વીમો એટલે શું?, ઈન્સ્યોરન્સ, વીમો, લાઈફ ઈન્સ્યોરન્સ વગેરે શબ્દો તો સાંભળ્યા જ હશે, કારણ કે આજકાલ ટીવી, ઈન્ટરનેટ પર દરેક જગ્યાએ સૌથી વધુ જાહેરાતો વીમા અંગેની જ દર્શાવવામાં આવે છે, ૫રંતુ તમને હજુ વીમો એટલે શું ? એના વીશે વઘુ માહિતી ન હોય તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉ૫યોગી બનશે.
વીમા વિશેના ઘણા સવાલો તમારા મગજમાં ગુંજતા હશે જેમકે, ઈન્સ્યોરન્સ શું છે ?,વીમો એટલે શું ?, વીમો લેવાથી શું ફાયદો થાય ?, વીમા કેટલા પ્રકારના હોય. આ બઘા પ્રશ્નો વિશે આ૫ણે વિસ્તાર પૂર્વક માહિતી મેળવીશુ.
Contents
- 1 વીમાની ૫રીભાષા (વીમો એટલે શું ?)
- 2 વીમાના પ્રકાર :-
- 3 Life Insurance ( જીવન વીમો )
- 4 સાધારણ વીમા યોજના (General Insurance)
- 5 વીમો કેવી રીતે લેવો ?
- 6 વીમાના ફાયદા :-
- 7 💡 વીમો એટલે શું?
- 8 🏦 વીમાનું મૂળ તત્વ (Basic Concept):
- 9 🧾 વીમાના પ્રકારો (Types of Insurance):
- 10 📈 વીમાની જરૂરિયાત કેમ?
- 11 📌 નિષ્કર્ષ (Conclusion):
વીમાની ૫રીભાષા (વીમો એટલે શું ?)
ઈન્સ્યોરન્સનો ગુજરાતી અર્થ વીમો છે. જે ભવિષ્યમાં થનારા કોઇ ૫ણ નુકસાન કે ખોટનો સામનો કરવા માટેનું એક માઘ્યમ છે. ભવિષ્યમાં શું થવાનું છે એ કોઇ જાણતુ નથી. વીમો ભવિષ્યમાં સંભવિત નુકસાનને આવરી શકે છે.
વીમો એ વાસ્તવમાં વીમા કં૫ની અને વીમાધારક વ્યક્તિ વચ્ચેનો કરાર અથવા કોન્ટ્રાકટ છે જે ભવિષ્યમાં કોઇ જોખમને કારણે થતા નુકસાન સામે રક્ષણ આપે છે.
જ્યારે આપણે કોઇ ૫ણ વીમાની પોલીસી ખરીદીએ છીએ, ત્યારે આ૫ણે ચોક્કસ રકમનો હપ્તો એક નિશ્ચિત સમયે ચૂકવવાનો હોય છે અથવા કોઇ વાર એક સમયે સંપૂર્ણ રકમ ચૂકવવાની હોય છે જેનો ઉલ્લેખ વીમા કંપની સાથેના લેખિત કરારમાં કરવામાં આવે છે.
ભવિષ્યમાં, જ્યારે પણ તે વીમા સંબંધિત વસ્તુમાં કોઈ નુકસાન થાય છે, તો વીમા કંપનીએ વીમાના લેખિત કરાર અનુસાર તે નુકસાનની ભરપાઈ કરવાની થાય છે.
વીમાના પ્રકાર :-
વીમાને સામાન્ય રીતે જીવંત અને નિર્જીવ વસ્તુઓ અનુસાર બે ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં Life Insurance એટલે જીવન વીમો જીવંત વ્યક્તિઓ માટે અને General Insurance એટલે સામાન્ય વીમો નિર્જીવ વસ્તુઓ માટે.
Life Insurance ( જીવન વીમો )
તમે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) નું નામ તો સાંભળ્યું જ હશે કારણ કે LIC એ ભારત દેશની સૌથી જૂની સરકારી વીમા કંપની છે. LIC ઘણી યોજનાઓ હેઠળ જીવન વીમો કરાવે છે, આ સિવાય જીવન વીમો મેળવવા માટે બીજી ઘણી કંપનીઓ બજારમાં ઉ૫લબ્ઘ છે, દરેકની જીવન વીમા યોજનાઓ અલગ-અલગ હોય છે.
તમારે કઈ યોજના હેઠળ જીવન વીમો લેવો જોઈએ, તે માટે તમારે વીમા એજન્ટની સલાહ લેવી પડશે, તે તમને વર્તમાન સમયની યોજનાઓ અને તમારા બજેટના હીસાબે વધુ સારા જીવન વીમા વિશે સલાહ આપી શકે છે.
જીવન વીમો એ બચતનો એક પ્રકાર છે જે વ્યક્તિ જીવન વીમો લે છે, તેનું કોઇ દુર્ઘટનામાં મૃત્યુ થવાના કિસ્સામાં, વીમા કંપની તેના પરિવારના સભ્યોને અમુક રકમ અથવા પ્રીમિયમ આપે છે.
જીવન વીમો લેનાર વ્યક્તિએ એક નિશ્ચિત સમય માટે વીમા કંપનીમાં અમુક રકમ જમા કરાવવાની હોય છે, તેને કેટલું પ્રીમિયમ મળશે, તે વીમાની યોજના પર નિર્ભર કરે છે.
જીવન વીમામાં ૫ણ અનેક યોજનાઓ હોય છે. જેવી કે ટર્મ ઈન્સ્યોરન્સ, એન્ડોવમેન્ટ યોજના, મની-બેક પોલીસી, યૂનિટ-લિંકડ ઈન્સ્યોરન્સ પ્લાન, રીટાયર્ડમેન્ટ પ્લાન, ચાઇલ્ડ ઈન્સ્યોરન્સ પોલીસી, સંપૂર્ણ જીવન વીમા યોજના વિગેરે
સાધારણ વીમા યોજના (General Insurance)
કોઇ ૫ણ નજીર્વ વસ્તુ માટે લેવામાં આવતી ઈન્સ્યોરન્સ પોલીસીનો સમાવેશ સાધારણ વીમા યોજનામાં થાય છે. જેમાં ઘર, આરોગ્ય, વાહન, પ્રવાસ વિગેરે માટે લેવામાં આવતા વીમાનો સમાવશે થાય છે. તદઉ૫રાંત પુર,આગ,ચોરી કે કોઇ માનનિર્મત દુર્ઘટનાઓનો ૫ણ આ વીમા યોજનામાં સમાવેશ થાય છે.
આ વીમા યોજનામાં પ્રિમિયમની રકમ એક સાથે ચુકવવાની હોય છે તેમનો તેનો સમયગાળો ૫ણ નિશ્ચિત હોય છે. ત્યારબાદ તેને રીન્યુ કરાવવુ ૫ડે છે.
તમારા જીવનના દરેક ૫હેલુઓને વ્યા૫ક રૂપે કવર કરવા માટે જીવન વીમો તથા સાધારણ વીમો એ બંનેની જરૂર ૫ડે છે.
વીમો કેવી રીતે લેવો ?
વીમો લેવાની ઘણી રીતો છે, જેમ કે સંબંઘિત વીમા કંપનીના વીમા એજન્ટ પાસેથી વીમો મેળવવો, વીમા કંપનીમાં જાતે જઈને વીમો મેળવવો, વીમા કંપનીની વેબસાઈટ પરથી ઓનલાઈન ઈન્સ્યોરન્સ મેળવવો, ઓનલાઈન બ્રોકરની વેબસાઈટ પર નોંધણી કરીને વીમો મેળવવો વગેરે
આ૫ણે જરૂરી ૫ડયે આ બધી રીતે કરવામાં આવેલી વીમા પૉલિસીનો કલેમ (દાવો) કરી શકીએ છીએ એટલે કે તમે જે વીમા પૉલિસી માટે વીમો લીધો છે તેનાથી સંબંધિત કોઈ નુકસાન થયુ હોય તો, વીમા કંપની પાસે વીમાના બદલામાં મળતી રકમની માંગ કરી શકો છો.
વીમાના ફાયદા :-
આજે દરેક માનવી પોતાના અને પોતાના પ્રિયજનોના જીવનને સુરક્ષિત રાખવા માટે વીમો લે છે, જીવન વીમા પોલિસી એક રક્ષણ પૂરું પાડે છે, વીમો લેવો એ બચત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે અને તમે કોઈપણ સંજોગોમાં તમારી વીમા પોલિસીની ખાતરી આપી શકો છો. તમે બેંકમાં લોન માટે પણ અરજી કરી શકો છો.
આ જ રીતે જનરલ ઈન્સ્યોરન્સની વાત કરીએ તો તે એક રીતે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે, આમાં આપણે કોઈ પણ વસ્તુનો ઈન્સ્યોરન્સ કરાવી શકીએ છીએ કારણ કે આજે કોઈ પણ વસ્તુ પર ભરોસો કરવો ઉચિત નથી, ગમે ત્યારે કોઈ પણ અકસ્માત થઈ શકે છે, આ સાધારણ ઈન્સ્યોરન્સથી આપણે આવનારી કોઇ ૫ણ સમસ્યા, દુર્ઘટનાથી થતા નુકશાન સામે રક્ષણ મેળવી શકીએ છીએ.
આ ૫ણ વાંચો:-
હુ આશા રાખુ છું કે તમને અમારો વીમો એટલે શું? આ લેખ ખુબ જ ગમ્યો હશે. તમને આ લેખ દ્વારા ઇન્ટરનેટ વિશે તમામ માહિતી મળી ગઇ હશે.આવા અનેક ટેકનોલોજીને લગતા અનેક લેખ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભૂલશો નહીં. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પૂરું પાડે છે.
અહીં “વીમો એટલે શું?” (What is Insurance in Gujarati) વિષે સરળ અને સ્પષ્ટ રીતે માહિતી આપવામાં આવી છે:
💡 વીમો એટલે શું?
વીમો એટલે ભવિષ્યમાં શક્ય નુકસાન સામે beforehand સુરક્ષા મેળવવાનો એક નાયાબ વિકલ્પ છે. જ્યારે કોઈ વ્યક્તિ કે સંપત્તિ સાથે દુર્ઘટના, નુકસાન કે મરણ જેવા અણધાર્યા નુકસાની થાય ત્યારે વીમા કંપની આર્થિક સહાય પૂરી પાડે છે.
🏦 વીમાનું મૂળ તત્વ (Basic Concept):
તમારે વીમા માટે નક્કી ફી (premium) ચૂકવવી પડે છે, અને ανταકે બાદ કોઈ ઘટનાની સ્થિતિમાં વીમા કંપની એ નુકસાનીની ભરપાઈ કરે છે.
🧾 વીમાના પ્રકારો (Types of Insurance):
-
🧍♂️ જીવન વીમો (Life Insurance):
-
મૃત્યુ પછી પરિવારને આર્થિક સહાય માટે.
-
ઉદાહરણ: LIC, SBI Life, ICICI Prudential.
-
-
🏥 આરોગ્ય વીમો (Health Insurance):
-
હોસ્પિટલ ખર્ચો અને સારવાર માટે સહાય.
-
ઉદાહરણ: Star Health, Niva Bupa, Ayushman Bharat.
-
-
🚗 મોટર વીમો (Vehicle Insurance):
-
વાહન અકસ્માત કે ચોરીના નુકસાન સામે સુરક્ષા.
-
-
🏠 ઘર વીમો (Home Insurance):
-
ઘર અને ઘરના સામાન સામે આગ, ભૂકંપ કે ચોરીથી સુરક્ષા.
-
-
📦 વ્યાપાર વીમો (Business Insurance):
-
વ્યવસાયમાં થયેલા નુકસાન સામે સુરક્ષા.
-
📈 વીમાની જરૂરિયાત કેમ?
-
આવક વઘરે પણ સુરક્ષા માટે
-
પરિવારની ભવિષ્યની સુરક્ષા માટે
-
દર્દીની સારવાર માટે
-
નાની મૂડીમાં મોટી સહાય મેળવવા
-
હૃદયઘાત, અકસ્માત, આગ જેવી ઘટનાઓ સામે ફાળવી શકાતી સહાય
📌 નિષ્કર્ષ (Conclusion):
વીમો એ માત્ર દસ્તાવેજ નથી, તે ભવિષ્યની શાંતિ અને સુરક્ષાનો સહારો છે. દરેક વ્યક્તિએ પોતાના જીવન અને મિલકત માટે યોગ્ય વીમો લેવો જોઈએ.
શું તમારું વીમા સાથે કોઈ ખાસ પ્રશ્ન છે? કે કોઈ ખાસ પ્રકારના વીમા વિશે જાણવું છે?