ઉચ્છલ તાલુકાનું થુટી ગામ ઉકાઇ વિસ્થાપિત ગામો પૈકીનું એક ગામ છે. થુટી ઉકાઇ ડેમના રમણીય કિનારે વસેલું પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર ગામ છે. અહીં વીક એન્ડમાં આજુબાજુના વિસ્તારના ઘણા પર્યટકો અહીં વન-ડે પીકનીક માટે આવે છે.
થુટી ગામનો ઉકાઇ જળાશયા આ કિનારાનું પાણી એકદમ સ્વચ્છ રહેતું હોવાને કારણે આજુબાજુના વિસ્તારના પર્યટકોમાં આ સ્થળ મીની ગોવા તરીકે જાણીતું થયું છે. મત્સ્યદ્યોગમાં રસ ધરાવતા વ્યવસાયિકો માટે અહીં અધતન ટેકનોલોજી કેઝ કલ્ચરથી કરવામાં આવતું મત્સ્યપાલનનું શૈક્ષણિક કેન્દ્ર છે.
આ ઉપરાંત થુટી નૌકા વિહાર માટે ઉત્તમ સ્થળ છે. ઉકાઇ જળાશયની વચ્ચે આવેલા નાના નાના ટાપુઓ પણ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત આજુબાજુ આવેલા ડુંગરાઓ પણ પ્રાકૃતિક સૌંદર્યના શોખીનો માટે આકર્ષણરૂપ છે.
અહીં પાણીની ઉંડાઇ વધુ હોવાથી પર્યટકોને પાણીમાં વધારે દુર સુધી નહીં જવાની સલાહ આપવામાં આવે છે. વધુમાં નિષ્ણાંત નૌકાચાલકો વગર નૌકાવિહાર પણ જોખમી સાબિત થઇ શકે છે.
આ સ્થળ પર ઉકાઇ ડેમ વિભાગ દ્વારા થોડુક બાંધકામ કરી ઓફીસ બનાવવામાં આવેલ છે. અહી ચોમાસા દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાઇ જાય છે ત્યારે માત્ર આ સ્થળ સુધી જવાનો રસ્તો થોડોક ઉચો હોવાથી ખુલ્લો રહે છે બાકીની બધી જ જગ્યાએ પાણી ભરાઇ જાય છે આને બાંધકામવાળુ સ્થળ એક ટાપુમાં ફેરવાઇ જાય છે.
સાવધાનીઃ-
હાલમાં પ્રવાસન વિભાગ કે રાજય સરકાર દ્વારા આ સ્થળને ટુરીઝમ તરીકે ડેવલોપ કરી અન્ય કોઇ પ્રવાસન કે સુરક્ષા સંબંધી સુવિધાઓ ઉભી કરવામાં આવેલ નથી, તદઉપરાંત ચોમાસા દરમિયાન ઉકાઇ જળાશયમાં વધારે પ્રમાણમાં પાણી ભરાવાથી આ સ્થળ એક ટાપુમાં ફેરવાય જાય છે. તેથી વધુ વરસાદ કે ચોમાસા દરમિયાન જયારે અહી પાણી ભરાઇ ગયેલ હોય ત્યારે આ સ્થળથી નજીક જવાનુ ટાળવુ જોઇએ. જોકે તમે દુરથી પણ આ કુદરતી સૌદર્ય નિહાળવાનો લ્હાવો લઇ શકો છો.
નજીકના પ્રવાસન સ્થળો:-
- ગૌમુખ મંદીર, ગાૈમુખ ધોધ – ૧૬ કી.મી
- ઉકાઇ ડેમ – ૧૭ કી.મી
- ડોસવાડા ડેમ – ૨૦ કી.મી
- માયાદેવી મંદીર – ૫૩ કી.મી
- આંબાપાણી ઈકો ટુરીઝમ :- ૬૧ કી.મી
- ૫દમડુંગરી ઇકો ટુરીઝમ – ૬૮ કી.મી.
હું આશા રાખું છું કે તમને અમારો થુટી નેચર પોઇન્ટ thuti nature point)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.