Site icon Angel Academy

સોયાબીન વિશે માહિતી, ફાયદા, ગેરફાયદા | Soybean Na Fayda

સોયાબીન (અથવા સોયબીન)નું નામ તો તમે સાંભળ્યુ હશે. આજના આ આર્ટીકલ્સમાં આ૫ણે સોયાબીનનો છોડ, સોયાબીન ની ખેતી,વાવેતર, સોયાબીન ના ફાયદા, સોયાબીન ભાવ, સોયાબીન તેલ વિગેરે વિશે વિગતવાર માહિતી મેળવીશુ. તેમજ એમાંય ખાસ કરીને ખોરકમાં સોયાબીનના ફાયદા વિશે વિસ્તૃત માહિતી મેળવીશુ.

સોયાબીનનો છોડ :-

સોયાબીન ખાસ કરીને પૂર્વ એશિયાના દેશોમાં થતો દાણાં પ્રકારના ફળ ધરાવતો એક છોડ છે. સોયાબીનનો છોડ ૨૦ સેમી થી ૨ મીટર જેટલો ઊંચો હોય છે. તે એકવર્ષાયુ વનસ્પતિ છે, એટલે કે આ છોડની આયુ માત્ર એક વર્ષની હોય છે. તેના દાણા ચ૫ટા અને ગોળ હોય છે. તેમાં નાઇટ્રોજન તથા અન્ય પોષણશકિતનું પ્રમાણ ભરપુર હોય છે.

સોયાબીનની ખેતી:-

સોયાબીનની ખેતી ઓછી ઉ૫જાઉ અને રેતાળ જમીન સિવાયની બઘી જ પ્રકારની જમીનમાં સફળતાપૂર્વક કરી શકાય છે. પરંતુ સોયાબીન માટે પાણીનો જલ્દી નિકાલ થઇ જાય તેવી લીસી ચીકણી જમીન વધુ યોગ્ય છે. જ્યાં પાણી સ્થિર હોય અથવા તો પાણી ભરાઇ રહેતુ હોય તેવી જમીન આ પાક માટે ઉ૫યોગી નથી.

સોયાબીનનો ઇતિહાસ :-

ભારતમાં સૌ પ્રથમ વખત પંજાબ રાજયમાં  સોયાબીનની ખેતીનો અખતરો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ૫ણા ગુજરાતના જે તે સમયના વડોદરા રાજ્યમાં સોયાબીનની ખેતીનો અખતરો કરાયો હતો. ઈ. સ. ૧૮૭૩માં વિયેનામાં ભરાયેલ વર્લ્ડ એક્ઝિબિશન પછી સોયાબીનનાં વાવેતરમાં લોકો વિશેષ રસ લેવાનું શરૂ કર્યુ. આ વર્લ્ડ એક્ઝિબિશનમાં ચીન, જાપાન અને મંગોલિયામાંથી જુદી જુદી ૨૦ જાતનાં સોયાબીન પ્રદર્શનમાં ખુલ્લાં મુકાયાં હતાં. ત્યારબાદ જર્મની અને ફ્રાન્સમાં આ વનસ્પતિ ખોરાકની વિશેષ જાહેરાત થઈ. તેમજ ઈ. સ. ૧૮૭૬માં ઓસ્ટ્રિયામાં ૧૪૮ ખેડુતોએ સોયાબીનનું વાવેતર કર્યું હતું. હાલમાં આ૫ણા ગુજરાત રાજયના ઘણા વિસ્તારોમાં ૫ણ સોયાબીનની ખેતી સારા પ્રમાણમાં થાય છે.

સોયાબીન ના ફાયદા (ઉ૫યોગ):-

સોયાબીનના ગેરફાયદા -Side Effects of Soybean in Gujarati

સોયાબીન હોય કે અન્ય કોઈપણ ખાદ્યપદાર્થ, જો તેની વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સોયાબીન ભાવ :-

સોયાબીનનો જથ્થબંઘ માર્કેટમાં ભાવ ૨૦ કિલોના ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયા હોય છે. જોકે તમે કરીયાણાની દુકાન કે છુટક બજારમાંથી ઓછા પ્રમાણમાં સોયાબીનની ખરીદી કરો છો તો સોયાબીનના ભાવ તમને ૧ કિલોના ૭૦ થી ૯૦ રૂપિયા સુઘી જોવા મળી શકે છે.

સોયાબીન તેલ :-

સોયાબીન તેલનો વધારે પડતો ઉપયોગ માનવ શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે, જી હા!! એક અભ્યાસમાં મળેલ વિગતો મુજબ સોયાબીન તેલનો વધુ પડતો ઉપયોગ આંતરડાને નુકશાન પહોંચાડી શકે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર, સોયાબીન તેલનો વધુ પડતો ઉપયોગ સ્થૂળતા અને ડાયાબિટીસ તેમજ ઓટીઝમ, અલ્ઝાઈમર રોગ, ચિંતા અને ડિપ્રેશન જેવા રોગો ને આમંત્રણ આપી શકે છે.

ચેતવણી:-

અહીં આપેલ સોયાબીન વિશે માહિતી, ફાયદા, ગેરફાયદા ( soybean na fayda) વિશેની માહિતી માત્ર શૈક્ષણિક હેતુ પુરતી મર્યાદિત છે. દરેક આર્યુવેદ વનસ્પતિના ફાયદાની સાથે તેની કેટલીક આડઅસરો ૫ણ હોય છે. જેથી અમે તમને ડોકટરની સલાહ સિવાય તેનો ઉ૫યોગ કરવાની ભલામણ કરતા નથી. આ માહિતી ઇન્ટરનેટ આઘારે સંકલિત કરેલ છે અમે તેની સત્યતાની ચોકકસ૫ણે ખરાઇ કરવા સમર્થ નથી.

હું આશા રાખું છું કે તમને અમારો સોયાબીન વિશે માહિતી, ફાયદા, ગેરફાયદા ( soybean na fayda) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુકટેલીગ્રામઇન્સ્ટાગ્રામયુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.