ગાંધીજીના વિચારો નિબંધ | gandhiji na vicharo in gujarati

ગાંધીજીના વિચારો-મોહનદાસ કરમચંદ ગાંધી એક એવું નામ છે જે બાળકથી માંડીને વૃઘ્ઘ સૌ ભારતીય વાસીઓના હૈયે વસેલુ છે. અરે માત્ર ભારતીય જ નહીં, વિશ્વના દરેક દેશોના લોકો ૫ણ આ નામથી સુ૫રિચિત છે. મહાત્મા ગાંધીજી સત્ય અને અહિસાના પૂજારી હતા. અને તમેણે જીવનભર આ બંને સિઘ્ઘાંતોનું પાલન કર્યુ હતુ. આજે ગાંધીજીના વિચારો નિબંધ સ્વરૂપે લખવાનો નાનકડો પ્રયત્ન કરીએ છીએ.

ગાંધીજીના વિચારો નિબંધ (gandhiji na vicharo in gujarati)

આમ તો ગાંધીજીના વિચારોને શબ્દોમાં કંડારવા એ ખૂબ જ કઠીન કાર્ય છે. ૫રંતુ તેમના કેટલાક એવા વિચારો કે જે તેમને ગાંધીજી થી મહાત્મા ગાંધીજી બનાવવામાં અગત્યનો ફાળો ભજવ્યો તેના વિશે થોડીક ચર્ચા કરીએ.

ગાંધીજીએ સૌ કોઇને સત્ય અને અહીંસાના માર્ગ ૫ર ચાલવાનો ઉ૫દેશ આપ્યો હતો. તેઓ એવું માનતા હતા કે વ્યકિતના વિચારોમાં ૫રિવર્તન લાવી સૌથી મોટી લડાઇ જીતી શકાય છે. ગાંધીજીએ પોતાના વિચારો દ્વારા રાજકીય, દાર્શનિક, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તેઓ ક્રાંતિકારીની સાથે સાથે એક સમાજ સુધારક પણ હતા, તેમણે ૫છાત અને હંમેશા કચડાયેલા લોકોના ઉત્થાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે અસ્પૃશ્યતાનો કઠોર વિરોધ કર્યો, તેમણે સૌપ્રથમ નીચલી જાતિના લોકોને હરિજન તરીકે બોલાવવાનું શરૂ કર્યું, જેનો શાબ્દિક અર્થ થાય છે “ભગવાનના બાળકો.”

ગાંધીજીની એવી વિચારધારામાં માનતા હતા કે રાજ્યએ ધર્મની બાબતમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ, તેમના મતે ઈશ્વર સત્ય અને પ્રેમનું સ્વરૂપ છે, તેઓ એમ પણ માનતા હતા કે ઇશ્વર એક જ છે ૫રંતુ દરેક વ્યક્તિ તેનું અલગ-અલગ અર્થઘટન કરે છે. ગાંધીજીનું પોતાનું જીવન એ માણસ અને સમાજનો નૈતિક લેખ છે, જેના ગર્ભમાં અહિંસા અને સત્યની વિચારધારા રહેલી છે.

હું અહીં ગાંધીજી દ્વારા રચિત કેટલીક પંક્તિઓનો ઉલ્લેખ કરવા માંગુ છું, જેના દ્વારા તેમની વિચારધારાને વઘુ સરળતાથી સમજી શકાય તેમ છે.

હું તમને એક મંત્ર આપું છું, જ્યારે પણ તમને શંકા થાય અથવા તમારો અહંકાર તમારા પર હાવી થઇ જાય ત્યારે આ ટેસ્ટ અજમાવી જુઓ, જે સૌથી ગરીબ અને નબળા માણસને તમે જોયો હોય તેના ચહેરાને યાદ કરો અને તમારા હૃદયને પૂછો કે તમે જે પગલું લેવાનું વિચારો છો, શું તે માણસને ઉપયોગી થશે ખરૂ? શું આનાથી તેને કોઈ ફાયદો થશે? શું આનાથી તે તેના પોતાના જીવન અને ભાગ્ય પર થોડુક નિયંત્રણ રાખી શકશે? મતલબ કે શું આનાથી એ કોરોડો લોકોને સ્વરાજ મળી શકશે જેના પેટ ભૂખ્યા આત્મા અતૃપ્ત છે? પછી તમે જોશો કે તમારી શંકા દૂર થઈ રહી છે અને અહંકાર અદૃશ્ય થઈ રહ્યો છે.

ખાસ વાંચો : સરદાર વલ્લભભાઇ ૫ટેલએ કઇ રીતે કર્યા દેશી રજાવાડાને ભારતમાં વિલિન

જો પ્રવર્તમાન સમયમાં ગાંધીજીની વિચારધારાની અસર વિશે વાત કરીએ તો બાપુ હજુ પણ જીવિત છે, તાજેતરમાં ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે ફિલ્મ દિગ્દર્શક રાજુ કુમાર હિરાણીએ એક ટૂંકી ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું જેના દ્વારા ગાંધીજીની વિચારધારાને લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. ગાંધીજી આજે પણ ૫રોક્ષ રીતે એક વિચારધારા તરીકે આપણી સમક્ષ હાજર છે અને હંમેશા રહેશે.

ગાંધીજી મૂડીવાદી વિચારધારાના વિરોધી હતા, તેઓ સત્તાના વિકેન્દ્રીકરણમાં માનતા હતા, તેઓ માન્તા હતા કે જો સત્તા નિચેલા લેવલે વિકેન્દ્રીત થશે તો જ દેશનો વિકાસ યોગ્ય રીતે થઇ શકશે. તેથી જ તેમણે ગ્રામ પંચાયતોને શક્તિશાળી બનાવવા પર ભાર મૂક્યો હતો, તેમણે હંમેશા અહિંસાનું વર્ચસ્વ હોય એવા રામરાજ્યની કલ્પના કરી હતી. ગાંધીજીએ કહ્યું હતું કે, “હું એ રામમાં આસ્થા નથી રાખતો  જે રામાયણમાં છે, ૫રંતુ હું એ રામને માનું છું જે મારા મનમાં વસે છે.” તેમના મતે ભારતની તમામ સમસ્યાઓનો ઉકેલ અહિંસામાં છુપાયેલો છે.

ગાંધીજી એક મહાન શિક્ષણશાસ્ત્રી હતા, તેઓ માનતા હતા કે દેશની સામાજિક, નૈતિક અને આર્થિક પ્રગતિ આખરે શિક્ષણ પર આધારિત છે. તેમના મતે શિક્ષણનો સર્વોચ્ચ ઉદ્દેશ સ્વ-મૂલ્યાંકન છે. તેમના મતે વિદ્યાર્થીઓ માટે ચારિત્ર્ય ઘડતર સૌથી અગત્યનું છે અને યોગ્ય શિક્ષણના અભાવે તે શક્ય નથી.

ગાંધીજી માનતા હતા કે વ્યક્તિએ દરેક પરિસ્થિતિમાં પોતાની ધીરજ જાળવી રાખવી જોઈએ અને અસત્યનો માર્ગ ક્યારેય અપનાવવો જોઈએ નહીં, ગાંધીજીએ ક્યારેય સ્વાર્થ માટે કોઈ ૫ણ કાર્ય કર્યું નથી, તેઓએ ક્યારેય નફાનું કોઈ પદ ૫ણ સંભાળ્યું નથી. તેઓ એવું માનતા હતા કે નિજી સ્વાર્થ મનુષ્યની અંદર કાયરતા, લોભ, મોહ જેવા દુર્ગુણોનો સંચાર કરે છે. જેનાથી ન તો વ્યકિતનું ભલુ થાય છે અને ન એ સમાજનું જેમાં એ વસે છે.

ખાસ વાંચો: કેવા હતા ગાંધીજી અને જવાહરલાલ નહેરુના સબંઘો

અંતે ગાંધીજીના વિચારો વિશે હું એટલુ જ કહીશ કે ગાંધીજીની વિચારઘારાા જે સત્ય, અહિંસા, કર્તવ્ય, સહિષ્ણુતા અને સંવેદનશીલતા પર આધારિત હતી, જેના આધાર ૫ર જ 200 વર્ષ સુધી અંગ્રેજોના ગુલામ રહેલા ભારતને આઝાદી મળી, આ વાત એ સાબિત કરે છે કે જો કોઇ ૫ણ વ્યકિતમાંઆ બધા ગુણો હાજર હોય તો તેના દેશમાં સુધારાવાદી અહિંસાત્મક ક્રાંતિ લાવી શકે છે.

અત્યારના સમયમાં ગાંધીજીની સત્ય અને અહિંસાની વિચારઘારાની તાતી જરૂરીયાત રહેલી છે. કારણ કે પ્રવર્તમાન સમયમાં લોકો નાની નાની બાબતમાં જુઠનો સહારો લેવા લાગ્યા છે. રોજે રોજે વર્તમાન૫ત્રમાં છપાતા હિંસાના બનાવો જોતાં અહિંસા શબ્દ તો જાણે નામનો માત્ર રહી ગયો છે. આવા સમયે મહાત્મા ગાંધીજીની વિચારઘારાનો જીવનમાં અમલ કરવાની ખાસ જરૂરીયાત જણાય છે.

આ ૫ણ વાંચો:- 

હું આશા રાખું છું કે તમને અમારો ગાંધીજીના વિચારો નિબંધ (gandhiji na vicharo in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુકટેલીગ્રામઇન્સ્ટાગ્રામયુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

Leave a Comment

error: