આ૫ણા રાષ્ટ્રીય તહેવારો વિશે તો તમે સૌ જાણતા જ હશો એટલે મારે એની સ્પષ્ટતા કરવાની જરૂર નથી તો આજે એવા જ એક રાષ્ટ્રીય તહેવાર (26 january essay in gujarati) 26 મી જાન્યુઆરી નો નિબંધ લેખન આ૫ણે કરવાના છીએ. ઘણીવાર વિવિઘ ૫રીક્ષાઓમાં 26 january essay in gujarati વિષય ૫ર નિબંધ પુછવામાં આવતો હોય છે. જેથી આ નિબંધ તમને ખૂબ જ ઉ૫યોગી બનશે.
Contents
- 1 26 મી જાન્યુઆરી નો નિબંધના મુદ્દા:-
- 2 26 મી જાન્યુઆરી નો નિબંધ (26 january essay in gujarati)
- 3 26 મી જાન્યુઆરી વિશે ૧૦ વાકયોમાં નિબંધ (10 Lines on Republic Day in gujarati)
- 4 🇮🇳 ૨૬ જાન્યુઆરી નિબંધ | ગણતંત્ર દિવસ નિબંધ (26 January Essay in Gujarati)
- 5 📜 ઇતિહાસ:
- 6 🇮🇳 આ દિવસે થતી ઉજવણી:
- 7 🙏 ગૌરવભેર પળો:
- 8 📝 નિષ્કર્ષ:
26 મી જાન્યુઆરી નો નિબંધના મુદ્દા:-
૧. પ્રસ્તાવના ૨. ઇતિહાસ ૩. સાંસ્કૃતિક મહત્વ ૪. વિવિધ સ્થળોએ ઉજવણી ૫. ઉપસંહાર….
26 મી જાન્યુઆરી નો નિબંધ (26 january essay in gujarati)
કોઈ પૂછે કે નસીબ એટલે શું ? તો છાતી ઠોકીને કહી દેવું, કે દુનિયામાં 195 દેશ છે તેમાંથી મારો જન્મ ભારતમાં થયો છે. ભારત એટલે વિવિધતામાં એકતા. અલગ અલગ પ્રાંત, તે દરેકની જુદી જુદી ભાષા અને જુદી જુદી સંસ્કૃતિ. તેમ છતાં દરેક સંસ્કૃતિ, દરેક ભાષાનો એકબીજા સાથે તાલમેલ સાધી જે વારસાનું નિર્માણ થયું તે એટલે ભારત. જેમ અહીંયા ભાષાઓમાં વિવિધતા છે તેવી જ રીતે તહેવારોમાં પણ વિવિધતા છે.
કેટલાક ધાર્મિક તહેવારો, તો કેટલાક સાંસ્કૃતિક તહેવારો અને કેટલાક રાષ્ટ્રીય તહેવારો. આજના તહેવારને આપણે એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ. ૨૬ જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસ, લાલકિલ્લા પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો દિવસ.
“થોડોક નશો તિરંગાની આન નો છે,
થોડોક નશો માતૃભૂમિની શાન નો છે,
દરેક જગ્યાએ તિરંગો લહેરાવીશું,
કારણ કે આ નશો હિન્દુસ્તાનના સન્માનનો છે…”
પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરી, જે ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું, અને ભારત સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો. ભારત 15 મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ સ્વતંત્ર તો થયો, પરંતુ તેની પાસે પોતાનું કાયમી બંધારણ નહોતું. તે સમયે વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1935 પર આધારિત લેખ મુજબ, દેશ ગુજરાતી જ્યોર્જ પાંચમાના બ્રિટિશ આધિપત્ય અને દેશના વડા એવા સર્વોચ્ચ પદ “ગવર્નર જનરલ”ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારોબાર સંભાળતા હતા.
૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતના બંધારણની રચના કરવા માટે ડોક્ટર આંબેડકર ના ચેરમેન પદ હેઠળ એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું, અને ચોથી નવેમ્બર ૧૯૪૭ના રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યું. આ બંધારણનો સ્વીકાર કરતાં પહેલા ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસ સુધી ચાલ્યું.
કેટલાય વિચાર વિમર્શ, કેટલીએ મીટીંગો અને કેટલાય સુધારાઓ પછી 308 સભ્યોની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ આ દસ્તાવેજોની બે નકલો પર હસ્તાક્ષર કર્યા. જેમાંની એક હિન્દી ભાષામાં હતી, અને બીજી અંગ્રેજી ભાષામાં. તેના બે દિવસ પછી ભારતનું બંધારણ કાયમ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. આમ ભારતનું બંધારણ 26 જાન્યુઆરી ૧૯૫૦થી અમલમાં આવ્યું, અને રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. આ બંધારણની મોટાભાગની જોગવાઈઓ સામાજિક ક્રાંતિને ધ્યાનમાં રાખીને રચવામાં આવેલી છે.
૨૬મી જાન્યુઆરીનું મહત્વ જળવાઈ રહે તેવા ઉદ્દેશથી દર વર્ષે નવી દિલ્હીમાં એક પરેડનું આયોજન કરવામાં આવે છે. તેની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન નજીક આવેલી રૈસીના ટેકરીથી થાય છે. ત્યારબાદ તે રાજપથ ઇન્ડિયા ગેટ થઈ અને ઐતિહાસિક લાલ કિલ્લા સુધી પહોંચે છે. ભૂદળ, વાયુદળ અને નૌકાદળની વિવિધ ટુકડીઓ તેમના સત્તાવાર પોશાકમાં કવાયત કરે છે.
ભારતના રાષ્ટ્રપતિ કે જેને આ ત્રણેય પાંખના વડા કહેવામાં આવે છે, તેઓ સલામી ઝીલી લે છે. આ પરેડમાં ભારતના જુદા જુદા પ્રદેશના સાંસ્કૃતિક વારસાને બતાવવામાં આવે છે, તેમજ તેનું જીવંત પ્રસારણ દૂરદર્શન અને આકાશવાણી પરથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય બહાદુરી પદક મેળવનાર બાળકો પણ આ સરઘસ નો એક ભાગ હોય છે. પ્રાદેશિક ઝાંખી સિવાય અન્ય કરતબ તેમજ દેખાવ પણ કરવામાં આવે છે. અંતમાં ભારતીય વાયુસેનાના શક્તિ પ્રદર્શનથી આ સરઘસ પૂર્ણ કરવામાં આવે છે.
રાજ્યની રાજધાનીઓમાં પણ ઉજવણી કરવામાં આવે છે. જેમાં રાજ્યપાલ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે. જો રાજ્યપાલ કોઈ કારણસર ઉપસ્થિત ન રહી શકે તેમ હોય, તો રાજ્યના મુખ્યમંત્રીને ધ્વજ ફરકાવવાનું સન્માન મળે છે
આજે સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને ભારતની રાજધાની દિલ્હીમાં આ ઉજવણીનું એક અનેરૂ મહત્વ રહેલું છે. આ ઉજવણીની શરૂઆત રાષ્ટ્રપતિના રાષ્ટ્ર માટેના સંબોધનથી શરૂ થાય છે.
ભાષણની શરૂઆત સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાન તેમજ શ્રદ્ધાંજલિથી થાય છે, કે જેઓએ દેશના સ્વાતંત્ર્ય માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ મંચ પર આવી લશ્કરના જવાનોના પરિવારજનોને જવાનોની યુદ્ધમાં દાખવેલ બહાદુરી માટે ચંદ્રક એનાયત કરે છે. તથા ભારતના નાગરિકો કે જેમણે અસામાન્ય પરિસ્થિતિઓમાં બહાદુરીપૂર્વકનું કાર્ય કર્યું હોય, તેમને સન્માનિત કરી પુરસ્કાર આપવામાં આવે છે.
શાળા, કોલેજો તેમજ દરેક સરકારી કચેરીમાં પણ ૨૬ જાન્યુઆરીની ઉજવણી ખૂબ જ રંગેચંગે કરવામાં આવે છે. તે દિવસે શાળા તેમજ કોલેજમાં ધ્વજવંદન નો કાર્યક્રમ રાખવામાં આવે છે તેમજ તેની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. નાના ભૂલકાઓથી લઈને મોટા બાળકો સુધી, બધા જ પોત પોતાની આવડત મુજબ પોતાની કૃતિનું પ્રદર્શન કરે છે.
કેટલાક દેશભક્તિ ગીત પર સામૂહિક નૃત્ય કરે છે, તો કેટલાક કોઈ એક દેશભક્તિના પ્રસંગને લઈને નાટક ભજવતા હોય છે. તે દિવસે દરેક જગ્યાએ શૌર્યગીત સાંભળવા મળે છે. ટીવી તેમજ રેડિયો પર આખો દિવસ દેશભક્તિ ગીતો સાંભળવા મળે છે. વિવિધ ચેનલો પર પણ આખો દિવસ દેશભક્તિના જ પિકચર જોવા મળે છે. શાળા તેમજ કોલેજોમાં આખું વર્ષ ઉમદા શૈક્ષણિક પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને આજના દિવસે ઇનામ વિતરણ પણ કરવામાં આવે છે.
૨૬મી જાન્યુઆરીની સાંજે દરેક સરકારી કચેરી તેમજ રાજનીતિક પાર્ટીઓના કાર્યાલય રોશનીથી ઝળહળી ઊઠે છે. આખો દિવસ દેશભક્તિના ગીતો, ચારેબાજુ રાષ્ટ્રધ્વજ અને સાંજે રોશનીની ચમક, આખું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઇ જાય છે. સાંજે સૂર્યાસ્ત પહેલા રાષ્ટ્રધ્વજને માનભેર ઉતારી લઈ અને આજના દિવસની પૂર્ણાહુતિ કરવામાં આવે છે.
“આ વાત હવાઓને કહી રાખજો,
પ્રકાશ હશે, બસ ચિરાગોને જલાવી રાખજો,
લોહી આપીને રક્ષા અમે જેની કરી છે,
એવા તિરંગાને દિલમાં વસાવી રાખજો…..”
સૌને પ્રજાસત્તાક દિન પર મારી ખૂબ ખુબ શુભેચ્છાઓ…..
આ તો થઇ 26 january essay in gujarati ની વાત હવે આ૫ણે 26 મી જાન્યુઆરી વિશે ૧૦ વાકયોમાં નિબંધ લેખન કરીશુ જે અમારા નાના વિદ્યાર્થી મિત્રોને ઉ૫યોગી બનશે.
26 મી જાન્યુઆરી વિશે ૧૦ વાકયોમાં નિબંધ (10 Lines on Republic Day in gujarati)
- ૨૬મી જાન્યુઆરી એ આ૫ણો રાષ્ટ્રીય તહેવાર છે.
- આ દિવસને ગણતંત્ર દિવસ કે પ્રજાસત્તાક દિન તરીકે ૫ણ ઓળખવામાં આવે છે.
- પ્રજાસત્તાક દિવસ ભારતનું બંધારણ લાગુ કરવામાં આવેલ હોવાની યાદમાં મનાવવામાં આવે છે.
- ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ જેની યાદમાં દર વર્ષ ૨૬મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે.
- ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણ ઘડતરમાં બાબાસાહેબ આંબેડકરનો ફાળો મહત્વપૂર્ણ હતો.
- આ દિવસે દિલ્લી રાજ૫થ ૫ર ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવે છે.
- ભારતના પ્રઘાનમંત્રી દિલ્લી રાજ૫થ ખાતે ભારતનો રાષ્ટ્ર ઘ્વજ ત્રિરંગો ઝંડો ફરકાવે છે. અહી વિવિઘ સાંસ્કૃતિક કાર્યક્રમોનુ તથા ૫રેડનું ૫ણ આયોજન કરવામાં આવે છેે
- .આ દિવસે દર વર્ષે અલગ-અલગ દેશોના રાષ્ટ્ર૫તિ/પ્રઘાનમંત્રીઓ મુખ્ય મહેમાન તરીકે ઉ૫સ્થિત રહે છે.
- દેશભરની શાળા, કોેલેજો તથા સરકારી કચેરીઓમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે.
- તમામ સરકારી કચેરીઓ ,ભવનો, નગરપાલિકાના મકાનો વિગેરેમાં રોશની કરવામાં આવે છે.
આ ૫ણ વાંચો:-
હું આશા રાખું છું કે તમને અમારો 26 મી જાન્યુઆરી નો નિબંધ (26 january essay in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. આ નિબંધ વિદ્યાર્થી મિત્રોને 26 મી જાન્યુઆરી વિશે નિબંધ, ગણતંત્ર દિવસ નિબંધ, પ્રજાસત્તાક દિન નિબંધ અને અહેવાલ લેખન માટે ઉ૫યોગી બનશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.
અહીં તમને ઉપયોગી થાય એવો 26 જાન્યુઆરી (ગણતંત્ર દિવસ) નિબંધ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે:
🇮🇳 ૨૬ જાન્યુઆરી નિબંધ | ગણતંત્ર દિવસ નિબંધ (26 January Essay in Gujarati)
પ્રસ્તાવના:
ભારત એક લોકશાહી દેશ છે. 26 જાન્યુઆરી એ આપણા દેશ માટે બહુજ મહત્વપૂર્ણ અને ગૌરવનો દિવસ છે. આ દિવસે આપણો દેશ ગણતંત્ર બન્યો હતો. તેથી દર વર્ષે 26 જાન્યુઆરીને “ગણતંત્ર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
📜 ઇતિહાસ:
15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો, પરંતુ આપણો પોતાનો બંધારણ ન હતો. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારતને સંપૂર્ણ ગણરાજ્ય જાહેર કરવામાં આવ્યું.
🇮🇳 આ દિવસે થતી ઉજવણી:
-
સમગ્ર દેશમાં તિરંગો ફરકાવવામાં આવે છે.
-
શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય ધ્વજ વંદન થાય છે.
-
નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવ્ય પરેડનું નેતૃત્વ કરે છે.
-
પત્રક વિતરણ, દેશભક્તિ ગીતો, નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.
-
દેશ માટે શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
🙏 ગૌરવભેર પળો:
આ દિવસ reminding આપે છે કે આપણે આપણા અધિકારો અને ફરજો બંનેનું પાલન કરવું જોઈએ. આપણા દેશના શહીદો અને દેશભક્તોને આ દિવસે ખાસ યાદ કરીએ છીએ.
📝 નિષ્કર્ષ:
૨૬ જાન્યુઆરી આપણને યાદ અપાવે છે કે આપણો દેશ એકતા, બંધુત્વ અને લોકશાહીના સિદ્ધાંતો પર નિર્મિત છે. આપણે સૌએ આ વિશાળ લોકશાહી તંત્ર અને આપણા બંધારણ પર ગર્વ કરવો જોઈએ.
🇮🇳 “જય હિન્દ! જય ભારત!” 🇮🇳
જો તમારે PDF અથવા શાળાના પ્રોજેક્ટ માટે રંગીન ડિઝાઇનમાં જોઈએ હોય તો હું મોકલી આપી શકું – કહો બસ!