ધન તેરસનું મહત્વ। ધન તેરસ વિશે। Dhanteras Essay In Gujarati

પાંચ દિવસ સુઘી ચાલતા દિવાળી ૫ર્વની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. ચાલો આ૫ણે ધન તેરસનું મહત્વ, પૌરાણિક ઇતિહાસ વિશે માહિતી મેળવીએ. આ લેખ વિદ્યાર્થી મિત્રોને ધન તેરસ વિશે નિબંધ (dhanteras essay in gujarati) લખવા માટે ઉ૫યોગી થશે.

ધન તેરસની માન્યતા (ઇતિહાસ) 

હિંદુ કેલેન્ડર મુજબ આસો મહિનાની કૃષ્ણ પક્ષી તેરસ (ત્રયોદશી)ના રોજ ધન તેરસ મનાવવામાં આવે છે. ધન તેરસનો પૌરાણીક ઇતિહાસ માં અલગ અલગ માન્યતા પ્રવર્તે છે.

જૈન આગમ માં ધનતેરસને ધન્ય તેરસ અથવા ઘ્યાન તેરસ ૫ણ કહેવામાં આવે છે. ભગવાન મહાવીર ધનતેરસના દિવસે ધ્યાન દ્વારા યોગ નિરોધ માટે ચાલ્યા ગયા હતા. ત્રણ દિવસનું ધ્યાન પછી યોગ નિરોધ થાય છે અને દીવાળીના દિવસે તેમને મુત્યુ પ્રાપ્ત થાય છે. ત્યારથી આ દિવસ ઘન્ય તેરસ ના નામથી પ્રસિઘ્ઘ થયેલ છે.

હિન્દુ માન્યતા અનુસાર, ધનતેરસના દિવસે આયુર્વેદના પિતા ભગવાન ધન્વંતરી સમુદ્રમંથનમાંથી પિતળના કળશમાં અમૃત લઇ પ્રગટ થયા હતા. આ અમૃત કળશનું અમૃત પીને દેવતાઓ અમર બની ગયા. તેથી જ ધનતેરસ પર ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે જેથી જીવન અને આરોગ્યની કામના કરી શકાય. કહેવાય છે કે આ દિવસે ધન્વંતરીનો જન્મ થયો હતો. ધન્વંતરી જયંતીને આયુર્વેદિક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ધન્વંતરી દેવોના ચિકિત્સક હતા. અને ચિકિત્સકા (ઓષધ)ના દેવ ૫ણ માનવામાં આવે છે, તેથી ધનતેરસનો દિવસ ડોકટરો માટે ૫ણ ખૂબ મહત્વનો છે. ધનતેરસનો ઉદ્દેશ ધન્વંતરીએ જણાવેલા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના ઉપાયો અપનાવવાનો છે.ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આ દિવસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ધન તેરસનું મહત્વ (Importance of Dhanteras festival in Gujarati)

આ દિવસે ધનવંતરી ઉપરાંત યમ, લક્ષ્મી, ગણેશ અને કુબેર દેવની પણ પૂજા કરવામાં આવે છે. એક પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પ્રશ્ન પુછ્યુો કે ‘હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોકમાં મોકલું છું શૂં તો તને ક્યારેય પ્રાણ હરતાં રંજ નથી થતો?’ યમદુતે જવાબ આપ્યો કે ‘એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક કે જેના લગ્નના ચાર દિવસ પછી જ બરાબર ધન તેરસને દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડેલ’. યમરાજે ત્યારે વરદાન આપેલ કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપમાળા કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં. આમ આ દિવસે દીપમાલા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે યમરાજાએ એક દિવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.

આ દિવસે લક્ષ્મી પૂજાનું પણ મહત્વ છે. શ્રી સૂક્તમાં વર્ણન કરવામાં આવ્યું છે કે લક્ષ્મીજી ભય અને દુ:ખમાંથી મુક્તિ આપે છે અને ધન-ધાન્ય અને અન્ય સુવિધાઓથી સજ્જ કરીને મનુષ્યને સ્વસ્થ શરીર અને લાંબુ આયુષ્ય આપે છે. એક કથા પ્રમાણે બલીરાજાનાં કારાગૃહમાં પુરાયેલ લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધન તેરસને દિવસે મુક્ત કરાવ્યાં માટે આ દિવસ લક્ષ્મીપૂજન કરવામાં આવે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.સમુદ્ર મંથન દ્વારા ધન્વંતરી અને માતા લક્ષ્મીનો અવતાર થયો. બંને કળશ લઇને પ્રગટ થયા હતા.

ધનતેરસની પરંપરા: 

આ દિવસે જૂના વાસણોને બદલીને નવા વાસણો ખરીદવામાં આવે છે. લોકો યથાશકિત ઘર ઉપયોગી નવા વાસણો અને તાંબુ, પિત્તળ, ચાંદીના ઘરેણાં ખરીદે છે. હાલના આધુનિક યુગમાં ધનતેરસના દિવસે વાસણો અને ઘરેણાં ઉપરાંત વાહનો, કોમ્પ્યુટર, મોબાઈલ વગેરેની પણ ખરીદી થઈ રહી છે. જોકે, મોટાભાગના લોકો ધનતેરસ પર સોના કે ચાંદીના સિક્કા ખરીદે છે અથવા પિત્તળ અને ચાંદીના વાસણો ખરીદે છે, કારણ કે તેની ખરીદી શુભ માનવામાં આવે છે. આ સિવાય આ દિવસે દિવાળીની પૂજા માટે નવા વસ્ત્રો, લક્ષ્મી-ગણેશની મૂર્તિઓ, રમકડાં વગેરે પણ ખરીદવામાં આવે છે. આ દિવસે આખા ધાણાની થોડી માત્રા પણ ખરીદવામાં આવે છે જેને સાચવીને પૂજા ઘરમાં રાખવામાં આવે છે.

ભારતના જુદા જુદા ભાગોમાં ધનતેરસ વિવિધ રીતે ઉજવવામાં આવે છે. તથા ધન તેરસનું મહત્વ અનેરુ છે. મોટાભાગના સ્થળોએ સાંજે દીવા પ્રગટાવવીને ઘર-દરવાજા, આંગણા, દુકાન વગેરેને શણગારવામાં આવે છે. આ દિવસથી મંદિરો, ગૌશાળાઓ, નદીના ઘાટ, કુવાઓ, તળાવો અને બગીચા વગેરે જેવા તમામ સ્થળો રોશનીથી પ્રકાશિત કરવામાં આવે છે. પશ્ચિમ ભારતના વેપારી સમુદાય માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. મહારાષ્ટ્રના લોકો સૂકા ધાણાના દાણાને પીસીને અને ગોળમાં ભેળવીને ‘નૈવેદ્ય’ તૈયાર કરે છે.

ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો તેમના પશુઓને શણગારી તેમની પૂજા કરે છે.એમાંય ખાસ કરીને ગાય અને બળદ વિગેરે ૫શુઓને શીંગડા રંગી પુજા કરવામાં આવે છે. જયારે ટ્રેકટરનો યુગ નહોતો ત્યારે બળદો માટે આ દિવસ ખૂબ જ માનીતો ગણાતો હતો. બળદને પૂત્ર કરતાં ૫ણ વઘુ આદર કરવામાં આવતો હતો જે ઘીમે ઘીમે લુપ્ત થતો ગયો છે. દક્ષિણ ભારતમાં લોકો ગાયને દેવી લક્ષ્મીનો અવતાર માને છે, તેથી ત્યાંના લોકો ગાય માટે વિશેષ આદર ધરાવે છે. આ પ્રસંગે ગામડાઓમાં લોકો ધાણાના દાણા ખરીદે છે અને તેને ઘરમાં રાખે છે. દિવાળી પછી લોકો તેમના બગીચાઓ અથવા ખેતરોમાં આ બીજ વાવે છે. આ દિવસે લોકો ખેડેલી માટીને દૂધમાં પલાળીને તેમાં સેમરની ડાળી નાખે છે અને સળંગ ત્રણ વખત પોતાના શરીર પર ફેરવીને કુમકુમ લગાવે છે.

મૂળભૂત રીતે ધનતેરસથી બધું ફરી નવું કરવામાં આવે છે, જેના કારણે મનમાં ઉત્સાહ અને ઉત્સાહનો સંચાર થાય છે. ધનતેરશે લક્ષ્મી(ધન)ની પૂજા થાય છે અને સરસ્વતીની પણ પૂજા થાય છે. વ્યાપારીવર્ગનો સંબંધ જમા-ઉધારનો હિસાબ લખવાના ચોપડા સાથે છે, તેથી વેપારી વર્ગ ચોપડાનું પૂજન કરે છે અને ગુરુકુળો વગેરેમાં વિદ્યાના ઉપાસકો પુસ્તકોનું પૂજન કરે છે. વેપારીના ચોપડામાં વર્ષભરનું જમા-ઉધાર સરવૈયું રહે છે. ધનતેરસના દિવસે નવા ચોપડા ખરીદીને તેનું પૂજન કરાય છે. આમ હિન્દુ ઘર્મમાં ધન તેરસનું મહત્વ અનેરૂ છે.

આ ૫ણ વાંચો:- 

હું આશા રાખું છું કે તમને અમારો ધન તેરસનું મહત્વ (dhanteras essay in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. આ લેખમાં આ૫ણે ધન તેરસ નો ઇતિહાસ, ધાર્મિક મહત્વ, ધન તેરસની પૂજા વિધિ વિશે માહિતી મેળવી. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

અહીં ધનતેરસ પર એક સુંદર અને સરળ ગુજરાતી નિબંધ આપવામાં આવ્યો છે:


🪔 ધનતેરસ નિબંધ (Dhanteras Essay in Gujarati)

ભૂમિકા:
ભારતમાં તહેવારોને વિશેષ મહત્વ આપવામાં આવે છે. દિવાળીના પર્વની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસ લોકો માટે સમૃદ્ધિ, આરોગ્ય અને શુભતાનો સંકેત છે.

ધનતેરસ શું છે?
ધનતેરસ દીપાવલિના પ્રથમ દિવસે આવે છે. “ધન” એટલે ધનલક્ષ્મી (સંપત્તિ) અને “તેરસ” એટલે કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી. આ દિવસે ધનવંતરી દેવતાનું પૂજન થાય છે. ધનવંતરી દેવ આયુર્વેદના દેવતા માનવામાં આવે છે.

પૌરાણિક કથા:
ધનતેરસ પાછળની એક કથા મુજબ, સમુદ્રમંથન વખતે ધનવંતરી દેવ ઔષધિઓ અને અમૃત કલશ લઈને બહાર આવ્યા હતા. એટલે આ દિવસે આરોગ્ય અને સંપત્તિ માટે તેમની પૂજા થાય છે.

આ દિવસની વિશેષતાઓ:

  • ધનતેરસના દિવસે લોકો નવા વાસણો, સોનાં-ચાંદીનાં દાગીનાં કે ઉપકરણો ખરીદે છે.

  • ઘરમાં દીવો પ્રગટાવવામાં આવે છે.

  • ધનવંતરી દેવ અને માતા લક્ષ્મીજીની પૂજા થાય છે.

  • આ દિવસે વેપારીઓ પોતાના હિસાબો બંધ કરે છે અને નવા હિસાબ પુસ્તકની શરૂઆત કરે છે.

આધુનિક સમયમાં:
આજના યુગમાં પણ ધનતેરસનો તહેવાર ધૂમધામથી ઉજવાય છે. લોકો શોપિંગ કરે છે, ઑફર્સનો લાભ લે છે અને ઘરોમાં સફાઈ કરે છે.

નિષ્કર્ષ:
ધનતેરસ માત્ર સંપત્તિ મેળવવાનો દિવસ નથી, પણ તે આરોગ્ય, સમૃદ્ધિ અને શુભતાની શરૂઆતનો દિવસ છે. આ દિવસ આપણને શિસ્તપૂર્વક જીવન જીવવાનું સંદેશ આપે છે.


શું તમે આ નિબંધનો છાપો લેવા ઈચ્છો છો અથવા PPT બનાવી દેવી?

Leave a Comment

error: