સુભદ્રા કુમારી ચૌહાણ હિન્દી સાહિત્યના એક મહાન ભારતીય કવયિત્રી હતા. તેમની રચનાઓ ખૂબ જ ભાવનાત્મક ને જોશીલી હતી. ઝાંસીની બહાદુર રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત તેમની સૌથી પ્રસિદ્ધ કૃતિ ઝાંસી કી રાની ના કારણે તેમણે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. આ કવિતાના કેટલાક શબ્દો અહી રજુ કરૂ છું…
”સિંહાસન હીલ ઉઠે રાજવંશો ને ભૃકુટી તાની થી,
બુઢે ભારત મેં ભી આઇ ફિર સે નયી જવાની થી,
ગુમી હુઇ આઝાદી કી કીંમત સબને પહચાની થી,
દૂર ફિરંગી કો કરને કી સબને મન મેં ઠાની થી
ચમક ઉઠી સન સત્તાવન મેં, વહ તલવાર પુરાની થી,
બુંદેલે હરબોલો કે મુંહ, હમને સુની કહાની થી,
ખુબ લડી મરદાની વહ તો ઝાંસી વાલી રાની થી”
Contents
સુભદ્રા કુમારી ચૌહાણનો જીવનપરિચયઃ
નામઃ | સુભદ્રા કુમારી ચૌહાણ |
જન્મ તારીખઃ | 16 ઓગષ્ટ 1904 |
જન્મ સ્થળઃ | પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ, ભારત |
પિતાનું નામઃ | ઠાકુર રામનાથ સિંહ |
માતાનું નામઃ | અજ્ઞાત |
પતિનું નામઃ | ઠાકુર લક્ષ્મણસિંહ ચૌહાણ |
સંતાનોઃ | 5 બાળકો (સુધા ચૌહાણ, અશોક ચૌહાણ, અજય ચૌહાણ, મમતા ચૌહાણ, વિજય ચૌહાણ) |
વ્યવસાયઃ | કવિયત્રી |
પ્રસિધ્ધ રચનાઓ | ઝાંસીની રાણી ‘મુકુલ’ ‘ત્રિધરા’ |
શિક્ષણઃ | ૮ ધોરણ સુધી |
મૃત્યુઃ | 15 ફેબ્રુઆરી 1948, સિવની જિલ્લો, મ્ધયપ્રદેશ ભારત ખાતે કાર અકસ્માતને કારણે |
પ્રારંભિક જીવનઃ
સુભદ્રા કુમારી ચૌહાણનો જન્મ નાગપંચમીના દિવસે અલ્હાબાદ નજીક નિહાલપુર ગામમાં 16 ઓગસ્ટ 1904ના રોજ એક સુખી સંંપન્ન જમીદાર પરીવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ‘ઠાકુર રામનાથ સિંહ’ હતું. સુભદ્રા કુમારીનું વિદ્યાર્થી જીવન પ્રયાગમાં વીત્યું હતું. તેમને બાળપણથી જ હિન્દી સાહિત્યની કવિતાઓ અને રચનાઓ વાંચવાનો શોખ હતો. સુભદ્રાની સૌથી સારી મિત્ર મહાદેવી વર્મા જે સુભદ્રાની જેમ કવિતાઓ લખતી હતી અને પ્રખ્યાત કવિયત્રી હતી.
1913 માં, નવ વર્ષની ઉંમરે, સુભદ્રાની પ્રથમ કવિતા પ્રયાગથી પ્રકાશિત થતાા મેગેઝિન ‘મર્યાદા’ માં પ્રકાશિત થઈ હતી. આ કાવ્ય ‘સુભદ્રકુંવરી’ નામથી પ્રકાશિત થયું હતું. આ કવિતા ‘લીમડા’ના ઝાડ પર લખવામાં આવી હતી. સુભદ્રા રમતિયાળ અને તીક્ષ્ણ મનની હતી. તે અભ્યાસમાં હંમેશા પ્રથમ આવતી હતી. તેમને કવિતાા લખવાની એકટલી આવડત હતી કે તેઓ શાળાએથી ઘરે જતી વખતે રસ્તામાં પણ એકાા કાવ્યની રચના કરી દેતા. આના કારણે તેમને શાળામાં ખૂબ જ ખ્યાતિ મળી હતી.
લગ્નજીવનઃ
સુભદ્રા કુમારી ચૌહાણના લગ્ન નવલપુરના ઠાકુર લક્ષ્મણ સિંહ ચૌહાણ સાથે 1919માં થયા હતા જ્યારે તે 9મા ધોરણમાં અભયાસ કરતી હતી. તેમના પતિ પણ તેમની જેમ હિન્દી સાહિત્ય સાથે જોડાયેલા મહાન નાટ્યકાર હતા.
લગ્નજીવનથી સુભદ્રા કુમારીને પાંચ બાળકો થયા જેમના નામ સુધા ચૌહાણ, અજય ચૌહાણ, વિજય ચૌહાણ, અશોક ચૌહાણ અને મમતા ચૌહાણ હતા. તેમની પુત્રી સુધા ચૌહાણના લગ્ન પ્રેમચંદના પુત્ર અમૃતરાય સાથે થયા હતા, તેમની પુત્રી સુધા ચૌહાણ પણ એક લેખિકા હતી જેમણે તેમની માતા સુભદ્રા કુમારીનું જીવનચરિત્ર ‘મિલે તેજ સે તેજ’ લખ્યું હતું.
સુભદ્રા કુમારી ચૌહાણનું કેરીયરઃ
સુભદ્રા કુમારી ચૌહાણ એક મહાન કવયિત્રી હતી અને તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે તેઓ માત્ર નવ વર્ષના હતા ત્યારે તેમણે એક કવિતા “નીમ” લખી હતી અને તેમની કવિતા “મર્યાદા” સામયિક દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી.
સુભદ્રાને બાળપણથી જ કવિતાઓ લખવાનો શોખ હતો, પરંતુ તે સમયે કવિતાઓ લખવા માટે પૈસાની અછતને કારણે તેમણે કવિતાઓની સાથે વાર્તાઓ પણ લખવાનું શરૂ કર્યું જેથી તે વાર્તાઓ લખી લેખન કલાની સાથે આર્થિક કમાણી પણ કરી શકે.
તેમણે તેમના જીવનકાળમાં ઘણી કવિતાઓ લખી, જેમાં રાણી લક્ષ્મીબાઈના જીવન વિશે લખેલી તેમની પ્રખ્યાત કવિતા “ઝાંસી કી રાની” દ્વારા તેમણે ભારતભરમાં ખૂબ પ્રસિધ્ધિ મેળવી.
ઝાંસી કી રાની કવિતા હિન્દી સાહિત્યમાં સૌથી વધુ વંચાતી અને ગવાયેલી કવિતાઓમાંની એક છે. ઝાંસીની રાની કવિતા 1857 ની ક્રાંતિમાં રાણી લક્ષ્મીબાઈની ભાગીદારી અને તેમણે અંગ્રેજો સામે કેવી રીતે લડત આપી તેનું વર્ણન કરે છે.
ઝાંસી કી રાની ઉપરાંત તેમની અન્ય કવિતાઓ, વીરો કા કૈસા હો બસંત, રાખી કી ચુુુુુનોતી અને વિદા માં ખુલ્લેઆમ આઝાદીની ચળવળની વાતો કરી.
એવું કહેવાય છે કે તેમણે મોટી સંખ્યામાં ભારતીય યુવાનોને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા.
અસહકાર ચળવળમાં ભાગ
1921માં સુભદ્રા કુમારી ચૌહાણ અને તેમના પતિ મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવેલ અસહકાર આંદોલનમાં જોડાયા હતા. જે દરમિયાન નાગપુરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ આંદોલનમાં ધરપકડ કરાયેલી તે પ્રથમ મહિલા સત્યાગ્રહી હતી. 1923 અને 1942માં બ્રિટિશ શાસન સામેના વિરોધમાં તેમની સંડોવણી બદલ બે વાર જેલમાં મોકલવામાં આવ્યા હતા.
સુભદ્રા કુમારી ચૌહાણ પુસ્તકો, સાહિત્ય રચનાઓઃ
વાર્તા સંગ્રહઃ
- બિખરે મોતી (bikhare moti),
- ઉન્માદિની,
- સીધે-સાધે ચિત્ર
કવિતા સગ્રહ
- મુકુલ
- ત્રિધારા
- મુકુલ તથા અન્ય કવિતાઓ
બાળ-સાહિત્ય
- ઝાંંસી કી રાની
- કદમ્બ કા પેડ
- સભા કા ખેલ
અન્ય રચનાઓઃ
- અનોખા દાન
- આરાધના
- ઇસકા રોના
- ઉપેક્ષા
- ઉલ્લાસ
- કલહ કારણ
- કોયલ
- કઠિન પ્રયત્ન કી સમાગ્રી
- જલિયાવાલા બાગ મેં બસંત
- ઠુકરા દો યા પ્યાર કરો
- પાની ઔર ધુપ
સુભદ્રા કુમારી ચૌહાણ મળેલ સન્માન અને પુરસ્કારોઃ
- મુકુલ કાવ્યસંગ્રહ માટે તેમને ઇ.સ. 1931માં સેકસરિયા પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
- 1932માં તેમના બિખરે મોતી (bikhare moti) વાર્તાસંગ્રહ માટે તેમને બીજી વખત પણ સેકસરિયા પારિતોષિક એવોર્ડ મળ્યો હતો.
- તેમના નામ પર ભારતીય પોસ્ટે 1976માં 25 પૈસાની સ્ટેમ્પ ટીકીટ બહાર પાડી હતી.
- ભારતીય તટરક્ષક સેનાએ સુભદ્રા કુમારી ચૌહાણની દેશભક્તિને માન આપવા માટે 28 એપ્રિલ 2006ના રોજ નવા નિયુકત એક તટરક્ષક જહાજનું નામ સુભદ્રા કુમારી ચૌહાણ રાખ્યું છે.
સુભદ્રા કુમારી ચૌહાણનું અવસાન
15 ફેબ્રુઆરી, 1948ના રોજ કલબોડી (સિયોની, એમપી) પાસે કાર અકસ્માતમાં તેમનું અવસાન થયું. ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા જબલપુર મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની સામે સુભદ્રા કુમારી ચૌહાણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
આ પણ વાંચો:-
આશા રાખુ છું કે આપને સુભદ્રા કુમારી ચૌહાણ નું જીવન કવન (Subhadra Kumari Chauhan Biography in Gujarati) વિશેનો લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.
સુભદ્રા કુમારી ચૌહાણ (Subhadra Kumari Chauhan) હિંદી સાહિત્યની પ્રસિદ્ધ કવયિત્રી, સ્વતંત્રતા સેનાની અને સામાજિક સુધારક હતી. તેમણે પોતાની રચનાઓ દ્વારા રાષ્ટ્રીયતાની ભાવના જગાવી અને મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો.
🧬 જીવન પરિચય
-
જન્મ: 16 ઓગસ્ટ 1904, નેહાલપુર ગામ, પ્રયાગરાજ જિલ્લો, ઉત્તર પ્રદેશ
-
મૃત્યુ: 15 ફેબ્રુઆરી 1948, માર્ગ અકસ્માતમાં, જ્યારે તેઓ શૈક્ષણિક પરિષદમાંથી પરત ફરી રહ્યા હતા
-
પતિ: લક્ષ્મણસિંહ ચૌહાણ
-
સંતાન: પુત્રી સુધા, જેમના પુત્ર છે પ્રોફેસર અલોક રાય
📚 સાહિત્યિક યોગદાન
સુભદ્રા કુમારી ચૌહાણની રચનાઓમાં રાષ્ટ્રપ્રેમ, નારીશક્તિ અને સામાજિક મુદ્દાઓનું પ્રતિબિંબ જોવા મળે છે. તેમણે 88 કવિતાઓ અને 46 વાર્તાઓ લખી .
📖 પ્રખ્યાત કવિતાઓ:
-
“ઝાંસી કી રાની” – રાણી લક્ષ્મીબાઈના શૌર્યનું વર્ણન કરતી કવિતા
-
“વીરોં કા કૈસા હો વસંત”
-
“અનોખા દાન”
-
“ઉલ્લાસ”
-
“અરાધના”
📘 લોકપ્રિય પુસ્તકો:
-
સુભદ્રા કુમારી ચૌહાણ કી સમ્પૂર્ણ કવિતાયેન
-
સુભદ્રા કુમારી ચૌહાણ કી લોકપ્રિય કહાનિયાં
-
સુભદ્રા કુમારી ચૌહાણ: ચુની હુઈ કહાનિયાં
🇮🇳 સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન
-
1923માં તેઓ પ્રથમ મહિલા સત્યાગ્રહી બની .
-
1924થી 1942 વચ્ચે બે વખત જેલમાં રહી.
-
તેમની રચનાઓ દ્વારા રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવી.
સુભદ્રા કુમારી ચૌહાણના જીવન અને સાહિત્યિક યોગદાનને યાદ રાખવા માટે, તેમની કવિતાઓ અને વાર્તાઓનું પઠન કરવું અને તેમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ.