swami vivekananda essay in gujarati :- એક દિવસ ટ્રેનનાં ડબ્બામાં એક યુવાનની મોઘી ઘડિયાળ જોઇને ત્યાં બેસેલ યુવતીઓની નજર બગડી અને એ યુવાન પાસે આવીને બેસી ગઈ.અને કહેવા લાગી “આ હાથની ઘડિયાળ અમને આપી દે નહીતો અમે બુમો પાડીને બધાને કહીશું કે અમને ટ્રેનમાં એકલા જોઇને આ યુવાન અમને હેરાન કરે છે એને પછી લોકો તને મારશે.” યુવતીઓની આ વાતની કોઈ અસર યુવાન પર થઈ નહી.યુવતીઓ ગુસ્સામાં લાલ થઈ ગઈ.યુવાને કાગળ અને પેન આપી અને ઈશારો કર્યો કે તમે જે બોલો છો એ આમાં લખો. યુવતીઓ સમજી ગઈ કે આ યુવાન બહેરોમૂંગો છે અને એને આપને બોલીએ છીએ એ સમજાતું નથી.પચ્ચી એ યુવતી કાગળ પર લખીને આપે છે.યુવાન વાંચે છે અને તરતજ જવાબ આપે છે કે “ હવે તમે બુમો પાડી લોકોને બોલાવી શકો છો બાકી હું ઘડિયાળ નહી આપું,અને થોડીવાર ઉભા રહો તો હું જ લોકોને બોલાવી દઉ” યુવતીઓ સમજી ગઈ હતી કે યુવાન પાસે આપણે લખેલ ચિઠ્ઠી છે જો એ લોકોને બોલાવી વાચાવશે તો આપણે મરીશું.યુવતીઓ ત્યાંથી ભાગી ગઈ અને યુવાન પોતાની સુજ્બુઝથી પોતાની કિંમતી ઘડિયાળ બચાવી લીધી જે ઘડિયાળ એમને રાજા એ ભેટમાં આપી હતી. બસ આ યુવાન એટલે આજીવન જે યુવાન રહ્યા અને યુવા હૈયાનાં ધબકાર એવા શ્રી સ્વામી વિવેકાનાદજી.
ઉઠો,જાગો,અને ધ્યેય પ્રાપ્તિ સુધી મડયા રહો.” આ શબ્દો આજે બધે જ જોવા મળે છે.સ્વામીજી શબ્દો સ્વરૂપે હમેશા સાથે છે.એમના વિચારો વાણી આજે પણ લોકમાનસ પણ ખુબ મોટી અસર કરે છે.ચાલો એમના જીવન વિષે થોડું જાણીએ. સ્વામી વિવેકાનંદ વિશે નિબંધ (swami vivekananda essay in gujarati ) લેખન કરીએ.
Contents
સ્વામી વિવેકાનંદ નિબંધ (swami vivekananda essay in gujarati)
સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તાના શિમલા પાલ્લીમાં થયો હતો. અને તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક ઉતમ વ્યક્તિની હતી.તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વિરેશ્વર શિવ ની આરાધના કરતા હતા.ભગવાન શિવ એમની પ્રાથના સાંભળી અને એમના ઘરે પુત્ર પ્રાપ્તિ થઈ.જેને વિશ્વફલક પર ભારતનું નામ ઊંચું કર્યું. શિકાગોમાં એમના દ્વારા આપેલ ભાષણ…. યાદ છે ને બધાને ?
વિવેકાનંદના માતા પિતાએ એમનામાં ઉચ્ચ સંસ્કારનું સિંચન કર્યું હતું – પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. તેમની યુવાનીના વર્ષો દરમિયાન તેઓ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાનના પરિચયમાં આવ્યા હતાં અને તેઓ કોઇ પણ વાતને બૌધિક પુરાવા અને વ્યવહારિક ચકાસણી વિના માનવાનો ઇન્કાર કરતા હતાં. તેમના મનનો બીજો હિસ્સો ધ્યાનના આધ્યાત્મિક આદર્શો અને અનાસક્તિ તરફ આકર્ષાતો હતો.
બાળપણથી જ વિવેકાનાદ અન્ય લોકોથી અલગ હતા.નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો પરંતુ પછીથી તેઓ સને1871માં ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરસંસ્થામાં દાખલ થયા હતા અને સન 1879માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી. તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા. તેમણે ઉપનિષદો ,વેદો,પુરાણો ભગવદ્દગીતા , રામાયણ , મહાભારતમાં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા. બાળપણથી જ તેમણે શારીરિક કસરત, રમતગમત અને અન્ય સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો. તેઓ જ્યારે યુવાન થયા ત્યારે તેમણે પાખંડી રીત રિવાજો અને જ્ઞાતિ અને ધર્મ આધારીત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો.
નરેન્દ્રનાથની માતાએ તેમના આધ્યાત્મિક વિકાસમાં ખુબજ મહત્વનો ભાગ ભજવ્યો હતો. નરેન્દ્ર પોતાના જીવનના અંતિમ વર્ષો દરમિયાન પોતાની માતાનું એક વાક્ય ટાંકતા હતા તે આ મુજબ હતું, “તમારા સમગ્ર જીવનમાં પવિત્ર રહો; તમારા આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન પર કદી અતિક્રમણ ન કરો.પરમ શાંત બનો; પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં તમારા હૈયાને કઠ્ઠણ બનાવી દો.” જેની માં આટલી શક્તિશાળી હોય પછી બાળક મહાન જ હોય ને? તમારે પણ વિવેકાનંદ જેવો પુત્ર જોઈતો હોય તો એમની માં જેવા ગુણો તમે પોતે કેળવો .વિવેકાનંદ ધ્યાનમાં પારંગત હતા.કહેવાય છે કે તેમને ઉંઘમાં એક દિવ્ય પ્રકાશ દેખાતો હતો અને તેમને ધ્યાનદરમિયાન બુદ્ધના દર્શન થતા હતાં.
swami vivekananda essay in gujarati
નરેન્દ્રનાથે સન 1880માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને 1૮81માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને 1884માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી.
બાળપણથી જ તેઓએ આધ્યાત્મિકતા, ઇશ્વરાનુભુતિ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યો જાણવામાં રુચિ દર્શાવી હતી. તેમણે પૂર્વ તથા પશ્ચિમની ધાર્મિક તથા તત્વજ્ઞાન સંબંધી વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો તથા તેઓ જુદા જુદા ધાર્મિક અગ્રણીઓને મળ્યા. તેમના પર તે સમયની મહત્વની સામાજિક-ધાર્મિક સંસ્થા બ્રહ્મો સમાજની ઘણી અસર પડી હતી. તેમની શરૂઆતની માન્યતાઓનું ઘડતર બ્રહ્મો સમાજે કર્યું. બ્રહ્મો સમાજ નિરાકાર ભગવાનમાં માનતો, મૂર્તિપુજાને નકારતો અને સામાજિક-આર્થિક સુધારાને સમર્પિત હતો. તેઓ બ્રહ્મોસમાજના દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેનજેવા આગેવાનોને મળ્યા તથા ભગવાનના અસ્તિત્વ વિષે તેમની સાથે પ્રશ્નોત્તરી કરી, પરંતુ તેમને સંતોષકારક જવાબો નહોતા મળ્યા.
ત્યારબાદ એમણે ગુરુની તલાશ પૂર્ણ થઈ. વિવેકાનંદજીની નવેમ્બર 1881માં રામકૃષ્ણ પરંમહંસ મુલાકાત થઈ.એ મુલાકાતે એમની જિંદગી બદલી નાખી.આ મુલાકાત તેમની જિન્દગીનો સંક્રાન્તિકાળ પુરવાર થઇ હતી. નરેન્દ્ર રામકૃષ્ણ અને તેમના વિચારોને સ્વીકારી શકતા નહોતા, તેમ છતાં તેઓ તેમની ઉપેક્ષા પણ કરી શકતા નહોતા. રામકૃષ્ણના માર્ગદર્શન નીચેની તાલીમના પાંચ વર્ષ દરમિયાન નરેન્દ્રનું એક બેચેન, મુંઝાયેલા, અધીર યુવાનમાંથી એક એવા પરિવક્વ યુવાનમાં પરીવર્તન થયું, જે ઇશ્વરને પામવા માટે તમામ ચીજો છોડી દેવા તૈયાર હતો. આ સમય દરમિયાન, નરેન્દ્રએ રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકાર્યા
વિવેકાનંદને શીખવાડવામાં આવ્યું હતું કે માનવજાતની સેવા ઇશ્વરની સૌથી અસરકારક સેવા છે.
સ્વામી વિવેકાનંદના વિચારોની અનેક વિદ્વાનો અને પ્રખ્યાત વિચારકોએ પ્રશંસા કરી હતી તેમના પ્રવાસો, સળંગ વક્તવ્યો, અંગત ચર્ચાઓ અને વાતચીતોએ સ્વાસ્થ્યનો ભોગ લીધો. તેઓ અસ્થમા, ડાયાબિટિસ અને અન્ય શારીરિક બિમારીઓથી પિડાતા હતા જુલાઈ 4, 1902ના રોજ ધ્યાનાવસ્થામાં વિવેકાનંદનું અવસાન થયું હતું. તેમના અનુયાયીઓના મતે આ મહાસમાધી હતી.આજે પણ યુવાદિન વિવેકાનદજીનાં માનમાં ઉજવામાં આવે છે.અને રામકૃષ્ણ મિશન નામની સંસ્થા આજે પણ કાર્યરત છે.
નમન છે આવા મહાપુરુષને જે થોડામાં ઘણું જીવી ગયા.
લેખક:- Vir raval “લંકેશ” એક શિક્ષક
હું આશા રાખું છું કે તમને અમારો સ્વામી વિવેકાનંદ નિબંધ (swami vivekananda essay in gujarati) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.
Q-1. સ્વામી વિવેકાનંદનાં માતાજીનું નામ જણાવો
ભુવનેશ્વરી દેવી
Q-2. સ્વામીજીને વિવેકાનંદ નામ કોણે આપ્યું?
ખેતડી નરેશ અજીતસિંહના સૂચનથી સ્વામીજીએ ‘વિવેકાનંદ’ નામ ધારણ કર્યું.
Q-3. સ્વામી વિવેકાનંદજીનો નિર્વાણ દિન ક્યારે છે
જુલાઈ 4, 1902ના રોજ ધ્યાનાવસ્થામાં વિવેકાનંદનું અવસાન થયું હતું. જેથી ૪ જુલાઇ સ્વામી વિવેકાનંદજીનો નિર્વાણ દિન ગણાય છે.