Site icon Angel Academy

સુનિતા વિલિયમ્સ વિશે માહિતી | Sunita Williams In Gujarati

શું તમે જાણો છો કે સુનિતા વિલિયમ્સ કોણ છે, ના. તો આવો જાણીએ સુનીતા સુનિતા વિલિયમ્સના જીવન પરિચય વિશે(Sunita Williams in Gujarati). ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમના નામે અવકાશમાં સૌથી વધુ સમય રહેવાનો વર્લ્ડ રેકોર્ડ છે.સુનિતા વિલિયમ અમેરિકન એજન્સી નાસા દ્વારા અવકાશમાં જનારી ભારતીય મૂળની બીજી મહિલા છે.

Advertisements

ભારતના નારી રત્નોએ અવકાશ ક્ષેત્રે પણ પોતાનું નામ સુર્વણ અક્ષરે લખાવી દીધુ છે. ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા વિશે તો આપ સૌ જાણતા જ હશો. પરંંતુ આજે આપણે અવકાશ ક્ષેેેેેત્રે અનેક રેકોર્ડ પોતાના નામે નોંધાવનાર ભારતીય મુળની વિરાંગના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ વિશે જાણકારી મેળવીશુ.

સુનિતા વિલિયમ્સ વિશે માહિતી (Sunita Williams in Gujarati)

નામઃ સુનિતા વિલિયમ્સ
જન્મઃ 19 સપ્ટેમ્બર 1965
જન્મ સ્થળઃ યુએસ રાજ્યના ઓહિયોમાં યુક્લિડ સિટી (ક્લીવલેન્ડમાં)
પિતાનું નામઃ ડો.દીપક એન. પંડ્યા
માતાનું નામઃ બાની જલોકર પંડ્યા
નાગરીકતાઃ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા
વ્યવસાયઃ અવકાશયાત્રી
ધર્મઃ હિન્દુ
એવોર્ડઃ પદ્મભુષણ, Congressional Space Medal Of Honor

જન્મઃ-

સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર, 1965 ના રોજ યુએસએના ઓહિયો રાજ્યના યુક્લિડ શહેરમાં (ક્લીવલેન્ડમાં સ્થિત) થયો હતો. તેનું પૂરું નામ સુનિતા લીન પંડ્યા વિલિયમ્સ હતું. સુનિતાના પિતાનું નામ દીપક એન. પંડ્યા છે. જેઓ એક જાણીતા ન્યુરોલોજીસ્ટ ડોકટર છે, તેઓ ગુજરાત રાજ્યના અમદાવાદના મુળ વતની છે. સુનિતા વિલિયમ્સની માતાનું નામ બોની જલોકર પંડ્યા છે, જે સ્લોવેનિયાની છે. સુનિતા વિલિયમ્સનો એક મોટો ભાઈ જય થોમસ પંડ્યા અને મોટી બહેન ડાયના એન, પંડ્યા છે.

શિક્ષણ (Sunita Williams Education):

સુનિતા વિલિયમ્સે તેમનું પ્રારંભિક શિક્ષણ નીદરમ, મેસાચુુુુુુસેટ્સ માંથી મેળવ્યું હતું. સુનિતા વિલિયમ્સે 1983માં મેસાચુુુુુુસેટ્સમાંથી હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી ત્યારબાદ ઇ.સ. 1987 માં, તેમણે સંયુક્ત રાષ્ટ્રની નેવલ એકેડમીમાંથી ભૌતિક વિજ્ઞાનમાં બીએસની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ તેમણે 1995માં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ઑફ સાયન્સ (MS)ની ડિગ્રી મેળવી.

વ્યકિતગત જીવન(Sunita Williams Early life):

સુનિતા વિલિયમ્સે તેમની સાથે અભ્યાસ કરતા માઈકલ જે. વિલિયમ્સ નામના યુવક સાથે આંખ મળી છતાં બંનેએ લગ્ન કરી લીધા. જેઓ ઓરેગોનમાં ફેડરલ પોલીસ ઓફિસર તરીકે સેવા આપે છે. બંનેના લગ્નને ૨૦ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. સુનિતા વિલિયમ્સ અને માઈકલ જે. વિલિયમ્સને કોઈ સંતાન નથી. તેથી બંનેએ ગુજરાત રાજ્યની એક સુંદર બાળકીને દત્તક લીધી છે.

સુનિતા વિલિયમ્સ નેવલ એવિએટર, હેલિકોપ્ટર પાઈલટ, ટેસ્ટ પાઈલટ, પ્રોફેશનલ મરીન, મરજીવો, તરવૈયા, ચેરિટી ફંડ રેઈઝર, એનિમલ લવર, મેરેથોન રનર અને હવે અવકાશયાત્રી અને વર્લ્ડ રેકોર્ડ ધારક છે. તેણીને બાઇકિંગ, રનિંગ, સ્વિમિંગ, ટ્રાયથ્લોન્સ, વિન્ડસર્ફિંગ અને સ્નોબોર્ડિંગનો શોખ છે. સુનીતા વિલિયમ હિંદુ ભગવાન ગણેશ પ્રત્યે અપાર ભક્તિ ધરાવે છે. તેઓ અવકાશયાત્રામાં વાંચન માટે પોતાની સાથે શ્રીમદ ભગવત ગીતા લઈ ગયા હતા.

કારકિર્દીની શરૂઆત (Sunita Williams Military career)

નાસામાં કારકિર્દીSunita Williams Career in NASA).

પુરસ્કારઃ-

આ ૫ણ વાંચો:-

હુ આશા રાખુ છુ કે તમને અમારો સુનિતા વિલિયમ્સના જીવન પરિચય વિશે(Sunita Williams in Gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. વિઘાર્થી મિત્રોને સુનિતા વિલિયમ્સ વિશે નિબંધ (Sunita Williams essay in gujarati) લખવામાં ૫ણ આ લેખ ઉ૫યોગી બનશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.