ગાયત્રી ચાલીસાએ ગાયત્રી માતાની આરાધના માટેનું ખૂબ જ સુંદર માધ્યમ છે. આ મંત્રમાં ચાલીસ શ્લોકોનો સમૂહ છે. જેના દ્વારા ભક્તો માતા ગાયત્રીની પૂજા કરે છે. ગાયત્રી માતા હંમેશા પોતાના ભક્તો પર કૃપા રાખે છે. તેમની કૃપાથી માણસ હંમેશા સુખી જીવન જીવે છે.
હિંદુ ધર્મમાં ગાયત્રી માતાને વેદમાતા કહેવામાં આવે છે, એટલે કે તમામ વેદ તેમની પાસેથી જ ઉત્પન્ન થયા છે. ગાયત્રી માતાને ભારતીય સંસ્કૃતિની માતા પણ કહેવામાં આવે છે. તેઓ આપણું પાલનપોષણ કરે છે. તે આ દુનિયાની માતા છે.
તો ચાલો આજે આ૫ણે ગાયત્રી માતાની પુજા-અર્ચના માટે ગાયત્રી ચાલીસાનું ૫ઠન કરીએ.અમે અહીં તમને gayatri chalisa gujarati pdf ફાઇલ ૫ણ આ૫શુ, જેથી તમે દૈનિક રીતે ગાયત્રી ચાલીસાનું ૫ઠન કરી શકો.
Contents
ગાયત્રી ચાલીસા ગુજરાતી માં | Gayatri Chalisa Lyrics in Gujarati
દોહા
હ્રીં શ્રીં, કલીં, મેધા, પ્રભા, જીવન જયોતિ પ્રચંડ ।
શાન્તિ, ક્રાંતિ, જાગૃતિ, પ્રગતિ, રચના શક્તિ અખંડ ॥
જગત જનની, મંગલ કરનિિ, ગાયત્રી સુખધામ ।
પ્રણવો સાવિત્રી, સ્વધા, સ્વાહા પૂરન કામ ॥
॥ ચાલીસા ॥
ભૂર્ભુવઃ સ્વઃ ૐ યુત જનની ।
ગાયત્રી નિત કલિમલ દહની ॥
અક્ષર ચૌબિસ પરમ પુનિતા ।
ઈનમેં બસેં શાસ્ત્ર, શ્રુતિ ગીતા ॥
શાશ્વવત સતોગુણી સતરુપા ।
સત્ય સનાતન સુધા અનૂપા ॥
હંસારુઢ સિતમ્બર ધારી ।
સ્વર્ણકાંતિ શુચિ ગગન બિહારી ॥
પુસ્તક પુષ્પ કમંડલુ માલા ।
શુભ્ર વર્ણ તનુ નયન વિશાલા ॥
ધ્યાન ધરત પુલકિત હિત હોઈ ।
સુખ ઉપજત, દુ:ખ દુરમતિ ખોઈ ॥
કામધેનુ તુમ સુર તરુ છાયા ।
નિરાકાર કી અદભૂત માયા ॥
તુમ્હારી શરણ ગહૈ જો કોઈ ।
તરૈ સકલ સંકટ સોં સોઈ ॥८॥
સરસ્વતી લક્ષ્મી તુમ કાલી ।
દીપૈ તુમ્હારી જયોતિ નિરાલી ॥
તુમ્હરી મહિમા પાર ન પાવેં ।
જો શારદ શત મુખ ગુણ ગાવેં ॥
ચાર વેદ કી માતુ પુનીતા ।
તુમ બ્રહમાણી ગૌરી સીતા ॥
મહામંત્ર જિતને જગ માંહી ।
કોઉ ગાયત્રી સમ નાહીં ॥
સુમિરત હિય મેં જ્ઞાન પ્રકાસૈ ।
આલસ પાપ અવિધા નાસૈ ॥
સૃષ્ટિ બીજ જગ જનનિ ભવાની ।
કાલ રાત્રિ વરદા કલ્યાની ॥
બ્રહ્મા વિષ્ણુ રુદ્ર સુર જેતે ।
તુમ સોં પાવેં સુરતા તેતે ॥
તુમ ભક્તન કી ભકત તુમ્હારે ।
જનનિહિં પુત્ર પ્રાણ તે પ્યારે ॥
મહિમા અપરમ્પાર તુમ્હારી ।
જૈ જૈ જૈ ત્રિપદા ભય હારી ॥
પૂરિત સકલ જ્ઞાન વિજ્ઞાના ।
તુમ સમ અધિક ન જગ મેં આના ॥
તુમહિં જાનિ કછુ રહે ન શેષા ।
તુમહિં પાય કછુ રહૈ ન કલેષા ॥
જાનત તુમહિં તુમહિં હૈ જાઈ ।
પારસ પરસિ કુધાતુ સુહાઈ ॥
તુમ્હરી શકિત દીપૈ સબ ઠાઈ ।
માતા તુમ સબ ઠૌર સમાઈ ॥
ગ્રહ નક્ષત્ર બ્રહ્માંડ ઘનેરે ।
સબ ગતિવાન તુમ્હારે પ્રેરે ॥
સકલ સૃષ્ટિ કી પ્રાણ વિધાતા ।
પાલક પોષક નાશક ત્રાતા ॥
માતેશ્વરી દયા વ્રત ધારી ।
તુમ સન તરે પાતકી ભારી ॥
જાપર કૃપા તુમ્હારી હોઈ ।
તાપર કૃપા કરે સબ કોઈ ॥
મંદ બુદ્ધિ તે બુદ્ધિ બલ પાવેં ।
રોગી રોગ રહિત હો જાવેં ॥
દારિદ્ર મિટૈ કટૈ સબ પીરા ।
નાસૈ દુઃખ હરે ભવ ભીરા ॥
ગૃહ કલેશ ચિત ચિંતા ભારી ।
નાસૈ ગાયત્રી ભય હારી ॥
સંતતિ હીન સુસંતતિ પાવેં ।
સુખ સંપત્તિ યુત મોદ મનાવેં ॥
ભૂત પિશાચ સબૈ ભય ખાવેં ।
યમ કે દૂત નિકટ નહિ આવેં ॥
જો સધવા સુમિરે ચિત લાઈ ।
અછત સુહાગ સદા સુખદાયી ॥
ઘર વર સુખ પ્રદ લહૈ કુમારી ।
વિધવા રહેં સત્ય વ્રત ધારી॥
જયતિ જયતિ જગદંબ ભવાની ।
તુમ સમ ઔર દયાલુ ન દાની ॥
Must Read : શનિ ચાલીસા
જો સદગુરુ સોં દીક્ષા પાવેં।
સો સાધન કો સફલ બનાવે ॥
સુમિરન કરે સુરુચિ બડભાગી ।
લહૈ મનોરથ ગૃહી વિરાગી ॥
અષ્ટ સિદ્ધિ નવ નિધિ કી દાતા ।
સબ સમર્થ ગાયત્રી માતા ॥
ૠષિ, મુનિ, યતી, તપસ્વી, જોગી।
આરત, અર્થી, ચિંતિત ભોગી ॥
જો જો શરણ તુમ્હારી આવેં ।
સો સો મન વાંછિત ફલ પાવેં ॥
બલ, બુદ્ધિ, વિધ્યા, શીલ સ્વભાઉ ।
ધન વૈભવ યશ તેજ ઉછાઉ ॥
સકલ બઢૈ ઉપજે સુખ નાના ।
જો યહ પાઠ કરૈ ધરિ ધ્યાના ॥
॥ દોહા ॥
યહ ચાલીસા ભક્તિયુત પાઠ કરે જો કોય ।
તાપર કૃપા પ્રસન્નતા ગાયત્રી કી હોય ॥
ગાયત્રી મંત્ર ગુજરાતી | Gayatri Mantra Gujarati PDF
ૐ ભૂભુર્વઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ |
ગાયત્રી ચાલીસા પાઠના ફાયદા:-
માતા ગાયત્રીનું સ્વરૂપ મનોહર, મોહક અને અનન્ય છે, માતાની પૂજા કરવાથી વ્યક્તિ ભયમુક્ત, ચિંતામુક્ત, ક્રોધમુક્ત અને ઋણમુક્ત બને છે. મા ગાયત્રી તેમના ભક્તોને ધીરજ, હિંમત અને ઉર્જા આપે છે. જે વ્યક્તિ મનથી મા ગાયત્રીની ચાલીસાનો પાઠ કરે છે તેને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તેને તમામ સુખ અને વૈભવ પ્રાપ્ત થાય છે. તે એવા ગુણો પ્રાપ્ત કરે છે જેના દ્વારા તે પ્રગતિના શિખરે પહોંચે છે. માતાના આશીર્વાદથી વ્યક્તિ સ્વસ્થ, સુંદર, ધીરજવાન અને સુખી બને છે.