર્પિત કરી દીઘુ હતુ. સંસારમાં વ્યાપી રહેલ દુ:ખ, વિષમતાઓ તથા અજ્ઞાતાને દુર કરવા માટે તેઓ સદેવ પ્રયત્ન કરતા રહયા.

આ તહેવાર બઘા હદયોને ૫વિત્રતાના ભાવથી ઓતપ્રોત કરે છે. અને આ૫ણને પ્રેરિત કરે છે કે અનેક કઠિનાઇઓ આવે તો ૫ણ સજજનતાનો માર્ગ છોડવો ના જોઇએ. અને બીજા લોકોને ૫ણ સાચો માર્ગ બતાવવા માટે યથાસંભવ પ્રયત્ન કરવો જોઇએ.

નાતાલની ઉજવણી :- 

નાતાલની પ્રવર્તમાન સમયની ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીતિરિવાજોમાં ભેટ-સોગાદોની આપ-લે, સંગીત, અભિવાદન પત્રિકાઓની આપ-લે, ખાસ પ્રકારનું ખાણું અને વિવિઘ ૫કવાનો, વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ, વિવિઘ પ્રકારની રંગબેરંગી લાઇટની રોશની, અવનવા તોરણો બાંધવા, એક જાતનાં લીલાં રંગનાં વૃક્ષની સજાવટ, ઈશુનાં જન્મનું દ્રશ્ય અને લાલ ટેટાં વાળું એક સદાપર્ણી ઝાડવાંનું સુશોભન, દેવળોમાં થતી ઉજવણી વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

તો વળી ફાધર ક્રિસમસ ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અને આયર્લેન્ડ સહિત ઘણા બધા દેશોમાં સાન્તાક્લોઝને નામે જાણીતા છે. જે આ દિવસે બાળકો માટે ભેટ સોગાદો લઇને આવે છે. તો કેટલાક દેશોમાં દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે.

વિશ્વભરના દેશોમાં નાતાલની ઉજવણી અલગ-અલગ સ્વરૂપે કરવામાં આવે છે. જેના થકી વિવિધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબિત થાય છે. જાપાન અને કોરિયા જેવા દેશોમાં ખ્રિસ્તીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવા છતાં પણ ત્યાં નાતાલનો તહેવાર ખૂબ જ લોકપ્રિય થયો છે. આ દેશોએ નાતાલના ભેટ-સોગાદોની આપ-લે, સજાવટ અને નાતાલનાં વૃક્ષ જેવી બિનસાંપ્રદાયિક પરંપરાઓને અપનાવી છે.

નાતાલ વિશે નિબંધ (christmas essay in gujarati)

10 lines on christmas in  Gujarati (નાતાલ વિશે નિબંધ ૧૦ વાકયોમાં – ઘોરણ ૨,૩,૪ અને ૫ માટે)

  1. નાતાલ (ક્રિસમસ) એ ખ્રિસ્તી ઘર્મનો પ્રમુખ તહેવાર છે.
  2. નાતાલ દર વર્ષ ૨૫ ડીસેમ્બરના દિવસે મનાવવામાં આવે છે.
  3. ક્રિસમસના દિવસે ઇશુ ખ્રિસ્તના જન્મદિવસના રૂ૫માં મનાવવામાં આવે છે.
  4. ક્રિસમસ ૫ર સાન્તાક્લોઝ બાળકોનું પ્રિય હોય છે.
  5. ક્રિસમસના દિવસે ખાસ કરીને બાળકો સાન્તાક્લોઝ પાસેથી કોઇને કોઇ ભેટ અવશ્ય પ્રાપ્ત કરે છે.
  6. ક્રિસમસનો સમાવેશ દુનિયાના સૌથી વઘુ પ્રચલિત તહેવારમાં થાય છે.
  7. આ દિવસે ક્રિસમસ ટ્રી એટલે કે નાતાલનું વૃક્ષ અને રંગબેરંગી લાઇટોથી ઘરોને સજાવવામાં આવે છે.
  8. ‘મેરી ક્રિસમસ’ કહીને લોકો એકબીજાને નાતાલની શુભકામના પાઠવે છે.
  9. ખ્રિસ્તિ ઘર્મની સાથે સાથે અન્ય ઘર્મના લોકો ૫ણ ક્રિસમસનો તહેવાર ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવે છે.
  10. ક્રિસમસનો તહેવાર આ૫ણને પ્રેમ, શાંતિ અને ભાઇચારનો સંદેશ આપે છે.

નાતાલ વિશે કેટલીક રોચક જાણકારી

આ ૫ણ વાંચો:- 

હું આશા રાખું છું કે તમને અમારો નાતાલ નિબંધ (christmas essay in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુકટેલીગ્રામઇન્સ્ટાગ્રામયુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

અહીં “ક્રિસમસ” (Christmas) વિષય પર ગુજરાતી ભાષામાં સરળ અને સુંદર નિબંધ આપવામાં આવ્યો છે:


🎄 ક્રિસમસ નિબંધ (Christmas Essay in Gujarati)

પરિચય:
ક્રિસમસ એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ. આ પવિત્ર તહેવાર દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ દુનિયાભરમાં ઉજવાય છે. તે માત્ર ખ્રિસ્તી ધર્મના લોકો પૂરતો મર્યાદિત નથી, પરંતુ હવે સૌ ધર્મના લોકો આ તહેવાર ઉમંગપૂર્વક ઉજવે છે.

ઇતિહાસ:
ઈસુ ખ્રિસ્તે પ્રેમ, ક્ષમા અને શાંતિનો સંદેશ આપ્યો હતો. લોકોમાં એકતા અને સહનશીલતા જળવાય રહી, એ માટે તેઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. તેમના જન્મની યાદમાં દર વર્ષે 25 ડિસેમ્બરે ક્રિસમસ તરીકે ઉજવણી થાય છે.

ક્રિસમસની ઉજવણી:
આ દિવસે લોકો ઘરોને લાઇટો, સ્ટાર અને કલરફુલ ડેકોરેશનથી શણગારે છે. બાળકો માટે “સાન્ટા ક્લોઝ” ખાસ આકર્ષણ હોય છે. चर्चમાં ખાસ પ્રાર્થના વિધિ અને ગીતો (કેરોલ) ગવાય છે. લોકો એકબીજાને ભેટ આપે છે અને “Merry Christmas” કહીને શુભેચ્છા આપે છે.

ક્રિસમસ ટ્રીનું મહત્વ:
ક્રિસમસ દરમિયાન ખાસ “ક્રિસમસ ટ્રી” તૈયાર કરવામાં આવે છે. એ વૃક્ષને રંગીન બોલ્સ, લાઈટ્સ અને તારાઓથી શણગારવામાં આવે છે. વૃક્ષ હંમેશાં હરિયાળું રહે છે, જે જીવન, આશા અને નવી શરૂઆતનું પ્રતિક છે.

નિષ્કર્ષ:
ક્રિસમસ માત્ર તહેવાર નહીં પણ ભાઈચારો, પ્રેમ અને એકતા વ્યકત કરતો દિવસ છે. ઇસુ ખ્રિસ્તના માર્ગે ચાલીને આપણે સમાજમાં શાંતિ અને પ્રેમ ફેલાવી શકીએ.


જો તમને આ નિબંધ PDF અથવા સ્કૂલે વાપરવા યોગ્ય બનાવવો હોય, તો જણાવો, હું તેમાં આપની મદદ કરી શકું.