આજે એવા મહાન ક્રાંતિકારી વિશે માહિતી મેળવીશુુ કે જેઓ દેશને આઝાદી અપાવવા માટે ૨૩ વર્ષની ભર યુવાનીમાં ફાંસીના માંચડે ચડી ગયા હતા. તો ચાલો શિવરામ હરી રાજગુરુ વિશે વિગતે માહિતી મેળવીએ.
Contents
- 1 રાજગુરુનો જીવન૫રિચય
- 2 રાજગુરુનો જન્મ:-
- 3 આઝાદીની ચળવળમાં ભાગ:-
- 4 ફાંસીની સજા:-
- 5 ફાંસીની પ્રતિક્રિયાઓ:-
- 6 વારસો અને સ્મારકો:-
- 7 રાજગુરુનગર:-
- 8 રાજગુરુવાડા:-
- 9 કોલેજ:-
- 10 કેટલીક અન્ય વાતો:-
- 11 🇮🇳 શિવરામ હરિ રાજગુરુ | દેશભક્ત રાજગુરુનો જીવનચરિત્ર
- 12 ✨ પરિચય:
- 13 📌 મુખ્ય માહિતી:
- 14 🏹 ક્રાંતિની શરૂઆત:
- 15 🔥 સાંડોर्स હત્યા કેસ:
- 16 ⚖️ ગ્રાફતારી અને શહીદી:
- 17 🏵️ શહીદ રાજગુરુની યાદમાં:
- 18 ✅ નિષ્કર્ષ:
રાજગુરુનો જીવન૫રિચય
પુરુ નામ :- | શિવરામ હરી રાજગુરુ |
ઉ૫ નામ | રઘુનાથ એમ. મહારાષ્ટ્ર |
જન્મ તારીખ :- | ૨૪ ઓગષ્ટ ૧૯૦૮ |
જન્મ સ્થળ :- | પૂર્ણે મહારાષ્ટ્ર |
પિતાનું નામ :- | હરી નારાયણ |
માતાનું નામ :- | પાર્વતીબાઇ |
વ્યવસાય :- | સ્વાતંત્ર્ય સેનાની |
મૃત્યુ | ૨૩ માર્ચ ૧૯૩૧ |
દેશની આઝાદી માટે માત્ર 23 વર્ષની વયે ફાંસી પર લટકી જનાર શહીદ રાજગુરુ વિશે આજે જાણીએ. તેઓ મુખ્યત્વે જોન સોન્ડર્સ નામના બ્રિટિશ પોલીસ અધિકારીની હત્યામાં તેમની સંડોવણી માટે જાણીતા હતા.
રાજગુરુનો જન્મ:-
રાજગુરુનો જન્મ 24 ઓગસ્ટ 1908ના રોજ ખેડ ખાતે પાર્વતી દેવી અને હરિનારાયણ રાજગુરુને ત્યાં મરાઠી દેશસ્થ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ખેડ પુણે નજીક ભીમા નદીના કિનારે આવેલું ગામ છે. તેમનું આખું નામ શિવરામ હરિ રાજગુરુ હતું. તેઓ માત્ર છ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું અને પરિવારની જવાબદારી તેમના મોટા ભાઈ દિનકર પર આવી ગઈ. તેમણે પ્રાથમિક શિક્ષણ ખેડ ખાતે મેળવ્યું અને બાદમાં પુણેની ન્યુ ઈંગ્લિશ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. તેઓ નાની ઉંમરે સેવાદળમાં જોડાયા. તેમણે ઘટપ્રભા ખાતે ડૉ. એન.એસ. હાર્ડિકર દ્વારા આયોજિત તાલીમ શિબિરમાં હાજરી આપી હતી.
આઝાદીની ચળવળમાં ભાગ:-
તેઓ હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્ય હતા. તેઓ ઈચ્છતા હતા કે ભારત બ્રિટિશ શાસનમાંથી કોઈપણ રીતે મુક્ત થાય. રાજગુરુ ભગતસિંહ અને સુખદેવના સાથી બન્યા હતા અને 17 ડિસેમ્બર 1928ના રોજ લાહોરમાં બ્રિટિશ પોલીસ અધિકારી જોન સોન્ડર્સની હત્યામાં ભાગ લીધો હતો. તેમની ક્રિયાઓ લાલા લજપત રાયના મૃત્યુનો બદલો લેવા માટે હતી જેઓ પંદર દિવસ પછી મૃત્યુ પામ્યા હતા. સાયમન કમિશનનો વિરોધ કરતી કૂચ દરમિયાન પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહીના પરિણામે લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું. એનો બદલો લેવા માટે ક્રાંતિકારીઓએ કરેલ કાર્યવાહીની સજાના ભાગરૂપે ઈ. સ.1929માં દાખલ કરવામાં આવેલા નિયમનની જોગવાઈઓ હેઠળ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ અને 21 અન્ય સહ-કાવતરાખોરો સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. ત્રણેયને આરોપો માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ માટે 24 માર્ચ 1931નો દિવસ તેમની સજાનાં દિવસ તરીકે પસંદ કરાયો હતો.
ફાંસીની સજા:-
24 માર્ચે ફાંસી આપવા માટે નિર્ધારિત કરાયો હોવાં છતાં લોકોની ઉશ્કેરણી જોઈને આ ત્રણ સ્વાતંત્ર્ય સેનાનીઓને એક દિવસ પહેલાં જ, એટલે કે 23 માર્ચ 1931નાં રોજ ફાંસી આપવામાં આવી હતી. પંજાબના ફિરોઝપુર જિલ્લામાં સતલજ નદીના કિનારે હુસૈનીવાલામાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ફાંસીની પ્રતિક્રિયાઓ:-
પ્રેસ દ્વારા ફાંસીની બહોળા પ્રમાણમાં જાણ કરવામાં આવી હતી, કારણ કે તે કરાચી ખાતે કોંગ્રેસ પક્ષના વાર્ષિક અધિવેશનની પૂર્વસંધ્યાએ થઈ હતી. ધ ન્યૂયોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો: યુનાઈટેડ પ્રોવિન્સના કાનપોર શહેરમાં આતંકનું શાસન અને કરાચીની બહાર એક યુવક દ્વારા મહાત્મા ગાંધી પર હુમલો એ આજે ભગતસિંહ અને બે સાથી હત્યારાઓને ફાંસી આપવાના ભારતીય ઉગ્રવાદીઓના જવાબો પૈકીના એક હતા.
વારસો અને સ્મારકો:-
આ ત્રણેય શહીદોની યાદમાં બનાવેલું રાષ્ટ્રીય શહીદ સ્મારક ભારતમાં પંજાબના ફિરોઝપુર જિલ્લામાં હુસૈનીવાલા ખાતે આવેલું છે. લાહોર જેલમાં ફાંસી આપ્યા પછી, શિવરામ રાજગુરુ, ભગત સિંહ અને સુખદેવ થાપરના મૃતદેહોને અહીં ગુપ્ત રીતે લાવવામાં આવ્યા હતા અને સત્તાવાળાઓ દ્વારા તેઓનો અહીં અનૌપચારિક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. દર વર્ષે 23 માર્ચે તેમને યાદ કરીને શહીદ દિવસ મનાવવામાં આવે છે અને સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
રાજગુરુનગર:-
શિવરામ રાજગુરુના સન્માનમાં તેમના જન્મસ્થળ ખેડનું નામ બદલીને રાજગુરુનગર રાખવામાં આવ્યું છે. રાજગુરુનગર એ મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લાના ખેડ તાલુકામાં આવેલું વસ્તી ગણતરીનું શહેર છે.
રાજગુરુવાડા:-
રાજગુરુનો જન્મ જ્યાં થયો હતો એ સ્થળ એટલે રાજગુરુવાડા. 2,788 ચોરસ મીટર જમીનમાં ફેલાયેલું આ સ્થળ પુણે-નાસિક રોડ પર ભીમા નદીના કિનારે આવેલું છે. શિવરામ રાજગુરુના સ્મારક તરીકે તેની જાળવણી કરવામાં આવી રહી છે. એક સ્થાનિક સંસ્થા, હુતાત્મા રાજગુરુ સ્મારક સમિતિ (HRSS), ઈ. સ. 2004થી પ્રજાસત્તાક દિવસે અહીં રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.
કોલેજ:-
શહીદ રાજગુરુ કોલેજ ઓફ એપ્લાઇડ સાયન્સ ફોર વુમન, વસુંધરા એન્ક્લેવ, દિલ્હીમાં સ્થિત છે અને તે દિલ્હી યુનિવર્સિટીની ઘટક કોલેજ છે.
કેટલીક અન્ય વાતો:-
રાજગુરુ અને જ્યારે ફાંસીની સજા અપાઈ ત્યારે તેમની સામે તેમની મોટી બહેન સુશીલાદીદી ઊભેલા હતા. રાજગુરુ ને પોતાના શરીર પર પડેલા ઘા ના નિશાન બનાવવા માટે કહ્યું હતું પરંતુ એમની દીદીની ઘણી વિનવણી છતાં રાજગુરુએ એમને એક પણ ઘા નહોતા બતાવ્યાં.
રાજગુરુ એક સારા પહેલવાન હતા સાથે-સાથે સંસ્કૃતના પણ તેઓ મોટા વિદ્વાન હતા. તર્કશાસ્ત્ર અને લઘુ સિદ્ધાંત કૌમુદી માં પણ તેઓ વિદ્વાન હતા.
કાશીમાં રહીને સંસ્કૃતનો અભ્યાસ તેમણે કર્યો હતો અને આ અભ્યાસને અંતે તેમને સર્વોચ્ચ એવી ડિગ્રી ‘ઉત્તરા’ મળવાની જ હતી અને તે લીધા વગર જ તેઓ ક્રાંતિકારી ચળવળમાં જોડાઈ ગયા.
એક દિવસ રાજગુરુની માતાએ તેમના હાથમાં પિસ્તોલ જોઈને કહ્યું હતું કે, “આપણાં જેવાં પંડિતોનાં હાથમાં પિસ્તોલ ન શોભે.” ત્યારે રાજગુરુનો જવાબ હતો, “મા, જ્યારે દેશ અને ધર્મ મુશ્કેલીમાં હોય ત્યારે શસ્ત્રો જ કામમાં આવે છે. અંગ્રેજો આપણાં દેશ માટે મુસીબત બની ચૂક્યા છે, એટલે શસ્ત્ર ઉઠાવવા જ પડશે.”
તેઓ વીર સાવરકર દ્વારા લખવામાં આવેલ ‘હિંદુ પદપદ શાહી’થી ખૂબ જ પ્રભાવિત હતા.
દેશની આઝાદી માટે આટલી નાની ઉંમરે ફાંસીએ ચડનાર વીર શહીદને વંદન🙏
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
હું આશા રાખું છું કે તમને અમારો રાજગુરુનો જીવન૫રિચય વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.