આવો જાણીએ આપણાં એટલે કે ગુજરાતનાં નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશે. આનંદીબહેન પટેલનાં નિકટના સાથી ગણાતા એવા ભૂપેન્દ્ર પટેલ તા.૧૩/૦૯/૨૦૨૧ના રોજ ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધાં.
Contents
ભૂપેન્દ્ર પટેલ પરિચય (Bhupendra Patel Biography)
પુરુ નામ :- | ભૂપેન્દ્રભાઈ પટેલ |
જન્મ તારીખ :- | 15 જુલાઈ 1962 |
જન્મ સ્થળ :- | શીલજ, અમદાવાદ |
પિતાનું નામ :- | રજનીકાંત પટેલ |
૫ત્ની નું નામ :- | હેતલ પટેલ |
સંતાનો :- | (બે) એક પુત્ર અનુજ પટેલ તથા એક પુત્રી સુહાની પટેલ |
બ્લડ ગ્રુપ:- | A+ |
વ્યવસાય :- | રાજકારણી |
પાર્ટી :- | ભારતીય જનતા પાર્ટી |
૧૬માં મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ :- | ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧થી હાલ ચાલુ |
જન્મ
તેમનો જન્મ 15 જુલાઈ 1962નાં રોજ અમદાવાદમાં થયો હતો. એટલે આપણે એમ કહી શકીએ કે તેઓ ગુજરાતના જ પનોતા પુત્ર છે. તેમનાં પિતાનું નામ રજનીકાંત પટેલ છે. તેમને બે સંતાનો છે – એક પુત્ર અનુજ પટેલ, જે તેમની સાથે જ કામ કરે છે. અનુજ પણ પિતાના પગલે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર જ થયો છે. એમની પુત્રી સુહાની પટેલ એક ડેન્ટિસ્ટ છે. તેનાં લગ્ન પાર્થ પટેલ સાથે થયાં છે, જે ભૂપેન્દ્રભાઈ સાથે એમનાં વ્યવસાયમાં સંકળાયેલા છે.
વ્યવસાય
હવે પ્રશ્ન એ છે કે પુત્ર અને જમાઈ સાથે ભૂપેન્દ્રભાઈ ૫ટેલ કામ શું કરે છે? તો તેઓ કન્સટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ ધોરણ બાર પછી ડિપ્લોમા સિવિલ એન્જિનિયર થયેલા છે અને એમનો પોતાનો કન્સટ્રક્શનનો વ્યવસાય છે. એમની કન્સટ્રક્શન કંપનીનું નામ વિહાન એસોસિએટસ છે. ભૂપેન્દ્રભાઈ અમદાવાદ ખાતે શીલજ વિસ્તારમાં આર્યમાન રેસિડેન્સિમાં રહે છે, જ્યારે એમનાં પુત્રી જમાઈ બોપલ – આંબલી ખાતે રહે છે.
તેત્રીસ વર્ષ પહેલાં ભૂપેન્દ્ર પટેલ ફટાકડા વેચવાના ધંધા સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ ઈ. સ. 1988થી કન્સટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમનાં પત્નીનાં કહેવા મુજબ ઈ. સ. 2000 સુધી તેમનો વ્યવસાય ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો હતો, પરંતુ ઈ. સ. 2001માં આવેલા ધરતીકંપ પછી થોડું નુકસાન ગયું હતું. આ નુકસાનમાંથી બહાર આવતાં તેમને આશરે દસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તેમનાં બનાવેલા ફ્લેટ વેચાવાની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો હતો.
અંગત જીવન
અંગત જીવનમાં પણ તેઓ ખૂબ જ સાલસ સ્વભાવના છે. તેમના સાસુ 91 વર્ષની ઉંમરનાં છે. તેમનાં પત્ની હેતલબેન માતા પિતાનું એકનું એક સંતાન હોવાથી પિતાનાં અવસાન બાદ છેલ્લાં પંદર વર્ષથી હેતલબેનનાં માતા એમની સાથે જ રહે છે. તેમની પાસે એક i 20 કાર અને એક એક્ટિવા ટુ વ્હીલર છે. તેઓ ક્રિકેટ અને બેડમિન્ટન ગેમ્સને પસંદ કરે છે.
આધ્યાત્મિક સફર
તેઓ ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. તેઓ દાદા ભગવાનના અનુયાયી છે. તેમણે પોતાના ઘરમાં જ સીમંધર સ્વામીજીની એક આરસની મૂર્તિ સ્થાપિત કરી છે, જેનાં દર્શન કર્યા વિના તેઓ ઘરની બહાર નીકળતા નથી.
અડાલજ ખાતે આવેલા ત્રિમંદીરની મુલાકાત તેઓ લેતા રહે છે. દાદા ભગવાન ફાઉન્ડેશન ટ્રસ્ટનાં વડા સ્વ. શ્રી નીરુમા હયાત હતાં ત્યારથી ભૂપેન્દ્રભાઈ એમનાં આશિર્વાદનો લ્હાવો લેતા રહ્યા છે. સ્વ. નીરુમાની યાદમાં તેઓ સ્મૃતિચિહ્નરૂપે પોતાના હાથનાં કાંડા પર ‘નીરુમા’ લખેલું રક્ષાસૂત્ર પહેરી જ રાખે છે.
દાદા ભગવાન ફાઉન્ડેશન સાથે તેઓ વીસ વર્ષ કરતાં વધુ સમયથી જોડાયેલા છે. તેમણે પોતે આ ફાઉન્ડેશનની સત્સંગ અને જ્ઞાનવિધીની પ્રવૃત્તિઓમાં દસ – દસ દિવસ સુધી ખડે પગે પોતાની સેવા આપી છે.
દાદા ભગવાન ફાઉન્ડેશનનાં નિયમો મુજબ શ્રી ભૂપેન્દ્ર પટેલ ‘મહાત્મા’નો દરજ્જો મેળવી ચૂક્યા છે. આ નિયમો અનુસાર કોઈને પણ તેમના આચરણ, આચાર કે વિચાર વર્તનથી ખોટું ન લાગે એ નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે.
અડાલજનાં સીમંધર સ્વામી મંદિરનાં સીમંધર સિટીમાં તેઓ પોતાનું એક નિવાસસ્થાન પણ ધરાવે છે. શાંતિ મેળવવા માટે તેઓ અહીં ત્રણ ચાર દિવસનું રોકાણ પણ કરી જાય છે.
નવરાશની પળોમાં તેઓ દાદા ભગવાન તેમજ નીરુમાનાં સત્સંગના પુસ્તકો વાંચે છે.
તેમની સાથે વર્ષોથી જોડાયેલા શ્રી નયન બ્રહ્મભટ્ટનાં કહ્યા મુજબ શ્રી ભૂપેન્દ્ર પટેલ એક સ્પષ્ટ વક્તા છે. જો એમનાથી કામ થાય તો જ તે કામ માટે તેઓ હા કહે છે, નહીં તો સ્પષ્ટપણે ના પાડી દે છે.
ભૂપેન્દ્ર પટેલની રાજકીય સફર
- કડવા પાટીદાર સમાજના હોવા છતા પણ તેઓ સમગ્ર પાટીદાર સમાજના લાડીલા છે.
- અમદાવાદનાં એસ. પી. રિંગ રોડને અડીને આવેલા વિસ્તારમાં ઔડાનાં ચેરમેન તરીકે મહત્ત્વની ભૂમિકા.
- ભૂપેન્દ્ર પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન છે.
- ભૂપેન્દ્ર પટેલ પાટીદારોમાં વગ ધરાવતી સંસ્થાઓ સરદારધામના ટ્રસ્ટી છે.
- ઈ. સ. 2017માં આનંદીબેન પટેલે તેમની જગ્યાએ ભૂપેન્દ્રભાઈનું નામ સૂચવ્યું હતું, આથી ઈ. સ. 2017થી તેઓ આ વિસ્તારનાં ધારાસભ્ય બન્યા હતા.
- ઈ. સ. 1995 – 96, ઈ. સ. 1999 – 2000 અને ઈ. સ.2004 – 06 સુધી મેમનગર નગરપાલિકામાં ચેરમેન હતા.
- અમદાવાદ સ્કૂલ બોર્ડમાં વર્ષ 2008 થી 2010 સુધી ચૅરમૅન તરીકે પણ કાર્યરત હતા.
- ઈ. સ. 2010થી ઈ. સ. 2015 સુધી તેઓ થલતેજ વૉર્ડના કાઉન્સિલર રહ્યા હતા.
- ઈ. સ. 2010થી ઈ. સ. 2015 સુધી તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન હતા.
- ઈ. સ. 2015થી ઈ. સ. 2017 સુધી તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ – AUDAના ચૅરમૅન હતા.
- ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા અને કૉંગ્રેસના શશિકાંત પટેલ સામે 1 લાખ 17 હજારની સરસાઈ સાથે જીત્યા હતા, જે ગુજરાતનાં ઈતિહાસમાં સૌથી મોટી જીત ગણાય છે.
- રાજકીય ક્ષેત્રે ઘણાં વર્ષોથી સક્રિય અને સહુની સાથે તાલમેલથી ચાલતા ભૂપેન્દ્રભાઈ પટેલ, તેમના પરમ પૂજ્ય દાદા ભગવાન માટેના અનન્ય ભક્તિભાવને કારણે વિધાનસભા વિસ્તારમાં ‘દાદા’ તરીકે પણ ઓળખાય છે.
અન્ય અગત્યની માહિતી
કાયમી સરનામુ | આર્યમાન રેસીડેન્સી, કલ્હાર રોડ, શીલજ, અમદાવાદ, ગુજરાત-380059 |
મુખ્યમંત્રી કાર્યાલય સરનામું | સ્વર્ણિમ સંકુલ 1, ત્રીજો માળ નવા સચિવાલય, સેક્ટર 10, ગાંધીનગર, ગુજરાત 382010 |
ઇમેઇલ | [email protected] |
Twitter – ટ્વીટર | https://twitter.com/bhupendrapbjp |
https://www.facebook.com/ibhupendrapatel |
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
આ ૫ણ વાંચો:-
હું આશા રાખું છું કે તમને અમારો ભૂપેન્દ્ર પટેલનું જીવનચરિત્ર (Bhupendra Patel biography in gujarati) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.
ભુપેન્દ્ર પટેલ (Bhupendra Rajnikant Patel) ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી છે. તેમણે 13 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને 12 ડિસેમ્બર 2022ના રોજ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
🧒 પ્રારંભિક જીવન અને શિક્ષણ
-
જન્મ: 15 જુલાઈ 1962, અમદાવાદ, ગુજરાત.
-
શિક્ષણ: તેમણે 1982માં ગવર્નમેન્ટ પોલિટેકનિક, અમદાવાદમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પ્રાપ્ત કર્યો.
-
વ્યવસાય: તેમનો વ્યવસાય બિલ્ડર તરીકે શરૂ થયો અને તેઓ “અનશ કન્સ્ટ્રક્શન” નામની કંપની સાથે સંકળાયેલા છે.
🏛️ રાજકીય કારકિર્દી
-
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ: તેમણે મેમનગર નગરપાલિકા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) જેવી સંસ્થાઓમાં વિવિધ પદો પર સેવા આપી છે.
-
વિધાનસભા સભ્ય: 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત ચૂંટાયા અને 2022માં ફરીથી વિજય પ્રાપ્ત કર્યો.
-
મુખ્યમંત્રી: 2021માં વિજય રૂપાણીના રાજીનામા પછી ભાજપ દ્વારા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા.
🙏 સામાજિક અને ધાર્મિક સંકળાવ
-
તેમણે સરદારધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેવી પાટીદાર સંસ્થાઓ સાથે જોડાણ રાખ્યું છે.
-
અકર્મ વિજ્ઞાન આંદોલનના અનુયાયી છે, જે દાદા ભગવાન દ્વારા સ્થાપિત થયું હતું.
🏆 મુખ્ય સિદ્ધિઓ
-
તેમના નેતૃત્વમાં ગુજરાત સરકારે 2022-2027 માટે નવી IT/ITeS નીતિ શરૂ કરી.
-
ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) માટે સમિતિ રચી, જે રાજ્યમાં આ કોડ અમલમાં લાવવાની પ્રક્રિયા પર કામ કરી રહી છે.
ભુપેન્દ્ર પટેલના શાંત સ્વભાવ અને કાર્યક્ષમતા માટે તેઓ જાણીતા છે. જો તમને તેમના જીવન વિશે વધુ માહિતી જોઈએ તો, કૃપા કરીને જણાવો.