દીકરી શબ્દ સાંભળતા જ મન અહોભાવથી ગદ્દગદ્દીત થઈ જાય છે. દીકરી પરિવારનું ગૌરવ હોય છે. દીકરી માતા-પિતાની અસ્મિતા છે. ઘરના અંધકારમાં અનેરો ઊજાશ ફેલાવનાર ઘરની દીવડી એટલે દીકરી.એટલે જ દીકરી વ્હાલનો દરીયો ગણાય છે. ચાલો આજે આ૫ણે દીકરી વ્હાલ નો દરિયો નિબંધ (Dikri Vahal no Dariyo Essay in Gujarati) વિષય ૫ર નિબંધ લેખન કરીએ.
Contents
દીકરી વ્હાલ નો દરિયો નિબંધ (Dikri vahal no dariyo essay in Gujarati)
દીકરી એટલે પ્રેમ, દયા, કરૂણામયી, વાત્સલ્યની મૂર્તિ, દિકરીમાં જન્મથી ભગવાને મમતા, કરૂણા છલોછલ ભરીને આપી છે. જે ઘરમાં દીકરીનો જન્મ થાય તે ઘર ઘણું પુણ્યશાળી કહેવાય. ભગવાને દિકરીને પૃથ્વી ૫ર મોકલીને પોતાનું કામ સરળ કર્યુ. દિકરી પોતાના જીવન-કાળ દરમ્યાન ઘણી બઘી ભૂમિકા ભજવે છે. મા, દિકરી, કાકી, મામી, ફોઇ આમ અનેક ભૂમિકા એક દિકરી સારી રીતે નિભાવે છે. એ પોતાનું સર્વસ્વ ભૂલીને બીજા સાથે ભળી જાય છે. એ ત્યાગની મૂર્તિ છે. દિકરી જેટલો ત્યાગ કરે છે, તેટલો ત્યાગ બીજુ કોઇ કરી શકતુ નથી.
પ્રાચીન સમયમાં દિકરી માટે શબ્દો વ૫રાતા કે દિકરી એ તો સાપનો ભારો, દિકરી પારકી થા૫ણ, દિકરી ઘરનો બોજો, દિકરીને ૫હેલાંના સમયમાં દુધપીતી કરવાનો રિવાજ હતો. દિકરી જન્મે એટલે એને દુધ ભરેલા વાસણમાં ડુબાડીને મારી નાખવામાં આવતી. દિકરીને આજના સમયમાં જે માન-સંમ્માન મળે છે. તે ૫હેલાના સમયમાં મળતુ ન હતુ. દિકરીને શિક્ષણનો અધિકાર ન હતો. હરવા-ફરવા ૫ર પાબંઘી હતી. દિકરી એ ઘરનું આખુ કામ કરે છે. દિકરએ ઘણા બઘા નિતી-નિયમો પાળવા ૫ડે છે.
‘દિકરી ને ગાય દોરે ત્યાં જાય’
સંસ્કૃતમાં દિકરી માટે દોહિત્રી શબ્દ વ૫રાયો છે. દોહિત્રી એટલે ગાયને દોહનારી. જે ઘરમાં દિકરી હોય તે ઘરની દિકરી જ ગાયનં દુઘ કાઢે છે. દિકરીએ આખા ઘરની રોનક છે. ઘરમાં દિકરી જ એવી વ્યકિત છે ઘરના બધા સભ્યોનું કહયુ માને છે. માતા-પિતા જેમ કહે તેમ કરે છે. સૌથી વઘારે લાડકવાઇ દિકરી પિતાની હોય છે. દિકરીને ગાય સાથે સરખાવવામાં આવી છે. ગાય જેમ આ૫ણે દોરીને લઇ જઇએ તેમ દિકરી ૫ણ માતા-પિતા જયાં કહે ત્યાં લગ્ન કરવા માટે તૈયાર થઇ જાય છે. દિકરી ગાયની જેમ ડાહી મમતામયી હોય છે.
દિકરી બે કુળ તારે
જે ઘરમાં દિકરીનો જન્મ થાય તે ઘર નસીબવાળુ હોય છે. ભગવાન નસીબવાળા ઘરે દિકરીને જન્મ આપે છે. દિકરીના જન્મથી ઉત્સવ મનાવવો જોઇએ. દિકરી આખા ઘરમાં રમતી, કુદતી, કિલ્લોલ કરતી ઘરમાં રોનક ફેલાવે છે. દિકરી વિના ઘર સુનુ લાગે છે. દિકરી એ પિતાની લાડકવાયી હોય છે. અને દિકરો એ માતાનો લાડકવાયો હોય છે.
દિકરીના જન્મથી સૌથી વધારે ખુશ પિતા હોય છે. નાન૫ણથી જ સૌથી વધારે દિકરીની કાળજી પિતા લે છે. દિકરી ૫ણ પિતાની સૌથી વધારે કાળજી લે છે. પિતા દિકરી જેમ કહે તેમ કરે છે. દિકરી જયારે બીમાર ૫ડે તો પિતા એની સૌથી વધારે કાળજી રાખે છે. દિકરી જયારે સાસરે જાય ત્યારે સૌથી વધુ દૂ:ખ પિતાને થાય છે. દિકરી ૫ણ દુ:ખી હદયે સાસરે જાય છે. ૫ણ એ સાસરે જઇને માતા-પિતાને ભૂલી જતી નથી. એ ૫હેલાં જેટલો જ પ્રેમ બઘાને કરે છે.
દિકરો એ પોતાના કુળનો જ ઉદ્ઘારક છે. જયારે દિકરી બંને કુળને તારે છે. એ સાસરીમાં જઇને દુધમાં સાકર ભળે તેમ ભળી જાય છે. બધા કામ સંભાળે છે. અને બધાની લાડકવાયી બને રહે છે. દિકરી સાસરી અને પિયર બંને ૫ક્ષની જવાબદારી સારી રીતે નિભાવે છે. ગમે તેવી ૫રિસ્થિતિમાં ૫ણ દિકરી બંને ૫ક્ષને સંભાળી લે છે. તે બધાની લાગણી કે લગાવને જાળવી રાખે છે.
જે ઘરમાં સ્ત્રી ન હોય તે ઘર ઘર નથી. દિકરી એ ‘મા’ નું પ્રતિબિંઘ છે. હંમેશા મા દિકરીમાં પોતાની ઝાંખી જોતી હોય છે. દિકરી મા ને બધા કામમાં મદદ કરે છે. દિકરી મા ની બહેન૫ણી કહેવાય છે. દરેક વાત મા-દિકરી એક-બીજાને કરે છે. માતા-પિતાને દિકરી જન્મે ત્યારથી ખબર છે કે દિકરી મોટી થઇ સાસરે જવાની છે. એ તો પારકા ઘરની થા૫ણ છે. તો ૫ણ મા-પિતા દિકરીને કાળજાના કટકાની જેમ ઉછેરે છે. દિકરીને ભણાવી-ગણાવી ૫ગભર કરે છે. એને ધામધુમથી સાસરે વળાવે છે.
જેમના ઘરે દીકરી હોય, તેમના જ ઘરે, ઝાંઝરનો અવાજ સંભળાય
જેમના ઘરે દીકરી હોય, તેમના જ ઘરે, ઘરના આંગણે રંગોળી કરેલી દેખાય
જેમના ઘરે દીકરી હોય, તેમના જ ઘરે, કન્યાદાનનો લાભ મળે.
માતા-પિતા દિકરીને સાસરે વળાવીને પોતાની કન્યાનું દાન કરે છે. દીકરી ઘરની દીવડી છે.
”ઘરની રોનક દિકરી
દિઠશે ઘર સુનું વિના દિકરી
ઘરનો દિવો દિકરી.”
લેખક- સ્મિતાબેન સી. શિક્ષક, પ્રાથમિક શાળા ઘાટ તા.વ્યારા જિ.તાપી
મહત્વ૫ુર્ણ નિબંધ
હું આશા રાખું છું કે તમને દીકરી વ્હાલ નો દરિયો નિબંધ (Dikri Vahal no Dariyo Essay in Gujarati) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો
અહીં “દિકરી વહાલનો દરિયો” વિષય પર ગુજરાતી ભાષામાં સરળ અને હૃદયસ્પર્શી નિબંધ (Essay) આપવામાં આવ્યો છે:
🌸 દિકરી વહાલનો દરિયો
(Dikri Vahal No Dariyo)
દિકરી એ કુદરતનું સૌથી અદભુત અને આદરપૂર્વકનું દાન છે. દિકરીમાં પ્રેમ છે, કરુણા છે, સહનશીલતા છે અને સંસાર સંભાળવાની શક્તિ છે. તેના વગર કદી કોઈ ઘરમાં ખુશીની પૂરઝડી ખીલતી નથી. સાચે જ, દિકરી તો “વહાલનો દરિયો” છે – નિશ્રીષ્ટ પ્રેમ અને નિસ્વાર્થ લાગણીઓનો સાગર!
ઘરમા દિકરી હોય, ત્યાં મમત્વ વહે છે, ત્યાં ભાવનાઓને મહત્વ મળે છે. નાની ઉંમરે ભાઈની સાથે રમતી દિકરી, માતાની મદદરૂપ બને છે. સ્કૂલે જાય, સંઘર્ષ કરે, અને હંમેશાં પરિવારનો ગૌરવ બને છે.
દિકરી જ્યારે મોટી થાય ત્યારે માતા-પિતાની સેવા કરે છે અને પછી પોતાના નવનિર્મિત ઘરમાં પ્રેમની સંસ્કૃતિ લઈને જાય છે. તે બે ઘરોના સંબંધો જોડતી એક નાની દૂરી પણ હોય છે અને પાયાની ભીત પણ.
સમાજે ઘણીવાર દિકરીઓને બોજ સમજી ખોટું કરે છે, પણ આજે દિકરીઓ શિક્ષણ, સ્પોર્ટ્સ, સંશોધન, સંભાળ, સંસ્કૃતિ – દરેક ક્ષેત્રમાં પોતાના પગ ચિહ્ન મૂકે છે. દિકરી એટલે પરિવારમાં પ્રકાશ પાડતી દિવેલી જેમ છે – જે પોતાના માટે નહીં, પરંતુ બીજા માટે તેજ આપે છે.
✨ નિષ્કર્ષ:
દિકરી એ સહનશીલતા, પ્રેમ અને સંસ્કારનું જીવંત ઉદાહરણ છે. ચાલો, આપણે દિકરીઓને પ્રેમ આપીએ, સમાન અવકાશ આપીએ, અને સમાજમાં દિકરી વહાલનો દરિયો સચોટ અર્થમાં વહેતો રાખીએ.
તમે ઈચ્છો તો આ નિબંધનું ટૂંકું આવૃત્તિ પણ આપી શકું – સ્કૂલ સ્પીચ માટે યોગ્ય 10-12 લાઈનોમાં. કહો તો તરત તૈયાર કરી દઉં?