ગુજરાતી ઘરા એ રમણીય ૫ર્વતો, નદીઓ અને મંદીરોની ભુમિ ગણાય છે. એમાંય સોમનાથ મંદિર (Somnath Mandir)નો સમાવેશ તો ભારતના ૧૨ જ્યોતિર્લિંગ મંદિરોમાં થાય છે. ગુજરાતનાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરમાં સૌ પ્રથમ માનવામાં આવે છે. તે ગુજરાતનં મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસી સ્થળ છે. ભૂતકાળમાં અનેક મુસ્લિમ આક્રમણકારો અને પોર્ટુગીઝો દ્વારા વારંવાર નાશ કર્યા બાદ, અનેક વખત પુનઃસ્થાપિત થયેલા આ ભવ્ય મંદિરનું પુનઃસ્થાપન હિન્દુ મંદિરની સ્થાપત્યની ચૌલુક્ય શૈલીમાં થયું હતું. હાલ જે મંદિર છે તેનું પુનર્નિર્માણ ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા વર્ષ 1951 માં કરાવવામાં આવ્યુ હતું.
Contents
- 1 સોમનાથ મંદિર વિશે માહિતી (information about somnath temple in gujarati)
- 2 સોમનાથ મંદિર નો ઇતિહાસ (somnath mandir history in gujarati)
- 3 સોમનાથ મંદિરનું નવ નિર્માણ (Somnath Mandir Reconstruction)
- 4 સોમનાથ ના જોવા લાયક સ્થળો – Places to visit near Somnath Mandir
- 5 સોમનાથ મંદિર ગેસ્ટહાઉસ સુવિધા – Guest House Facility in Somnath Temple
- 6 ભારતના 12 જ્યોતિર્લિંગની યાદી (list of jyotirling in india in gujarati)
- 7 સોમનાથ મંદિર કેવી રીતે પહોંચશો:
- 8 સોમનાથ મંદિર વિડિયો (somnath temple Video) :-
- 9 FAQ – Somnath Temple
સોમનાથ મંદિર વિશે માહિતી (information about somnath temple in gujarati)
સ્થળનું નામ :- | સોમનાથ મંદિર (Somnath Mandir) |
સ્થળનું લોકેશન :- | પ્રભાસ પાટણ, વેરાવળ, જિ.ગીર સોમનાથ ગુજરાત) |
નિર્માણ સમય :- | મધ્ય કાલીન યુગમાં ૨૦૦૦ વર્ષ પહેલાં |
પ્રથમ જીર્ણોદ્ધાર :- | ૬૪૯ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રક દ્વારા |
હાલના મંદિરનું નિર્માણ:- | ૧૯૫૧ માં પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે કરાવ્યુ |
સ્થાપત્ય પ્રકાર :- | ચાલુક્ય શૈલી |
સંચાલન સમિતિ :- | શ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત |
ઓફિશ્યિલ વેબ સાઈટ : | www.somnath.org |
સોમનાથ મંદિરનું સ્થળ પ્રાચીન કાળથી તીર્થસ્થાન તરીકે પ્રસિઘ્ઘ રહયુ છે, અહી ત્રણ નદીઓ કપિલા, હિરણ અને પૌરાણિક સરસ્વતી નો સંગમ સ્થાન હોવાનું માનવામાં આવે છે. જોકે અત્યારે અહી સરસ્વતી નદી જોવા મળતી નથી.. દંતકથા અનુસાર સોમનાથ મહાદેવ મંદિર સોમરાજ (ચંદ્ર દેવ) દ્વારા સોનામાં બનાવવામાં આવ્યું હતું. રાવણે તેને ચાંદીમાં અને ચગવાન શ્રી કૃષ્ણ દ્વારા તેને કાષ્ઠ (લાકડામાંથી) અને સોલંકી રાજપૂતોએ 11 મી સદીમાં પત્થરમાંથી મંદિર બનાવ્યું હતું.
સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગો પૈકીનું પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથ ગણાય છે. ઋગ્વેદમાં પણ સોમનાથનો ઉલ્લેખ થયો છે. મંદિરની ખ્યાતિથી તથા તેની ઘનસં૫ત્તિ, સોનું વિગેરે લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો તેના ૫ર હુકલા કરી અનેક વખત લુટયુ ૫ણ ઘર, તેમ છતાં ભારતના ઘર્મપ્રેમી રાજા અને જનતાના કારણે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. શ્રીમદ્ ભાગવત, શિવપુરાણ અને સ્કંદપુરાણમાં પણ સોમનાથ નો ઉલ્લેખ છે.
સોમનાથ મંદિર નો ઇતિહાસ (somnath mandir history in gujarati)
સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં મધ્ય કાલીન યુગમાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું મનાય છે. વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે ઇ.સ. ૬૪૯માં પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. તો પરમારોના એક શિલાલેખ અનુસાર માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. ઈ.સ. ૭૫૫ માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથ મંદિરનું ૫ણ પતન કર્યું. ઇ.સ. ૮૧૫માં પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર)થી મંદિરનું નિર્માણ કરાવ્યુ.
ઇ.સ. ૧૦૨૫માં મહમૂદ ગઝનવીએ પ્રભાસપાટણનો મજબૂત કિલ્લો હિંદુઓ સાથેના ૮ દિવસ ચાલેલા લોહીયાળ જંગ પછી તોડ્યો. રાજા ભીમદેવ પહેલાાા હાર થઇ. એમ કહેવાય છે કે આ જંગમાં ૫૦,૦૦૦ જેટલા હિન્દુઓની કતલ થઇ હતી. મહમૂદ ગઝનવીએ જયારે મહાદેવજીની મૂર્તિ તોડવા માંડી ત્યારે શિવભક્ત ભૂદેવોએ તેને તે સમયે પાંચ કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી. પણ મહમૂદ ગઝનવીએ કહ્યું: રૂપિયા લેવા કરતાં મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા પડે છે! અને આખરે તે ના માન્યો અને સોમનાથ મંદિર લૂંટાયું. મંદિરને સળગાવી વિનાશ કર્યો, શિવલિંગના ટુકડે-ટુકડા કરવામાં આવ્યા. મહમૂદ ગઝનીને એક જ મહિનામાં રાજા પરમદેવે ત્યાંથી ભગાડ્યો.
ઇ.સ. ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા તથા માળવાના પરમાર રાજા ભોજ દ્વારા મંદિરનું પુન: નિર્માણ કરવામાં આવ્યુ. તે જીર્ણ થતાં સને ૧૧૬૯માં સમ્રાટ કુમારપાળે મંદિરની પુન: રચના કરાવી. આમ ફરીથી સોમનાથ મંદિરનો જાહોજલાલી યુગ શરૂ થયો. ૫ણ એ લાંબા સમયસુઘી ટકયો નહીં. ઇ.સ. ૧૨૯૯માં અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને મૂર્તિના ટુકડે ટુકડા કર્યા અને ગાડામાં ભરીને તે દિલ્હી લઇ ગયો.
જયારે અગિયારમી સદીમાં વિનાશ થયો તે પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે. જેમાં કહેવાય છે કે સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે ૧૦,૦૦૦ ગામડાંઓ અર્પણ કર્યા હતા. આ મંદિરના પવિત્ર સ્થળમાં ૨૦૦ મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી, જેના રણકાર દ્વારા શિવપૂજાના સમયની જાહેરાત કરાતી હતી. ૫૬ જેટલા સાગ(કાષ્ઠ)ના વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઉભું હતું. સેંકડો નટ-નટીઓ નૃત્ય કરી ભગવાન શિવને રીઝવતા હતા. મંદિરના થાંભલે થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ, ઈતિહાસની ઝાંખી પ્રતિત થતી. દરરોજ માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું હતુ. મંદિરના ભોયરામાં રત્નો અને સોનાના ભંડારો ભરેલા હતા. પરંતુ મૂર્તિ ગઈ, લૂંટ થઇ. અને ૫ળભરમાં પછી ફરી આખુય મંદિર વેરાન બની ગયું.
ત્યારબાદ ઇ.સ. ૧૩૦૮ અને ૧૩૨૫ના સમયગાળામાં રા’નવઘણ ચોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ઇ.સ. ૧૩૪૮ માં રાજા રા’ખેંગાર ચોથાએ સોમનાથમાં રહેતા મુસ્લિમ હાકેમને તગેડી કાઢ્યો. પરંતુ એ સમય ૫ણ ઝાઝો ના ટકયો, માત્ર ૭૦ જ વર્ષ પછી સને ૧૩૯૪-૯૫માં ગુજરાતના ધર્માંધ સુલતાન મુઝ્ઝફરખાન બીજાએ ફરીથી મૂર્તિ સહિત સોમનાથ મિંદરનો વિનાશ કર્યો. અને મંદિરમાં મસ્જિદ બનાવી દીઘી. સ્થાનિક લોકોએ થોડા જ વર્ષોમાં ફરીથી નવી મૂર્તિ પધરાવી. ૫રંતુ ઇ.સ. ૧૪૧૪ માં અહમદશાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઇ ગયો અને સોમનાથ મંદિરને ફરી પાયમાલ કરી નાખ્યુ. ઇ.સ. ૧૪૫૧માં રા’માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી મંદિરની પુન:પ્રતિષ્ઠા કરાવી. પરંતુ, ૧૫મી સદીમાં ફરીથી મહમદ બેગડાએ ચઢાઇ કરી મંદિરને મસ્જીદમાં ફેરવી નાખ્યું. તો વળી ઈ.સ. ૧૫૬૦માં મુઘલ રાજા અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનરુદ્ધાર કરવામાં આવ્યો. આ શાંતિનો સમય ૨૦૦ વર્ષ સુધી ચાલ્યો. ત્યારપછી ઇ.સ. ૧૭૦૬માં મોગલ શાસક ઔરંગઝેબે ફરીથી મંદિર તોડી પાડ્યું. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલા ઇ.સ. ૧૭૮૭ માં મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો હતો.
સોમનાથ મંદિરનું નવ નિર્માણ (Somnath Mandir Reconstruction)
લોખંડી પુરૂષ એવા ભારતના પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીઘી. અને તેના જ કારણે હાલના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ કરવામાં આવ્યુ. તા.૧૧ મે ૧૯૫૧ના રોજ તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે કહ્યું હતુ કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે”. નવા સમોનાથ મંદિરના પ્રતિષ્ઠાનમાં મહાદેવજીને ૧૦૧ તોપોનું સન્માન અપાયું, નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી, અસંખ્ય મહાન બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. અને ફરીથી સોમનાથ મંદિરના સુવર્ણ ઇતિહાસની શરૂઆત થઇ. આજે સોમનાથ મંદિરનું સમગગ્ર સંચાલન શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ કરવામાં આવે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં અને ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદ ભોગવી ચુકયા છે.
ચાલુક્ય શૈલીથી બંધાાયલું આજનું “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું. છેલ્લા ૮૦૦ વર્ષના ઇતિહાસમાં હાલના સોમનાથ મંદિર જેવુ નિર્માણ કયારેય થયું નથી. સમુદ્ર કિનારે મળી આવેલા સંસ્કૃત શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે, સોમનાથ મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે એટલે કે છેક એન્ટાર્કટિકા સુધી ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન આવેલ નથી.
સોમનાથ ના જોવા લાયક સ્થળો – Places to visit near Somnath Mandir
સોમનાથ મંદિર ઉપરાંત, તેનો વિશાળ અને નયનરમ્ય દરિયાકિનારો, સંગ્રહાલયો અને અન્ય આકર્ષણો માટે પણ લોકપ્રિય છે. સોમનાથ ના જોવા લાયક સ્થળોની સુચિ નીચે મુજબ છે.
ભાલકા તીર્થ | સુરજ મંદિર |
સોમનાથ બીચ | કામનાથ મહાદેવ મંદિર |
પાંચ પાંડવ ગુફા | વલ્લભઘાટ -સનસેટ પોઇન્ટ |
લક્ષ્મીનારાયણ મંદિર | ગીતા મંદિર |
જુનાગઢ ગેટ | પ્રાચી તીર્થ |
ત્રિવેણી સંગમ મંદિર | પ્રભાસપાટણ મ્યુઝિયમ |
ચોરવાડ બીચ | દેહોત્સર્ગ તીર્થ |
સોમનાથ મહાદેવ મંદિરનો સમય – Best time to Visit Somnath Temple
આમ તો સોમનાથ મંદિર બારે માસ ખુલ્લુ રહે છે. તમે ગમે તે અનુકુળ સમયે તેની મુલાકાત લઇ શકો છો. તેમ છતાં સપ્ટેમ્બરથી માર્ચ મહિનાના સમયગાળામાં આ મંદિરની મુલાકાત લેવાનું વઘુ યોગ્ય રહેશે. મહાશિવરાત્રી અને કાર્તિક પૂર્ણિમાના તહેવારો અહીં ખૂબ જ ઉત્સાહ અને ઘામઘુમથી ઉજવવામાં આવે છે. આ તહેવારો દરમિયાન દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે.
- સોમનાથ મહાદેવ આરતી સમય: સવારે ૭.૦૦ વાગ્યે, બોપોરે ૧૨.૦૦ વાગ્યે તથા સાંજે ૭.૦૦ વાગ્યે
- સાઉન્ડ અને લાઇટ શો: સાંજે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી (વ્યક્તિ દીઠ ફી રૂ. 25)
- પ્રવેશ: નિશુલ્ક
સોમનાથ મંદિર ગેસ્ટહાઉસ સુવિધા – Guest House Facility in Somnath Temple
અહી યાત્રાળુઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ની ગેસ્ટ હાઉસ સુવિધા ઉ૫લબ્ઘ છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ વીઆઇપી ગેસ્ટહાઉસ, 18 અન્ય અતિથિ ગૃહો અને જનરલ શયનગૃહ સહિત ૨૦૦ કરતાં રૂમોની સુવિઘા ઘરાવે છે. આ ઉ૫રાંત નજીકમાં ઘણા પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ ૫ણ આવેલા છે જે યાદી નીચે મુજબ છે.
- સાગર દર્શન અતિથિગૃહ
- લીલાવતી ગેસ્ટ હાઉસ
- મહેશ્વરી સમાજ ગેસ્ટ હાઉસ
- સાંસ્કૃતિક ભવન
ભારતના 12 જ્યોતિર્લિંગની યાદી (list of jyotirling in india in gujarati)
1 | સોમનાથ | વેરાવળ, ગીર-સોમનાથ, ગુજરાત |
2 | મલ્લિકાર્જુન | શ્રીસૈલામ, આંધ્રપ્રદેશ |
3 | મહાકાળેશ્વર | ઉજ્જૈન, મધ્યપ્રદેશ |
4 | ઓમકારેશ્વર | ખાંડવા, મધ્યપ્રદેશ |
5 | વૈદ્યનાથ | દેવઘર, ઝારખંડ |
6 | ભીમાશંકર | પુણે, મહારાષ્ટ્ર |
7 | રામેશ્વર | રામેશ્વરમ, તમિલનાડુ |
8 | નાગેશ્વર | દ્વારકા, ગુજરાત |
9 | કાશી વિશ્વનાથ | વારાણસી, ઉત્તર પ્રદેશ |
10 | ત્ર્યંબકેશ્વર | નાસિક, મહારાષ્ટ્ર |
11 | કેદારનાથ | રૂદ્રપ્રયાગ, ઉત્તરાખંડ |
12 | ધૃષ્ણેશ્વર | ઔરંગાબાદ, મહારાષ્ટ્ર |
સોમનાથ મંદિર કેવી રીતે પહોંચશો:
વિમાન દ્વારા :-
સોમનાથ જવા માટેની મોટા શહેરો પરથી કોઈ રેગ્યુલર ફ્લાઈટ હોતી નથી. સોમનાથથી સૌથી નજીકનું વિમાનમથક દીવ છે. જે ૬૩ કિમી દુર છે. અને બીજુ પોરબંદર જે ૧૧૪ કિમી દુર છે.
ટ્રેન દ્વારા :-
સોમનાથ જવા માટે ટ્રેન એ સૌથી સરળ રસ્તો છે કારણે સોમનાથ નિયમિત ટ્રેનો મારફતે દેશના અન્ય મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. રેલવે સ્ટેશન (સો): સોમનાથ (એસએમએનએચ)
માર્ગ દ્વારા :-
બસ દ્વારા ૫ણ તમે સરળતાથી સોમનાથ ૫હોચી શકો છો. અન્ય મોટા શહેરોમાંથી તમેને સોમનાથ જવા માટે સરળતાથી નિયમિત બસો મેળી રહેશે. બસ સ્ટેશન (સો): સોમનાથ
સોમનાથ મંદિર વિડિયો (somnath temple Video) :-
FAQ – Somnath Temple
Q. સોમનાથથી દ્વારકાનું અંતર કેટલું છે?
Ans: સોમનાથ થી દ્વારકાનું અંતર 236 કિલોમીટર છે.
Q. Why did Mahmud of ghazab attract temple of Somnath?
Ans: એક સમયે સોમનાથ મંદિરની જાહોજલાલી આસમાને હતી. સોનાના ભંડારો ભરેલા હતા. આ ખજાનાને મહમૂદ ગઝની તથા અન્ય આક્રમણકારોએ વારંવાર તેના પર હુમલા કર્યા અને તેને ઘ્વન્સ કર્યુ.
Q. શું સોમનાથ મંદિરમાં મોબાઇલ લઇ જવાની ૫રવાનગી છે?
Ans: ના. મંદિરની બહાર કેમેરા, મોબાઇલ ફોન સહિત અન્ય સામાન જમા કરાવવા માટે યોગ્ય વ્યવસ્થા છે.
Q. સોમનાથ મંદિર માં કેટલા સ્તંભો છે?
Ans: 72 સ્તંભો છે.
હું આશા રાખું છું કે તમને અમારો સોમનાથ મંદિર નો ઇતિહાસ (somnath mandir history in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.