વસંતઋતુ વિશે નિબંધ | વસંત નો વૈભવ નિબંધ

આજનો આ૫ણો લેખ ઋતુઓનો રાજા એવી વસંતઋતુ વિશે નિબં લેખનનો છે. આ લેખનો ઉ૫યોગ વિઘાર્થીમિત્રો વસંત નો વૈભવ અથવા ઋતુરાજ વસંત અથવા તાજગી ના ઢગલા ઠાલવતી વસંત અથવા વસંત વનમાં અને જનમાં અથવા બહાવરી વસંત આવી રે અથવા વનાંંચલે વસંત અથવા વાયરા વાયા વસંતના આ પૈકી કોઇ૫ણ નિબંઘ લેખનમાં ૫ણ કરી શકે છે.

મુદ્દા:- પ્રસ્તાવના – વસંતનો વૈભવ- વસંતનું માદક વાતાવરણ- વસંતની માનવજીવન ૫ર અસર-વસંત એક અજોડ ઋતુ- કવિઓની પ્રિય ઋતુ- ઉપસંહાર

વસંતઋતુ વિશે નિબં

કુદરતે આપણને ઋતુઓની રમ્ય વિવિધતા બક્ષી છે. શિયાળો ઉનાળો અને ચોમાસું એ ત્રણ મુખ્ય ઋતુઓ છે. અને હેમંત, શિશિર, વસંત, ગ્રિષ્મ, વર્ષા અને શરદ આ છ પેટા ઋતુઓ છે. ઋતુઓ આપણા જીવનને વિવિધતાથી ભરી દે છે. પ્રત્યેક ઋતુના તેના આગવા રંગ-રૂ૫ અને સૌદર્ય હોય છે, તેમાં પણ વસંત તો ઋતુરાજ છે. બધી ઋતુઓમાં વસંતઋતુના સૌદર્યની તો વાત જ નિરાળી છે!

જયારે એમ કહેતા હોય કે ઋતુઓમાં હું વસંત છું, ત્યારે આ નિરાળી એવી ઋતુનું સ્થાન આપણાં જીવનમાં કેટલું ઉચું હોય ? વસંત એટલે જ તો બસ, રંગ અને ઉમંગ. આ ઋતુ તો સોળે કળાએ ખીલી જ ઉઠે છે, પણ ત્યારે તે સાથે- સાથે માનવીના હૈયા પણ હિલોળા લેવા લાગે છે.વસંતનો માદક વૈભવ કવિઓની કલમ અને ચિત્રકારની પીંછી ને સર્જનની અવનવી કેડીયુ તરફ દોરી જાય છે એટલે જ  મનોજ ખંડેરિયા એ વસંતનું આવે હું શબ્દચિત્ર આપ્યું છે.

મલયાનિલાની પીંછી ને રંગો ફુલોના લૈ..

દોરી રહયુ છે કોણ આ નકશા વસંતના?

આમ વસંતઋતુની શરૂઆત વસંતપંચમીના દિવસથી થાય છે. વસંત ૫હેલાં શિશિર આવે છે. શિશિરમાં બઘા જ વૃક્ષોના પાંદડા સુકાઇને ખરી ૫ડે છે. પછી તરત જ  રૂમઝુમ ૫ગલે વસંતનું આગમન થતાં વૃક્ષો પાછા ખીલી ઉઠે છે. જાણે આ સુકાઇ ગયેલા વનસ્પતિમાં સંજીવની છંટાય છે વૃક્ષોમાં નવચેતનનો નવયોવનનો સંચાર થાય છે. વૃક્ષો નવ૫લ્લવિત થઇ ઉઠે છે, જાણે કોઇ નવયૌવના

વસંત એ નવસર્જનની ઋતુ છેે. વસંતની શરૂઆત થી જ ધરતીના અંગેઅંગમાં અનેરી સ્ફુર્તી નો સંચાર થાય છે. વસંત ને વધાવવા જાણે ઉત્સવ જેવું વાતાવરણ જામે છે વાસંતી વાયરાના સુકાઇ ગયેલા વૃક્ષો અને વેલાઓ માં નવું ચેતન ભરે છે. વસંતના આગમન સાથે જ વૃક્ષો ના દેહમાં નવો પ્રાણ પ્રગટે છે. તેમની ડાળીએ ડાળીએ કૂં૫ળો ફૂટે છે. આંબા ૫ર મબલક મંજરીઓ મોરી ઉઠે છે. ખાખરાના વૃક્ષો પર કેસુડાના લાલચટક ફૂલો ખીલી ઊઠે છે. કમળના ફૂલોથી સરોવર શોભી ઊઠે છે. .વસંતઋતુમાં ઉ૫વનોમા રંગબેરંગી અને સુગંઘી પુષ્પો ખીલી ઉઠે છે. તેમના મનમોહક રંગો અને સુગંધ વસંતના અનુપમ સૌંદર્ય માં ઉમેરો કરે છે.રંગબેરંગી કેસૂડાના ફૂલોનાં કેસરી ઝૂંડ કુદરતની શોભામાં અભિવૃઘ્ઘિ કરે છે. ૫તંગિયા અને મઘમાખીઓ પુષ્પોની આસપાસ ઘુમરાવા લાગે છે. ફુલેફૂલે ભમરા ગૂંજારવ કરે છે. કવિશ્રી મનોજ ખંડેરિયા વસંતની શોભા વર્ણવતાં લખે છે :-

”આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના

ફૂલો એ બીજુ કૈં નથી ૫ગલાં વસંતના”.

ચારે બાજુ વસંતનુ સામાજય છવાઇ જાય છે ભમરા પોતાના મધુર ગુંજારવ થી અને કોયલ તેના કર્ણપ્રિય ટહુકાથી વાતાવરણને ભરી દે છે ખરેખર વસંત ઋતુમાં પ્રકૃતિનું કામણગારો વન પૂર્ણપણે ખીલી ઊઠે છે.

વસંત આપણા તન-મનને તાજગી આપનારી તુ છે વાતાવરણ ખુશનુમા હોય છે. ન વઘારે  ઠંડી કે ન વઘારે ગરમી. આકાશ પણ સ્વચ્છ હોય છે વસંતમાં વરસાદ ન પડે એટલે માખી અને મચ્છરનો ત્રાસ પણ હોતો નથી. વસંત ઋતુમાં ઠંડી અને ગરમી બંનેમાં માફકસર હોય છે. આ ઋતુ ની સમઘારણ આબોહવા જીવસૃષ્ટિને માટે આહલાદક હોય છે.  શીતળ વાસંતી લહેરો અને સૂર્યનાં કોમળ કિરણોનો સ્પર્શ જીવનને તાજગીથી ભરી દે છે.

આમ તો વસંત એ પ્રકૃતિ ની દ્રષ્ટિ એ ઋતુઓ નો રાજા કહેવાય છે પણ આયુર્વેદ માં  કહીએ તો એ કફ રોગો નો રાજા છે.આયુર્વેદની ચરકસંહિતામાં વસંત ઋતુ માટે નીચેનું સૂત્ર આપ્યું છે.

वसन्ते निचितः श्लेष्मा दिनकृभ्दाभिरितः।

कायाग्नि बाधते रोगास्ततः प्रकुरते बुहन ।।

तस्माद् वसन्ते कर्माणि वमनादीनी।

🌿चरक।सूत्र.6/22🌿

અર્થાત હેમંત ઋતુમાં એટલે કે શિયાળામાં સંચિત થયેલો કફ દોષ વસંત ઋતુમાં સૂર્યના કિરણોથી દ્રવીભૂત થઈને પ્રકોપ પામે છે. વસંતઋતુ એ આ કફને ઓગાળી તેને મળમૂત્ર દ્વારા બહાર કાઢી નાખવાનો ઉત્તમ સમય છે. આ ઋતુમાં ઉપવાસ કરવાથી શરીર નીરોગી તો રહે જ છે સાથે સાથે ઇન્દ્રિયો અને મન પર કાબૂ રહે છે.

વસંતઋતુ માનવ હૃદય પર અનેરૂ કામણ કરે છે એની માદક અસર થી માનવ મન આનંદવિભોર થઈ જાય છે. પ્રાચીન સમયમાં લોકો આ ઋતુમાં સમૂહનૃત્યો કરતા હતા. આ૫ણા લોકસાહિત્યમાં ૫ણ વસંતઋતુનાં નૃત્યગીતોનો અનેરો મહિમા ગવાયો છે. માનવ જીવનમાં વસંત ઋતુ ઉલ્લાસ પ્રેરે છે એની પ્રાકૃતિક શોભા નિહાળીને લોકોના હૈયા આનંદથી ઝુમી ઉઠે છે. આ ઋતુમાં માનવી વિવિધ ઉત્સવો ઉજવીને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. આપણા દેશમાં આ ઋતુમાં વસંત પંચમી હોળી અને ધૂળેટીના ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. આ તહેવારોમાં ચોમેર ઉછળતા અબીલ ગુલાલ માં જીવનનો ઉલ્લાસ છલકે છે ઢોલ ત્રાસા અને મૃદંગના તાલ સાથે ગવાતી વસંત ના ગીતો ની  મીઠી ધૂન  વાતાવરણને અનોખા આનંદથી ભરી દે છે. હોળીમાં અબાલવૃદ્ધ સૌ રંગ અને ગુલાલ વડે મન ભરીને રમે છે લોકો ઢોલ ના તાલે જુમે છે નાચે છે તેમજ વસંતના અને હોળીના ગીત ગાય છે.

આવી આવી વસંતની પૂર્ણિમા પ્રભાળી

વસંત રાણી રમણે ચડી રે લોલ

વસંતઋતુ એ જાણે ધરતીને સ્વર્ગ થી સવાઈ કરી દીઘી છે., દેવોને માનવોના હૈયા મહેકતા કરી દીધા છે.વસંતઋતુના આવા વૈભવ ના લીધે જ તેને ઋતુરાજ વસંત નું બિરુદ મળ્યું છે. એટલે જ વિશ્વભરના કવિઓએ આ ઋતુને ઘણા લાડ લડાવ્યા છે અને વસંતઋતુના સૌંદર્યનાં ખૂબ જ ગુણગાન ગાયા છે કવિએ લખ્યુ છે કે,

હાં રે મારી ક્યારીમાં મહેંક મહેંક મહેંકી

હો રાજ !  કોઈ વસંત લ્યો. વસંત લ્યો.

હિન્દુ ઘર્મના ઘર્મગ્રંથ કે જેને તમામ વિષયોમાં પ્રમાણભૂત ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે, તે ‘શ્રીમદ ભગવદ્ ગીતા’માં અધ્યાય ૧૦માંનાં શ્લોક ૩૫માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે…

‘માસનાં માગેશીર્ષોડહમૃત્નાં કુસુમાકર’

અર્થાત્ : મહિનામાં હું માગસર માસ છું, તો ઋતુઓમાં હું  વસંત છું. કુસુમાકર એટલે ફૂલોનાં ગુચ્છાનું સર્જન કરનાર. એવી આ ઋતુ સુંદરતાનું પ્રતીક છે.  વસંત, શિયાળાની ઠંડીથી ઠૂંઠવાયેલા લોકોને હૂંફ આપે છે. આપણા આયુર્વેદ શાસ્ત્રમાં જણાવાયું છે કે, ‘વસંતે બ્રાહ્ણમ પથ્યમ એટલે કે વસંત ઋતુમાનું ભ્રમણ સર્વથા યોગ્ય છે, પણ તે વિવેક બુધ્ધિ અનુસારનું હોવું જોઈએ. વસંત વર્ષામાં જળ પીધેલાં વૃક્ષોને નવપલ્લવિત કરે છે, નવકુસુમમિત કરે છે.એટલે જ વસંતઋતુમાં વનમાં ભ્રમણ કરવુ જોઇએ.

વસંતઋતુ આપણને જીવનમાં પ્રેમ અને સૌંદર્યનું કેટલું બધું મહત્વ છે તેનો ખ્યાલ આપે છે કેટલાક કવિઓ એને વિલાસની ઋતુ તરીકે પણ ઓળખાવે છે પણ ખરેખર તો એ સ્ફૂર્તિદાયક ઋતુ છે. શરીર માટે ઉત્તમ આ ઋતુ પ્રેમ અને લાગણી દર્શાવવા માટે પણ ઉત્તમ ઋતુ છે. કહેવાય છે કે કામદેવના પુત્રનું નામ વસંત છે. શાસ્ત્રીય સંગીતમાં એક રાગનું નામ વસંત છે. આ ઋતુમાં આવતો પ્રેમ દર્શાવવાનો વિદેશી તહેવાર વેલેન્ટાઇન ડે ભલે જોગાનુજોગ – વસંત ઋતુમાં આવતો હોય પણ એ બહાના હેઠળ તમે પતિ, પત્ની, મિત્ર, સગાં સ્નેહીઓ નિર્દોષ પ્રેમના રસાયણથી મનને તરબતર કરી શકો છો. અને હા લગ્ન ગાળો પણ હવે શરૂ થાય છે તે માણવાનું ભૂલશો નહીં.

વસંત ઋતુ સાથે અન્ય કોઈ ઋતુ ની તુલના થઈ શકે નહીં શરદનું પોતિકું સૌંદર્ય છે તે ખરું પરંતુ વસંતના પ્રાકૃતિક વૈભવ આગળ એ શીતળ સૌંદર્ય ફિક્કું લાગે છે વર્ષાઋતુના વૈભવ કરતાં પણ વસંતનું માદક સૌન્દર્ય વધારે આકર્ષક લાગે છે વસંતઋતુ સમગ્ર પ્રકૃતિ ને નવી તાજગી બક્ષે છે ખરેખર વસંત ઋતુ રાજ છે. કાકા કાલેલકર વસંત વિષે જુઓ શું કહે છે.!

“જેની રહેણી કુદરતથી વિખૂટી થઈ નથી, કુદરતને રંગે જે રંગાય છે તે વસંતનું આગમન વગર કહ્યે અનુભવે છે. નદીના ક્ષીણ પ્રવાહમાં એકાએક ઘોડાપૂર આવેલું જેમ આપણે જોઈએ છીએ તેમ આપણે વસંતને પણ આવતો બરાબર જોઈ શકીએ છીએ.’’

૫રંતુ વસંતના સૌંદર્યને માણવા માટે આપણે ખુલ્લામાં વૃક્ષો પાસે કે બાગ-બગીચા કે જંગલમાં જવું જોઈએ, જો આપણે ઘરની ચાર દિવાલોમાં પૂરાઈ રહીએ અને ટીવી કે મોબાઇલ વગેરે જોવામાં જ વ્યતિત રહીએ તો આપણે વસંતની શોભા નો ખ્યાલ જ શી રીતે આવે. તેથી જ કવિ દલપતરામે આપણને વસંત ઋતુ નો ઠાઠ કેવો હોય છે એ વાત આ પંક્તિઓમાં સમજાવી છે.

રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો

મુકામ તેણે વનમાં જમાવ્યો.

વસંતઋતુએ જીવ અને ઇશ્વરનાં મિલનની પણ ગણાયી છે. ત્યારે આજના લેખને અહી વિરામ આપી ચાલો આ૫ણે ૫ણ કવિઓની કલમે લખાયેલ વસંતનો મહિમા ગાઇએ,

વસંત ઋતુ આવી….

ઋતુ રાજના કરીએ વધામણાં વસંત આવી,

ચમનમાં વેરાયા ફૂલડાં અપાર વસંત આવી.

પંખીડાનો કલશોર ટહુકે કોયલ સૂર લગાવી,

પાન – પાન ચમકી ઉઠ્યા વસંત આવી.

તન અને મનમાં ઉમંગોની તાજગી લાવી,

પ્રકૃતિએ સજ્યા શણગાર વસંત આવી.

માં સરસ્વતીનું પ્રાગટ્ય ને, ભક્તિ લાવી,

કવિઓ ગાય વિદ્યાના ગાન વસંત આવી.

કેસુડાનું વૃક્ષ રંગાયું કેસરિયો રંગ રેલાવી,

ઢોલની તાલે ફાગ ગવાય વસંત આવી.

આ ૫ણ વાંચો

હુ આશા રાખુ છું કે તમને અમારો વસંતઋતુ વિશે નિબં આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આ લેખ ખાસ કરીીને વિઘાર્થીમિત્રોને વસંત નો વૈભવ તથા  ઋતુરાજ વસંત વિશે નિબંઘ લેખન માટે ખુબ જ ઉ૫યોગી નિવડશે. આવા અનેક ગુજરાતી નિબં અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનુ ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

અહીં વસંતઋતુ વિશે એક સુંદર નિબંધ ગુજરાતીમાં આપેલ છે:


🌸 વસંતઋતુ – પ્રકૃતિનો વૈભવી તહેવાર (નિબંધ)

✨ પરિચય:

ભારતના પાવન ભૂમિ પર વર્ષમાં છ ઋતુઓ આવે છે – જેમાં વસંત ઋતુને “ઋતુઓની રાણી” કહેવાય છે. વસંતઋતુ શીતકાળ અને ઉનાળાના મઘ્યમાં આવે છે, એટલે કે ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીનો સમય વસંતઋતુનો હોય છે. આ ઋતુમાં પ્રકૃતિ પોતાનું સૌંદર્ય વિખેરે છે.


🌼 વસંતઋતુના લક્ષણો:

  • આ ઋતુમાં neither વધારે ઠંડી હોય છે કે વધારે ગરમી. હવામાન સુમેળભર્યું હોય છે.

  • વૃક્ષો-વનસ્પતિઓ નવી પાંદડા અને ફૂલો સાથે ખીલતા થાય છે.

  • આકાશ નિલોછવાઈ થાય છે, પક્ષીઓના મીઠા કલરવ સાંભળવા મળે છે.

  • સમEntire પ્રકૃતિ જાણે નવજીવન મેળવે છે.


🌿 વસંતઋતુનું વૈભવ:

  • ફૂલોનો મહેકતો માહોલ: ગુલાબ, ચમેલી, રાતરાણી, ગુલમ્હોર વગેરે ફૂલો ખીલે છે.

  • પતંગોત્સવ અને વસંતપંચમી જેવા તહેવારો ઉજવાય છે.

  • ખેતરો સજીવ થાય છે – especially ઘઉં, સરસવ જેવી પાકોએ ખેતરોમાં સુવર્ણી ચાદર પાથરી હોય તેમ લાગે છે.


🧘‍♀️ માનસિક અને શારીરિક લાભ:

  • આ ઋતુમાં માનસિક શાંતિ અને તાજગી અનુભવાય છે.

  • વસંતઋતુમાં દૂષણ ઓછું હોવાથી આરોગ્ય માટે પણ અનુકૂળ હોય છે.

  • વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શાંતિભર્યો હોય છે, એથી ઉંમંગ સાથે અભ્યાસ થાય છે.


📜 નિષ્કર્ષ:

વસંત ઋતુ માત્ર એક ઋતુ નથી, પરંતુ આશા, શાંતિ અને સૌંદર્યનું પ્રતીક છે. આ ઋતુમાં પ્રકૃતિનો દરેક તત્વ જીવંત અને આનંદિત લાગે છે. વસંતઋતુ આપણને શીખવે છે કે દરેક અંધકાર પછી ઉજાસ જરૂર આવે છે – એટલે જીવનમાં હંમેશા આશાવાન રહેવું જોઈએ.


🌼 “વસંત આવે ત્યારે કળીઓ ખીલે છે, ને જીવનમાં નવી આશા જગે છે.” 🌼


જો તમારે આ નિબંધ PDFમાં કે શાળાના પ્રોજેક્ટ માટે સુંદર ડિઝાઇન સાથે જોઈએ હોય તો કહો, હું તૈયાર કરી આપું!

Leave a Comment

error: