મિત્રો, આપણાં દેશના મહાનુભાવોનો આજની પેઢી સાથે પરિચયનાં ભાગરૂપે આજે આ૫ણે એક સમાજ સુધારક, લેખક, સંપાદક અને વિચારક જ્યોતિબા ફૂલે વિશેની માહિતી મેળવીશું.
Contents
- 0.1 જ્યોતિબા ફૂલેનું જીવનચરિત્ર:-
- 0.2 જન્મ
- 0.3 ફૂલે અટક્નું રહસ્ય
- 0.4 અભ્યાસ
- 0.5 લગ્ન – પ્રથમ મહિલા શિક્ષિકા સાથે (Jyotiba Phule wife)
- 0.6 સામાજિક અન્યાય સામે લડત (Contribution of Jyotiba Phule)
- 0.7 પત્ની સાથે ગૃહત્યાગ
- 0.8 સત્યશોધક સભા અને વિધવા આશ્રમની સ્થાપના
- 0.9 બ્રિટિશ સરકાર દ્વારા સન્માન
- 1 જ્યોતિબા ફૂલેના પુસ્તકો
- 2 જ્યોતિબા ફૂલેનું મૃત્યુ
જ્યોતિબા ફૂલેનું જીવનચરિત્ર:-
નામ | જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે |
જન્મ તારીખ | 11 એપ્રિલ 1827 |
જન્મ સ્થળ | મહારાષ્ટ્રનાં પૂણે જિલ્લાના સતારા ગામમાં |
પિતાજીનું નામ | ગોવિંદરાય ફૂલે |
માતા નું નામ | ચીમનાબાઈ |
૫ત્નીનું નામ | સાવિત્રીબાઈ ફૂલે |
વ્યવસાય | ક્રાંતિકારી, સમાજસુધારક, લેખક |
સંસ્થા | સત્યશોધક સમાજ |
મૃત્યુ તારીખ | 28 નવેમ્બર 1890 |
મૃત્યુનું કારણ | પક્ષઘાતની બીમારીના કારણે |
જન્મ
જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રનાં પૂણે જિલ્લાના સતારા ગામમાં 11 એપ્રિલ 1827નાં રોજ જન્મ્યા હતા. તેમનુ પુરુ નામ જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે હતુ. તેમને ‘મહાત્મા’ ઉપનામ મળેલ છે. બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકર એમને પોતાના ત્રીજા ગુરુ માનતા હતા. મહાત્મા ગાંધીજી પહેલા તેઓ મહાત્મા કહેવાયા હતા. તેમણે કન્યા કેળવણી, અંધ વિશ્વાસ, બાળ વિવાહ, વિધવા વિવાહ, છૂત અછૂતનો ભેદભાવ દૂર કરવો તેમજ ખેડૂતોના હક માટેના કાર્યો કર્યા હતા.
ફૂલે અટક્નું રહસ્ય
પિતા ગોવિંદરાય અને માતા ચીમનાબાઈનાં બે સંતાનો પૈકી તેઓ નાના હતા. પેશ્વાએ તેમને પુણેમાં બાગકામ કરવા જમીન ભેટમાં આપી હતી. તેઓ ફૂલોના ગજરા બનાવીને વેચતા હતાં. વર્ષોથી તેમનો પરિવાર આ જ કામ કરતો હતો. આથી તેમનાં ફૂલોના વ્યવસાયને કારણે એમની અટક ફૂલે પડી, નહીં તો એમની સાચી અટક ખીરસાગર હતી. માત્ર એક વર્ષની ઉંમરમાં તેમણે માતાની છત્રછાયા ગુમાવી હતી.
અભ્યાસ
જ્યોતિબા પ્રાથમિક શાળામાં લેખન, વાંચન અને અંકગણિતનો પાયાનો ખ્યાલ મેળવી અભ્યાસ અધૂરો છોડી પરિવારના વ્યવસાયમાં જોડાઈ ગયા હતા. તેમનાં પિતાના ઓળખીતા કોઈ એક વ્યક્તિએ એમનાં પિતાને સમજાવ્યા કે તમારુ આ બાળક બહુ બુદ્ધિશાળી છે, માટે એને ભણાવો. આથી તેમનાં પિતાએ તેમને સ્થાનિક સ્કોટીશ મિશનમાં દાખલ કરાવ્યા. 1847માં તેમનો અંગ્રેજી અભ્યાસ પૂર્ણ થયો.
લગ્ન – પ્રથમ મહિલા શિક્ષિકા સાથે (Jyotiba Phule wife)
તે સમયનાં સામાજિક રિવાજ પ્રમાણે માત્ર 13 વર્ષની ઉંમરે તેમનાં વિવાહ સાવિત્રીબાઈ ફૂલે સાથે થયાં, જે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતાં.
સામાજિક અન્યાય સામે લડત (Contribution of Jyotiba Phule)
1848માં થોમસ પેઈનનું પુસ્તક ‘The rights of Man’ વાંચીને એમનામાં સામાજિક ન્યાયની ભાવના વિકસિત થઈ. એક વખત એક મિત્રના લગ્નમાં એમને સામાજિક ભેદભાવનો ખૂબ જ કડવો અનુભવ થયો અને એમણે આ દિશામાં કામ શરુ કર્યું. ખૂબ વિચારને અંતે એમને તારણ મળ્યું કે આ બધાં પાછળ જવાબદાર છે – નિરક્ષરતા. લોકોને કુરિવાજોનાં શિકાર થતા અટકાવવા માટે તેમણે એમને શિક્ષણ આપવાનું નક્કી કર્યું. તેમણે સંકલ્પ કર્યો કે જાતિ પ્રથાને જડ મૂળથી નાબૂદ કરશે, અને આની શરૂઆત એમણે મહિલા સશક્તિકરણથી કરી.
Must Read : વિનોબા ભાવે નું જીવનચરિત્ર
પત્ની સાથે ગૃહત્યાગ
તેમનાં આ કાર્યોથી ગભરાયેલા બ્રાહ્મણસમાજે તેમનાં પિતાના મનમાં વહેમ નાખવા માંડ્યા. આથી ફૂલેજી પોતાની પત્નીને લઈને પિતાનું ઘર છોડી ચાલી નીકળ્યા. પરંતુ પોતાનુ આ સેવાકાર્ય બંધ ન કર્યું. તેમણે જોયું કે નીચલી જ્ઞાતિઓમાં સ્ત્રીઓની પરિસ્થિતી ખૂબ જ ખરાબ છે. આથી એમણે તેમને ભણાવવાનું નક્કી કર્યું. આ માટે સૌ પ્રથમ પોતાની પત્ની સાવિત્રીબાઈને એમણે ભણાવ્યા. પછી બંને પતિ પત્નીએ ભેગા મળીને પુણેમાં એક કન્યાશાળા શરુ કરી.
સત્યશોધક સભા અને વિધવા આશ્રમની સ્થાપના
ઈ. સ. 1863માં તેમણે સગર્ભા વિધવાઓ બાળકોને સુરક્ષિત રીતે જન્મ આપી શકે એ માટે એક ઘરની વ્યવસ્થા કરી. 24 સપ્ટેમ્બર 1873નાં રોજ સ્ત્રીઓ, શુદ્રો અને દલિતો જેવા સમૂહો માટે સત્યશોધક સમાજની સ્થાપના કરી.
બ્રિટિશ સરકાર દ્વારા સન્માન
ઈ. સ. 1854માં તત્કાલીન જ્યુડિશિયલ કમિશનર વોર્ડન સાહેબે તેમનું તેમનાં આ કાર્યો બદલ જાહેરમાં શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ભારતનો સમાજ આ દંપતિનો વિરોધ કરતો હતો જ્યારે બ્રિટિશ સમાજ એમની ખુલીને પ્રશંશા કરતો હતો. આની પાછળનું કારણ એક એ હતુ કે બ્રિટિશરો આવા કુરિવાજોમાં માનતા ન હતાં, જે એમનું સકારાત્મક પાસું હતું.
ઈ. સ. 1873માં આ દંપતીએ એક વિધવાનાં પુત્ર યશવંતને દત્તક લીધો હતો. ઈ. સ. 1876 – 1877માં નાલાસોપારા વિસ્તારમાં ભયાનક પ્લેગ ફાટી નીકળ્યો હતો, જેમાં ફૂલે દંપતીએ રાત દિવસ જોયા વગર પ્લેગગ્રસ્તોની સારવાર કરી હતી. આ દરમિયાન એક અસરગ્રસ્ત બાળકની સારવાર દરમિયાન સાવિત્રીબાઈને ચેપ લાગતા તેઓ એમાંથી બહાર નીકળી ન શક્યા અને અવસાન પામ્યા.
11 મે 1888નાં રોજ મુંબઈના એક સમાજ સુધારક વિઠ્ઠલરાવ કૃષ્ણાજી વંદેકરે તેમને મહાત્માની પદવી આપી.
જ્યોતિબા ફૂલેના પુસ્તકો
તેમણે 1877માં એક સાપ્તાહિક સમાચારપત્ર ‘દિનબંધુ’ નું પ્રકાશન તથા સંપાદન કર્યું. આ ઉપરાંત અંબાલહરી, દીનમિત્ર તેમજ કિસાનો કા હિમાયતી નામના સમાચારપત્રો પણ પ્રસિધ્ધ કર્યા હતા.
તેમણે તૃતીય રત્ન, છત્રપતિ શિવાજી, રાજા ભોસલા કા પખડા, બ્રાહ્મણોકા ચાતુર્ય, કિસાનકા કોડા તેમજ અછૂતોકી કેફિયત નામનાં પુસ્તકો લખ્યા છે.
1882માં અંગ્રેજોએ ભારતની શિક્ષણ વ્યવસ્થા જાણવા સર વિલિયમ હંટરની આગેવાની હેઠળ હંટર કમિશનની રચના કરી હતી. જ્યોતિબા ફૂલેએ આ કમિશનને લેખિત સ્વરૂપે ગ્રામીણ કક્ષાએ સ્વતંત્ર શિક્ષા વ્યવસ્થા, ગણિત, ઈતિહાસ, ભૂગોળ, વ્યાકરણનું પ્રારંભિક જ્ઞાન, કૃષિ સંબંધિત જ્ઞાન, નીતિ અને આરોગ્ય વિશેનું જ્ઞાન જેવા અહમ મુદ્દાઓ પર રજુઆત કરી હતી.
તેઓ બાળ વિવાહની વિરૂદ્ધ અને વિધવા પુનઃ વિવાહની તરફેણમાં હતા. તેમણે વિધવા પુનઃ વિવાહની શરૂઆત કરી હતી તેમજ 1854માં વિધવા આશ્રમ સ્થાપ્યો હતો.
હિંદુ કર્મકાંડ અને માન્યતાઓ પર પ્રહાર કરતું પુસ્તક ‘સત્સાર’ નામનું એક લઘુ પુસ્તક ઈ. સ. 1883માં લખ્યું. કિસાનકા કોડા પુસ્તકમાં તેમણે ખેડૂતોમાં વ્યાપેલા અંધ વિશ્વાસ અને જડ માન્યતાઓ તેમજ શાહુકારો દ્વારા થતા શોષણ પર ચર્ચા કરી હતી. તેમનું પુસ્તક ‘ગુલામગીરી’ સૌથી વધુ વખણાયું હતું.
જ્યોતિબા ફૂલેનું મૃત્યુ
28 નવેમ્બર 1890નાં રોજ આ મહાન ક્રાંતિકારીનું પક્ષઘાતની બીમારી અવસ્થામાં જ મૃત્યુ થયું હતું. ભારત સરકારે તેમનાં માનમાં ઈ. સ. 1979માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી
લેખક – શ્રીમતી સ્નેહલ રાજન જાની
આ ૫ણ વાંચો:-
હું આશા રાખું છું કે તમને અમારો જ્યોતિબા ફૂલેનું જીવનચરિત્ર (jyotiba phule biography in gujarati) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.
અહીં શ્રી જ્યોતિબા ફુલેઅના જીવન વિશે ગુજરાતી ભાષામાં સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે:
🌟 જ્યોતિબા ફુલેઃ એક મહાન સમાજસુધારક
🧑🏫 પરિચય:
જ્યોતિરાવ ગોવિંદરાવ ફуле, જેને આપણે જ્યોતિબા ફુલે તરીકે ઓળખીએ છીએ, તેઓ એક મહાન સમાજસુધારક, શિક્ષણવિદ, લેખક અને કૃષિવિદ હતા. તેમણે તત્કાલીન સમયના બ્રાહ્મણવાદી અને જાતિવાદી વ્યવસ્થાની સામે જંગ ઝૂંકી હતી.
📅 જન્મ અને જીવન:
-
જન્મ: 11 એપ્રિલ, 1827
-
સ્થળ: પુણે, મહારાષ્ટ્ર
-
મૃત્યુ: 28 નવેમ્બર, 1890
તેઓ માળી (બાગાયત) જાતિના હતા અને તેમણે ખૂબ નિષ્ઠાથી સ્ત્રી અને શૂદ્ર વર્ગ માટે શિક્ષણની રજૂઆત કરી.
📚 મુખ્ય યોગદાન:
-
✅ સ્ત્રી શિક્ષણના પાયાનો પથ્થર
– 1848માં તેમણે પોતે પત્ની સાવિત્રીબાઈ ફુલે સાથે મળીને ભારતનું પહેલું છોકરીઓ માટેનું શાળા સ્થાપી હતી. -
✅ સતીપ્રથા અને બાલવિવાહ વિરુદ્ધ અવાજ
– તેમણે સ્ત્રીઓને સમાન અધિકાર મળે એ માટે સતત કાર્ય કર્યું. -
✅ સત્યશોધક સમાજની સ્થાપના (1873)
– આ સમાજ દ્વારા તેમને અસ્પૃશ્યતા, જાતિભેદ અને ધર્મભેદ સામે સંઘર્ષ શરૂ કર્યો. -
✅ સૌ માટે શિક્ષણ
– તેમણે માન્યું હતું કે સમાજમાં સુધારાઓ લાવવા માટે શિક્ષણ અત્યંત જરૂરી છે.
🖊️ લખાણ અને વિચારો:
તેઓ એક વિદ્વાન લેખક પણ હતા. તેમની કૃતિ “ગુલામગિરી” (1873) એ સમયે સમાજમાં ધૂમ મચાવી દીધી હતી. તેઓએ માનવ સમાનતા અને ન્યાય માટે કલમ દ્વારા પણ લડત આપી.
🏅 સ્મૃતિ અને સમ્માન:
તેમની યાદમાં ભારત સરકારે અનેક શાળાઓ, યુનિવર્સિટીઓ અને જાહેર સ્થળોના નામ તેમને અનુસરી રાખ્યા છે. તેમનું જીવન આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે.
✅ નિષ્કર્ષ:
જ્યોતિબા ફુલે એ સમાનતા, શિક્ષણ અને ન્યાયના સાચા પાયાના સ્થાપક હતા. તેમણે સમાજને અંધકારમાંથી બહાર લાવવાનો અનોખો પ્રયાસ કર્યો, જેના લીધે આજે તેઓ એક યૂગપુરુષ તરીકે ઓળખાય છે.
તમે ઈચ્છો તો આ માહિતી PDF રૂપે કે શાળા માટેના નિબંધ તરીકે પણ આપી શકું. જણાવો ને?