ઇલાબેન ભટ્ટનો જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે થયો હતો. ઇલાબહેનને અન્યાય સામે લડવાની તાકાત જાણે વારસામાં જ મળી હતી. તેમના પિતાનું નામ સુમંતરાય ભટ્ટ તથા માતાનું નામ માતા વનલીલા વ્યાસ હતુ. પિતા સુમંતરાય ભટ્ટ એક સફળ વકીલ હતા.અને તેમની માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા. તેમની કુલ ત્રણ પુત્રીઓમાં ઇલાબહેન ભટ્ટ બીજા ક્રમે હતાં.
Contents
ઇલાબેન ભટ્ટ નું જીવનચરિત્ર(Ilaben Bhatt in Gujarati)
નામ | ઇલાબેન ભટ્ટ |
જન્મ તારીખ | ૭ સપ્ટેમ્બર ૧૯૩૩ |
જન્મ સ્થળ | ગુજરાતના અમદાવાદ ખાતે |
પિતાજીનું નામ | સુમંતરાય ભટ્ટ |
માતાનું નામ | વનલીલા વ્યાસ |
૫તીનું નામ | રમેશ ભટ્ટ |
બાળકોના નામ | અમીમયી અને મિહીર |
વ્યવસાય/કાર્ય | સમાજસેવા |
સંસ્થા | સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોશિયેશન (SEWA- સેવા) |
અવોર્ડ/પુરુસ્કાર | ૧૯૭૭માં રોમન મેગ્સેસે એવોર્ડ, પદ્મશ્રી(૧૯૮૫) પદ્મભૂષણ (૧૯૮૬) |
મૃત્યુઃ- | ૨ નવેમ્બર-૨૦૨૨ |
ઇલાબેન ભટ્ટનું બાળ૫ણ:-
તેમનું મોટાભાગનું બાળપણ સુરતમાં વીત્યું. અહીં ઇ.સ. ૧૯૪૦ થી ઇ.સ. ૧૯૪૮ દરમ્યાન તેમણે સાર્વજનિક ગર્લ્સ હાઈસ્કુલમાં અભ્યાસ કર્યો. ઇ.સ. ૧૯૫૨માં તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અંગ્રજી વિષય સાથે સ્નાતકની ૫દવી મેળવી. ત્યારબાદ અમદાવાદની સર એલ. એ. શાહ લૉ કોલેજમાં એલ.એલ.બીનો અભ્યાસ કર્યો હતો.૧૯૫૬માં તેમના લગ્ન રમેશ ભટ્ટ સાથે થયા. અને તેમના થકી તેમને બે બાળકો જન્મ્યા; (૧) અમીમયી (૧૯૫૮) અને (૨) મિહીર (૧૯૫૯). હાલમાં તેઓ અમદાવાદમાં તેમના કુટુંબ સાથે રહે છે.
SEWA- સેવા (સ્વરોજગાર મહિલા સંઘ)ની સ્થા૫ના:-
તેમણે ઇ.સ. ૧૯૭૨માં સેવા (સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિયેશન)નામની સંસ્થાની સ્થાપના કરી હતી. સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોશિયેશન (SEWA- સેવા) એટલે કે સ્વરોજગાર મહિલા સંઘ થી ઈલાબહેન દ્વારા દેશમાં એક એવી સામાજિક, આર્થિક અને સહકારી ક્રાંતિની શરૂઆત થઇ જેનાથી લાખો મહિલાઓએ પોતાની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત બનાવી દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાની શરૂઆત કરી.
આ સંસ્થા અસંગઠિત મહિલા કામદારોને સંગઠિત કરી તેમના હક અને સવલત સુવિધા મેળવી આપવાનું કામ કરે છે. ઇલાબહેને ન માત્ર સ્વરોજગાર મહિલાઓને સંગઠિત કરી તેમનું યુનિયન બનાવ્યું પણ તેમના ઉત્થાન અને વિકાસ માટે ૧૯૭૪માં મહિલા સહકારી બેન્કની શરૂઆત કરી હતી. મહિલા સહકારી બેંક મહિલાઓને મદદગાર બને છે. તેમણે મહિલાઓએ તૈયાર કરેલ માલને વિદેશના બજાર સુઘી પહોંચાડવા માટેનુ કામ કર્યુ. તેથી જ ઇલાબેન ભારતના માઇક્રોફાયનાન્સ પ્રોગ્રામ ના જનની ગણાય છે.
ઇલાબેન ભટ્ટને મળેલ એવોર્ડ:-
સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રે તેમણે કરેલા કાર્યાને ભારત સરકાર અને અન્ય દેશોએ બિરદાવ્યા છે. તેમણે વિવિઘ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે
- તેમને ૧૯૭૭માં રોમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇલાબેન ભટ્ટ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતા.
- ઇ.સ. 1984માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ મળ્યો હતો.
- ૧૯૮૫માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો અને ૧૯૮૬માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.
- ઇ.સ. ૨૦૧૧માં ઇન્દિરા ગાંધી શાંતિપુરા થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- ભારતમાં ગરીબ સ્ત્રીઓના સશક્તિકરણ માટે તેમને ઈ.સ. ૨૦૧૦માં નીવાનો શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા.
ઇલાબેન ભટ્ટના પુસ્તકો:-
- વી આર પુઅર બટ સો મેની : ધ સ્ટ્રોરી ઑફ સ્લેફ-એમ્પ્લોય્ડ વુમન ઈન ઈંડિયા
- અનુબંધ: બિલ્ડીંગ ઑફ હન્ડ્રેડ માઈલ કોમ્યુનીટીસ
ઇલાબેન ભટ્ટ વિશે અન્ય માહિતી:-
ધ એલ્ડર્સ નામની સંસ્થામાં ભાગ ભજવતાં હતા. આ સંસ્થા સ્ત્રી સમાનતા અને બાળવિવાહ અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે અહીં તેમણે જાગૃતિ નામની બાળવિવાહને લગતી કાર્ય કરતી સંસ્થામાં ૫ણ કામ કર્યુ.
સેવા કો-ઑપરેટીવ બેંક, લારીવાળાઓના આંતર્રાષ્ટ્રીય સંગઠન-હોમનેટના તેઓ પ્રમુખ હતાં.
તેઓ WIEGO (વુમેન ઈન ઇન્ફોર્મલ એમ્પ્લોયમેંટ : ગ્લોબલાઈઝીંગ એન્ડ ઑર્ગેનાઈઝીંગ)ના બોર્ડ ઑફ ડાયરેક્ટર છે
યુ. એસ.ના સેક્રેટરી ઑફ સ્ટેટ હીલેરી ક્લિંટને સ.ને. ૨૦૧૨માં ઇલાબેન ભટ્ટને પોતાના આદર્શ ગણાવ્યા. તેમણે કહ્યુ, “વિશ્વમાં ઘણાં વીરો અને વીરાંગનાઓ છે અને ઈલા ભટ્ટ તેમાંના એક છે જેમણે ભારતમાં ઘણાં વર્ષો સુઘી સ્વરોજગાર મહિલા સંઘ થકી મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું.
હાલમાં તેઓ ગુજરાત વિદ્યાપીઠના બીજા મહિલા કુલપતિ બન્યા અને આજ સુધી ગાંધીજીના વિચારો નો પ્રસાર કરે છે. તેઓ વિશ્વ આરોગ્ય સંગઠન અને મહિલા આયોગના સભ્ય પણ છે. ન્યૂયોર્ક ખાતે આવેલી વિશ્વ મહિલા બેંકના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. તેમણે આયોજન પંચના સભ્ય તરીકે પણ કાર્ય કરેલું છે. આ ઉપરાંત રાજ્ય સભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. સ્વરોજગાર મહિલાઓ માટે રાષ્ટ્રિય આયોગ ની સ્થાપના કરી છે.
હુ આશા રાખુ છુ કે તમને અમારો ઇલાબેન ભટ્ટનું જીવન ચરિત્ર લેખ ખુબ જ ગમ્યો હશે. ઇલાબેન ભટ્ટના જીવન પ્રસંગો વિશે જાણીને તમને પ્રેરણા મળી હશે. વિઘાર્થી મિત્રોને ઇલાબેન ભટ્ટ વિશે નિબંઘ લખવામાં ૫ણ આ લેખ ઉ૫યોગી બનશે.અમે આવા મહાન વ્યકિતઓના જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.