આપણા દેશમાં પાંચમી સપ્ટેમબરના દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને એક આદર્શ શિક્ષક એવા ડૉ.સર્વપલ્લી રાધકૃષ્ણનની યાદમાં ઉજવવામાં આવે છે. શાળા કોલેજોમાં આ દિવસને જાહેર રજા તરીકે ના ઉજવતાં વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે, જેનાથી બાળકો શિક્ષકનું મહાત્મ્ય સમજે અને શિક્ષકોનો આધાર કરતાં થાય.
Contents
શિક્ષક દિનની રૂપરેખા
નામ | શિક્ષક દિન (teachers day) |
તારીખ | 5 સપ્ટેમ્બર |
પ્રમુખ વ્યકિત | ડૉ.સર્વપલ્લી રાધકૃષ્ણન |
૫હેલી વખત કયારે મનાવવામાં આવ્યો | 1962 |
પ્રકાર | રાષ્ટ્રિય ૫ર્વ |
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન:
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ પાંચમી સપ્ટેમ્બર 1888ના રોજ તમિલનાડુના તીરૂતાનીમાં થયો હતો. તેમને તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.ની પદવી મેળવી હતી. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતા. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. શિક્ષક પદથી રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા.
તેમણે એકવાર કહ્યું હતું કે – “હું પહેલા શિક્ષક છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું .” ૧૯૫૨માં તેમની વરણી ભારતના રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી.ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી.
જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો.તેમનો જન્મદિવસ ઉજવવા તેમની આગળ રજૂઆત કરી હતી. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષક દિન તરીકે ઊજવવામાં આવે છે.
શિક્ષક દિનની ઉજવણીનું મહત્વ :
આપણી શાળા કૉલેજોમાં શિક્ષક દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે. બાળકો શિક્ષકનું મહત્વ સમજે અને આદર કરતા થાય એ આશયથી આ દિવસે બાળકો ખુદ શિક્ષક બનીને કામ કરે એવી રીતે ઊજવવમાં આવે છે. આ દિવસે ઉત્સાહી બાળકો શિક્ષકની ભૂમિકા નિભાવે છે.
સવારની પ્રાર્થના સભાથી લઈને આખા દિવસની શાળાની જવાબદારી બાળકો જ સંભાળે છે. વર્ગખંડમાં કાર્ય કરવામાં કેટલી મુશ્કેલીઓ પડે છે એનાથી વાકેફ થાય છે. જ્યારે એક વિદ્યાર્થી તરીકે પોતે પોતાના શિક્ષકની સૂચના નથી માનતા કે વર્ગખંડમાં શાંતિ નથી જાળવતા ત્યારે કોઈ શિક્ષકની મનોદશા કેવી હોય છે એનો જાતે અનુભવ મેળવે છે.
આખો દિવસ શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ આ બાળકો પોતાના સહાધ્યાયીઓને વર્ગખંડમાં પડેલી મુશ્કેલીઓ અને આનંદની પળો વિશે જણાવે છે. શિક્ષક બન્યાનો ગર્વ અનુભવવાની સાથે સાથે તેઓ બીજા બાળકોને શિક્ષકોનો આદર કરવાની સલાહ પણ આપતા જાય છે. આ ઉપરાંત શાળાઓમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગુરુવંદના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ , જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ વિશિષ્ટ શિદ્ધી મેળવનાર શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવે છે.
શિક્ષકનું મહત્વ :
” શિક્ષક કભી સાધારણ નહીં હોતા , પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ .”
ચાણક્યનું આ વાક્ય શિક્ષકનું ઘણું મહત્વ સમજાવી જાય છે. શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષક વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે.
આપણા જીવનને યોગ્ય માર્ગે લઈ જવામાં શિક્ષક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા જ્ઞાન , કૌશલ્યો અને આવડતને જાણીને આપણી સફળતામાં સહભાગી અને માર્ગદર્શક બને છે. આપણો આત્મવિશ્વાસ વધારીને , આપણો આત્મવિશ્વાસ બનીને આપણને સફળતાના શિખરો સર કરાવે છે. એકડે એક ઘુંટાવવાથી લઈને જીવનમાં અનેક સંસ્કારોનું સિંચન કરે છે.
માત્ર અક્ષરજ્ઞાન જ નહી પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષક હમેશાં ચિંતિત હોય છે. એક ડૉક્ટર , એક વકીલ , એક પ્રોફેસર , એક અધકારી કે એક સફળ ઉધોગપતિના ઘડતરમાં શિક્ષકનો ખૂબ જ મહત્વનો ફાળો હોય છે. દેશના ભાવિ નાગરિકોના સર્જનનો પાયો એક શિક્ષકના હાથમાં છે. એક શિક્ષક જ છે જે હંમેશા પોતાના વિદ્યાર્થીઓની પ્રગતિ થી ખુશ થાય છે. એક એક સફળ વિદ્યાર્થી એમના માટે એક વિશેષ પુરસ્કાર હોય છે. બીજાની સફળતા પર ગર્વ લેવો એ એક શિક્ષક હૃદય જ કરી શકે છે.
આપણે જાણીએ જ છીએ કે મહારાજા છત્રપતિ શિવાજીના જીવન ઘડતરમાં માતા જીજાબાઇનો જેટલો ફાળો હતો એટલો જ ફાળો તેમના ગુરુ દાદા કૌંડદેવનો પણ હતો. તેમને શીવાજીને યુદ્ધ માટે પારંગત બનાવ્યા હતા. આજના આ દિવસે આપણે સ્ત્રી શિક્ષણના હિમાયતી માતા સાવિત્રી બાઈ ફૂલેને પણ ના ભૂલી શકીએ , જેમણે સ્ત્રી શિક્ષણનું મહત્વ સમજાવવા ખુદ સ્ત્રીઓની નિંદા અને હિંસાનો ભોગ બનીને પણ સ્ત્રી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી હતી. તેઓ સ્ત્રીઓને ઘરે ઘરે જઈને શિક્ષણ આપતાં હતાં અને શિક્ષણનું મહત્વ સમજાવતાં હતાં. આ કાર્યમાં તેમને સમાજના લોકો અને મહિલાઓના અત્યાચારનો ભોગ પણ બનવું પડયું હતું , પરંતુ તેમને ક્યારેય પીછે હઠ નહોતી કરી. આવા તો અનેક શિક્ષકોનો ઈતિહાસ આપણે જાણીએ જ છીએ.
ઉપસંહાર :
આપણા જીવન ઘડતર માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર શિક્ષકોના ઋણને આપણે પણ ના ભૂલવું જોઈએ. એક આદર્શ વિદ્યાર્થી તરીકે આપણે પણ આપણા શિક્ષકનો આદર કરવો જોઈએ. વર્ગખંડમાં હમેશા શાંતિ જાળવવી જોઈએ. શિક્ષકોની સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને એમણે આપેલા સંસ્કારોને જીવનમાં ઉતારવા જોઈએ. આપણે એક શિક્ષકના કાર્યને બિરદાવી ના શકીએ તો ચાલશે , એમના કાર્યમાં ક્યારેય ખલેલ ના પહોંચાડીએ એ એક નાગરિક તરીકે આપણી જવાબદારી છે. શિક્ષક દિન નિમિત્તે સર્વે ગુરૂજનો ને પ્રણામ.
લેખક : -જગદીશ જેપુ , Instagram Id : jagdish.jepu.33
આ ૫ણ વાંચો:-
હું આશા રાખું છું કે તમને અમારો શિક્ષક દિન નિબંધ (teachers day essay in gujarati) લેખ ખૂબ જ ગમ્યો હશે. આ આર્ટીકલ્સ તમને શિક્ષક દિન વિશે અહેવાલ(teachers day aheval in gujarati) અને શક્ષણ દન નિમિત્તે ભાષણ (વકતવ્ય)(teachers day speech in gujarati) માટે ૫ણ ઉ૫યોગી બનશે. અમે વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.
અહીં “શિક્ષક દિન” વિષય પર એક સરસ અને સરળ નિબંધ (Essay) ગુજરાતીમાં રજૂ કર્યો છે:
👩🏫 શિક્ષક દિન નિબંધ (Teachers’ Day Essay in Gujarati)
પ્રસ્તાવના:
દરેક વર્ષના ૫મી સપ્ટેમ્બરના દિવસે ભારતભરમાં “શિક્ષક દિન” તરીકે ઉજવણી થાય છે. આ દિવસ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણશાસ્ત્રી ડૉ. સરવપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે.
શિક્ષકનું સ્થાન:
શિક્ષકનું જીવનમાં બહુ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. શિક્ષક આપણા જીવનના માર્ગદર્શક, જ્ઞાનદાતા અને પ્રેરણાસ્ત્રોત છે. તેઓ અમને શિક્ષણ આપે છે, શિસ્ત શીખવે છે અને એક સારા નાગરિક બનાવે છે.
શિક્ષક દિન કેવી રીતે ઉજવાય છે?
-
વિદ્યાર્થીઓ શિક્ષકો માટે કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજે છે.
-
નાનાં બાળકો તેમનાં શિક્ષકો માટે ગીતો ગાય છે, નાટકો કરે છે અને આભાર વ્યક્ત કરે છે.
-
શાળાઓમાં વિદ્યાર્થીઓ શિક્ષક બનીને તેમની ભૂમિકા ભજવે છે – જેનાથી શિક્ષકોનું મહત્ત્વ સમજાય છે.
શિક્ષક પ્રત્યે આદર:
શિક્ષક દિન એ શિક્ષકો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. આ દિવસે આપણે અમારા શિક્ષકોનો આભાર માનીએ છીએ અને તેમનું સન્માન કરીએ છીએ. આપણે કદી પણ શિક્ષકોનું યોગદાન ન ભૂલી શકીએ.
નિષ્કર્ષ:
શિક્ષક એ સમાજનો આધારસ્તંભ છે. તેઓ આપણે જ્ઞાનથી ઉજાસ આપે છે. આપણું ફર્જી છે કે શિક્ષકોને સન્માન આપીએ, તેમનું માર્ગદર્શન સ્વીકારીએ અને આપણા જીવનમાં આગળ વધીએ.
“ગુરુ બિન જ્ઞાન ન આવે, ગુરુ ભણે તે સાચું પામે।”
જો તમે આ નિબંધ બાળકમિત્ર, વધુ ટૂંકો અથવા સ્કૂલ પ્રોજેક્ટ માટે સુધારેલ સ્વરૂપમાં જોઈએ તો કહો – ખુશીથી આપી દઉં!