સિંહ વિશે નિબંધ | સિંહ વિશે માહિતી | lion Essay In Gujarati

આ૫ જંગલના રાજા સિંહ વિશે તો જાણતા જ હશો. અને એમાંય આ૫ણે તો ગુજરાતી છીએ એટલે સિંહ વિશે તો ગૌરવ લેવા જેવુ છે. કારણ કે  એશિયાઇ સિંહ વિશ્વમાં માત્ર ગુજરાતમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. તો ચાલો આ૫ણે સિંહ વિશે  કેટલીક અવનવી માહિતી મેળવીએે. જે વિદ્યાર્થી મિત્રો માટે સિંહ વિશે નિબંધ લેખન માટે ૫ણ ઉ૫યોગી નિવડશે.

સિંહ વિશે નિબંધ (lion essay in gujarati)

સિંહને વનરાજ, શાર્દુલ, સાવજ, કેસરી, ઊંટિયો, વાઘ, બબર શેર જેવાં અનેક સ્થાનિક નામોથી ઓળખવામાં આવે છે. સિંહ સામાન્ય રીતે કેસરી રંગનો હોય છે. સિંહનું મોઢું ભરાવદાર અને કેડ પાતળી હોય છે. સિંહની ડોક પર લાંબા વાળ હોય છે તેને “કેશવાળી” કહેવાય છે.સિંહ બધા હિંસક પશુઓમાં સૌથી વઘુ શકિતશાળી હોય છે તેથી તો તેને જંગલનો રાજા કહેવામાં આવે છે.

સિંહનો રહેઠાણ(ઠેકાળુ) તમને કોઇ અવાવરૂ ગુફા કે બોર્ડમાં જોવા મળશે. એમ કહેવાય છે કે જયાં સિંહનું રહેઠાણ હોય તો અન્ય પ્રાણીઓ ફરકવાનું ૫ણ ૫સંદ નથી કરતા. સિંહને અણીદાર દાંત અને પગે ત્રાંસા અને અણીદાર નહોર હોય છે તેના વડે તે સરળતાથી પ્રાણીઓનો શિકાર શકે છે.સિંહ સ્વભાવે ઉમદા, શાંત અને ગૌરવવાન પ્રાણી છે. સિંહ ખૂબ જ મોટા અવાજે ગર્જના કરે છે.

આમ સિંહ એ ખૂબ જ આળસુ પ્રાણી છે તે જ્યારે ભૂખ્યો થાય છે ત્યારે જ શિકાર કરે છે બાકીનો સમય આરામ કરે છે. સિંહ સંપૂર્ણ માંસાહારી હોય છે. પરંતુ તે ખાસ કરીને શાકાહારી પ્રાણીઓનો શિકાર કરવાનું વઘુ ૫સંદ કરે છે. તે હરણ, શિયાળ, હાથી, જીરાફ  વગેરે જેવા  પ્રાણીઓ નો શિકાર કરી ખોરાક મેળવે છે. સિંહ મોટાભાગે રાત્રિના સમય માં શિકાર કરવાનું વઘુ ૫સંદ કરે છે.

સિંહ વિશે નિબંધ (lion essay in gujarati)

એશિયાઇ સિંહ એ બિલાડ વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે.એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ “મોટી બિલાડી” ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફ નો દિપડો (snow leopard), અને ધબ્બેદાર દિપડો (clouded leopard) વગેરે છે.

પહેલાના સમયમાં તે અરબસ્તાન થી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે.

 એશિયાઇ સિંહ વિશે માહિતી

નામ :- સિંહ, સાવજ, કેશરી, ઉનિયો વાઘ, બબ્બર શેર
અંગ્રેજી નામ ASIATIC LION
વૈજ્ઞાનિક નામ Panthera leo persica
સરેરાશ આયુષ્ય ૧૫ થી ૧૮ વર્ષ
લંબાઇ માથાથી પુંછડી સુધી. ૨૭૦ સેમી.(નર), ૨૮૯ સેમી.(માદા)
ઉંચાઇ ૧૦૫ સેમી.
વજન ૧૫૦ થી ૧૮૦ કિલો (નર), ૧૨૫ થી ૧૩૫ કિલો (માદા)
સંવનનકાળ ઓક્ટોબર થી ડીસેમ્બર
ગર્ભકાળ ૧૦૫ થી ૧૧૦ દિવસ
પુખ્તતા ૪.૫ વર્ષ (નર), ૩.૫ વર્ષ (માદા)

આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે.

વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ ૨૯ વર્ષ નોંધાયેલું છે,સિંહ જંગલમાં રહેતા હોય તો તેમનું આયુષ્ય ૧૨થી ૧૫ વર્ષનું હોય છે. બંધનાવસ્થામાં તેમનું આયુષ્ય ૧૫-૨૦ વર્ષ જેટલું હોય છે. અપવાદરૂપ કિસ્સામાં ૨૫ વર્ષ સુધીનું આયુષ્ય ભોગવ્યાનું નોંધાયું છે. જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુમાં વધુ ૨૩ વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં ૨૬ વર્ષ નોંધાયેલ છે.

દેખાવે રતાશ પડતા ભૂખરા રંગના આ પ્રાણીના માથાનો આગળનો ભાગ ભારે અને શરીરના પાછળનો ભાગ પાતળો હોય છે. પૂંછડી જાડી અને લાંબી હોય છે તેમ જ કાન નાના હોય છે. નર સિંહને તેના ગળા પર ભરાવદાર વાળની કેશવાળી પણ જોવા મળે છે.

૧૯૯૦માં સિંહની રાખ્યા ૨૮૦ હતી જે વધીને ૧૯૯૫માં ૩૦૪ જેટલી થઈ અને ૨૦૦૧માં ૩૨૭, ૨૦૦૫ની ગણતરી મુજબ સિંહની સંખ્યા ૩૫૯થી વધુ હતી. છેલ્લી ગણતરી મુજબ 2015 માં કુલ ૫૨૩ સિંહો સાસણ ગીર ખાતે જોવા મળ્યા હતા. સહુ પ્રથમ આ જાતિનો ઉદ્ભવ મધ્ય યુરોપમાં થયો, ત્યાંથી આફ્રિકા અને પછી તે ભારત તરફ સ્થળાંતરીત થયા. સિંહની હાલ દુનિયામાં બે સ્થળે જાતિ જોવા મળે છે. એક ગુજરાતમાં અને બીજી દક્ષિણ આફ્રિકામાં. બાહ્યાકાર વિધાની દૃષ્ટિએ આફ્રિકન અને એશિયાઈ સિંહમાં કેટલાક તફાવતો હોય છે. જેમ કે આફ્રિકાનો સિંહ કદમાં મોટો અને વજનમાં વધારે હોય છે. આફ્રિકાના સિંહની કેશવાળી એશિયાઈ સિંહની કેશવાળી કરતાં ભારે અને વધારે હોય છે. આફ્રિકાના સિંહની પૂંછડીના છેડે આવેલો વાળનો ગુચ્છો એશિયાઈ સિંહના આવા ગુચ્છા કરતાં નાનો હોય છે.

આ ઉપરાંત, બંને સિંહના પગના ઢીંચણ (‘એલ્બો’) પરના વાળના ગુચ્છા, પેટની ચામડી, ખોપરી અને આદતમાં ફરક હોય છે. કદમાં હાથી કરતાં નાનું હોવા છતાં પણ આ પ્રાણી માં પોતાની તાકાત અને હુમલો કરવાની સતર્કતાને કારણે હાથીનો ૫ણ શિકાર કરવાની ક્ષમતા ઘરાવે છે. આ જાતિને બચાવવા માટે દુનિયાભરના લોકો ખૂબ જ ચિંતિત છે. સિંહની ની ઘટતી વસ્તી વધારવા માટે ગુજરાતની પ્રજા અને સરકાર નાં સતત ચિંતિત છે. સોરઠનો સાવજ સમગ્ર ગુજરાત, ભારત તથા સમગ્ર એશિયા ખંડની શાન છે. પ્રત્યેક માટે ગૌરવ સમાન સિંહ આ૫ણા રાજ્યમાં સુરક્ષિત છે.

સમગ્ર વિશ્વમાં સિંહ પ્રજાતિના સંવર્ઘન અને સંરક્ષણ માટે લોકોમાં જાગૃકતા કેળવાય તે માટે ૧૦ ઓગષ્ટનો દિવસ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ૫ણા માટે ગાૈરવ એટલા માટે કે આ પ્રાણી એશિયા ખંડમાં ફક્ત ભારત દેશમાં અને તે પણ માત્ર ગુજરાત રાજ્યમાં જ જોવા મળે છે. ગુજરાતમાં પણ તે ફક્ત ગીરના જંગલમાં જોવા મળે છે. ભૂતકાળમાં એશિયાઈ સિંહ કેટલાક એશિયાઈ દેશો જેવા કે ઈરાન, ઇરાક, સીરિયા અને તેમના નજીકના વિસ્તારો તેમજ પાકિસ્તાન, ઉત્તર-પૂર્વીય (ઈશાન) ભારતમાં, ગંગાની દક્ષિણ-પશ્ચિમ (નેઋત્ય)માં અને નર્મદાની ઉત્તરમાં જોવા મળતા હતા. સામાન્ય રીતે સિંહ સૂકા, પાનખર તેમજ ઝાંખરાયુક્ત જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા ભાગમાં જોવા મળે છે. ઉનાળામાં પાણીનાં સ્થળોની આજુબાજુ રહેવાનું પસંદ કરે છે. સિંહ હોવાની ખબર તેનાં પગલાં, હગાર તેમજ ગર્જના પરથી થઈ શકે છે.

FAQ (પ્રશ્નોતરી):-

Q : દુનિયામાં કયો એવો દેશ છે જેમાં સિંહ અને વાઘ તેમના કુદરતી આવાસમાં વિચરે છે?

Ans : ભારત

Q : એશિયાઇ સિંહ ક્યાં જોવા મળે છે?

Ans : ફક્ત ભારત દેશમાં અને તે પણ માત્ર ગુજરાત રાજ્યમાં

Q : વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

Ans :૧૦ ઓગષ્ટ

હું આશા રાખું છું કે તમને અમારો સિંહ વિશે નિબંધ (lion essay in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

અહીં નીચે સિંહ (Lion) વિષય પર ગુજરાતી ભાષામાં સરળ અને સમજણભર્યો નિબંધ આપવામાં આવ્યો છે:


🦁 સિંહ – નિબંધ (Lion Essay in Gujarati)

✍️ પરિચય:

સિંહ પ્રાણીઓમાં એક શાનદાર અને શક્તિશાળી પ્રાણી છે. તેને “જંગલનો રાજા” તરીકે ઓળખવામાં આવે છે. તે તેના બહાદુર સ્વભાવ, તીવ્ર નજર અને શિકાર કરવાની કુશળતાને કારણે પ્રખ્યાત છે.


🏞️ સિંહનું નિવાસસ્થાન:

સિંહ સામાન્ય રીતે જંગલોમાં રહે છે. ભારતમાં મુખ્યત્વે ગિર જંગલ (ગુજરાત રાજ્યમાં) સિંહનું મુખ્ય વસવાટ સ્થળ છે. એશિયન સિંહો હવે માત્ર ગુજરાતના જંગલોમાં જ જોવા મળે છે.


🧬 શારીરિક રચના:

  • સિંહનું શરીર મજબૂત અને સજાગ હોય છે.

  • પુરૂષ સિંહના ગળે ઘાટાવાળી જટા (મેન) હોય છે, જ્યારે માદા સિંહના શરીરે જટા નથી હોતી.

  • તેનું રંગ થોડીક પીળાશ પડતો ભૂરો હોય છે.

  • તેની આંખો શિકાર શોધવામાં ખૂબ સહાયક બને છે.


🍖 આહાર અને શિકાર:

સિંહ એક માસાહારી (Carnivore) પ્રાણી છે. તે હરણ, નિલગાય, જંગલી સૂર વગેરે પ્રાણીઓનો શિકાર કરે છે. સામાન્ય રીતે શિકાર માટે જુથમાં (ગૃપમાં) કામ કરે છે, જેમાં ખાસ કરીને માદા સિંહીઓ વધુ એક્ટિવ હોય છે.


🦁 સિંહનો સ્વભાવ:

  • સિંહ શાંત હોય છે પણ જ્યારે ગુસ્સામાં આવે છે ત્યારે ખતરનાક બની જાય છે.

  • તે પોતાની ધરતી પર કોઈ બીજું પ્રાણી આવવા દેતો નથી.

  • તે પોતાની ગર્જના (ગરજવું) દ્વારા દૂર રહેલા શિકારને પણ ડરાવી શકે છે.


🏞️ સિંહનું સંરક્ષણ:

સિંહ હવે દુરલભ થઈ રહ્યો છે, તેથી તેની રક્ષા માટે ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે. ગુજરાતનો ગિર અભયારણ્ય એ એશિયન સિંહોની સંખ્યા બચાવવાનો ઉત્તમ પ્રયાસ છે.


🔚 નિષ્કર્ષ:

સિંહ એક ગૌરવશાળી અને અતિશય મહત્વપૂર્ણ પ્રાણી છે. તે માત્ર જંગલનો રાજા નથી, પણ આપણા પર્યાવરણનું સંતુલન જાળવવામાં પણ મહત્વ ધરાવે છે. આપણો ફરજ છે કે આપણે આવા અમૂલ્ય પ્રાણીઓનું રક્ષણ કરીએ.


📄 તમે આ નિબંધ PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરવા માંગો છો? કે પોસ્ટર સાથે પ્રોજેક્ટ બનાવવો છે? કહો તો બનાવી આપું.

Leave a Comment

error: