રાષ્ટ્રીય ધ્વજ વિશે માહિતી | રાષ્ટ્રીય ધ્વજ દિવસ | Rashtradhwaj In Gujarati

ભારતીય રાષ્ટ્રીય ધ્વજને તિરંગો પણ કહેવાય છે. પણ શું તમે જાણો છો કે તિરંગા શા માટે કહે છે નહી, આ ત્રણ રંગથી મળેલું છે તેથી તિરંગા કહેવાય છે. દરેક રાષ્ટ્રનો તેમનો એક ઝંડો રહે છે જે જનાવે છે કે આ સ્વતંત્ર રાષ્ટ્ર છે.ધ્વજમાં લંબાઈ અને પહોળાઈનું પ્રમાણમાપ 2:3 છે.

Contents

રાષ્ટ્રીય ધ્વજ વિશે માહિતી (Rashtradhwaj in gujarati)

નામ
તિરંગો
પ્રમાણમાપ 2:3
રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકૃતી 22 July 1947
કોણે ડિઝાઈન કર્યો પિંગાલી વેંક્યા

રાષ્ટ્રીય ધ્વજ દિનની જરૂરિયાત:-

ભારતને ઈ.સ.1947માં આઝાદી મળી.  ત્યારબાદ સૈનિકોના કલ્યાણ અને સુધારણા માટે સરકારને ભંડોળ એકત્ર કરવાની ફરજ ઉભી થઈ. તે અંતર્ગત 28 ઑગસ્ટ, 1949 ના દિવસે રક્ષામંત્રીની હાજરીમાં એક બેઠક મળી જેમાં 7 ડિસેમ્બરને દર વર્ષે ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ. તેની પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે લોકોને નાના નાના ઝંડાઓ વેચી તેમાંથી જે ભંડોળ એકત્ર થાય તે સૈનિકોના કલ્યાણ અર્થે વાપરવું. ભારતમાં સૌપ્રથમ ધ્વજ દિવસની ઉજવણી 7 ડિસેમ્બર, 1949નાં રોજ કરવામાં આવી હતી.

એવું માનવામાં આવે છે કે દેશની રક્ષા કરવા લડાઈઓમાં પોતાનો જીવ જોખમે મૂકતા જવાનોના પરિવારોને આશરો આપવાની જવાબદારી નાગરિકોની છે. તેથી આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય સૈનિકો, ભારતીય નૌસેના, તથા એરફોર્સના હિંમતવાન જવાનોના સન્માન માટે તેમજ શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

તો ચાલો રાષ્ટ્રીય ધ્વજ દિવસ નિમિતે આપણી ભારતીય સેનાના વિવિધ ધ્વજો વિશે માહિતી મેળવીએ…

ભારતીય સેનાનો ધ્વજ:

જેમાં લાલ ધ્વજમાં સૈન્યનું ચિન્હ તથા ઉપરના ખૂણા પર ભારતીય ત્રિરંગો હોય છે.

ભારતીય નૌકાસેનાનો ધ્વજ:

જેમાં સફેદ ધ્વજમાં લાલ પટ્ટા અને વચ્ચે રાષ્ટ્રીય સિંહાકૃતિવાળું ચિન્હ અને ઉપરના ખૂણા પર ભારતીય ત્રિરંગો હોય છે.

ભારતીય વાયુસેનાનો ધ્વજ:

જેમાં આછા ભૂરા રંગના ધ્વજ ઉપર વર્તુળાકાર ચિન્હો તથા ઉપરના ખૂણા પર ભારતીય ત્રિરંગો

ભારતીય તટરક્ષક દળનો ધ્વજ:

જેમાં ભૂરા ધ્વજ ઉપર તટરક્ષક દળનું ચિન્હ તથા ઉપરના ખૂણા પર ભારતીય ત્રિરંગો હોય છે.

“વિજય વિશ્વ તિરંગા પ્યાર ઝંડા ઉંચા રહે હમારા” ગીત આપણાં ત્રિરંગાને સમર્પિત છે. ત્રિરંગો જોઈને બાળકોથી લઈને મોટા સૌ કોઈ જોશમાં ભરેલા રહે છે. દર વર્ષે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ઝંડાને ખૂબ આદરની સાથે ફરકાવાય છે અને 21 તોપની સલામી અપાય છે અને તેમજ સેના ભારતીય ધ્વજનો સમ્માન કરે છે.

ત્રણ રંગોથી બનેલો તિરંગો:-

ઈ.સ. 1947થી લઈને આજ સુધી ભારતીય ધ્વજ તે જ રીતે ફરકાવાય છે – તેના ઉપર કેસરિયો રંગ પછી સફેદ અને નીચે લીલો રંગ રહે છે. 24 આરા ધરાવતું એક ચક્ર છે. જેને અશોક ચક્ર કહેવાય છે. આ દરેક રંગ એક વિશિષ્ટ સંદેશ આપે છે

રાષ્ટ્રીય ધ્વજ

કેસરી રંગ:-

પહેલા પટ્ટામાં આવતો કેસરી રંગ બલિદાનનું પ્રતિક છે. આ રંગ રાષ્ટ્રના પ્રતિ હિંમત અને નિઃસ્વાર્થ ભાવનાઓને જણાવે છે. આ રંગ બૌદ્ધ, જૈન જેવા ધર્મોના માટે ધાર્મિક મહત્વનો રંગ છે અને કેસરિયો રંગ બધા ધર્મોના અહંકારને મુક્તિ અને ત્યાગનો સંદેશ આપે છે. લોકોમાં એકતા બનાવવાનો પણ આ પ્રતિક ગણાય છે.

સફેદ રંગ:-

ભારતીય ઝંડાની વચ્ચે રહે છે સફેદ રંગ જે શાંતિ અને ઈમાનદારીનું પ્રતિક ગણાય છે. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ સફેદ રંગને સ્વચ્છતા અને જ્ઞાનનું પણ પ્રતિક ગણાય છે. સફેદ રંગથી સચ્ચાઈની રોશની મળે છે. સફેદ રંગથી આ શીખ મળે છે કે હંમેશા સચ્ચાઈનાં રસ્તા પર ચાલવું જોઈએ.

લીલો રંગ:-

તિરંગાના સૌથી નીચે લીલો રંગ એ વિશ્વાસ, ખુશી, સમૃદ્ધિ અને પ્રગતિનો પ્રતીક છે. દર્શન શાસ્ત્ર મુજબ લીલો રંગ ઉત્સવનો રંગ છે જે જીવનની ખુશીઓને જુએ છે. લીલો રંગ ભારતમાં હરિયાળીને દર્શાવે છે અને આ ભારતના રાજનીતિક નેતાઓને યાદ દિલાવે છે કે તેને માટીની બહારના અને આંતરિક દુશ્મનોથી રક્ષા કરવી જોઈએ.

આ ઉપરાંત વચ્ચે આવેલું અશોકચક્ર એ એકતાનું પ્રતિક છે. એ દર્શાવે છે કે દેશનાં તમામ લોકોએ હળીમળીને રહેવું જોઈએ.

ધ્વજને ખાદીના કાપડમાંથી બનાવવામાં આવે છે. ઈ. સ. 1906માં પ્રથમવાર ભારતનો બિન સત્તાવાર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ઈ. સ. 1904માં સ્વામી વિવેકાનંદની શિષ્યા ભગિની  નિવેદિતાએ બનાવ્યો હતો. 7 ઓગસ્ટ 1906માં બંગાળ વિભાજનના વિરોધમાં પારસી બાગાન ચોક કલકત્તામાં તેને કોંગ્રેસ અધિવેશનમાં લહેવાવવામાં આવ્યો હતો.

ભારતના રાષ્ટ્રીય ધ્વજ વિશેની રોચક વાતો:-

ભારતને 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદી મળી હતી, પણ શું તમે જાણો છો તેનાથી 23 દિવસ પહેલાં જ 22 જુલાઇના દિવસે ભારતના સંવિધાન સભાએ દેશને આધિકારિક રીતિ ત્રિરંગાને સામેલ કર્યો.

રાષ્ટ્રીય ધ્વજ

ભારતનો પ્રથમ ધ્વજ:-

ભારતનો પ્રથમ ત્રિરંગો જે સ્વામી વિવેકાનંદના શિષ્ય નિવેદિતાએ ઈ. સ. 1904થી ઈ. સ. 1906માં બનાવ્યો હતો, જેમાં લાલ અને પીળો રંગ સામેલ હતો.

ભારતનો બીજો ધ્વજ:-

મેડમ કામાએ તેમના ક્રાંતિકારીઓ સાથે મળીને 7 ઓગસ્ટ 1906 ના રોજ ત્રિરંગાને પારસી બાગાન ચૌક કલકત્તામાં ફરકાવવામાં આવ્યો હતો. જે શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ ધ્વજ પહેલા ધ્વજ કરતાં થોડો જ અલગ તરી આવતો હતો.

ઈ. સ. 1917માં બાલ ગંગાધર તિલકે ધ્વજ બનાવ્યો:-

ઈ. સ. 1917માં બાલ ગંગાધર તિલકે એક ધ્વજ બનાવ્યો, આ ધ્વજ પર એક યુનિયન જેક હતો, ધ્વજમાં પાંચ લાલ અને લીલા રંગના ચાર પટ્ટા હતા.

મહાત્મા ગાંધીજી ઈ. સ. 1921:-

ઈ. સ. 1921માં મહાત્મા ગાંધીજીના આગ્રહ પર ધ્વજ ડિઝાઈન કરવામાં આવ્યો, જેમાં સફેદ, લીલો અને લાલ રંગ હતો જેમાં ગાંધીજીનો ચરખો હતો, આ ધ્વજમાં કલરની જો વાત કરીએ તો દરેક કલર કોઈ સંદેશ આપે છે, જેમ કે સફેદ ભારત અને લીલો મુસલમાન તેમજ લાલ શીખ અને ઈસાઈઓના સમુદાયોનું નિર્દેશન કરે છે.

હિન્દુ અને મુસ્લિમ બંનેનું પ્રતિક:-

ઈ. સ. 1931માં એક બીજો ધ્વજ ડિઝાઈન કરવામાં આવ્યો જેમાં કેસરી રંગ દર્શાવાયો જે હિન્દુ અને મુસ્લિમ બંનેનું પ્રતિક છે.

ઈ. સ. 1947નો ધ્વજ:-

ઈ. સ. 1947માં એક સમિતિ બની જે ડૉ. રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં ભારતના રાષ્ટ્રીય ધ્વજની પસંદગી કરવા માટે બનાવવામાં આવી હતી, પણ ઈ. સ. 1931ના ધ્વજને ભારતીય ધ્વજના રુપમાં આપનાવવામાં આવ્યો. પણ આ ધ્વજમાં ચરખાના સ્થાને એક પૈડુ એટલે કે એક ચક્ર રાખવામાં આવ્યુ અને આ રીતે અસ્તિત્વમાં આવ્યો દેશનો રાષ્ટ્રધ્વજ. જેને ડિઝાઈન કર્યો હતો પીન્ગાલી વેંકૈયાએ ડિઝાઈન કર્યો હતો.

લેખિકા:-શ્રીમતી સ્નેહલ રાજન જાની

પ્રશ્નોતરી:-

રાષ્ટ્રધ્વજ ની રચના કોણે કરી

ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાની ડિઝાઇન બનાવનાર વ્યક્તિનું નામ પિંગલી વેંકૈયા છે. તેમણે 1916 થી 1921 સુધી લગભગ 30 દેશોના રાષ્ટ્રધ્વજનો અભ્યાસ કર્યા ૫છી સ.ને. 1921માં ધ્વજ ની રચના કરી હતી.

ભારતનો રાષ્ટ્રધ્વજ પ્રથમવાર ક્યારે અને ક્યાં ફરકાવવામાં આવ્યો હતો?

મેડમ કામાએ તેમના ક્રાંતિકારીઓ સાથે મળીને 7 ઓગસ્ટ 1906 ના રોજ ત્રિરંગાને પારસી બાગાન ચૌક કલકત્તામાં ભારતનો રાષ્ટ્રધ્વજ પ્રથમવાર ફરકાવવામાં આવ્યો હતો. જે શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો

રાષ્ટ્રધ્વજ ક્યારે અપનાવવામાં આવ્યો?

22 જુલાઈ 1947ના રોજ, બંધારણ સભાએ વર્તમાન ધ્વજને ભારતીય રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવ્યો.

આ ૫ણ વાંચો:- 

હું આશા રાખું છું કે તમને અમારો રાષ્ટ્રીય ધ્વજ વિશે માહિતી નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુકટેલીગ્રામઇન્સ્ટાગ્રામયુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

અહીં “રાષ્ટ્રધ્વજ” વિશે ગુજરાતી ભાષામાં સરળ અને માહિતીસભર નિબંધ (Rashtradhwaj in Gujarati) આપેલ છે:


🇮🇳 રાષ્ટ્રધ્વજ – નિબંધ (Rashtradhwaj Essay in Gujarati)

પરિચય:

રાષ્ટ્રધ્વજ એ કોઈપણ દેશની ઓળખ છે. તે દેશના ગૌરવ, એતિહાસ અને સ્વતંત્રતાનું પ્રતિક છે. ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો તરીકે ઓળખાય છે. તેને આપણે ખૂબ આદર અને ગૌરવથી ફહેરાવીએ છીએ.


🎨 ભારતીય રાષ્ટ્રધ્વજનો રંગ અને સ્વરૂપ:

  • ત્રણ રંગો:

    • ઉપરનો રંગ કેસરી (સાહસ અને બલિદાનનું પ્રતિક)

    • મધ્યમાં સફેદ (શાંતિ અને સત્યનું પ્રતિક)

    • નીચે લીલો રંગ (શ્રમ અને સમૃદ્ધિનું પ્રતિક)

  • અશ્વચક્ર:
    સફેદ પટ્ટી વચ્ચે ઘેરો નીલો “અશ્વચક્ર” છે. તેમાં 24 આડા પડતા હોય છે.
    આ ચક્ર ધાર્મિક અને નૈતિક નિયમોનું પ્રતિક છે – જે “ધર્મચક્ર” તરીકે ઓળખાય છે.


📅 ઈતિહાસ:

  • 22 જુલાઈ 1947ના રોજ ભારતના રાષ્ટ્રીય ધ્વજને અધિકૃત માન્યતા આપવામાં આવી હતી.

  • પંડિત જવાહરલાલ નેહરુએ તે દિવસ ‘રાષ્ટ્રધ્વજ અપનાવવાનો દિવસ’ તરીકે જાહેર કર્યો.


📜 રાષ્ટ્રધ્વજનો મહિમા અને નીતિ:

  • ધ્વજ સાથે અમર જવાનો, ક્રાંતિકારીઓ અને દેશપ્રેમીઓનું બલિદાન જોડાયેલું છે.

  • ધ્વજને હંમેશા માન આપવો જોઈએ. તેને ઝૂકાવવો કે જમીન પર મૂકવો નહીં.

  • રાષ્ટ્રગાન “જન ગણ મન” ધ્વજવંદન સમયે ગાવવામાં આવે છે.


🏫 શાળાઓ અને સરકારી કાર્યક્રમોમાં:

  • શાળાઓમાં ધ્વજવંદન દ્વારા દેશપ્રેમ ઉભરતો રાખવામાં આવે છે.

  • 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) અને 26 જાન્યુઆરી (ગણતંત્ર દિવસ) પર તિરંગો ઊંચે ફહેરાવવામાં આવે છે.


નિષ્કર્ષ:

ભારતીય રાષ્ટ્રધ્વજ આપણું ગૌરવ છે. તે આપણને એકતા, શાંતિ અને દેશભક્તિનો સંદેશ આપે છે. આપણે હંમેશા તેનો આદર કરવો જોઈએ અને તેનું સમ્માન જાળવવું જોઈએ.


જય હિન્દ! 🇮🇳

જો તને આ નિબંધ ટૂંકા રૂપમાં કે બાળકો માટે વધુ સરળ ભાષામાં જોઈએ તો કહેજે, હું એ રીતે પણ બનાવી આપીશ.

Leave a Comment

error: