જીવન કૌશલ્ય શિક્ષણ એટલે જીવનમાં પ્રગતિના પંથે આગળ વધવા માટે સુખમય, શાંતિમય અને સ્વસ્થ જીવન ઘડતર માટે તથા સતત વિકાસશીલ રહેવા માટે જરૂ રી એવુ સફળ કૌશલ્ય, જીવન શૈલી સધારતું શિક્ષણ. ચાલો આજે આપણે જીવન કૌશલ્ય શિક્ષણ નું મહત્વ વિષય પર નિબંધ લેખન કરીએ.
જીવન કૌશલ્ય શિક્ષણ નું મહત્વ નિબંધ
શિક્ષણ એટલે શું ?
ગણિત ના પ્રમય ગોખી ને યાદ રાખવા ?
ગુજરાતી વ્યાકરણ ને ગોખી ને રટતા રહેવું ?
વિજ્ઞાન ની વ્યાખ્યા ઓ ને અડધી રાતે પણ કડકડાટ બોલી જવી??
કદાચ…આ બધા મુદ્દા ઓ અભ્યાસ પૂરતા સીમિત હોય શકે પરંતુ જીવન ના શિક્ષણ ને લગતા તો નહિ જ!! જીવન કૌશલ્ય ની પરિભાષા એક લીટી માં લખવી હોય તો એમ લખી શકાય કે,” જે શિક્ષણ વિદ્યાર્થી ઓ ના જીવન માં , વર્તન માં કાયમી ધોરણે વણાય જાય એ કૌશલ્ય “.
પ્રાચીન સમય માં ઋષિ મુનિ ઓ દ્વારા એમના આશ્રમ માં વિવિધ શિક્ષણ અપાતું , કેવળ અક્ષર જ્ઞાન નહિ પરંતુ જીવન ના ભિન્ન ભિન્ન તબક્કા ઓ માં કેવી રીતે આચરણ કરી શકાય એનું જ્ઞાન અપાતું ! ઋગવેદ ની ઋચા ઓ સાથે સાથે ગાય પણ ચરાવવા જવું પડતું , કૂવા માં થી પાણી સીંચી ને જ એનો ઉપયોગ થતો, અશ્વવિધા ની સાથે આશ્રમ ની સફાઈ પણ એટલી જ મહત્વ ની બાબત રહેતી!! અનાજ ની ખેતી ની સાથે એને કેમ પકાવું , કેમ બચાવવું અને કેટલું જમવું એનું જ્ઞાન વિદ્યાર્થી આ આશ્રમ માં થી જ શીખતો!! સુદામા જેવા ગરીબ બ્રાહ્મણ ના પુત્ર અને ભગવાન કૃષ્ણ જેવા રાજાધિરાજ માટે આશ્રમ એક સમાન જ હતો, કારણ કે અહી અપાતું શિક્ષણ કૌશલ્ય આધારિત હતું , નહિ કે સ્થાન આધારિત !!!
માની લો કે તમે ખૂબ ભણી ને સારી પોસ્ટ પર સેટ થઈ ગયા , થવું પણ જોઈએ જ , પરંતુ જો તમારા જીવન માં મૂલ્ય નહિ હોય , કૌશલ્ય નહિ હોય તો એનું કોઇ મહત્વ રહેતું નથી !!! જીવન ને સારી રીતે જીવવા માટે , અનેક અડચણો વચ્ચે અડીખમ રહેવા માટે દરેક વિદ્યાર્થી ની અંદર કંઇક એવું હોવું જરૂરી છે જેને એ બીજાં થી અલગ બતાવે છે , અને ઈશ્વર એ દરેક વ્યક્તિ ને એ શક્તિ નું પ્રદાન કરેલ જ છે !! જરૂર છે ફકત ઓળખવાની !!
એ.પી.જે અબ્દુલ કલામ અનેક અગવડતાઓ ભોગવી ને સર્વોચ્ય સ્થાન સુધી પહોંચ્યા! સચિન તેંડુલકર ફકત ૧૦ ધોરણ સુધી ભણ્યા પરંતુ એમના રહેલ એક ચોક્કસ કૌશલ્ય ને ઓળખી ને આગળ ખૂબ નામ કરી શક્યા!!
જીવન વહેતું ઝરણું છે , હમેશ વહેવું જ જોઈએ !! પણ અડચણો ની વચ્ચે શાંતિ થી જીવવા માટે એક કશુંક એવું તમારી અંદર છે જે તમને વિશિષ્ઠ ઓળખ આપે છે!! તમે સારું ચિત્ર દોરો છો, દોરી શકો છો તો એ તમારી આગવી ઓળખ છે ! તમે ખૂબ સારું ગાઈ શકો છો તો તમે વિશારદ બની ને ચમકી શકો છો! અરે કદાચ તમે કોઈ એક ખેલ માં ખૂબ સારો દેખાવ કરો છો તો પણ તમે એ દિશા માં ચોક્કસ આગળ વધી જ શકો છો , અહી પુસ્તકિયું જ્ઞાન ક્યાંય પણ કામ માં નહિ આવે કારણ કે આ એક સ્કીલ છે ! અને સ્કીલ દરેક માં સરખી ન જ હોય , જેમ આપણી એક આંગળી ની ફિંગર પ્રિન્ટ બીજા થી જુદી જ હોય એમ !!
તમે વર્ગખંડ માં સામૂહિક રીતે કંઇક ઉજવણી કરવાનું નક્કી કર્યું , તો દરેક વિદ્યાર્થી પોતાને શ્રેષ્ઠ આવડતું કાર્ય પહેલા કરશે , જેને સારું લખતા આવડશે એ શબ્દો આપશે, જે અક્ષર સરસ કરતું હશે એ બોર્ડ પર શબ્દો ઉતારશે! કોઈ સારું ડેકોરેશન કરતુ હશે! કોઈ સારું બોલી શકતું હશે!! કોઈ વળી ચીવટ થી સફાઈ કરતુ હશે !!
આ તો થઈ સામૂહિક કાર્ય માટે ની નાની યાદી, પરંતુ જીવન ની શાળા માં પણ આવું જ કંઇક હોય છે , જે શ્રેષ્ઠ હોય એ પ્રદાન કરવાનું એટલે પરીક્ષા પાસ !!!દરેક પોતાની પાસે રહેલ વિશિષ્ઠ શકિત નો ઉપયોગ કરી ને એને સમાજ સમક્ષ મૂકે તો એને આવકાર મળશે જ!
ડિગ્રી ઓ મહત્વ ની છે જ બેશક ! પરંતુ જીવન માં સ્કીલ પણ એટલી જ મહત્વ ની છે , જો તમે ભણી લીધું હશે પરંતુ ગણતા નહિ આવડતું હોય તો એ ભણેલું શું તમને એળે ગયેલું નહિ લાગે? ભણતર જરૂરી છે જ પરંતુ હાલ ના સમય માં એક એવી સ્કીલ જરૂરી છે જ જે બીજા કરતા જુદી હોય , એક સામાન્ય દાખલો દઉં તો મોબાઈલ વગર કોઈ ને એક દિવસ ચાલે છે? અરે દિવસ મુકો એક ટંક પણ બગડે તો શી હાલત થાય ?? દોડીએ ને મોબાઈલ રીપેરીંગ ની દુકાન માં ..ભલે તમે આઇએએસ ઓફિસર હોય પણ આ સ્કીલ તો એક સામાન્ય મોબાઈલ રિપેર કરતા માણસ પાસે જ છે !!
તો જીવનને સારી રીતે જીવવા , માણવા અને કંઇક અંશે વ્યક્તિત્વ ના વિકાસ માટે કૌશલ્ય નું હોવું ખૂબ જરૂરી છે જે તમને અલગ બનાવે છે ! વિશિષ્ઠતા પ્રદાન કરે છે!!
ખાસ વાંચો:-
હુ આશા રાખુ છું કે તમને પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન નિબંધ (Pravas nu Jivan Ghadtar ma Sthan Essay in Gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.
અહીં “જીવન કૌશલ્ય શિક્ષણનું મહત્વ” વિષય પર એક સુંદર અને સરળ ભાષામાં ગુજરાતી નિબંધ આપવામાં આવ્યો છે:
🧠 જીવન કૌશલ્ય શિક્ષણનું મહત્વ – નિબંધ
પરિચય:
આધુનિક યુગમાં માત્ર પાઠ્યપુસ્તક જ્ઞાન પૂરતું નથી. બાળકનું સર્વાંગી વિકાસ કરવા માટે જીવન કૌશલ્ય (Life Skills) શિક્ષણ જરૂરી બની ગયું છે. જીવન કૌશલ્ય એ એવા સાધનો છે જે વ્યક્તિને જીવનની વિવિધ પરિસ્થિતિઓનો યોગ્ય રીતે સામનો કરવા સક્ષમ બનાવે છે.
જીવન કૌશલ્ય એટલે શું?
જીવન કૌશલ્ય એટલે – સમસ્યા હલ કરવાની ક્ષમતા, સંવાદ કૌશલ્ય, આત્મવિશ્વાસ, સમયનું સંચાલન, નિર્ણય લેવાની ક્ષમતા, ટીમ વર્ક, સામાજિક જાગૃતિ, માનસિક સમતુલન વગેરે. આવા ગુણો વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક રીતે નહીં પણ વાસ્તવિક જીવનમાં પણ સફળતા માટે જરૂરી છે.
જીવન કૌશલ્ય શિક્ષણના લાભો:
-
🗣️ વિચાર અને ભાષા વિકાસ થાય છે
-
💪 આપત્તિઓ સામે લડવાની શક્તિ મળે છે
-
🧩 સામાન્ય સમસ્યાઓનું ઉકેલ શકાશે
-
🧘 માનસિક તણાવ દૂર થાય છે
-
👥 સહકાર અને સમજૂતીના ભાવનો વિકાસ થાય છે
-
🧭 સચોટ નિર્ણયો લેવાની કળા આવે છે
શાળામાં જીવન કૌશલ્ય શિક્ષણ કેમ જરૂરી છે?
શાળા જીવનમાં શિક્ષણ ઉપરાંત જીવન જીવવાની રીત શીખવવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓ જ્યારે જીવનમાં વ્યાવસાયિક ક્ષેત્રે, સમાજમાં કે સંબંધોમાં પ્રવેશ કરે ત્યારે આ કૌશલ્યો તેમને સાચી દિશા આપે છે. શાળામાં આવા અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં આદર્શ નાગરિક બનવાની ભાવના વિકસે છે.
નિષ્કર્ષ:
આજના સ્પર્ધાત્મક યુગમાં જો આપણું બાળકો જીવન કૌશલ્યથી સમૃદ્ધ હોય તો તેઓ કોઈપણ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી શકે. તેથી જીવન કૌશલ્ય શિક્ષણ દરેક શાળામાં અને દરેક બાળકો માટે જરૂરી અને અનિવાર્ય છે.
જો તમારે આ નિબંધ વધુ ટૂંકી આવૃત્તિમાં અથવા વિદ્યાર્થીઓ માટે સરળ ભાષામાં જોઈએ તો કહો, હું સાથે બનાવી આપીશ.