રંગો ના નામ | Color Name In Gujarati

રંગો ના નામ- આ દુનિયા ખૂબ જ રંગબેરંગી છે. તમે રોજ બરોજના જીવનમાં વિવિધ કલરની ચીજવસ્તુ જોઇ હશે. ખરેખર આ પચરંગી દુનિયાને કુદરતે કેટલી સુદર બનાવી છે. ચાલો હવે તમે મનમાં વિચારો કે આ દુનિયામાં દરેક વસ્તુ માત્ર સફેદ કે કાળા રંગની જ હોય. કેવુ લાગ્યુ નથી ગમતુ ને. આ સૃષ્ટિ કુદરતે જેવી બનાવી છે તેવી જ સારી લાગે ખરૂને. તો ચાલો હવે મુળ મુદ્દા પર આવીએ. આજના લેખમાં આપણે વિવિધ રંગોના નામ ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીમાં ભાષામાં જાણીશુ. તદઉપરાંત રંગો વિશેની અન્ય કેટલીક રસપ્રદ માહિતી મેળવીશુ.

અમારો આ બ્લોગ વિધાર્થીઓને આવી અનેક પ્રકારની શેક્ષણિક માહિતી પુરી પાડે છે. જો તમને આ માહિતી ગમે છે. તો તમારા મિત્રો સાથે શેયર અવશ્ય કરશો. ચાલો હવે

રંગો ના નામ તથા તેમના વિશે માહિતી મેળવીએ.

રંગો ના નામ (ગુજરાતીમાં) રંગો ના નામ  (English) રંગો ના નામ (હિન્દીમાં)
સફેદ White सफेद
લાલ Red लाल
વાદળી Blue नीला
લીલો Green हरा
કાળો Black काला
પીળો Yellow पीला
નારંગી Orange नारंगी
ગુલાબી Pink गुलाबी
જાંબલી Purple बैंगनी
કથ્થાઈ Brown भूरा
સોનેરી Golden सुनहरा
ચાંદી રંગ Silver चांदी जैसा रंग
ચળકતો લાલ રંગ Ruby गहरा लाल रंग
નેવી બ્લુ Navy Blue गहरा नीला
માટીનો રંગ Clay मिट्टी का रंग
ઘાટો લાલ રંગ Magenta गहरा गुलाबी रंग
કાંસ્ય રંગ Bronze पीतल रंग
ભૂખરો Grey धुमैला
મરૂન Maroon भूरा लाल रंग
આસમાની રંગ Azure आसमानी रंग
આછો સફેદ Off White धूमिल सफ़ेद
ભૂરાશ પડતા લીલા રંગ Turquoise फ़िरोज़ा
રંગો ના નામ
 રંગો ના નામ

રંગોના પ્રકાર

મૂળભૂત રીતે રંગોને ત્રણ પ્રકારોમાં વિભાજિત કરી શકાય છે

  • ત્રણ પ્રાથમિક રંગો: વાદળી, લાલ, પીળો
  • ત્રણ ગૌણ રંગો: જાંબલી, નારંગી, લીલો
  • છ તૃતીય રંગો: વાદળી- જાંબલી, લાલ- જાંબલી, પીળો-લીલો, લાલ-નારંગી, પીળો-નારંગી, વાદળી-લીલો

ચાલો હવે આ રંગો વિશે કેટલીક રસપ્રદ માહિતી મેળવીએ.

સફેદ રંગ-

વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સફેદ રંગને કોઈ રંગ તરીકે ગણવામાં આવતો નથી. તેને વિજ્ઞાનની ભાષામાં એક્રોમૈટિક (વર્ણહીન) રંગ કહે છે. કાળા અને રાખોડી રંગને પણ રંગો માન્યતા મળેલ નથી.

વિજ્ઞાનની ભાષામાં કોઈ વસ્તુને રંગીન ત્યારે માનવામાં આવે છે. જ્યારે તેની તરંગ લંબાઇ પ્રકાશને પ્રતિબિંબિત કરે છે, એટલે કે, પ્રકાશને પાછો મોકલે છે. ઉદાહરણ તરીકે – લાલ ટોપી પ્રકાશના સ્પેક્ટ્રમના લાલ રંગને પ્રતિબિંબિત કરે છે. અને અન્ય રંગોને શોષી લે છે અને લાલ પ્રકાશ આપણી આંખો સુધી પહોંચાડે છે. તેથી જ આપણે તે ટોપી લાલ રંગની દેખાય છે.

જ્યારે સફેદ ટોપી તેના પર પડતા તમામ પ્રકાશ રંગને પ્રતિબિંબિત કરે છે. તેથી તે આપણને સફેદ દેખાય છે. તેથી જ સફેદ ટોપીને સફેદ રંગની ટોપી કહેવું ખોટું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખોટુ ગણાય, પરંતુ આપણે સામાન્ય વ્યવહારમાં સફેદ રંગ તરીકે માનીએ છીએ.

રંગોની આપણા માન પર ઊંડી અસર પડે છે.અમુક  ચોક્કસ રંગો જોવા આપણને ગમે છે. તો અમુક રંગો જોઈને આપણને ચીડ આવવા લાગે છે અથવા નફરતની લાગણી થાય છે.. એટલા માટે કલાકારો, આર્ટીસ્ટો, ચિત્રકારો, ઇન્ટીરીયર ડીઝાઇનર(આંતરિક સુશોભનકારો) રંગોની પસંદગી ખૂબ કાળજીપૂર્વક કરે છે. રંગોની આપણી લાગણીઓ પર ઊંડી અસર પડે છે. વિવિધ રંગો આપણા ભાવનાઓ અને લાગણીઓને અસર કરે છે. દરેક રંગનો પોતાનો કંઇક સંકેત હોય છે. જેની અસર આપણા મન પર થાય છે.

કાળો રંગ(Black Colour):

કાળો રંગ તમામ રંગોમાં મુખ્ય રંગ માનવામાં આવે છે. તે બધા રંગોને મિશ્રિત કરીને તૈયાર કરવામાં આવેલો રંગ છે, જે અન્ય રંગોની શક્તિઓને નકારી કાઢે છે અને વિમુખતાને વ્યક્ત કરે છે. કાળો રંગ બદલો, નફરત અને સંઘર્ષ દર્શાવે છે. જે લોકો આ રંગને પસંદ કરે છે તેમની પાસે સંજોગો સામે બળવો કરવાની અને હાર ન માનવાની અસાધારણ ક્ષમતા હોય છે. તમસની વૃત્તિનો આ રંગ રક્ષણાત્મક ઢાલ તરીકે પણ વપરાય છે. શિયાળામાં કાળા રંગનો ઉપયોગ અનુકૂળ હોય છે.

વૈજ્ઞાનિકોએ પણ કાળા રંગને ખૂબ મહત્વનો ગણાવ્યો છે. વિજ્ઞાનના મત અનુસાર કાળો રંગ ખૂબ જ ગરમ હોય છે. આ જ કારણે શિયાળામાં કાળા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે કાળો રંગ સૂર્યની ગરમીને શોષી લે છે, જેના કારણે શરીર ગરમ રહે છે. ઘણીવાર ગામડામાં મહિલાઓ રસોઈ બનાવતી વખતે તવાની નીચેની સપાટી પર માટીનો લેપ લગાવે છે, જેના કારણે વાસણની નીચેની સપાટી આગને કારણે કાળી થઈ જાય છે અને તે આગની ગરમીને વધુ પ્રમાણમાં શોષી લે છે. આ રીતે વાસણમાં ગરમી વધુ પ્રમાણમાં મળે છે અને ખોરાક પણ ઝડપથી તૈયાર થઈ જાય છે.

ભારતમાં હિન્દુઓની ધાર્મિક પરંપરામાં કાળો રંગ બહુ શુભ માનવામાં આવતો નથી. કાળો રંગ મૃત્યુ અને શોક સાથે સંકળાયેલો છે, પરંતુ આ રંગ શક્તિ માટે દુષ્ટ આત્માઓ સાથે સંકળાયેલ છે. એટલે કે કાળો રંગ ગંભીરતા અને રહસ્યનું પણ પ્રતીક છે. પ્રાચીન ઇજિપ્તમાં, કાળો રંગ જીવન અને પુનર્જન્મનું પ્રતિનિધિત્વ કરે છે. કાળો રંગ રંગ સ્પેક્ટ્રમના તમામ પ્રકાશને શોષી લે છે.

રંગો ના નામ (Color Name in Gujarati)

પીળો કલર-

ભારતીય પરંપરામાં પીળો રંગ શુભ માનવામાં આવે છે. ફેંગ શુઇએ તેને આત્મા અથવા આધ્યાત્મિકતા સાથે જોડતા આધ્યાત્મિક રંગ તરીકે વર્ણવ્યો છે, ફેંગ શુઇના સિદ્ધાંતો ઊર્જા પર આધારિત છે. પીળો રંગ સૂર્યપ્રકાશનો છે એટલે તે ઉષ્મા શક્તિનું પ્રતીક છે. પીળો રંગ સંવાદિતા, સંતુલન, સંપૂર્ણતા અને એકાગ્રતા પ્રદાન કરે છે.

ઘરના ડ્રોઈંગ રૂમ કે રસોડામાં પીળા રંગનો ઉપયોગ કરવો વધુ ઉચિત છે. આ ઉપરાંત કાર્યસ્થળ અથવા અભ્યાસ રૂમમાં તેનો ઉપયોગ કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે. આ રંગ માનસિક ક્ષમતા અને એકાગ્રતા વધારવામાં ઉપયોગી સાબિત થાય છે.

સ્ટ્રેસ, ચિતા કે ડિપ્રેશનને દૂર કરવામાં પણ પીળો રંગ અસરકારક છે. બેડરૂમ, બાથરૂમ કે આરામ કરવાની જગ્યાએ પીળા રંગનો ઉપયોગ કરવાનું ટાળવુ જોઇએ. આવી જગ્યાએ પીળા રંગનો ઉપયોગ તમને બેચેની અથવા અનિદ્રાનો શિકાર બનાવી શકે છે.

એવું પણ માનવામાં આવે છે કે પીળો રંગ ઉત્સાહ વધારવામાં ઉપયોગી બને છે. પીળો રંગ આપણા મનને વધુ સક્રિય બનાવે છે. પરિણામે, આપણા મગજમાં ઉદ્ભભવતા તરંગો આપણને આનંદની અનુભૂતિ કરાવે છે. જેના કારણે આપણો ઉત્સાહ તો વધે જ છે પરંતુ આપણો આત્મવિશ્વાસ પણ વધે છે.

જ્યારે આપણે પીળા રંગના કપડા પહેરીએ છીએ ત્યારે સૂર્યના કિરણો આપણા મન પર સીધી અસર કરે છે. પરિણામે, આપણા મન પર સકારાત્મક અસર થાય છે. પીળા રંગના ખોરાકના સેવનથી શરીરમાં હાજર હાનિકારક તત્વો દૂર થાય છે.

લાલ રંગ-

લાલ રંગને રકત એટલે કે લોહીનો રંગ પણ કહેવામાં આવે છે, કારણ કે લોહીનો રંગ પણ લાલ જ હોય છે. પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઇને લાલ રંગ કહે છે. જે માનવ આંખ દ્વારા દેખાય છે. તેની તરંગલંબાઇ આશરે 625–740 nm છે. આનાથી વધુ લાંબી તરંગલંબાઇને ઇન્ફ્રારેડ કહેવામાં આવે છે, જે માનવ આંખ વડે જોઇ શકાતો નથી. લાલ એ પ્રકાશનો પ્રાથમિક રંગ છે.

હિન્દુ ધર્મ અનુંસાર લાલ રંગ ઉત્સાહ, ઉમંગ, સાહસ, સૌભાગ્ય અને નવજીવનનો પ્રતિક ગણાય છે. અગ્નિ, રક્ત અને મંગળ ગ્રહનો રંગ પણ લાલ જ હોય છે. હિન્દુ ધર્મમાં નવ વિવાહિત મહિલા લાલ રંગની સાડી કે કપડાં પહેરે છે. પ્રકૃત્તિમાં પણ લાલ રંગ કે તેના રંગ સમુહો વધુ જોવા મળે છે. લાલ રંગ મા લક્ષ્મીને પણ વધુ પસંદ છે મા લક્ષ્મી આપણને લાલ રંગના વસ્ત્રો તેમજ લાલ રંગના કમળ ઉપર બિરાજમાન જોવા મળે છે. રામ ભકત હનુમાનજીને પણ લાલ કે સિદુરી રંગ જ વધુ પસંદ છે એટલે ભકતો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સિંદુર ચઢાવે છે.

લાલ રંગ મહત્વકાંક્ષાઓ અને ઇરાદાઓને મજબુત કરવામાં મદદ કરે છે. લાલ રંગ આત્મવિશ્વાસ વધારે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના બાથરૂમ અને ગટરમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે. એટલે જ આવી નકારાત્મક ઉર્જાથી બચવા માટે લાલ ટુવાલનો ઉપયોગ કરવો જોઈએ. લાલ રંગ તમારી ઈચ્છા શક્તિને વધારે છે.

બેડરૂમમાં લાલ રંગની મીણબત્તીનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી આસપાસના વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જા નાશ પામે છે. ખાસ મહત્વની વાત એ કે હદયરોગ એટલે કે હાર્ટના દર્દીઓ માટે લાલ રંગ સારો માનવામાં આવતો નથી. એટલા માટે કે હદયરોગ એટલે કે હાર્ટના દર્દીઓ લાલ રંગથી દૂર રહેવું જોઈએ.

સ વાંચો વાંચોઃ-

હું આશા રાખું છું કે તમને રંગો ના નામ (Color Name in Gujarati) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલતા નહી.

Leave a Comment

error: