માનવ અને પશુની મૈત્રી નિબંધ | Manav ane Pashu ni Maitri Essay in Gujarati

મૈત્રી, મિત્રતા શબ્દ વાંચવા કે સાંભળવાની સાથે જ આપણા મનમાં મિત્રોની આકૃતિ ઉપસી આવે છે. મનુષ્યો વચ્ચેની મૈત્રી તો જગવિખ્યાત વિષય છે. પણ માનવ અને પશુની મૈત્રી એ માનવો વચ્ચેની મૈત્રી કરતાં પણ વધારે વિશ્વાસને લાયક હોય છે.

માનવ અને પશુની મૈત્રી નિબંધ (Manav ane Pashu Maitri Essay in Gujarati)

માનવ અને પશુની મૈત્રી સમજવા માટે મિત્રતાનો અર્થ જાણવો જરૂરી છે. મિત્રતા એટલે શું? મિત્ર એટલે શું? મિત્ર એટલે આપણા જીવનમાં આપણી સાથે પડછાયાની જેમ સાથે ચાલનારો વ્યક્તિ! આપના જીવનમાં સુખ નો વરસાદ હોય કે દુઃખના વાદળો છવાયેલા હોય મિત્ર આપણી સાથે કાયમ ઊભો હોય! મિત્રતા એટલે પ્રેમની પરિભાષા.

જીવનનો સૌથી અગત્યનો સંબંધ અને જીવનભરનો સાથ એટલે મિત્રતા. મિત્રો ભલે પ્રત્યક્ષ રીતે સાથે હોય કે ના હોય પણ તેમનો આત્મા હંમેશા એકબીજાની સાથે રહે છે. મિત્રતા એટલે બે શરીર અને એક જીવ! પણ આજ ના આ સમયમાં મનુષ્યને વફાદારી વાળા સંબંધો મળવા ખુબ મુશ્કેલ છે. સ્વાર્થની આ દુનિયામાં હર કોઈ આજે પોતાના સ્વાર્થની પૂર્તિ કરવા માટે જ સંબંધો નિભાવતા જોવા મળે છે. સંબંધોની આ દુનિયા માંથી વિશ્વાસ, પ્રેમ, લાગણી અને વફાદારીનું અસ્તિત્વ ભૂસાતું ચાલ્યું છે. કળિયુગમાં સાચા મિત્રો મળવા મુશ્કેલ થઈ ગયા છે. જ્યારે માનવ અને પશુની મૈત્રી કોઈપણ સ્વાર્થ વગરની જોવા મળે છે.

માનવ અને પશુની મૈત્રી

માનવ અને પશુની મૈત્રીમાં સૌથી મહત્વનું પાસું એ છે કે માનવ પ્રત્યે પશુઓની વફાદારી! મિત્રતા માટે કોઈ સીમા કે ધોરણો હોતા નથી. મિત્રતામાં કોઈ ગરીબ કે કોઈ અમીર હોતું નથી. મિત્રતા માટે માનવતા હોવી જરૂરી છે. મિત્રતા માત્ર મનુષ્યો વચ્ચે જ થાય એવું જરૂરી નથી! મિત્રતા વૃક્ષ, પશુઓ, પંખીઓ, પુસ્તકો અને અનેક નિર્જીવ વસ્તુથી પણ થઈ શકે છે. પણ માનવ અને પશુઓ વચ્ચેની મિત્રતા થોડી અલગ છે.

માનવ કદાચ પોતાના સ્વાર્થ માટે પણ પશુઓ સાથે મૈત્રીના સંબંધો રાખતો હોય પણ પશુઓ માનવ સાથે મૈત્રીના સંબંધો કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર નિભાવતા જોવા મળે છે. મિત્રતા એવું ફૂલ છે જે તમારા જીવનને સુગંધથી મહેકાવી દે છે. ભગવાને આ દુનિયાનું સર્જન ખૂબ જ સુંદર કર્યું છે.  પ્રભુએ કરેલા આ સુંદર સર્જનમાં અનેક વિવિધતા જોવા મળે છે

મનુષ્યોને ભગવાને બુદ્ધિ અને બોલવાની શક્તિ આપી છે. પણ મનુષ્ય પોતાની બુદ્ધિને જ સર્વશ્રેષ્ઠ માનીને બીજા જીવોને તુચ્છ ગણવા લાગ્યો છે. ભગવાને પશુઓને વાણી એટલે કે બોલવાની શક્તિ આપી નથી! પણ ભગવાને એમને સમજણશક્તિ આપણા મનુષ્યો કરતાં પણ બે ગણી વધારે આપી છે. પશુઓ માનવીના હાવભાવ પરથી તેનો મૂડ પણ જાણી લે છે. માનવીના દરેક ભાવો અને લાગણીને પશુઓ સમજી શકે છે. પણ મનુષ્ય પોતાની સ્વાર્થી વૃત્તિના કારણે પશુઓ પ્રત્યે પણ પોતાનું અભિમાન મૂકી ને પ્રેમથી વર્તન કરતો નથી.

મનુષ્યોને જેમ પશુઓ પણ અનેક ભાવો અને લાગણીઓ અનુભવતા હોય છે. પશુઓને પણ સારા અને ખરાબની પરખ કરતાં આવડે છે. પશુઓ પણ પોતાના સંપર્કમાં આવતા ઘણાં બધાં માણસો માંથી સારા માણસને પારખી શકે છે. પશુઓ પણ માણસોના હાવભાવ સમજે અને તેમની સાથે તે પ્રમાણેનું વર્તન પોતાના અંગોથી કરે છે.

આપણે મનુષ્યોમાં મિત્રતા, પ્રેમ વગેરેના સંબંધો જોયા છે પણ પશુઓમાં પણ આ રીતના સંબંધો જોવા મળે છે. કોઈના તરફ પ્રેમની લાગણી, કોઈક ને ખોવાનો ડર પશુઓમાં પણ જોવા મળે છે.પશુની મૈત્રી વફાદારી યુક્ત હોય છે. માનવો અને પશુની મૈત્રી માત્ર  સાહિત્યમાં વાર્તાઓ સ્વરૂપે જોવા મળતી નથી પણ આપણે આપણી આસપાસ જોઈએ તો આપણને ઘણા લોકો કે પશુઓ એવા દેખાશે જે મિત્રતામાં બંધાયેલા હોય! સાહિત્ય અને વાર્તાઓ આપણા જીવનની આસપાસ જ વણાયેલા હોય છે. એ આપણા જીવનમાંથી જ ઉપસી આવ્યા છે. માનવો અને પશુઓની મૈત્રી તો ઇતિહાસમાં પણ જોવા મળે છે.

manav ane pashu ni maitri essay in gujarati

માણસ અને પ્રાણી મિત્રતા વાર્તા

માનવ અને પશુની મૈત્રીનું શ્રેષ્ઠ ઉદાહરણ રાધનપુર ગામમાં આવેલી કૂતરાની સમાધિ છે. લાખા વણઝારા નામના એક વ્યક્તિ અને કૂતરાની મિત્રતાનો કિસ્સો ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલ રાધનપુરમાં બનેલો છે. એક વખત આ લાખો પોતાના ધંધામાં ખોટ ખાય છે. અને તે કોઈ શેઠ પાસેથી ઉધાર માંગે છે. અને એના બદલે પોતાનો કૂતરો શેઠ પાસે મુકિને ધંધા પર જતો રહે છે. કૂતરો પોતાની વફાદારી માટે જાણીતો હોય છે. કૂતરો પોતાની વફાદારીથી શેઠને ત્યાં ચોરી થતી રોકે છે. કૂતરાની વફાદારીથી ખુશ થઈને કૂતરાના ગાળામાં ચિઠ્ઠી બાંધીને કૂતરાને છોડી મૂકે છે.

કૂતરો લાખા પાસે આવે છે પણ લખાને લાગ્યું કે કૂતરો શેઠ પાસેથી ભાગી આવ્યો છે એટલે લખાએ પોતાની લાકડી કૂતરાના માથા પર મારી અને કૂતરાએ ત્યાજ પોતાના પ્રાણ છોડ્યા! પછી લાખો કૂતરાના ગાળામાં બાંધેલી ચિઠ્ઠી જુએ છે. ચિઠ્ઠી વાંચીને લાખાને ખુબ જ અફસોસ થાય છે અને તે કૂતરાની વફાદારી  માટે ખૂબ માન અનુભવે છે. લાખો કૂતરા માટે સમાધિ બનાવડાવે છે. આ કિસ્સો તો માત્ર મનુષ્ય અને પશુની મિત્રતાનું એક ઉદાહરણ છે. આવા તો કંઈ કેટલાય કિસ્સાઓમાં જોવા મળે છે જ્યાં માનવ અને પશુની મૈત્રી હોય છે.

માત્ર પાળેલા પશુઓ સાથે જ મૈત્રી થાય એવું જરૂરી નથી પણ મનુષ્ય અને જંગલી પ્રાણીઓ વચ્ચે પણ મૈત્રીના સંબંધોની વાર્તા સાંભળવા મળે છે. પશુઓ પાસે માત્ર વાણી એટલે કે જુબાન નથી પણ એ બધાં પોતાના હાવભાવને પોતાની આંખો અને અંગોથી વર્ણવે છે. પશુઓ માનવો કરતા વધારે લાગણીશીલ હોય છે.  પ્રેમ એવી ભાવના છે જે નાત-જાત, મનુષ્યો- પ્રાણીઓ કે નિર્જીવ હોય તેમજ સજીવ બધાંથી પર હોય છે.

manav ane pashu maitri essay in gujarati

મનુષ્ય પાસે પૈસા હોય ત્યાં સુધી તેના ઘણાં બધાં મિત્રો અને શુભચિંતકો હોય છે પણ જેવો વ્યક્તિનો ખરાબ સમય ચાલુ થાય અને જ્યારે વ્યક્તિ પાસે પૈસાની કમી હોય ત્યારે બધાં સ્વજનો તેનાથી દૂર થઈ જાય છે પણ એનું પ પાળીતું પશુ ક્યારેય તેનો સાથ છોડશે નહિ! કારણકે મનુષ્ય અને પશુની મૈત્રી કોઈ પણ પ્રકારના સ્વાર્થને આધીન હોતી નથી. તેમની વચ્ચે પ્રેમ અને વફાદારીનો સંબંધ હોય છે.  પશુ એ માનવબાળને માતૃત્વનો પ્રેમ પણ આપી શકે છે.

માનવીને એક સામાજિક પ્રાણી કેહવામાં આવે છે જેનો મતલબ એમ કે માનવીની પ્રવૃત્તિઓ ભલે પશુઓથી જુદી હોય પણ માનવી અને પશુઓ સંનલગ્ન જ હોય છે. બંને એક બીજાથી આધારિત હોય છે. A MAN CAN BE TRUST ON ANIMALS MORE THEN HUMAN BEINGS એટલે કે મનુષ્ય બીજા મનુષ્યો કરતા વધારે પ્રાણીઓ અને પશુઓ પર વિશ્વાસ કરી શકે છે.

મનુષ્યોની એક આદત હોય છે જ્યારે વ્યક્તિઓનો ખરાબ સમય ચાલતો હોય ત્યારે તેઓ ઘા કરવાનું ચૂકતા નથી અને ભૂલો ગણાવીને વ્યક્તિને વધારે દુઃખી કરે છે જ્યારે  પશુઓ માનવને એની ભૂલોનો અહેસાસ કરાવ્યાં વગર ગમે તેટલો ખરાબ સમય હોય તેની સાથે ઊભા રહે છે. A man’s friendship is not last long but it is permanant with pets! એટલે કે મનુષ્યની મિત્રતા કદાચ બહુ લાંબી ચાલી શકે નહિ પણ પશુ સાથેની મૈત્રી કાયમ ટકી રહે છે.

પશુઓ માનવ માટે ઘણી બધી રીતે મદદરૂપ થાય છે. પહેલાંના સમયમાં મનુષ્યનું અડધું જીવન પશુઓને  આધારિત હતું પણ હવેના આધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસથી માનવીને પશુઓ સાથેનો સંપર્ક ઓછો થઈ ગયો છે. પણ મનુષ્યના સાચાં અને વફાદાર મિત્ર પશુઓ જ હોય છે.

આ ૫ણ વાંચો:-

હુ આશા રાખુ છું કે તમને અમારો માનવ અને પશુની મૈત્રી નિબંધ (manav ane pashu ni maitri essay in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

અહીં “માનવ અને પશુની મિત્રતા” વિષય પર સુંદર અને સરળ ભાષામાં લેખ (નિબંધ) આપવામાં આવ્યો છે:


🐾 માનવ અને પશુની મિત્રતા

(Manav Ane Pashu Ni Maitri)

પશુ અને માનવ વચ્ચેનો સંબંધ અનેક વર્ષોથી મજબૂત રહ્યો છે. જ્યારે માનવજાતિના વિકાસની શરૂઆત થઈ, ત્યારે તેણે પોતાના રક્ષણ અને સહાય માટે પશુઓનો સહારો લીધો. ધીરે ધીરે આ સંબંધ માત્ર ઉપયોગીતા પૂરતો નહોતો રહ્યો, પરંતુ તેમાં લાગણી અને મિત્રતા પણ પેદા થઈ.

માનવ પોતાના ઘરમાં કેટલાક પશુઓને પાળતો હોય છે જેમ કે કુતરું, બિલાડી, ગાય, ભેંસ, ઘોડો વગેરે. તેઓ માત્ર પશુ નથી રહેતાં, પરંતુ પરિવારના સભ્ય જેવા બની જાય છે. ખાસ કરીને કૂતરો માનવનો વફાદાર મિત્ર ગણાય છે. તે પોતાના માલિકની રક્ષા કરે છે, પ્રેમ આપે છે અને વફાદારીનો ઉત્તમ ઉદાહરણ બને છે.

પશુઓની સાથે ગુજારેલો સમય માનસિક શાંતિ આપે છે. તે ભાવનાઓને સમજવા માટે શબ્દોની જરૂર પડતી નથી. માનવ જ્યારે દુઃખી કે તણાવમાં હોય ત્યારે પશુઓનો સાથ એક નિઃશબ્દ સહારો પુરો પાડે છે.

અન્ય પાસેથી માંડીને પશુઓ પણ પોતાના માલિક માટે જીવ જોખમમાં મૂકી દે છે. પશુઓ માનવ પ્રત્યે લાગણી રાખે છે, પણ માનવે હંમેશાં તેમના પર દયા અને પ્રેમ રાખવો જોઈએ. આજના સમયમાં, જ્યારે પશુઓનો શિકાર થાય છે, કે તેમના પર અત્યાચાર થાય છે, ત્યારે માનવતાને શરમ આવે છે.

અંતે કહી શકાય કે માનવ અને પશુ વચ્ચેની મિત્રતા ખૂબ પવિત્ર અને શ્રેષ્ઠ છે. તેને સમજવી અને જાળવવી દરેક માનવનું કર્તવ્ય છે.


✍️ નિબંધનો સાર:

માનવ અને પશુ વચ્ચેનું નાતું માત્ર સહઅસ્તિત્વ નથી, પરંતુ તે લાગણી, પ્રેમ અને નિષ્ઠાનું અજોડ ઉદાહરણ છે.


જો તમને shorter version, 10-12 linesમાં જોઇતું હોય તો હું તે પણ આપી શકું. શું તમારે એવું જોઈએ?

Leave a Comment

error: