વિરાટ કોહલી આ નામથી ભાગ્યે જ ૫રીચિત નહી હોય. વિરાટ કોહલીનો સમાવશે વિશ્વના મહાન ક્રિકેટરની યાદીમાં થાય છે. તે જમણોડી બેસ્ટટમેન તથા ઓલરાઉન્ડર છે. હાલમાં, તે 2003 થી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના કેપ્ટન હોવા ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. વિરાટ કોહલીને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો, આ જોઈને તેના પિતાએ તેને યોગ્ય માર્ગદર્શન આપી એ દિશામાં આગળ વધાર્યો, જેના કારણે તે આજે આ સ્થાને પહોંચ્યો છે. ક્રિકેટમાં તેમના મહત્વપુર્ણ યોગદાન માટે, વીરાટ કોહલીને 2017 માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Contents
વિરાટ કોહલી વિશે માહિતી | virat kohli information in gujarati
નામ (Name) :- | વિરાટ કોહલી |
હુલામણું નામ ( Nick Name) :- | ચીકુ, રન મશીન |
જન્મ તારીખ (Date of birth) :- | ૫ નવેમ્બર ૧૯૮૮ |
જન્મ સ્થળ( birth Place) :- | દિલ્લી, ભારત |
રાશી (Zodiac Sign) :- | વૃક્ષિક |
ઉંમર (virat kohli age) :- | ૩૩ વર્ષ |
પિતાનું નામ (Father Name ) :- | પ્રેમ કોહલી |
માતાનું નામ (Mother Name) :- | સરોજ કોહલી |
૫ત્નીનું નામ (virat kohli wife) :- | અનુંષ્કા શર્મા |
ઉંચાઇ (virat kohli height) :- | 5 ft 9 in (175 cm) |
વજન (virat kohli weigh) :- | 69 કી.ગ્રા |
શિક્ષણ (virat kohli education qualification) | ૧૨ ઘોરણ |
ઘર્મ (Religion) | હિન્દું |
જાતિ (Caste) | ખત્રી |
ખાસ મિત્રો (Best Friend’s) | ક્રિસ ગેલ, એબી ડે વિલિયર્સ, રોહિત શર્મા |
કોચ (Coach/Mentor) | રાજકુમાર શર્મા |
એવોર્ડ | પદ્મશ્રી પુરસ્કાર (૨૦૧૭) |
વિરાટ કોહલીનો જન્મ ૫ નવેમ્બર ૧૯૮૮ના રોજ દિલ્લીમાં એક પંજાબી ૫રીવારમાં થયો હતો. તેમના પિતા પ્રેમ કોહલી એક વકીલ અને માતા સરોજ કોહલી ગૃહિણી હતા. તેમને એક મોટો ભાઇ વિકાસ અને એક મોટી બહેન ભાવના ૫ણ છે. એવું કહેવાય છે કે વિરાટ કોહલી જયારે ૩(ત્રણ) વર્ષની ઉંમરના હતા ત્યારે તેમણી ૫હેલીવાર બેટ ૫કડયુ હતુ અને તેના પિતાને બોલીંગ કરવા કહયુ હતુ.
શિક્ષણ અને તાલીમ :-
કોહલી ઉત્તમ નગરમાં મોટો થયો હતો અને તેણે વિશાલ ભારતી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1998 માં, પશ્ચિમ દિલ્હી ક્રિકેટ એકેડમીની રચના કરવામાં આવી હતી અને કોહલીએ 9 વર્ષની ઉંમરે જ તેમાં પ્રવેશ મેળવી લીઘો હતો. કોહલીના પિતાએ કોહલીને ત્યારે આ એકેડેમીમાં સામેલ કર્યો કે જ્યારે તેના પાડોશીએ તેમને કહ્યું કે, “વિરાટે ગલી ક્રિકેટમાં સમય બગાડવો ન જોઈએ પરંતુ તેણે એકેડમીમાં વ્યવસાયિક રીતે ક્રિકેટ શીખવું જોઈએ.” સુમિત ડોગરા એકેડમીમાં રાજીવકુમાર શર્મા પાસેથી કોહલીએ તાલીમ લીધી અને મેચો પણ રમી. 9મા ધોરણમાં તેને ક્રિકેટની તાલીમ માટે સેવિયર કોન્વેન્ટમાં મૂકવામાં આવ્યો. કોહલી અભ્યાસની સાથે સાથે રમતગમતમાં પણ સારો હતો, તેના શિક્ષકો તેને “મહેનતુ અને બુદ્ધિશાળી બાળક” તરીકે ઓળખાવે છે.
ક્રિકેટર તરીકેની શરૂઆત:-
વિરાટ કોહોલીને વર્ષ 2004માં Under 17 Delhi Cricket Team ના સભ્ય બનાવવામાં આવ્યો. એની સાથે જ તેને Vijay Merchant Trophy માુ રમવા મળ્યુ . આ ચાર મેચોની સીરીજમાં જ કોહલીએ તેનું સુંદર ૫ર્ફોમન્સ બતાવીને ૪૫૦ કરતાં ૫ણ વઘુ રન બનાવ્યા. જેમાં એક જ મેચમાં ૨૫૧ રન નોટઆઉટ રહી બનાવ્યા હતા. બીજા વર્ષની Vijay Merchant Trophy માં તો તે દરેક સમાચાર૫ત્રમાં છવાયેલો રહયો હતો. આ વખતે તેણે ૭ મેચોમાં ૭૫૭ રન બનાવીને સૌથી વઘુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે બનાવી લીઘો હતો. આ ટૂનામેન્ટમાં તેણે ૮૪.૧૧ રનની સરેરાશથી રન બનાવ્યા હતા. જેમાં ૨ શતક ૫ણ સામેલ હતા.
જુલાઈ 2006માં, વિરાટ કોહલીને ભારતના અંડર-19 ક્રિકેટ ખેલાડીઓમાં પસંદ કરવામાં આવ્યો હતો અને તેનો પ્રથમ વિદેશી પ્રવાસ ઈંગ્લેન્ડ હતો. આ ઈંગ્લેન્ડ પ્રવાસમાં તેણે ત્રણ વન-ડેમાં 105 રન બનાવ્યા હતા. આ પ્રવાસમાં તેણે ત્રણ ટેસ્ટ મેચમાં 49 રનની એવરેજથી રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તે વર્ષે બંને શ્રેણી જીતીને ફરી હતી. બાદમાં તે જ વર્ષે વિરાટે અંડર-19 ક્રિકેટમાં પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પછી, તેની પ્રતિભા જોઈને, વિરાટને અંડર-19 ક્રિકેટમાં કાયમી ખેલાડી તરીકે સિલેકટ કરવામાં આવ્યો.
18 ડિસેમ્બર 2006ના રોજ બ્રેઈન સ્ટ્રોકને કારણે તેમના પિતાનું અવસાન થયું. પોતાના પ્રારંભિક જીવનને યાદ કરતા કોહલીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, “મેં મારા જીવનમાં ઘણું જોયું. જ્યારે હું નાનો હતો ત્યારે મેં મારા પિતાને ગુમાવ્યા, જેના કારણે પારિવારિક વ્યવસાય ખોરવાઇ ગયો, જેના કારણે મારે પણ ભાડાના રૂમમાં રહેવું પડ્યું હતુ.”
વિરાટ મિડલ ઓર્ડર બેટ્સમેનની સાથે સાથે જમણા હાથનો મીડિયમ પેસ બોલર પણ છે. તે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કરે છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન ૫ણ છે. તે પશ્ચિમ દિલ્હી ક્રિકેટ એકેડમી તરફથી પણ રમી ચૂક્યો છે. ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદીનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ 2008માં વન-ડે ઈન્ટરનેશનલ (ODI)માં પદાર્પણ કર્યું હતું અને 2011 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો હિસ્સો ૫ણ રહી ચુકયો હતો. વન-ડે ક્રિકેટ ટીમમાં નિયમિત હોવા છતાં, કોહલીએ તેની પ્રથમ ટેસ્ટ 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે કિંગ્સ્ટન ખાતે રમી હતી. કોહલી 2012માં ICC વન-ડે Cricketer of the Year તરીકે સ્થાન મેળવ્યુ હતુ. નવેમ્બર 2013 માં, તે પ્રથમ વખત વન-ડે બેટ્સમેનમાં ટોચ સ્થાન પર હતો.
વિરાટ કોહલીના ટો૫ ૫ રેકોર્ડ (Top Five Records) –
- વિરાટ કોહલી સૌથી ઝડપી 10000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. આ પહેલા આ રેકોર્ડ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના નામે હતો.
- તે ટેસ્ટ મેચોમાં સૌથી ઝડપી 24 સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન છે.. જોકે ઇન્ટરનેશન સ્તરે આ રેકોર્ડ બ્રેડમેનના નામે છે.
- વિરાટ કોહલી IPL 2016માં ચાર સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.
- તે વન-ડે મેચોમાં સૌથી ઝડપી 11000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.
- IPLની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ૫ણ વિરાટ કોહલી નામે છે. વર્ષ 2016માં તેણે ચાર સદી ફટકારીને 973 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીને મળેલ એવોર્ડ(Virat Kohli Awards And Achievement)
- પદ્મશ્રી (2017)
- ICC મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ યર (2012)
- વિઝડન ક્રિકેટર્સ ઓફ ધ યર (2019)
- અર્જુન એવોર્ડ (2013)
- સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી (2018)
- મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ (2018)
- વિઝડન લીડિંગ ક્રિકેટર ઇન ઘ વલ્ડ (2017,18)
- મનપસંદ રમતવીર માટે પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ ઈન્ડિયા (2012).
- CNN-ન્યૂઝ18 ઇન્ડિયન ઓફ ધ યર (2017)
વિરાટ કોહલીના જીવનમાંથી બોધપાઠ-
તેના પિતાના મૃત્યુ પછી, તે ખૂબ જ એકલો પડી ગયો, તેની અને તેના ભાઈ પાસે કોઈ નોકરી નહોતી. ઘણો સંઘર્ષ કરીને તે આ સ્થાને પહોંચ્યો છે, જેનો શ્રેય તે તેના પિતાને આપે છે. વિરાટ આજે પણ તેમની કમી અનુભવે છે, પરંતુ તે ક્યારેય અટકયો નહીં,અને ૫રિશ્રમ કરતો રહ્યો ત્યારે આજે આ મુકામ સુઘી ૫હોચ્યો છે. કહેવાય છે ને કે ‘કોશીશ કરને વાલો કી કભી હાર નહીં હોતી’.
હું આશા રાખું છું કે તમને અમારો વિરાટ કોહલી નું જીવનચરિત્ર (virat kohli biography in gujarati) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આ બ્લોગ ૫ર વિવિઘ વિષયો ૫ર ગુજરાતી સુવિચાર, શાયરી, ગુજરાતી નિબંઘ ,જીવનચરિત્ર અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.