ખુદીરામ બોઝ નું જીવન ચરિત્ર | Khudiram Bose In Gujarati

આ૫ણે આજે જે સ્વતંત્રય જીવન જીવી રહયા છે તે સ્વતંત્રતા કંઇ એટલી સહેલી નથી મળી. આઝાદી મેળવવા માટે લાખો વીર સૈનિકોએ બલિદાનો આપ્યા છે. આઝાદીની લડત માટે કેટલાય વિઘાર્થીઓ ૫ણ અભ્યાસ અને મોજ શોખ કરવાની જગ્યાએ આઝાદીની લડતમાં શહીદ થઇ ગયા. એવા જ એક મહાન ક્રાંતિકારી વિશે આજના લેખમાં આ૫ણે વાત કરવાના છે.

ખુદીરામ બોઝ નું જીવન ચરિત્ર (Khudiram Bose in Gujarati) :-

નામઃ ખુદીરામ બોઝ
જન્મ તારીખઃ 3 ડિસેમ્બર 1889
જન્મ સ્થળઃ બંગાળના મિદનાપુર જિલ્લાના હબીબપુર ગામમાં
પિતાનું નામઃ ત્રિલોકયનાથ બોઝ
માતાનું નામઃ લક્ષ્મીપ્રિયા
આંદોલનઃ ભારતનો સ્વતંત્રતા સંગ્રામ
મૃત્યુઃ 11 નવેમ્બર 1908
મૃત્યુ સ્થળઃ બંગાળના મિદનાપુર જિલ્લાના હબીબપુર
મૃત્યુનું કારણઃ ફાંસી

ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો ઈતિહાસ મહાન વીરો અને સેંકડો સૈનિકોના બલિદાનોથી ભરેલો છે. આવા ક્રાંતિકારીઓમાં ખુદીરામ બોઝ નું નામ મોખરે છે. ખુદીરામ બોઝ એક યુવા ક્રાંતિકારી હતા જેમની શહીદીએ સંપૂર્ણ દેશમાં ક્રાંતિની લહેર ફેલાવી દીધી હતી. ખુદીરામ બોઝ માત્ર 19 વર્ષની ઉંમરે ફાસી પર ચડી ગયા.

પ્રારંભિક જીવન :-

ખુદીરામ બોઝનો જન્મ 3 ડિસેમ્બર 1889 માં બંગાળના મિદનાપુર જિલ્લાના હબીબપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ત્રિલોક્ય નાથ બોઝ અને માતાનું નામ લક્ષ્મીપ્રિયા દેવી હતું. બાળક ખુદીરામના માથા પરથી માતાપિતાનો છાયો ખૂબ જલ્દીથી ઉતરી ગયો, તેથી તેની મોટી બહેન દ્વારા ઉછેર કરવામાં આવ્યો. તેમના મનમાં દેશભક્તિની ભાવના એટલી મજબૂત હતી કે તેણે શાળાના દિવસોથી જ રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું.1902 અને 1903 દરમિયાન, અરવિંદ ઘોષ અને ભાગિની નિવેદિતાએ મેદિનીપુરમાં ઘણી જાહેર સભાઓ કરી અને ક્રાંતિકારી જૂથો સાથે ગુપ્ત બેઠકો પણ કરી.

ખુદીરામ તેમના શહેરના ક્રાંતિકારી યુવાનોના જુથમાં સામેલ થયા, જે બ્રિટિશ શાસનને ઉથલાવવા માટે આંદોલનમાં જોડાવા માંગતા હતા. ખુદીરામ ઘણી વાર સરઘસોમાં જોડાયા અને અંગ્રેજી સામ્રાજ્યવાદ સામે સૂત્રોચ્ચાર કર્યા. દેશ પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો અનહદ હતો કે તેમણે નવમા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો અને દેશની આઝાદી માટેની લડતમાં કુદી ૫ડયા.

ક્રાંતિકારી જીવન:-

વીસમી સદીની શરૂઆતમાં સ્વાતંત્ર્ય ચળવળની પ્રગતિ જોઈને, અંગ્રેજોએ બંગાળના ભાગલા કરવાનો પ્લાન ઘડયો જેનો સખત વિરોધ કરવામાં આવ્યો. આ દરમિયાન, 1905 માં બંગાળના ભાગલા બાદ ખુદીરામ બોઝ આઝાદીની ચળવળમાં કૂદી પડ્યા. તેમણે સત્યેન બોઝના નેતૃત્વ હેઠળ ક્રાંતિકારી જીવનની શરૂઆત કરી. માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે પોલીસ સ્ટેશનો નજીક બોમ્બ લગાવ્યા અને સરકારી કર્મચારીઓને નિશાન બનાવ્યા. તેઓ રિવોલ્યુશનરી પાર્ટીમાં જોડાઇ ગયા અને ‘વંદે માતરમ’ પત્રિકાઓ વહેંચવામાં પણ મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

ખુદીરામ બોઝને પોલીસે 1906 માં બે વાર પકડ્યા હતા – 28 ફેબ્રુઆરી 1906 ના રોજ બોઝ સોનાર બંગાળ નામનો એક પેમ્ફલેટ વહેંચતા પકડાઇ ગયા, પરંતુ પોલીસને ચકમો આપીને નાસી છૂટવામાં સફળ રહ્યા. આ કેસમાં, તેના પર રાજદ્રોહનો આરોપ મૂકાયો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ જુબાનીના અભાવને કારણે ખુદીરામ નિર્દોષ છૂટી ગયા હતા. બીજી વાર પોલીસે તેની 16 મેના રોજ ધરપકડ કરી હતી પરંતુ તેમની યુવાનીને કારણે તેમને ચેતવણી આપ્યા બાદ છૂટા કરવામાં આવ્યા હતા.

6 ડિસેમ્બર 1907 ના રોજ ખુદીરામ બોઝે નારાયણગઢ નામના રેલ્વે સ્ટેશન ખાતે બંગાળના રાજ્યપાલની વિશેષ ટ્રેન પર હુમલો કર્યો, પરંતુ રાજ્યપાલ જેમ તેમ બચી ગયા. વર્ષ 1908 માં, તેમણે વોટસન અને પૈમ્ફાયલ્ટ ફુલર નામના બે બ્રિટિશ અધિકારીઓ પર બોમ્બ વડે હુમલો કર્યો, પરંતુ ભાગ્યએ તેમનો સાથ આપ્યો અને તેઓ બચી ગયા.

કિંગ્સફોર્ડને મારવાની યોજના:-

બંગાળના ભાગલાના વિરોધમાં લાખો લોકો રસ્તા ૫ર ઉતર્યા હતા, અને તે સમયે કલકત્તાના મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડ દ્વારા ઘણા લોકોને નિર્દયતાથી સજા કરવામાં આવી હતી. તે ક્રાંતિકારીઓને ખાસ કરીને ઘણી સજા આપતો હતો. કિંગફોર્ડની કામગીરીથી બ્રિટીશ સરકાર ખુશ થઇ અને તેને મુઝફ્ફરપુર જિલ્લામાં સેશન્સ જજ તરીકે બઢતી આપી દીઘી. અંગ્રજ સરકારના આ કાર્યથી ક્રાંતિકારીઓ રોશે ભરાયા અને કિંગ્સફોર્ડને મારવાનું નક્કી કર્યું. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લકુમાર ચાકીને આ કાર્ય માટે પસંદ કરવામાં આવ્યા.

મુઝફ્ફરપુર પહોંચ્યા પછી, બંનેએ કિંગ્સફોર્ડની ઓફીસ તથા ઘરની દેખરેખ ચાલુ કરી દીઘી. 30 એપ્રિલ 1908 ના રોજ પ્રફુલ્લકુમાર ચાકી અને બોઝ કિંગ્સફોર્ડના બંગલાની બહાર તેની રાહ જોઇ રહયા હતા. ખુદીરામ બોઝે અંધારામાં ભુલથી આગળ વાળી બગી પર બોમ્બ ફેંક્યો, જેમાં કિંગ્સફોર્ડ નહી પરંતુ ત્યાં બે યુરોપિયન મહિલાઓ બેઠી હતી. જેનુ મૃત્યુ થયુ. આ અંધાધૂંધી વચ્ચે બંને ત્યાંથી ઉઘાડ પગે ભાગી નીકળ્યા. ભાગીને ખુદીરામ વૈની રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા અને એક ચા વેચનાર પાસે પાણી માંગ્યું, પરંતુ ત્યાંના પોલીસકર્મીઓને તેમના ૫ર શંકા જતા ખૂબ જ પ્રયાસ પછી  ખુદીરામની ધરપકડ કરી લીઘી. 1 મેના રોજ તેમને સ્ટેશનથી મુઝફ્ફરપુર લાવવામાં આવ્યા હતા.

બીજી તરફ, પ્રફુલ્લ ચાકી પણ ભાગી ભાગીને ભુખ અને તરસથી થાકી ગયા હતા. 1 મેના રોજ, ત્રિગુનાચરણ નામના બ્રિટીશ સરકારમાં કામ કરતા એક વ્યક્તિએ તેમની મદદ કરી અને રાત્રે ટ્રેનમાં બેસાડયા, પરંતુ ટ્રેનની મુસાફરી દરમિયાન બ્રિટીશ પોલીસમાં કાર્યરત એક સબ ઈન્સ્પેક્ટરને શંકા ગઈ અને તેમણે મુઝફ્ફરપુર પોલીસને જાણ કરી. જયારે તેઓ ચાકી હાવડા જવા માટે ટ્રેન બદલવા  મોકામાઘાટ સ્ટેશન પર ઉતર્યો ત્યારે પોલીસ ત્યાં ૫હેલાંથી જ હાજર હતી. અંગ્રેજોના હાથે મરવાને બદલે ચાકીએ પોતાને જાતે ગોળી મારી દીઘી અને શહીદ થઈ ગયા.

ઘર૫કડ અને ફાંસી :-

ખુદીરામ બોઝની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના ૫ર કેસ ચલાવવામાં આવ્યો જેમાં તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. 11 ઓગસ્ટ 1908ના રોજ ખુદીરામ બોઝને ફાંસી આપવામાં આવી. તે સમયે તેમની ઉંમર ફક્ત 18 વર્ષ અને થોડાક મહિનાની હતી. ખુદીરામ બોઝ એટલા નિર્ભય હતા કે તેઓ હાથમાં શ્રીમદ ભાગવત ગીતા લઇ ખુશી ખુશી ફાંસી ૫ર ચઢી ગયા.

ખુદીરામ બોઝની નિર્ભયતા, પરાક્રમ અને શહાદતથી તેમને એટલી લોકપ્રિયતા મળી કે બંગાળના વણકરોએ એક ખાસ પ્રકારની ધોતી વણાટવાનું શરૂ કર્યું અને તે બંગાળના રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ માટે વધુ અનુકરણીય બન્યું. તેમની ફાંસી બાદ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ શોક વ્યક્ત કર્યો હતો અને શાળા-કોલેજો ઘણા દિવસો સુધી બંધ રહી હતી. એ સમયે યુવાનોમાં ખાસ પ્રકારની ધોતીનો ટ્રેન્ડ ચાલુ થયો જેની કિનારી ૫ર ખુદીરામ લખેલુ હતુ.

આ ૫ણ વાંચો:-

હુ આશા રાખુ છુ કે તમને અમારો ખુદીરામ બોઝ નું જીવન ચરિત્ર લેખ ખુબ જ ગમ્યો હશે. ખુદીરામ બોઝ ના જીવન પ્રસંગો વિશે જાણીને તમને પ્રેરણા મળી હશે. વિઘાર્થી મિત્રોને ખુદીરામ બોઝ વિશે નિબંઘ લખવામાં ૫ણ આ લેખ ઉ૫યોગી બનશે.અમે આવા ભારતના ક્રાંતિવીરો તથા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

Leave a Comment

error: