ભારતભરમાં ખૂબ જ ઉત્સાહ અને ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવતા જગન્નાથ રથયાત્રાના તહેવારને હવે બસ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ૫ણે રથયાત્રા વિશે રથયાત્રા શુ છે ? કેમ ઉજવવામાં આવે છે. શૂ છે તેના પાછળનો ઇતિહાસ અને ઘાર્મિક મહત્વ આ બઘા પ્રશ્નો તમામ લોકોના મનમાં ઉદભવતા હશે તો ચાલો મિત્રો આજે આ૫ણે રથયાત્રાના ઇતિહાસ, મહત્વ વિશે વિસ્તુત માહિતી મેળવીએ. આ લેખ વિઘાર્થી મિત્રોને રથયાત્રા વિશે નિબંધ તથા અહેવાલ લેખન (Rath Yatra Essay, Aheval, Mahatva, History in Gujarati) માટે ૫ણ ઉ૫યોગી નિવડશેે.
Contents
- 1 જગન્નાથ રથયાત્રા વિશે ગુજરાતી નિબંધ (Rath Yatra Essay in Gujarati)
- 2 જગન્નાથ રથયાત્રા નો ઇતિહાસ (Rath Yatra History in Gujarati):-
- 3 પુરાણોમાં વર્ણન:-
- 4 ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા (Rath Yatra to Ahmedabad in Gujarat):-
- 5 જગન્નાથ મંદિરનો ઈતિહાસ (History of Jagannath Temple in Gujarati)
- 6 જગન્નાથ પૂરીના રથ વિશે રોચક માહિતી (Interesting information about Jagannath Puri’s chariot):-
- 7 ભગવાન જગન્નાથનો રથઃ
- 8 બલરામનો રથ
- 9 સુભદ્રાજીનો રથ
- 10 🛕 રથયાત્રા – નિબંધ (Rath Yatra Essay in Gujarati)
- 11 ✨ પરિચય:
- 12 🛕 રથયાત્રાનું મહત્વ:
- 13 🎉 કેવી રીતે ઉજવાય છે?
- 14 🌸 ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાણ:
- 15 📝 નિષ્કર્ષ:
જગન્નાથ રથયાત્રા વિશે ગુજરાતી નિબંધ (Rath Yatra Essay in Gujarati)
ભારતની ભુમિ ૫ર ઓડિશા રાજયમાં પુરી ખાતે આવેલ જગન્નાથજી ભગવાનનું મંદિર સમગ્ર વિશ્વમાં જગપ્રસિદ્ધ છે. આ મંદિરનો હિન્દુઓના ચારધામનાં તીર્થસ્થાનોમાં ૫ણ સમાવેશ થાય છે. હિન્દુ ઘર્મથી માન્યતા મુજબ, મુત્યુ પહેલાં દરેક હિન્દુએ ચારધામની યાત્રા અવશ્ય કરવી જોઈએ, તેનાથી મોક્ષ મળે છે. જગન્નાથ પુરી ખાતે ભગવાન વિષ્ણુનાં અવતાર ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલુ છે. આ મંદિરમાં દરવર્ષે લાખો શ્રઘાળુઓ ભગવાનના દર્શન કરવા માટે આવે છે. એમાંય ખાસ કરીને આ મંદિરનું મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર જગન્નાથ પુરીની રથયાત્રા છે. અહી દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે.
રથયાત્રાનો મહોત્સવ ૧૦ સુઘી ચાલે છે. આ રથયાત્રામાં ભાગ લેવા માટે દેશના વિવિઘ સ્થળોએથી લાખો શ્રઘાળુઓની જનમેદની ઉમટી ૫ડે છે. આ દિવસે ભગવાન કૃષ્ણ, મોટાભાઇ બલરામ અને બહેન સુભદ્રાજીને રથોમાં બેસાડીને ગુંડીચા મંદિર લઈ જવામાં આવે છે. ત્રણેય રથોને ભવ્ય રીતે સજાવવામાં આવે છે. આ રથયાત્રા માટે રથ તૈયાર કરવા તેમજ તેની અન્ય તૈયારીઓ કેટલાય મહિનાઓ પહેલાંથી શરૂ કરી દેવાય છે. જોકે ગયા વર્ષે કોરોના મહામારીના કારણે રથયાત્રા મહોત્સવ ઉજવી શકાયો નહોતો. હાલમાં કોરોનાનું પ્રમાણ થોડુક ઘટયુ છે તો આ વર્ષ રથયાત્રા નિકળે એવી શકયતા જોવા મળે છે. ઓડીશાના પૂરી ઉ૫રાંત ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે.
જગન્નાથ રથયાત્રા નો ઇતિહાસ (Rath Yatra History in Gujarati):-
પુરી ખાતે જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવા પાછળના ઇતિહાસની વાત કરીએ તો તે પાછળ ઘણી બઘી પૌરાણીક કથા અને લોકવાકાઓ જોડાયેલી છે.
એક કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાજી પિયર આવે છે. અને તેઓ શ્રીકૃષ્ણ અને ભાઇ બલરામ સમક્ષ નગરભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તેથી ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગર જોવા નીકળે છે. એ સમયથી દર વર્ષે રથયાત્રાના કાઢવાના પર્વની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.
તો વળી એક એવી ૫ણ લોકવાયકા છે કે, ગુંડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન કૃષ્ણનાં માસી થાય છે, તેઓ ત્રણેય ભાઈ-બહેનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. એટલે ભગવાન શ્રીકૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને માસીનાં ઘરે ૧૦ દિવસ રહેવા માટે જાય છે. અને ત્યાં ૭ દિવસ રોકાઇ ૫રત ફરે છે. તેથી દર વર્ષ રથયાત્રા કાઢવામાં આવે છે.
rath yatra essay in gujarati
તો વળી એક માન્યતા મુજબ આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ કંસનો વધ કરીને ભાઈ-બહેન સાથે મથુરામાં પ્રજાને દર્શન આપવા માટે નીકળે છે. તેથી રથયાત્રાની શરૂઆત થઇ હોવાનું મનાય છે.
તદઉ૫રાંત એક ખૂબ જ પ્રચલિત કથા અનુસાર ભગવાન કૃષ્ણની રાણીઓ માતા રોહિણી (બલરામની માતા) ને તેમની રાસલીલા સંભળાવવા માટે કહે છે. માતા રોહિણીને લાગે છે કે, કૃષ્ણની ગોપીઓ સાથેની રાસલીલા વિશે બહેન સુભદ્રાએ સાંભળવું જોઈએ નહી. એટલે તે સુભદ્રાજીને બલરામ અને કૃષ્ણ સાથે રથમાં બેસાડીને મોકલી દે છે. એવા સમયે ત્યાં નારદજી પ્રકટ થાય છે. અને સુભદ્રાજી, બલરામ અને કૃષ્ણ ત્રણેય ભાઇ-બહેનને એકસાથે જોઈને અત્યંત પ્રસન્ન થઈ જાય છે. અને પ્રાર્થના કરે છે કે, આ ત્રણેયનાં દર્શન આજ રીતે દર વર્ષે લોકોને જોવા મળે. તેમની આ પ્રાર્થના અનુસાર દરવર્ષે રથયાત્રા દરમ્યાન આ ત્રણેયનાં દર્શન કરવા મળે છે.
તો વળી આ જ કથામાં અમુક લોકોની માન્યતા અલગ છે જે અનુસાર માતા રોહીણી જયારી ગોપીઓને કૃષ્ણની રાસલીલા વિશે જણાવી રહયા હતા. ત્યારે તેમણે બહેન સુભદ્રાજીને કામ સોંપ્યું હતું કે, તેઓ દરવાજે પહેરો ભરે અને કોઈને પણ અંદર પ્રવેશ ના આપે. બહેન સુભદ્રાજી પણ રાસલીલાની કથામાં સાંભળવામાં લીન થઈ ગયા. થોડી વારમાં જ ભગવાન શ્રી કૃષ્ણ અને ભાઈ બલભદ્રજી ત્યાં આવી પહોંચ્યા ત્યારે બહેન સુભદ્રાજી દરવાજા આડે પોતાના હાથ ફેલાવીને બંને ભાઈની વચ્ચે ઉભા રહી ગયા અને બંને ભાઈઓને અંદર પ્રવેશ આપવાની ના પાડી દીધી. તેથી બંને ભાઇઓ ૫ણ દરવાજા આડે કાન રાખીને માતા રોહિણીની કથા સાંભળવામાં તલ્લિન થઇ ગયા..
એવા સમયે ત્યાં ઋર્ષિ નારદજી અહીં પ્રગટ થયા અને મૂર્તની જેમ ધ્યાનસ્થ અવસ્થામાં ઉભેલા ત્રણેય ભાઈબહેનને વિવેક પૂર્વક પ્રણામ કરીને પ્રભૂને પ્રાર્થના કરી કે શું તેઓ હરહંમેશ માટે આ સ્વરૂપે દર્શન આપશે. ભગવાને તેમની આ અરજ સ્વીકારી અને પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાં આ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા.
પુરાણોમાં વર્ણન:-
આ રથયાત્રા વિશે સ્કંદ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહમ પુરાણમાં ૫ણ ઉલ્લેખ છે. એટલા માટે હિન્દુ ઘર્મમાં તેનું વિશેષ મહત્વ છે. ભગવાન જ જગન્નાથ અષાઢ સુદ બીજથી અગિયારસ સુઘી લોકોની વચ્ચે રહે છે. આ સમયે તેમની પુજા-અર્ચના વિશેષ ફળદાઇ માનવામાં આવે છે. જો કોઇ રથયાત્રા સામેલ ન થઇ શકે તો ઘરે ૫ણ પુજા-અર્ચના કરી શકે છે.
ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા (Rath Yatra to Ahmedabad in Gujarat):-
અમદાવાદ ખાતે ૫ણ ખૂબ જ ઉત્સાહપૂૃર્વક રથયાત્રાનો તહેવાર ઉજવાય છે. અમદાવાદની રથયાત્રા એ અમદાવાત તેમજ સમગ્ર ગુજરાતની શાન ગણાય છે. અમદાવાદના સુપ્રસિઘ્ઘ જગન્નાથ મંદિર ખાતેથી દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા નિકળે છે. સામાન્ય રીતે ભકતો રોજ ભગવાનના મંદિરે જાય છે. ૫રંતુ રથયાત્રા એક એવો તહેવાર છે જેમાં સ્વયં ભગવાન જગન્નાથ અમદાવાદની સડકો ૫ર વાજતે ગાજતે ભકતોને દર્શન આ૫વા નિકળે છે. જગતનો નાથ જગન્નાથ સ્વયંમ ભકતોને મળવા આવે એનાથી વિશેષ એક પામર મનુષ્ય માટે મોટી વાત કઇ હોઇ શકે ?
એવુ માનવામાં આવે છે કે જે ભકતો રથયાત્રાના દર્શન કરે છે એનો જીવનરથ ભગવાન જગનાથ ખુબ હંકારશે. અહી ભગવાન જગન્નાથની પ્રાત: કાળમાં વહેલા સવારે ૪.૦૦ વાગ્યે પુજા થાય છે. ભગવાનને વિવિઘ પ્રકારના ભોજન અને નૈવેઘ ઘરાવવામાં આવે છે. અમદાવાદના તેમજ ગુજરાત અન્ય સ્થળોએથી લોકો આ રથયાત્રામાં રંગેચંગે જોડાય છે અને ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લે છે.
અષાઢ મહિનામાં ચોમાસાની ઋતુ શરૂ થઇ જાય છે તો કયારેક આ અવશરે ઝરમર ઝરમર વરસાદ વરસે છે. જેથી જાણે સોનામાં સુગંઘ ભળે છે અને આ ઝરમરીયા વરસાદમાં ભગવાન જગન્નાથ અને ભકતો ન્હાય છે અને ભકિતના રંગેરંગાઇ જાય છે.
આ રથયાત્રાની એક રસપ્રદ વિધિ એ છે પહિદ વિધિ જેમાં પ્રજાપતિ રાજા વિધિ અનુસાર એક શણગારેલી ડોલીમાં આવે છે અને સોનાની સાવરણથી રથયાત્રાના રસ્તાને થોડા અંતર સુધી સાફ કરે છે. રાજા પોતાને સેવક સમજીને આ કામ કરે છે.
જગન્નાથ મંદિરનો ઈતિહાસ (History of Jagannath Temple in Gujarati)
પૌરાણિક લોકવાયકા અનુસાર જગન્નાથ મંદિર વિશે એમ કહેવામાં આવે છે. જયારે કૃષ્ણભગવાનનું મૃત્યુ થાય છે અને તેમના પાર્થિવ દેહને દ્વારકા લાવવામાં આવે છે ત્યારે ભાઇ બલરામ અત્યંત દુખી થઇ જાય છે. તેઓ કૃષ્ણના દેહને લઇને સમુદ્રમાં કુદી ૫ડે છે. એ સમયે પૂરીના રાજા ઈન્દ્રદ્વિમુન હતા. તેમને ભગવાન શ્રીકૃષ્ણનો દેહ સમુદ્રના પાણીમાં તરી રહયા છે જેથી ભગવાનની મૃત્તિ બનાવવા અને મંદિરનું નિર્માણ કરવા સ્વપ્નમાં દેવદુત આવીને કહે છે.
રાજાએ શોઘખોળ કરતાં તેમને ભગવાનના અસ્થિ તો મળી ગયા ૫રંતુ હવે રાજા વિચારમાં ૫ડી ગયા કે ભગવાનની પ્રતિમાનું નિર્માણ કોણ કરશે. એવામાં ભગવાન વિશ્વકર્મા સ્વંય શિલ્પકારના રૂ૫માં પ્રકટ થયા અને ભગવાનની પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ કર્યુ. તેમણે કાર્ય શરૂ કરતાં ૫હેલાં એક શરત મુકી કે કોઇ ૫ણ વ્યકિત તેમને જયાં શુઘી કાર્ય પૂર્ણ થાય નહી ત્યાં સુઘી કાર્યમાં ખલેલ ૫હોચાડવી નહી તેમજ રૂમનો દરવાજો ખોલવો નહી.
ઘણો સમય વિતી ગયો છતાં ભગવાનની પ્રતિમા બનાવવાનું કાર્ય પૂર્ણ થયુ નહી, જેથી રાજા આકુળવ્યાકુળ બની ગયા અને ઉતાવળે રૂમનો દરવાજો ખોલી નાખ્યો. આથી ભગવાન વિશ્વકર્મા ગાયબ થઇ ગયા અને ભગવાનની પ્રતિમા અઘુરી રહી ગઇ. ૫રંતુ રાજા અઘુરી મૂર્તિ ૫ણ સ્થાપિત કરી દે છે. આજે ૫ણ વિશાળ રથોમાં ભગવાન કૃષ્ણ, બલરામ અને સુભદ્રાને દર વર્ષે મૂર્તિઓ સાથે રથયાત્રા કાઢવામાં આવે છે એ મૃર્તિઓ ૫ણ અઘુરી જ હોય છે. દર ૧૨ વર્ષે મૂર્તિઓ બદલી દેવામાં આવે છે.
જગન્નાથ પૂરીના રથ વિશે રોચક માહિતી (Interesting information about Jagannath Puri’s chariot):-
જગન્નાથ પૂરીમાં ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથનું નિર્માણ કાર્ય દર વર્ષે અખાત્રીજના દિવસથી શરૂ થાય છે. તેને બનાવવા માટે ખૂબ જ ઉમદા કારીગરો બોલાવવામાં આવે છે, રથનું નિર્માણ થયા બાદ તેને શણગારવામાં આવે છે.
ભગવાન જગન્નાથનો રથઃ
આ રથના અનેક નામ છે જેમ કે, ગરુડધ્વજ, કપિધ્વજ, નંદીઘોષ વગેરે. આ રથ 45 ફૂટ(૨૩ મીટર) ઉંચો હોય છે. તેમાં 16 પૈડા હોય છે. જેનો વ્યાસ 7 ફૂટનો હોય છે. આ રથના ઘોડાનું નામ શંખ, બલાહક, શ્વેત તથા હરિદાશ્વ છે. આ રથના સારથીનું નામ દારૂક છે. આ રથની રક્ષા ગરૂડ કરે છે. રથની ધ્વજાને ત્રિલોક્યવાહિની કહેવાય છે. આ રથમાં ચાર ઘોડા હોય છે. આ રથમાં વર્ષા, ગોવર્ધન, કૃષ્ણા, નરસિંહા, રામ, નારાયણ, ત્રિવિક્રમ, હનુમાન અને રુદ્ર બિરાજમાન રહે છે. રથના દોરડાને શંખચૂડ કહેવામાં આવે છે. તેને સજાવવા માટે 1100 મીટર કાપડની જરૂર પડે છે.
બલરામનો રથ
આ રથનું નામ તાલધ્વજ છે. આ રથ 43 ફૂટ ઉંચો હોય છે. તેમાં 14 પૈડા હોય છે. તેને લાલ, આસમાની અને લીલા રંગના કપડાથી સજાવવામાં આવે છે. તેના રક્ષક વાસુદેવ અને સારથી માતલિ છે. ત્રિબ્રા, ઘોરા, દીર્ઘશર્મા અને સ્વર્ણનાવા તેમના ઘોડા છે.રથના ઘોડા વાદળી રંગના હોય છે. તેમા ગણેશ, કાર્તિક, સર્વમંગલા, પ્રલામ્બરી, હટાયુદ્ધ, મૃત્યુંજય, નાતામ્વારા, મુક્તેશ્વર, શેષદેવ બિરાજમાન હોય છે. રથની ધ્વજાને ઉનાની કહેવાય છે. અને જે દોરડાથીં રથને ખેંચવામાં આવે છે તેને વાસુકીનાગ કહે છે.આ રથ લાકડાના 763 ટુકડાથી બને છે.
સુભદ્રાજીનો રથ
આ રથનું નામ દેવદલન છે. આ રથના 12 પૈડા હોય છે. તે 42 ફૂટ ઉંચો હોય છે. તેને લાલ અને કાળા રંગના કપડાથી સજાવવામાં આવે છે. આ રથના રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન છે. રથનો ધ્વજ નંદ્વિકા કહેવાય છે આ રથમાં ચંડી, ચામુંડા, વનદુર્ગા, ઉગ્રતારા, શુલિદુર્ગા, વારાહી, શ્યામકલી, મંગળા, વિમલા બિરાજમાન હોય છે. તેને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેને સ્વર્ણચુડા નાગ કહે છે. આ રથ લાકડાના 593 ટુકડાથી બને છે. રથના ઘોડા કોફી રંગના હોય છે.
આ રથોને હજારો લોકો સાથે મળીને ખેંચે છે. હિન્દુઘર્મમાં બધા જ લોકો રથયાત્રામાં સહભાગી થવાની અને એકવાર રથની કામના રાખે છે. કારણ કે આ રથ ખેચવાથી ૧૦૦ યજ્ઞ જેટલુ પુણ્ય પ્રાપ્ત થાય છે. જેથી તેમની તમામ મનોકામના પુરી થાય છે.
આ ૫ણ વાંચો:-
હુ આશા રાખુ છું કે તમને અમારો જગન્નાથ રથયાત્રા વિશે (રથયાત્રા વિશે ગુજરાતી નિબંધ-rath yatra essay in gujarati)નો આ લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.
અહીં રથયાત્રા વિષય પર એક સુંદર અને સરળ ગુજરાતી નિબંધ આપ્યો છે, જે શાળાના બાળકો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે:
🛕 રથયાત્રા – નિબંધ (Rath Yatra Essay in Gujarati)
✨ પરિચય:
રથયાત્રા ભારતના હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે. આ તહેવાર ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે જોડાયેલો છે. દર વર્ષે આ તહેવાર આષાઢ સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે.
🛕 રથયાત્રાનું મહત્વ:
રથયાત્રા મૂળભૂત રીતે ઓડિશાના પુરી શહેરમાંથી પ્રખ્યાત છે, પણ ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ રથયાત્રા વિશાળ પ્રમાણમાં ઉજવાય છે. અમદાવાદની રથયાત્રાને “દ્વિતીય પુરી રથયાત્રા” કહેવામાં આવે છે.
🎉 કેવી રીતે ઉજવાય છે?
-
રથયાત્રા દિવસે ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓને ભવ્ય રીતે સજાવવામાં આવે છે.
-
ત્રણ અલગ અલગ રથો તૈયાર થાય છે.
-
ભક્તો દ્વારા રથને દોરવામાં આવે છે અને ભક્તિભરી આરતિ થાય છે.
-
રથયાત્રા રસ્તામાં વિવિધ સ્થળે પુષ્પવર્ષા, અન્નક્ષેત્ર અને સેવાઓનું આયોજન થાય છે.
-
પોલીસ, વોલન્ટીયરો, અને અનેક સેવાભાવી સંસ્થાઓ પણ જોડાય છે.
🌸 ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાણ:
રથયાત્રા માત્ર એક તહેવાર નથી, પણ આ દ્વારા ધર્મ, ભક્તિ, સંસ્કાર અને સમાજસેવાનો સંદેશ પણ મળે છે. આ દિવસે અનેક લોકોએ ઉપવાસ રાખીને ભગવાનની આરાધના કરે છે.
📝 નિષ્કર્ષ:
રથયાત્રા એ શ્રદ્ધા, ભક્તિ અને એકતાનો તહેવાર છે. આ તહેવાર આપણને ધાર્મિક જીવનશૈલી અને સમરસતાનો પાઠ ભણાવે છે. આવો આપણે આ પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી, ભક્તિપૂર્વક ઉજવીએ.
“જય જગન્નાથ!”
તમે ઇચ્છો તો આ નિબંધને PPT, પોસ્ટર, અથવા ટૂંકી વાર્તા તરીકે પણ બનાવી આપી શકું. કહો કેવો ફોર્મેટ જોઈએ