કોરોના મહામારીએ મહાત્મા ગાંધીએ સેવેલા આત્મનિર્ભર ભારતના સપનાને સાર્થક કરવા પ્રેરણા આપી છે. તેના ૫રિણામ સ્વરૂ૫ે ભારતના પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારત યોજના શરૂ કરી છે. જેનાર્થી આ૫ણું ૭૦ વર્ષ જુનું સ૫નું સાર્થક થશે.
સૌપ્રથમ આ૫ણે આત્મનિર્ભર એટલે શૂ તેનો અર્થ સમજીએ. આત્મનિર્ભર એટલે કે સ્વયં પર નિર્ભર થવું, કોઈના પર આશ્રિત ન રહેવુ. ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ઇતિહાસ પર આપણે નજર કરીએ તો આપણને આપણા દેશની આત્મનિર્ભરતા વિશે ખ્યાલ આવશે. આપણે સૌ જાણીએ જ છીએ કે ભારત દેશ વિવિધ કલાઓમાં આગળ પડતો દેશ હતો. પ્રાચીનકાળમાં આપણા ગુજરાતના પાટણના પટોળા દેશ વિદેશમાં જાણીતા હતા. ભારતના મશાલા ખુબ જ વખણાતા હતા તેના માટે યુરો૫ને ભારત સુઘી ૫હોચવાનો જળમાર્ગ શોઘવાની ફરજ ૫ડી જેનાથી આ૫ણે સૌ ૫રિચિત છીએ.
Contents
- 1 આત્મનિર્ભર નો અર્થ
- 2 આત્મનિર્ભર ભારત અભિયાન (aatm nirbhar bharat essay in gujarati)
- 3 આત્મનિર્ભર ભારતનુ સપનુ :-
- 4 આત્મનિર્ભર ભારતના પાંચ સ્તંભ:-
- 5 (૧) અર્થવ્યવસ્થા :-
- 6 (૨) ઈન્ફ્રાસ્ટ્રક્ચર :-
- 7 (૩) સિસ્ટમ :-
- 8 (૪) લોકશાહી :-
- 9 (૫) માંગ:-
- 10 આત્મનિર્ભર બનાવવા ના ફાયદા :-
- 11 કોરોના ની વેક્સિન બનાવીને દુનિયાને આપ્યો સંદેશ:-
- 12 🇮🇳 આત્મનિર્ભર ભારત નિબંધ | Aatm Nirbhar Bharat Essay In Gujarati
- 13 🔷 પરિચય:
- 14 🧭 અભિયાનની શરૂઆત:
- 15 🏗️ અભિયાનના મુખ્ય સ્તંભો:
- 16 🌟 આત્મનિર્ભરતાના લાભો:
- 17 💬 અહિંકાર નહિ, આત્મવિશ્વાસ છે:
- 18 📝 નિષ્કર્ષ:
આત્મનિર્ભર નો અર્થ
આત્મનિર્ભર એટલે કે એક વ્યક્તિ કોઈ બીજા ના સહારે ન રહીને સ્વયં પોતાના સહારે રહે, પોતાની જરૂરિયાતો પોતે જાતે પૂર્ણ કરે એટલે કે તે વ્યક્તિ આત્મનિર્ભર છે એવું કહી શકાય. જો આજ વ્યાખ્યાને આપણે એક દેશ ના સંદર્ભમાં વિચારીએ તો ભારત દેશમાં જરૂરી તમામ સાધનસામગ્રી ચીજવસ્તુઓ, વિવિધ જરૂરિયાતો ભારત દેશમાંથી જ પરિપૂર્ણ થાય તો ભારત દેશ આત્મનિર્ભર છે એવું કહી શકાય.
આત્મનિર્ભર ભારત અભિયાન (aatm nirbhar bharat essay in gujarati)
ભારત ને આત્મનિર્ભર બનાવવા ના ઉદ્દેશથી દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૨ મે ૨૦૨૦0 ના રોજ ”આત્મનિર્ભર ભારત અભિયાન” ની ઘોષણા કરી હતી. જેમાં તેમણે દેશને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થાને સુધારવા માટે આ એક સૌથી અગત્યની પહેલ છે. આ અભિયાન અંતર્ગત આવનારા સમયમાં જીવનજરૂરી મોટાભાગની તમામ વસ્તુઓનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે. આ કારણથી જ આ અભિયાન નું નામ આત્મનિર્ભર ભારત રાખવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત જે વસ્તુઓ માટે વિદેશ પર નિર્ભર રહેવું પડતું હતું. તે બધી જ વસ્તુઓ નું ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત એ બધી જ વિદેશી વસ્તુઓની આયાત ને ૫ણ ઓછી કરવાનો ઉદ્દેશ છે કે જેના માટે ભારતે પડોશી દેશો પર નિર્ભર રહેવું પડતું હતું. આમાં બહારની વસ્તુઓ પર નિર્ભર ન રહીને ભારતમાં જ સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ તૈયાર કરવા નો ઉદ્દેશ છે.
હાલની વાત કરીએ તો આપણા દૈનિક જીવનમાં કેટલીક વસ્તુઓ એવી છે જેની પૂર્તિ આપણો પાડોશી દેશ ચીન કરે છે. ચીન માટે ભારત એ રમકડાં તથા અન્ય ટેકનોલોજીને લગતી ચીજવસ્તુઓનુ સૌથી મોટું વેચાણ કેન્દ્ર છે. આમ જોઇએ તો ચીનનો ૬૦ વેપાર ભારત સાથે સંકળાયેલ છે. સૌથી વધુ આયાત કરે છે. ચીન ઉપરાંત અમેરિકા, કોરિયા, સાઉદી અરબ પણ આ શ્રેણીમાં સામેલ છે. જે આપણા સામાનની માંગ પૂરી કરે છે. ભારત ના વિકાસ ના મુળિયા જો મજબૂત કરવા હોય તો આપણે પહેલા આત્મનિર્ભર બનવું પડશે. તો જ આપણે ભારતને વિકાસશીલ દેશ માંથી વિકસિત દેશ બનાવી શકીશું. આ અભિયાન અંતર્ગત આપણી જરૂરી આવશ્યક ચીજ વસ્તુઓનું નિર્માણ આપણા દેશમાં જ કરવામાં આવશે ત્યારે જ આપણો દેશ આત્મનિર્ભર ભારત કહેવાશે.
આત્મનિર્ભર ભારતનુ સપનુ :-
૧૯૪૭ માં ભારતને આઝાદી મળી ત્યારથી જ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે નું સપનું જોવાતૂ હતું.આઝાદી પહેલા ભારતની આઝાદીની ચળવળમાં મહાત્મા ગાંધીજી દ્વારા સવિનય કાનૂન ભંગ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જેમાં લોકોએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુઓ પર નિર્ભર રહેવાની અપીલ કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીજી સ્વયં પોતે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. મહાત્મા ગાંધીજી પોતે જાતે ચરખો ચલાવી તેના દ્વારા તૈયાર કરવામાં આવેલ ખાદીના વસ્ત્રો ધારણ કરતા હતા.
આત્મનિર્ભર ભારત નિબંધ
પરંતુ દુઃખની વાત તો એ છે કે આજે આઝાદીના ૭૦ વર્ષો બાદ પણ આ સપનું આપણે સાર્થક કરી શક્યા નથી કે તેની સામે કોઈ ઠોસ કદમ ઉઠાવી શક્યા નથી. તેના કારણ વિદેશી હુડીયામણ સતત ઘટતુ ગયુ છે ૫રિણામે ડોલર સામે આ૫ણો રૂપિયા સતત નીચે ઘકેલાતો ગયો છે. પરંતુ આ કોરોના મહામારી એ ફરી ભારતને આત્મનિર્ભર બનવા માટેના સપનાને પરિપૂર્ણ કરવા માટે તૈયારી કરવા રાહ ચીંધી છે.
ભારતને આત્મનિર્ભર બનવાની પ્રેરણા મહાત્મા ગાંધીજીના સવિનય કાનૂન ભંગ આંદોલન થી જ મળેલી છે. આ આંદોલનમાં લોકોએ વિદેશી કાપડ પહેરવાનું બંધ કર્યું હતુ તેમજ જાતે ચરખો ચલાવીને બનેલા ખાદી કા૫ડ કે દેશમાં બનતાા સુતરાઉ કાપડ પહેરવાનું ચાલુ કર્યું હતું. ઠેર ઠેર વિદેશી ચિજવસ્તુઓ બહિષ્કાર કરવામાં આવ્યો તથા વિદેશી કા૫ડની હોળી કરવામાં આવી હતી. હવે આ આત્મનિર્ભર ભારત અભિયાન એ મહાત્મા ગાંધીજી તથા સૌ ભારતવાસીઓએ સેવેલાના સપના ને પૂર્ણ કરશે એવું લાગી રહ્યું છે.
આત્મનિર્ભર ભારતના પાંચ સ્તંભ:-
આત્મનિર્ભર ભારત અભિયાન ના મુખ્ય પાંચ સ્તભો છે.
(૧) અર્થવ્યવસ્થા :-
ભારતની અર્થ વ્યવસ્થા એ મિશ્ર પ્રકારની અર્થવ્યવસ્થા કહેવાય છે. જેમાં પરિવર્તન કરવું ખૂબ જ સહેલું છે. આપણી અર્થવ્યવસ્થા માં થોડુંક પરિવર્તન કરીને આત્મનિર્ભરતા તરફ વાળી શકીએ તેમ છીએ
(૨) ઈન્ફ્રાસ્ટ્રક્ચર :-
એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની જરૂર છે કે જે મોર્ડન ઇન્ડિયા ની ઓળખ બનાવે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ ભારતને આત્મનિર્ભર બનાવવામાં ખૂબ જ જરૂરી છે.
(૩) સિસ્ટમ :-
આપણને એવી મજબૂત સિસ્ટમ ની જરૂર છે કે જે ભૂતકાળ ના નિયમો અને ધાર્મિક વિધિઓ ઉપર આધારિત ન હોય, પરંતુ ૨૧મી સદીના ભારતના સપનાંને સાકાર કરે એવી ટેક્નોલોજીથી સજજ સિસ્ટમ ની જરૂર છે.
(૪) લોકશાહી :-
ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. લોકશાહી એ આપણી શક્તિ છે. ભારત ને આત્મનિર્ભર બનાવવા ના આપણા પ્રયત્નો માટે તે ઊર્જા નું સાધન છે.
(૫) માંગ:-
આપણા અર્થતંત્રમાં માંગ અને પુરવઠાનું ચક્ર એ એક સંપતિ છે. આપણે આ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવાની જરૂર છે.
આત્મનિર્ભર બનાવવા ના ફાયદા :-
- જો ભારત દેશ આત્મનિર્ભર બને તો તેનાથી આપણા દેશને ઘણા બધા ફાયદા થશે. જે દેશના લોકો અને દેશની ઉન્નતીમાં સહાયક બનશે.
- આત્મનિર્ભર ભારત થી આપણા દેશમાં ઉધોગોની સંખ્યામાં વૃદ્ધિ થશે.
- આપણા દેશને બીજા દેશોની સહાયતા ઓછી લેવી પડશે.
- રોજગારીના નવા અવસર પેદા થશે.
- દેશમાં બેરોજગારી ની સાથે સાથે ગરીબીમાંથી પણ મુક્તિ મેળવવામાં મદદ મળશે.
- ભારતની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
- આત્મનિર્ભર બનવાની સાથે ભારત ચીજ-વસ્તુઓનો સંગ્રહ વધુ કરવા માટે સમર્થ બનશે.
- દેશ આગળ ચાલીને બીજા દેશોની આયાત ઓછી કરી નિકાસમાં વધારો કરી શકશે જેથી વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થશે.
- વિકટ પરિસ્થિતિમાં અને ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિમાં અન્ય દેશોની મદદ લેવાની જરૂરિયાત ઉપસ્થિત ઓછી થશે.
- દેશમાં સ્વદેશી વસ્તુઓ ના નિર્માણથી દેશને ઉન્નતિના શિખરો સર કરવામાં મદદ મળશે.
કોરોના ની વેક્સિન બનાવીને દુનિયાને આપ્યો સંદેશ:-
આત્મનિર્ભર ભારત ના ઉદાહરણ ની વાત કરીએ તો ભારતે વૈશ્વિક મહામારી કોરોના ની વેક્સિન બનાવીને વિશ્વને એક સંદેશ આપી દીધો છે કે ભારત ધારે તો કંઈ પણ કરી શકવા સમર્થ છે. ભારતે સૌથી પહેલા કોરોના ની વેક્સિન નું નિર્માણ સફળતાપૂર્વક કર્યું છે. ભારત સ્થિત પુણેના Serum Institute of India Pvt. Ltd. દ્વારા કોરોના ની વેક્સિન નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વેક્સિન ભારત ઉપરાંત ભારતના પડોશી દેશોમાં પણ મોકલવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના કહેવા મુજબ ભારત ની વેક્સિન અન્ય દેશોની વેક્સિન કરતા વધુ કારગર નીવડી છે. જે આ૫ણા માટે ગૌરવની વાત છે.
દેશમાં કોરોના મહામારી ના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. દેશને કેટલીય આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો. તાજેતરમાં આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત બાદ એના કેટલાય હકારાત્મક પરિણામો પણ સામે આવ્યા છે. આપણા ગુજરાતમાં જ સ્વદેશી વેન્ટિલેટર બનાવીને આત્મનિર્ભર ભારત અભિયાન માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેશમાં કોરોના સામે લડવા માટે પીપીપી કીટ, માસ્ક, સેનેટાઈઝર વગેરે વસ્તુઓ ભારતમાં જ બનવા લાગી છે. એટલું જ નહીં આ વૈશ્વિક મહામારી ને ડામવા માટેની વેક્સિન પણ ભારતે જ બહાર પાડી છે. હવે આપણને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો છે કે ભારત નજીકના સમયમાં સંપૂર્ણ આત્મનિર્ભર બની જશે. ૫રંતુ એના માટે આ૫ણે સૌ દેશને સહકાર આ૫વો ૫ડશે.
આ ૫ણ વાંચો:-
હુ આશા રાખુ છું કે તમને અમારોઆત્મનિર્ભર ભારત નિબંધ (atmanirbhar bharat essay in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ વિદ્યાર્થી અને શિસ્ત પાલન વિશે નિબંધ લેખન માટે ૫ણ ઉ૫યોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.
અહીં “આત્મનિર્ભર ભારત” વિષય પર સરળ અને સુંદર ભાષામાં નિબંધ (Essay) રજૂ કર્યો છે, જે શાળા, કોલેજ, સ્પર્ધા કે પત્રિકા માટે ઉપયોગી બને:
🇮🇳 આત્મનિર્ભર ભારત નિબંધ | Aatm Nirbhar Bharat Essay In Gujarati
🔷 પરિચય:
આજના યુગમાં ભારતે આત્મનિર્ભર બનવાની દિશામાં એક મોટો પગથિયો ભર્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ પહેલ છે, જે દેશને સ્વાવલંબી અને આર્થિક રીતે મજબૂત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ અભિયાન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદન અને સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં આવે છે.
🧭 અભિયાનની શરૂઆત:
-
શરુઆત: ૧૨ મે ૨૦૨૦
-
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ અભિયાનની જાહેરાત કરવામાં આવી.
-
કોરોના મહામારી પછીના સમયમાં દેશને અંદરથી મજબૂત બનાવવાનો સંકલ્પ.
🏗️ અભિયાનના મુખ્ય સ્તંભો:
-
આર્થિક પેકેજ: ₹20 લાખ કરોડનું પેકેજ ઘોષિત કરાયું.
-
લોકલ માટે વોકલ: સ્થાનિક ઉત્પાદનોને વધીને વેચવાની ઉગ્ર અભિમૂખીતા.
-
મેક ઇન ઈન્ડિયા: ભારતની બનાવટવાળાં સામાનનો ઉપયોગ વધારવો.
-
સ્ટાર્ટઅપ્સ અને MSMEને સહાય: નાના ઉદ્યોગોને સહારો.
-
કૃષિ, ટેકનોલોજી અને આરોગ્ય ક્ષેત્રે સુધારા.
🌟 આત્મનિર્ભરતાના લાભો:
-
દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને.
-
નોકરીઓમાં વધારો થાય.
-
પરદેશી નિર્ભરતા ઘટે.
-
યુવાનોમાં નવી શક્યતાઓ ઊભી થાય.
-
વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક વિકાસને વેગ મળે.
💬 અહિંકાર નહિ, આત્મવિશ્વાસ છે:
આ અભિયાનનું મંત્ર છે – “આત્મનિર્ભર ભારત” એટલે પોતાના શક્તિમાં વિશ્વાસ. આનો અર્થ એ નથી કે અન્ય દેશો સાથે નataj કરો, પણ પોતાના દેશની ક્ષમતા વિકસાવવી.
📝 નિષ્કર્ષ:
આત્મનિર્ભર ભારત એક દ્રષ્ટિ છે – એવું ભારત કે જે દરેક ક્ષેત્રે સ્વયંસંપૂર્ણ છે. આપણે સૌએ મળીને સ્થાનિક વસ્તુઓ ખરીદવી, ભારતીય ઉદ્યોગોને ટેકો આપવો અને નવા વિચારો સાથે આગળ વધવું જોઈએ. આત્મનિર્ભર ભારત આપણું ભવિષ્ય છે.
📌 તમે કહો તો આ નિબંધ પોઇન્ટવાઈઝ, 10 લાઈન, PDF અથવા પ્રોજેક્ટ સ્વરૂપે પણ બનાવી આપીશ. જરૂર જણાવો! 😊
જય હિંદ