ગણેશ ઘોષ નો જીવન૫રિચય | ganesh ghosh biography in gujarati

આપણાં દેશમાં અનેક ક્રાંતિવીરો થઈ ગયા છે, જેમણે દેશની આઝાદીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આવા જ એક ક્રાંતિકારી એવા શ્રી ગણેશ ઘોષને આજે આપણે જાણીએ.

ગણેશ ઘોષ નું જીવનચરિત્ર

નામ શ્રી ગણેશ ઘોષ
જન્મ તારીખ 22 જૂન, 1900
જન્મ સ્થળ જૂનાં બંગાળના જૈસોર જીલ્લામાં (હાલ બાંગલાદેશ)
પિતાજીનું નામ બિપીનબિહારી ઘોષ
૫ક્ષ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી
વ્યવસાય સ્વાતંત્ર્ય સેનાની, ક્રાંતિકારી અને કુશળ રાજકારણી
આંદોલન ચિત્તાગોંગ શસ્ત્રાગાર હુમલાાાા ભાગ, ચટગાવ કેસ
મૃત્યુ તારીખ 16 ઑકટોબર 1994
મૃત્યુનું સ્થળ કોલકાતા

જન્મ:-

દેશનાં સ્વાતંત્ર્ય સેનાની, ક્રાંતિકારી અને કુશળ રાજકારણી એવા શ્રી ગણેશ ઘોષનો જન્મ 22 જૂન, 1900નાં રોજ જૂનાં બંગાળના જૈસોર જીલ્લામાં, જે હાલમાં બાંગ્લાદેશમાં છે ત્યાં થયો હતો. તેમનાં પિતાનું નામ બિપીનબિહારી ઘોષ હતું. તેઓ કાયસ્થ પરિવારમાંથી હતા. તેમણે ભણતાં ભણતાં જ સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો. ઈ. સ. 1922માં ગયા શહેરના કૉંગ્રેસમાં બહિષ્કારનો ઠરાવ પસાર થયો ત્યારે ગણેશ ઘોષ અને તેનાં સાથી અનંતસિંહે મળીને શહેરની સૌથી મોટી સ્કૂલ બંધ કરી દીધી હતી. એ બંનેએ ચટગાવની સૌથી મોટી મજૂર હડતાલનું પણ નેતૃત્વ કર્યું. ગાંધીજીએ અસહકાર આંદોલન રદ્દ કર્યું ત્યારબાદ ગણેશ ઘોષ કોલકાતાનાં જાદવપુરની ઈજનેરી કૉલેજમાં જોડાયા.

 પ્રથમ ચળવળ:-

તેમણે 18 એપ્રિલ 1930ના રોજ સૂર્ય સેન અને અન્ય ક્રાંતિકારીઓ સાથે ચિત્તાગોંગ શસ્ત્રાગાર હુમલામાં ભાગ લીધો હતો. તે ચટગાંવથી ભાગી ગયો અને હુગલીના ચંદનનગરમાં આશરો લીધો. થોડા દિવસો પછી પોલીસ કમિશનર ચાર્લ્સ ટેગાર્ટે ચંદનનગરમાં તેમના સેફ હાઉસ પર હુમલો કર્યો અને તેમની ધરપકડ કરી. એક યુવાન સાથી ક્રાંતિકારી જીવન ઘોષાલ ઉર્ફે માખાન ધરપકડના ઓપરેશન સમયે પોલીસ દ્વારા માર્યો ગયો.

ચટગાવ કેસ:-

ચટગાવ કેસ સાથે સંકળાયેલા તેઓ પોતાનાં સાથી પ્રતુલ ભટ્ટાચાર્ય સાથે બરેલી સેન્ટ્રલ જેલમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. આ જેલમાં તેમની મુલાકાત કાકોરી કેસના ક્રાંતિકારીઓ મન્મથનાથ ગુપ્તા, રાજકુમાર સિંહા, શચિન્દ્રનાથ બક્ષી અને મુકુંદીલાલ સાથે થઈ હતી.

ઈ. સ. 1923માં તેમની મણિકટલા બૉમ્બ કેસમાં ધરપકડ થઈ, પરંતુ તેમની વિરૂદ્ધ પુરાવા મળ્યા નહીં. આથી તેઓ સજામાંથી બચી ગયા, પરંતુ સરકારે તેમને 4 વર્ષ માટે નજરકેદ રાખવાનો હુકમ કર્યો. ઈ. સ. 1928માં કોલકાતામાં કૉંગ્રેસ સત્રમાં હાજરી આપી તેઓ પ્રખ્યાત ક્રાંતિકારી સૂર્યસેનને મળ્યા. તેઓ બંનેએ થઈને બ્રિટીશશાસનને સશસ્ત્ર લડાઈથી સમાપ્ત કરવા માટે ચટગાવમાં રાષ્ટ્રીય સરકારની સ્થાપના કરવાનું નક્કી કર્યું. સ્થાપનાની બધી તૈયારીઓ પછી આ બંને ક્રાંતિકારીઓએ મહત્ત્વપૂર્ણ સ્થળોએ દરોડા પાડ્યા. તેમનો હેતુ શસ્ત્રાગારને પકડવા અને એ જ શસ્ત્રોની મદદથી બ્રિટીશ સૈનિકો પર હુમલો કરવાનો હતો.

અચાનક થયેલા હુમલાથી અંગ્રેજ અધિકારીઓ ચોંકી ગયા. પરંતુ જે શસ્ત્રાગાર પર હુમલો કરી ક્રાંતિકારીઓએ શસ્ત્રો  મેળવ્યા ત્યાં માત્ર શસ્ત્રો જ મળ્યા. દારૂગોળો અંગ્રેજોએ બીજે છુપાવ્યો હતો, આથી મળી શક્યો નહીં. માટે તેમની યોજના સફળ થવા છતાં પણ નિષ્ફળ ગઈ. આથી તેઓ સૂર્યસેન સાથે જલાલાબાદની ટેકરીઓ તરફ જતા રહ્યા.

આ દરમિયાન તેઓ પોતાના સાથીઓથી વિખૂટા પડી ગયા અને તેઓ ફ્રેન્ચ વસાહત ચંદ્રનગર પહોંચ્યા, જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી. ત્યાંથી તેમને કોલકાતા લઈ જવામાં આવ્યા. ઈ. સ. 1932માં તેમને આજીવન કેદની સજા કરવામાં આવી અને આંદામાન જેલમાં મોકલી દેવામાં આવ્યા.

રાજકારણમાં સક્રિયતા:-

ટ્રાયલ પછી, ગણેશ ઘોષને ઈ. સ.1932માં પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ઈ. સ. 1946માં જેલમાંથી મુક્ત થયા પછી, તેઓ સામ્યવાદી રાજકારણમાં જોડાયા અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બન્યા. આઝાદી પછી તેઓ પાર્ટીના નેતા બન્યા. ઈ. સ. 1964માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયામાં વિભાજન થયા બાદ ગણેશે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)નો પક્ષ લીધો. તેઓ ઈ. સ. 1952, ઈ. સ.1957 અને ઈ. સ.1962માં બેલગાચિયાથી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર તરીકે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ચૂંટાયા હતા.

જેલના સાથીદારો સાથે રહેતા એઓ સામ્યવાદી વિચારધારાથી પ્રભાવિત થયા. ઈ. સ. 1946માં જેલમાંથી છૂટ્યા બાદ તેઓ કમ્યુનિસ્ટ પાર્ટીનાં સભ્ય બન્યા. ઈ. સ. 1964માં કમ્યુનિસ્ટ પાર્ટીનું વિભાજન થતાં તેઓ માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા.

ઈ. સ. 1952, ઈ. સ. 1957 અને ઈ. સ. 1962માં બંગાળ વિધાનસભામાં ચૂંટાયા હતા. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીનાં ઉમેદવાર તરીકે ઈ. સ. 1967માં દક્ષિણ કોલકત્તાથી લોકસભામાં ચૂંટાયા હતા. ઈ. સ. 1971માં ફરીથી આ જ સીટ પરથી લોકસભામાં ઉમેદવાર હતા. પરંતુ આ વખતે તેઓ કૉંગ્રેસ તરફથી પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડનારા 26 વર્ષીય  પ્રિયા રંજનદાસ મુનશીથી હારી ગયા હતા.

મૃત્યુ:-

આ મહાન ક્રાંતિકારી ગણેશ ઘોષનું અવસાન 16 ઑકટોબર 1994નાં રોજ કોલકાતા ખાતે થયું હતું.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

આ ૫ણ વાંચો:-

હું આશા રાખું છું કે તમને અમારો ગણેશ ઘોષ નું જીવચરિત્ર (ganesh ghosh biography in gujarati) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે.  અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

Leave a Comment

error: