બિલાડીએ આપણા સૌથી વધુ પ્રિય પશુઓમાંથી એક છે. અને તે બાળકોને સૌથી વધારે ગમે છે. મે એક બિલાડી પાળી છે, એ રંગે બહુ રૂપાળી છે, આ ગીત તો તમે સાંભળ્યું જ હશે. સામાન્ય રીતે બિલાડી આળસુ પ્રાણી છે પરંતુ જરૂર પડ્યે તે સૌથી વધુ એક્ટીવ પણ હોય છે. તે પોતાના શિકારને ચપળતાથી પકડી લે છે.
બિલાડી દેખાવમાં પણ આકર્ષક લાગે છે. બાળકોને તેનો ‘મ્યાઉં’- ‘મ્યાઉં’ અવાજ અને તેની સાથે રમવાનું ખુબ જ ગમે છે. ચાલો આજે આપણે બિલાડી વિશે નિબંધ(Cat Essay in Gujarati) લેખન કરીએ
Contents
બિલાડી વિશે નિબંધ (Cat Essay in Gujarati)
બિલાડી એક ઘરેલું પ્રાણી છે. બિલાડીને ચાર પગ, બે આંખો, બે કાન, લાંબા વાળ અને તીક્ષ્ણ દાંત અને પંજાવાળી રુંવાટીદાર પૂંછડી હોય છે. બિલાડીનું શરીર નરમ અને રેશમી વાળથી ઢંકાયેલું હોય છે. બિલાડી સામાન્ય રીતે ભુરા, સફેદ, કાળા, સોનેરી, રાખોડી અથવા કચકાબરા રંગની જોવા મળે છે. જોકે કાળા તથા ગ્રે રંગની બિલાડીઓ સૌથી વધારે જોવા મળે છે. કૂતરાની સરખામણીમાં બિલાડી પાળવી એકદમ સરળ છે.
ગામડાના લોકો બિલાડીનું મ્યાઉ આવજ સાંભળીને જ ચેતી જાય છે કે હવે બિલાડી દૂધ પીવા આવી છે. જોકે ધણા ધરોમાં બિલાડીને લોકો પરીવારના એક સભ્યની જેમ ઉછેરે છે તેનું પાલન-પોષણ પણ કરે છે. બિલાડી ખરેખર સુંદર પ્રાણી છે, તેના નાના કાન અને દાંત, તેજસ્વી આંખો તેને ખાસ બનાવે છે. તેના પંજામાં તીક્ષ્ણ નખ હોય છે. આ પંજા તેને ખૂબ સારા શિકારી બનાવે છે. તેઓ સરળતાથી ઉંદર પકડી શકે છે. બિલાડીને ઉંદરનો શિકાર કરવો ખૂબ જ ગમે છે. તેથી જ ઘણા લોકો ઉંદરોને તેમના ઘરથી ભગાવવા માટે પણ બિલાડી પાળે છે.
બિલાડીની કેટલીક લાક્ષણિકતાઓ
બિલાડીને ફેલિડે પરિવારની સૌથી નાની સભ્ય માનવામાં આવે છે. આ પરિવારમાં કુલ 30 થી વધુ પ્રાણીઓ છે. તેમાં દીપડો, સિંહ, વાઘ, પુમા, ચિત્તા વગેરેનો સમાવેશ થાય છે. બિલાડી આ પરિવારનો સૌથી નાનો સભ્ય છે અને તેને ઘરેલું પ્રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે.
સમગ્ર વિશ્વમાં બિલાડીની 55 થી વધુ જાતિઓ ઉપલબ્ધ છે તેમ છતાં, તે બધામાં સમાન રૂપે જ દેખાય છે. બિલાડીની નાની અને ચમકીલી આંખો ઉત્તમ નાઇટ વિઝનનું ઉદાહરણ છે. તેનું લવચીક શરીર તેમને અહીં થી ત્યાં સરળતાથી કૂદવામાં મદદ કરે છે. તેની સૂંઘવાની ક્ષમતા પણ ખૂબ જ તેજ હોય છે, જેના કારણે તેમના માટે ઘરોમાં રાખેલા દૂધ કે ખાણીપીણીની ચીજવસ્તુ સુધી પહોંચવું સરળ બની જાય છે.
- બિલાડી ઉંઘ વધારે હોય છે, તે આખા દિવસમાં લગભગ 12 થી 20 કલાક સૂઈ શકે છે. બિલાડી તેના સમગ્ર જીવનકાળનો 70 ટકા સમય સૂવામાં વિતાવે છે. એટલે જ કદાચ તમે બિલાડીને કયાંય શાંતીથી બેઠેલી જોઇ હોય તો તેની આંખો બંધ જોવા મળશે.
- એવું કહેવાય છે કે બિલાડી, ઊંટ અને જિરાફની ચાલ એક સમાન હોય છે.
- ‘દુનિયાની સૌથી ધનિક બિલાડી’ના ટેગથી પ્રખ્યાત થયેલી બ્લેકી નામની બિલાડીની કુલ સંપત્તિ 12.5 મિલિયન ડોલર છે.
- અત્યાર સુધીનો સૌથી લાંબી બિલાડીનો રેકોર્ડ 48.5 ઇંચનો છે.
- વર્ષ 1963માં પ્રથમ વખત બિલાડીને અવકાશમાં મોકલવામાં આવી હતી.
- વાઘ, સિંહ, ચિત્તો વગેરે બિલાડી કુળના પ્રાણીઓ છે.
- બિલાડી 500 Hz થી 32 kHz ની રેન્જના અવાજો સરળતાથી સાંભળી શકે છે અને 55 Hz થી 79,000 Hz ની ઉચ્ચ શ્રેણીમાં અવાજો પણ સાંભળવાની ક્ષમતા ધરાવે છે.
- બિલાડીને મીઠો સ્વાદ ઓળખવા માટેની સ્વાદ ઇન્દ્રિય હોતી નથી તેથી વે તેના માટે મીઠો સ્વાદ ઓળખવો ખૂબ જ મુશ્કેલ છે.
- બિલાડી ખૂબ નાની દેખાતી હોવા છતાં તેને 250 જેટલા હાડકાં હોય છે.
- તેની પૂંછડી તેને અહીં-ત્યાં કૂદતી વખતે સંતુલન જાળવવામાં મદદ કરે છે.
- એવું કહેવાય છે કે બિલાડી મનુષ્યો સાથે વાતચીત કરવા માટે મ્યાઉ મ્યાઉનો અવાજ કરે છે.
- સામાન્ય રીતે, બિલાડીઓને પાંપણ હોતા નથી.
- એક બિલાડી લગભગ 16 વર્ષ જીવી શકે છે.
- પ્રાચીન ઇજિપ્તવાસીઓ બાસ્ટેટ નામની અર્ધ-દેવી તરીકે બિલાડીને પૂજતા હતા.
- સ્ફિન્ક્સ જાતિની બિલાડીઓમાં રૂંવાટી હોતી નથી.
- એક બિલાડી એક જમ્પમાં 8 ફૂટ સુધી કૂદી શકે છે.
પર્સિયન બિલાડી(Persian Cat Essay in Gujarati)
મની લોન્ડરિંગ કેસમાં તપાસ એજન્સી દ્વારા ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ સુકેશે જેકલીનને 9 લાખ રૂપિયાની એક પર્શિયન બિલાડી ભેટમાં આપી હોવાની વાત સામે આવી હતી. તમને આ જાણીને અશ્ચર્ય થશે કે એવુ તો આ પર્સિયન બિલાડીમાં શું ખાસ છે કે તે સામાન્ય બિલાડીઓ કરતાં આટલી મોંઘી છે.
પર્શિયન બિલાડીના વિશેષ સુંદર દેખાવે વિશ્વભરના લાખો લોકોને માયા લગાડી દીધી છે. મોટાભાગના લોકો પર્શિયન બિલાડીને ખૂબ પ્રમ કરે છે અને તેને પાળવાનું પસંદ કરે છે. તે ખૂબ જ સુંદર અને ભવ્ય રજવાડી જાતિની બિલાડી છે. એવું માનવામાં આવે છે કે પર્સિયન બિલાડી એ બિલાડીની શુદ્ધ જાતિ છે. માદા પર્સિયન બિલાડીઓ સામાન્ય રીતે નર બિલાડીઓ કરતાં વધુ મોઘી હોય છે. પર્શિયન બિલાડીના બચ્ચાની કિંમત 1 થી 2 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે, જે રંગના આધારે 10 લાખ રૂપિયા સુધી મોંઘી હોઈ શકે છે.
પર્સિયન બિલાડીનો ઇતિહાસ (Persian Cat History in Gujarati)
પર્શિયન એ બિલાડીની પ્રાચીન જાતિ છે અને અન્ય પ્રાચીન જાતિઓની જેમ, તેનો ઇતિહાસ થોડો ધુધળો છે. 1500 ના દાયકામાં ઇટાલીમાં લાંબા વાળવાળી બિલાડીઓ હતી. આ બિલાડીઓ એશિયામાંથી આયાત કરવામાં આવી હતી. 17મી સદીમાં, પીટ્રો ડેલા વાલે સંવર્ધન કાર્યક્રમમાં જોડવા માટે પર્શિયાથી એક બિલાડીને ઇટાલી લાવ્યા.
આ બિલાડી પર્શિયામાં રેતીની બિલાડી તરીકે જાણીતી બિલાડી હોઈ શકે છે, એક બિલાડી જે રણમાં રહેતી હતી. તેની પાસે ઊની કોટ હતો, જે તેને પર્યાવરણથી બચાવવા અને તેને રેતીમાં રહેવામાં અનુકુલન સાધવામાં મદદરૂપ બનતો હતો.
લગભગ સો વર્ષ પછી, નિકોલસ ડી પેરેસ્કે તુર્કીથી કેટલીક લાંબા વાળવાળી બિલાડીઓ મેળવી. તુર્કીને લાંબા વાળવાળી તુર્કીસ અંગોરા જાતિની બિલાડીઓનું ઘર માનવામાં આવતુ હતુ. 19મી સદીમાં, આ તુર્કી બિલાડીઓના વંશજોને ઇટાલીની કેટલીક બિલાડીઓ સાથે સંવર્ધન કરવામાં આવ્યુ જેમાં આ આધુનિક પર્શિયન બિલાડીનો જન્મ થયો. આ જાતિ પ્રાચીન હોવા છતાં માનવસર્જિત પણ છે.
જ્યારે રાણી વિક્ટોરિયા અને અન્ય રાજવીઓ જયારે આ અદભૂત પર્શિયન બિલાડીના પ્રેમમાં પડ્યા ત્યારે પર્સિયનની લોકપ્રિયતામાં વધારો થયો. તેઓ 19મી સદીના અંતમાં તેને યુનાઇટેડ સ્ટેટ્સમાં મોકલવામાં આવી હતી, જ્યાં તે ટૂંક સમયમાં તે લોકપ્રિય બની ગઇ હતી.
એક બિલાડી જાડી ગુજરાતી બાળગીત (Ek biladi Jadi gujarti Lyrics)
બિલાડી સૌથી પ્રિય પાલતુ પ્રાણી છે એમાંય તે બાળકોને સૌથી વધુ ગમે છે. એટલે જ બિલાડી ઉપર ધણા બધા બાળગીતો પણ બન્યા છે તેમાંનું સૌથી વધુ લોકપ્રિય બાળગીત છે એક બિલાડી જાડી….
એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, (2)
સાડી પહેરી ફરવા ગઈ, (2) તળાવમાં તે તરવા ગઈ, (2)
તળાવમાં તો મગર, (2) બિલ્લીને આવ્યા ચક્કર, (2)
સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોઢામાં આવી ગયો,(2)
મગર બિલ્લીને ખાઈ ગયો.
ખાસ વાંચો વાંચોઃ-
હું આશા રાખું છું કે તમને બિલાડી વિશે નિબંધ (Cat Essay in Gujarati) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો.