દેશની આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ જયારે ૫હેલી વાર બ્રિટિશરોની કેદમાં આવ્યા ત્યારે જજે તેમને 15 ચાબુકની સજા ફટકારી હતી. તેમનો સ્વતંત્રતા પ્રત્યેનો જુસ્સો એવો હતો કે અંગ્રેજ અઘિકારી તેમની પીઠ પર જેમ જેમ ચાબુક મારતા રહ્યા અને તેઓ વંદે માતરમના નારા લગાવતા ગયા.
Contents
ચંદ્રશેખર આઝાદ નું જીવનચરિત્ર (Chandrashekhar Azad in Gujarati)
નામ | ચંદ્રશેખર પંડિત |
ઉ૫નામ | આઝાદ |
જન્મ તારીખ | 23 જુલાઈ 1906 |
જન્મ સ્થળ | મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાબરામાં |
પિતાજીનું નામ | પંડિત સીતારામ તિવારી |
માતા નું નામ | જાગરાની દેવી |
વ્યવસાય(કાર્ય) | ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સેનાની |
મૃત્યુ તારીખ | 27 ફેબ્રુઆરી 1931 |
મૃત્યુનું સ્થળ | અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં |
મૃત્યુનું કારણ | અંગ્રેજોના હુમલામાં પિસ્તોલની છેલ્લી ગોળી પોતાની જાતને જ મારી શહીદી વહોરી |
14 વર્ષની ઉંમરમાં ૫સંદ કર્યો ક્રાંતિની રસ્તો:-
ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906 ના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાબરામાં થયો હતો. આઝાદના પિતાનું નામ પંડિત સીતારામ તિવારી તથા માતાનું નામ જાગરાની દેવી હતું. આઝાદનું પ્રારંભિક જીવન આદિવાસી પ્રભુત્વ ધરાવતા ભાબરામાં વિતાવ્યું હતું. બ્રિટિશ શાસિત ભારતમાં ઉછરેલા, આઝાદની નસો શરૂઆતથી જ અંગ્રેજો માટે નફરતથી ભરેલી હતી. તેઓ 1920 માં, માત્ર 14 વર્ષની વયે, ચંદ્રશેખર આઝાદ ગાંધીજીના અસહકાર આંદોલન સાથે જોડાયા હતા.
આઝાદ નામ કઇ રીતે ૫ડયુ? :-
14 વર્ષની ઉંમરે, તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. જ્યારે ન્યાયાધીશે તેમનું નામ પૂછ્યું, ત્યારે તેમણે ખૂબ જ નિડરતાથી કહ્યું – ”આઝાદ”.પિતાનું નામ પૂછતાં તેમણે મોટેથી કહ્યું, ‘સ્વતંત્રતા’. સરનામું પૂછતાં તેમણે કહ્યું – જેલ. આના પર ન્યાયાધીશે તેમને જાહેરમાં 15 ચાબુક ફટકારવાની સજા કરી. આ તે ક્ષણ હતી જ્યારે તેની પીઠ પર 15 ચાબુક વરસી રહયા હતા અને તે વંદે માતરમના નારા લગાવી રહયા હતા. આ તે જ દિવસ હતો જ્યારથી દેશવાસીઓએ તેમને આઝાદના નામથી બોલાવવાનું શરૂ કર્યું. તેની ખ્યાતિ ધીરે ધીરે વધી રહી હતી.
ક્રાંતિની શરૂઆત
ચંદ્રશેખર આઝાદની નિશાનેબાઝી બાળપણથી જ ખૂબ સારી હતી. તેમણે બાળપણમાં જ તેની તાલીમ લીધી હતી. જલિયાવાલા બાગની ઘટના પછી ચંદ્રશેખર સમજી ગયા કે આઝાદી શબ્દોથી નહીં, બંદૂકથી મળશે. જો કે તે દિવસોમાં મહાત્મા ગાંધી અને કોંગ્રેસનું અહિંસક આંદોલન ચરમસીમા પર હતું અને સમગ્ર દેશમાં તેમને ભારે સમર્થન મળી રહ્યું હતું. આવી સ્થિતિમાં હિંસક પ્રવૃત્તિઓના હિમાયતી ઓછા હતા. ચંદ્રશેખર આઝાદે મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવેલા અસહકાર આંદોલનમાં પણ ભાગ લીધો હતો અને તેમને સજા પણ થઈ હતી, પરંતુ ચૌરા-ચૌરીની ઘટના પછી જ્યારે આંદોલન પાછું ખેંચવામાં આવ્યું ત્યારે આઝાદનો કોંગ્રેસથી મોહભંગ થઈ ગયો, અને તેઓ બનારસ તરફ પાછા વળ્યા. (મહાત્મા ગાંધીનું જીવનચરિત્ર વાંચો.)
બનારસ એ દિવસોમાં ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. બનારસમાં તેઓ દેશના મહાન ક્રાંતિકારીઓ મન્થનાથ ગુપ્તા અને પ્રણવેશ ચેટરજીના સંપર્કમાં આવ્યા. તેઓ આ નેતાઓથી એટલા પ્રભાવિત થયા કે તેઓ ક્રાંતિકારી પક્ષ હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘના સભ્ય બની ગયા. શરૂઆતમાં આ પાર્ટીએ ગામડાઓના એ ઘરો લૂંટવાનો પ્રયાસ કર્યો કે જેઓ ગરીબ લોકોનું લોહી ચૂસીને પૈસા ભેગા કરતા હતા, પરંતુ પાર્ટીને તરત જ સમજાઈ ગયું કે પોતાના લોકોને તકલીફ આપીને તેઓ ક્યારેય જનતાનો વિસ્તાર નહીં જીતી શકે. તરત જ પાર્ટીએ તેની ગતિવિધિઓ બદલી અને તેનો ઉદ્દેશ્ય માત્ર સરકારી સંસ્થાઓને નુકસાન પહોંચાડીને તેમની ક્રાંતિના લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો હતો. આખા દેશને તેમના ઉદ્દેશ્યોથી વાકેફ કરવા માટે પાર્ટીએ તેમનું પ્રખ્યાત પેમ્ફલેટ ધ રિવોલ્યુશનરી પ્રકાશિત કર્યું. આ પછી, તે ઘટનાને અંજામ આપવામાં આવ્યો, જે ભારતીય ક્રાંતિના અમર ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં લખાયેલુ છે – કાકોરી ઘટના.
કાકોરી ઘટના અને કમાન્ડર ઇન ચીફઃ
જે ધટનાનુ નામ માત્ર લેતાં આજે પણ હૈયુ એ મહાન વીરોને સત સત નમન કરે છે જેમને કાકોરીકાંડ ઘટનાના કારણે ભર યુવાનીમાં ફાંસી આપવામાં આવી હતી. આ ધટનામાં દેશના મહાન ક્રાંતિકારીઓ રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, રાજેન્દ્રનાથ લાહિરી અને ઠાકુર રોશન સિંહને ફાંસીની સજા આપવામાં આવી હતી. પક્ષના દસ સભ્યોએ આ લૂંટને અંઝામ આપ્યો અને સફળ બનાવી, અંગ્રેજોને તેમની તિજોરી લૂંટીને પડકાર ફેકયો.
આ ઘટના બાદ પાર્ટીના મોટાભાગના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. પાર્ટીનું વિઘટન થઇ ગયું, ફરી એકવાર આઝાદને પાર્ટી સ્થાપવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો. ઘણા પ્રયત્નો છતાં બ્રિટિશ સરકાર તેમને પકડવામાં નિષ્ફળ રહી હતી. આ પછી, આઝાદ ગુપ્ત રીતે દિલ્હી પહોંચ્યા, જ્યાં ફિરોઝશાહ કોટલા મેદાનમાં બાકીના તમામ ક્રાંતિકારીઓની ગુપ્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સભામાં આઝાદ ઉપરાંત મહાન ક્રાંતિકારી ભગતસિંહે પણ ભાગ લીધો હતો.
આ બેઠકમાં નવા નામ સાથે નવો પક્ષ બનાવવો જોઈએ અને ક્રાંતિની લડાઈને આગળ વધારવી જોઈએ તેવો નિર્ણય લેવાયો હતો. નવી પાર્ટીનું નામ હતું – હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન. આઝાદને તેના કમાન્ડર-ઇન-ચીફ બનાવવામાં આવ્યા હતા. સંગઠનનું પ્રેરક વાક્ય “અંતિમ નિર્ણય સુધી અમારી લડત ચાલુ રહેશે અને તે નિર્ણય વિજય કે મરણ” નકકી કરવામાં આવ્યું હતું .
ચંદ્રશેખર આઝાદે 1928 માં લાહોરમાં બ્રિટીશ પોલીસ ઓફીસર એસપી સાન્ડર્સને ગોળીમારીને લાલા લાજપત રાયના મોતનો બદલો લીધો હતો.આઝાદ રામપ્રસાદ બિસ્મિલના ક્રાંતિકારી સંગઠન હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન (એચઆરએ) માં જોડાયા પછી તેમનું જીવન બદલાઈ ગયું. તેમણે સરકારી ખજાનાની લૂંટ ચલાવીને સંસ્થાની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે નાણાં એકત્ર કરવાનું શરૂ કર્યું. તેમનું માનવું હતું કે આ સંપત્તિ ભારતીયોની છે, જેને અંગ્રેજોએ લૂંટી લીધી હતી. રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં આઝાદે કાકોરીકાંડ (1925) માં સક્રિય ભાગ લીધો.
ચંદ્રશેખર આઝાદ નું સુત્ર:-
ચંદ્રશેખર આઝાદ કહેતા કે ‘આપણે દુશ્મનની ગોળીઓનો સામનો કરીશું, આઝાદ છીએ, આઝાદ રહીશું’ એક સમય હતો કે તેમના આ સૂત્રને દરેક યુવક દરરોજ રટણ કરતા હતા. જે ગર્વ સાથે આઝાદ સ્ટેજ પરથી બોલતા, હજારો યુવાનો દેશ માટે તેમની સાથે બલિદાન આ૫વા તૈયાર થઇ જતા હતા.
ચંદ્રશેખર આઝાદ નું મૃત્યુ:-
27 ફેબ્રુઆરી 1931 ના રોજ, તેઓ અલ્હાબાદ ગયા અને જવાહરલાલ નહેરુને મળ્યા અને વિનંતી કરી કે તેઓ ગાંધીજીને માત્ર એટલી વિનીતી કરે કે, ગાંઘીજી લોર્ડ ઇરવિનને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ આ ત્રણેયની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવા દબાણ કરે.જ્યારે નહેરુએ આઝાદનું સાંભળ્યું નહીં, ત્યારે આઝાદે તેમની સાથે લાંબા સમય સુધી દલીલ કરી. જેથીર નેહરુજી ગુસ્સે થયા અને આઝાદને તાત્કાલિક ત્યાંથી નિકળી જવાનું કહ્યું. ત્યાંથી ગુસ્સે થઇ આઝાદ તેની સાયકલ પર આલ્ફ્રેડ પાર્કમાં ગયા.
ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં સુખદેવ અને તેના અન્ય એક મિત્ર સાથે મળી યોજના બનાવી રહ્યા હતા. અચાનક બ્રિટિશ પોલીસે તેના પર હુમલો કર્યો. આઝાદે પોલીસ પર ગોળીબાર કર્યો જેથી તેમનો સાથી સુખદેવ છટકી શકે. પોલીસની ગોળીથી આઝાદ ખરાબ રીતે ઘાયલ થયા હતા. તે સેંકડો પોલીસ સામે 20 મિનિટ સુધી લડયા હતા. અંતે, તેમનું સૂત્ર ”આઝાદ છું આઝાદ રહીશ એટલે કે તેઓ કદી પકડાશે નહીં અને ન તો બ્રિટિશ સરકાર તેમને ફાંસી આપી શકશે” ને યાદ કર્યુ. તેમણે પિસ્તોલની છેલ્લી ગોળી પોતાની જાતને જ મારી માતૃભૂમિ માટે પોતાનો જીવ બલિદાન આપ્યો.
હુ આશા રાખુ છુ કે તમને અમારો ચંદ્રશેખર આઝાદ નું જીવનચરિત્ર લેખ ખુબ જ ગમ્યો હશે. ચંદ્રશેખર આઝાદ ના જીવનપ્રસંગો વિશે જાણીને તમને પ્રેરણા મળી હશે. વિઘાર્થી મિત્રોને ચંદ્રશેખર આઝાદ વિશે નિબંધ લખવામાં ૫ણ આ લેખ ઉ૫યોગી બનશે.અમે આવા મહાન વ્યકિતઓના જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.
અહીં ચંદ્રશેખર આઝાદ વિશે ગુજરાતી ભાષામાં વિગતવાર માહિતી અને નિબંધરૂપ માહિતી આપવામાં આવી છે:
🇮🇳 ચંદ્રશેખર આઝાદ – ભારતમાતાનો વીરપુત્ર (Gujarati Essay)
પુરું નામ: ચંદ્રશેખર તિવારી
જન્મ: 23 જુલાઈ 1906 – ભાબરા, મધ્યપ્રદેશ
મૃત્યુ: 27 ફેબ્રુઆરી 1931 – અલ્હાબાદ
ઉપનામ: આઝાદ
🧒 પરિચય:
ચંદ્રશેખર આઝાદ ભારતના વીર યોદ્ધાઓમાંના એક હતા. તેમણે બ્રિટિશ શાસન સામે સાહસિક અને ક્રાંતિકારી રીતે લડત આપી. તેઓનો જજ્જ્બો, આત્મવિશ્વાસ અને દેશપ્રેમ આજે પણ યુવાન પેઢીને પ્રેરણા આપે છે.
🔥 જીવનનો ક્રાંતિકારી સફર:
-
બાળપણથીજ તેઓ દેશપ્રેમી હતા.
-
1921માં, જ્યારે તેઓ માત્ર 15 વર્ષની ઉંમરે હતા, ત્યારે ગાંધીજીના અહિંસા આંદોલન “અસહયોગ આંદોલન”માં જોડાયા.
-
જ્યારે તેમને પકડવામાં આવ્યા ત્યારે ન્યાયાધીશે પુછપરછ કરી ત્યારે તેમને કહ્યું કે:
નામ: “આઝાદ”
પિતાનું નામ: “સ્વતંત્રતા”
રહેઠાણ: “જેલ”
આ વાતથી તેમને “આઝાદ” તરીકે ઓળખ મળવી શરૂ થઈ.
⚔️ હિંદુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન (HRA):
-
આઝાદ નેતૃત્વ હેઠળ ઘણા યુવાનો સાથે મળીને હિંદુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન (પછીથી HRA – Hindustan Socialist Republican Association)માં સામેલ થયા.
-
તેમણે રાજગુરુ, ભગતસિંહ, બટુકેશ્વર દત્ત જેવા યુવાનો સાથે બ્રિટિશ સામે લડત ચલાવી.
💣 કાનપુર અને કાકોરી ઘટના:
-
કાકોરી ટ્રેન લૂંટ – 1925માં કાકોરી લૂંટમાં ભાગ લીધો હતો, જે નાણાકીય સહાય માટે યોજાઈ હતી.
-
આઝાદ હંમેશાં ગુપ્ત રીતે રહ્યા અને ક્યારેય અંગ્રેજોના હાથમાં ન આવ્યા.
🕊️ શહીદી:
-
27 ફેબ્રુઆરી 1931ના રોજ આઝાદ અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્ક (હવે આઝાદ પાર્ક)માં બ્રિટિશ પોલીસથી ઘેરી લેવાયા.
-
આખરે, પકડાવા કરતાં પોતાને ગોળી મારીને શહીદ બન્યા. તેમણે કહ્યું હતું:
“આઝાદ જીવ્યો છે, આઝાદ મરશે!“
🏞️ વારસો:
-
તેમના નામે આજે ભારતના અનેક સ્થળો, શાળાઓ અને સ્મારકો છે.
-
તેઓનો શૂરવીર આત્મા હંમેશા યુવાનોને સચોટ દિશામાં ચેતવે છે.
✅ નિષ્કર્ષ:
ચંદ્રશેખર આઝાદ દેશના એવા વીરપુત્ર હતા જેમણે પોતાના જીવનનું એકમાત્ર ધ્યેય “સ્વતંત્રતા” બનાવ્યું. તેમની શહીદી ભારતની આઝાદીની કહાણીમાં સોનાં અક્ષરે લખાયેલી છે. આપણે તેમનું સન્માન કરવું અને તેમના માર્ગે ચાલવું જોઈએ.
જય હિન્દ! 🇮🇳
જો તને આ લેખ સ્કૂલ પ્રોજેક્ટ માટે ટૂંકું અથવા પોઇન્ટવાઈઝ જોઈએ હોય તો મને કહેજે, હું એ રીતે પણ બનાવી આપીશ