મોરારજી દેસાઈ જીવનચરિત્ર-જન્મ, સમાધિ | Morarji Desai in Gujarati

મોરારજી દેસાઈ ભારતના ચોથા વડાપ્રધાન બન્યા. તેઓ ઈન્દિરા ગાંધી બાદ દેશના વડાપ્રધાન બન્યા હતા. તેમનો વડાપ્રધાન તરીકેનો કાર્યકા સ.ને. 1977-1979 દરમિયાન હતો, તેઓ દેશના સૌપ્રથમ બિન કોગ્રેસી વડા પ્રધાન હતા કે જેઓ જનતા દળ પક્ષ સાથે જોડાયેલ હતા. તેમણે 1971માં ચાલી રહેલા ભારત-પાક સંબંધોને સુધારવા માટે શાંતિનો માર્ગ મોકળો કરવાનું વિચાર્યું. તેઓ એવા એકમાત્ર ભારતીય હતા જેમને ભારત અને પાકિસ્તાનના બંને દેશોના સર્વોચ્ચ સન્માનથી “ભારત રત્ન” અને “નિશાન-એ-પાકિસ્તાન” થી નવાજવામાં આવ્યા હતા.

મોરારજી દેસાઈનો જીવન પરિચય (Morarji Desai in Gujarati)

નામ મોરારજી રણછોડજી દેસાઈ
જન્મ તારીખ 29 ફેબ્રુઆરી 1896
જન્મ સ્થળ વલસાડ જિલ્લાના ભદેલી ગામમાં
પિતાનું નામ રણછોડજી દેસાઈ
માતાનું નામ વજીબેન દેસાઈ
જીવનસાથી ગુજરાબેન દેસાઈ
જાતિ બ્રાહ્મણ
સંતાનો  પુત્ર –કાંતિ દેસાઈ
અવસાન 10 એપ્રિલ 1995 (દિલ્હી)
પુરસ્કારો/સન્માન “ભારત રત્ન” અને “નિશાન-એ-પાકિસ્તાન”

પ્રારંભિક જીવનઃ

શ્રી મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896 ના રોજ ગુજરાત રાજયના વલસાડ જિલ્લાના ભડેલી ગામમાં થયો હતો, તેમના પિતા એક શિક્ષક આદર્શ શિસ્તના હીમાયતી હતા. બાળપણથી મોરારજી દેસાઇએ તેમના પિતા પાસેથી સખત પરિશ્રમ કરવાનું અને દરેક સંજોગોમાં સત્યના માર્ગ પર ચાલવાનું શીખ્યા હતા.

તેમણે પ્રારંભિક શિક્ષણ સંત ભુસાર સિંહ હાઈસ્કૂલમાંથી મેળવ્યુ, ત્યારબાદ આગળનો અભ્યાસ મુંબઈની વિલ્સન કૉલેજમાંથી પૂર્ણ કર્યો. તેમનું પારિવારિક જીવન ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયું હતુ, તેમને 8 ભાઈ-બહેન હતા, જેમાં દેસાઈજી સૌથી મોટા હતા. તેમણે બાર વર્ષ સુધી નાયબ કલેક્ટર તરીકે સેવા આપી અને ત્યાબાદ રાજીનામુ આપી આઝાદીની ચળવળમાં જોડાયા.

મોરારજી દેસાઈ સ્વતંત્રતા ચળવળમાં ભાગ (Morarji desai  freedom fighter)

1929 માં, સરકારી નોકરી છોડીને, તેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો અને સવિનય કાનુન ભંંગની લડતમાં પણ જોડાયા. 1930 માં મોરારજી દેસાઇ સ્વતંત્રતાને લડાઇ દરમિયાન ત્રણ વખત જેલમાં ધકેલી દેવામાં આવ્યા. 1931 માં, તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં એક મહત્વપૂર્ણ સ્થાન મળ્યું. તેમના કામ પ્રત્યેની લગનાને જોઈને, તેમને 1937 માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

આ પછી, તેમણે ગુજરાતમાં ભારતીય યુવા કોંગ્રેસની રચના કરી. સરદાર વલ્લભભાઇ પટેલે તેમને યુવા કોંગ્રેસના પ્રમુખ બનાવી દીધા. તેઓ એક કટ્ટર ગાંધીવાદી નેતા અને ઉચ્ચ ચરિત્રનું પાલન કરનાર વ્યક્તિ હતા. તે સમયે તેમણે ફિલ્મોના અભદ્ર નિરૂપણનો વિરોધ કર્યો હતો. 1937 માં, તેઓ મહેસૂલ, કૃષિ અને વન વિભાગના મંત્રી તરીકે નિયુક્ત થયા.

મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવેલા સત્યાગ્રહ ચળવળના હિસ્સાને કારણે તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા, જ્યાંથી મોરારજી દેસાઇને ઓક્ટોબર 1941 માં મુક્ત કરવામાં આવ્યાા. 1942 માં, તેમની ભારત છોડો આંદોલન દરમિયાન ફરીથી ધરપકડ કરવામાં આવી, ત્યારબાદ ફરીથી તેઓ 1945 માં જેલમાંથી મુકત થયા.

મોરારજી દેસાઈ રાજકીય કારકિર્દી (Morarji desai political career) –

1946 માં બોમ્બેમાં તેમને ગૃહમંંત્રી બનાવવામાં આવ્યા હતા. 1952 માં, તેમને બોમ્બેના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 1952 માં ગુજરાતી અને 1956 માં મરાઠી ભાષાના લોકો બોમ્બે પર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે આંદોલન કર્યુ. મુંબઈના લોકો દ્વારા આ ભાષાવાદી આંદોલનની મોરારજી દેસાઈએ ભારપૂર્વક નિંદા કરી અને તેનો વિરોધ કર્યો. આ સમયે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, જે મોરારજી દેસાઈએ ત્રણ દિવસમાં નિયંત્રિત કરી હતી. 14 નવેમ્બર 1956 ના રોજ, મોરારજી દેસાઇને વાણિજ્ય અને ઉદ્યોગ ક્ષેત્રમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. તેમણે 22 માર્ચ 1957 ના રોજ અર્થવ્યવસ્થા સંભાળી. મોરારજી દેસાઈની આ પ્રભાવિત કામગીરી માટે તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. તેમના વિચારો અને પક્ષના મંતવ્યો વચ્ચે ઘણો તફાવત હતો.

૧૯૬૪માં જવાહરલાલ નહેરુના મૃત્યુ પછી, જ્યારે ઈન્દિરા ગાંધીએ સત્તા સંભાળી ત્યારે મોરારજી દેસાઇને નાયબ વડા પ્રધાનનું સ્થાન મળ્યું. તેઓ આનાથી નાખુશ હતા, કારણ કે તેમને લાગ્યું કે તેઓ આનાથી વધુ મેળવી શકે છે. ઈન્દિરા ગાંધી અને દેસાઈજી વચ્ચેના સંબંધ સારા નહોતો. બંને વચ્ચે અનેક વખત વાદ-વિવાદ થયા જેના કારણે દેસાઇજીના આત્મગૌરવને ઠેસ પહોચી. વૈચારિક મતભેદો એટલા વધી ગયા કે સને. 1969 માં કોંગ્રેસ પાર્ટી બે ટુકડાઓમાં વહેચાઇ ગઇ.

મોરારજીએ નાયબ વડા પ્રધાનના પદ પરથી રાજીનામુ આપી દીધુ. મોરારજી દેસાઇ અને ઇન્દિરા વચ્ચે કડવા શબ્દોની રાજનીતિ ચાલવાની શરૂ થઇ ગઇ. મોરારજીએ વિરોધી પક્ષની કમાન્ડ સંભાળી અને 1971 માં ફરીથી લડ્યા. દેસાઇજીએ ઈન્દિરા વિરુદ્ધ અરજી કરી જેમાં ઈન્દિરા ગાંધીને ચૂંટણીથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું.

દેસાઇજીએ ગુજરાતમાં સુરતથી લોકસભાની ચૂંટણી લડયા અને જીત્યા. તેમને સંસદમાં જનતા પાર્ટીના નેતા બનાવવામાં આવ્યા હતા. આ પછી, 1977 ની ચૂંટણીના પરિણામે, જનતા પાર્ટીને બહુમતી મળી અને દેશમાં પહેલીવાર, બિન-કોગ્રેસી સરકારે સત્તા સંભાળી. 24 માર્ચ 1977 ના રોજ, મોરાજી દેસાઇને દેશના વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

મોરારજી દેસાઈએ ભારતના સંબંધોને ખૂબ જ સંવેદનશીલ રીતે સુધાર્યા, તેમજ તેમણે 1962 માં ચીન સાથેની લડત બાદ તેની સાથે રાજકીય સંબંધોને સુધારવાના પ્રયત્નો કર્યા. મોરારજી દેસાઈએ કટોકટી દરમિયાન બનાવેલ ઘણા કાયદા તેમના નેતૃત્વ હેઠળ બદલી નાખ્યા એવા નિયમો પણ બનાવ્યા, જેથી ભવિષ્યમાં કોઈ પણ સરકારને કટોકટીની પરિસ્થિતિ ન આવે.

મોરારજી દેસાઈ વડા પ્રધાન પદ પર રહીને લાંબા સમય સુધી ભારતની સેવા કરી શક્યા નહીં, ચરણસિંહે 1979 માં જનતા પાર્ટીનો ટેકો પાછો ખેંચી લીધો જેના કારણે મોરારજી દેસાઈને તેમના પદ પરથી દુર થવુ પડયુ. આ સાથે, તેમણે સક્રિય રાજકારણમાંથી પણ નિવૃત્તિ લઇ લીધી. મોરારજી દેસાઈ એવા પ્રથમ વ્યક્તિ હતા કે જેઓ 81 વર્ષની ઉંમરે દેશના વડા પ્રધાન બન્યા, તેમનો આ રેકોર્ડ આજે પણ અકબંધ છે.

મોરરજી દેસાઈ દેસાઇ મૃત્યુ (Morarji desai death) –

રાજકારણમાંથી સન્યાસ લીધા પછી મોરારજી દેસાઈ મુંબઇમાં રહેતા હતા, જયાં 10 એપ્રિલ 1995 ના રોજ ૯૯ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયુ.

મોરારજી દેસાઇને મળેલ એવોર્ડ્સ (Morarji desai Awards) –

  • 1990 માં, પાકિસ્તાન સરકાર દ્વારા “નિશાન-એ-પાકિસ્તાન”ને એવોર્ડથી નવાજવામાં આવ્યા.
    1991 માં, ભારતના સર્વોચ્ચ સન્માન “ભારત રત્ન”થી નવાજવામાં આવ્યા.
  • મોરારજી દેસાઈ એવા એકમાત્ર ભારતીય હતા જેમને ભારત અને પાકિસ્તાનના બંને દેશોના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:-

આશા રાખુ છું કે આપને મોરારજી દેસાઈના જીવન પરિચય (Morarji Desai in Gujarati) વિશેનો લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી.

અહીં मोરારજી દેસાઈ વિશે ગુજરાતી ભાષામાં જીવનચરિત્ર (Biography) રજૂ કરવામાં આવ્યું છે:


🧑🏻‍💼 મોરારજી દેસાઈ – જીવનચરિત્ર

પૂર્ણ નામ: મોરારજી રંચોજી દેસાઈ
જન્મ: 29 ફેબ્રુઆરી 1896, ભદેલી ગામ, ભરૂચ જિલ્લો, ગુજરાત
મૃત્યુ: 10 એપ્રિલ 1995, મુંબઈ
પદવી: ભારતના ચોથા વડાપ્રધાન (1977–1979)


📚 શરૂઆતનું જીવન:

મોરારજી દેસાઈનો જન્મ ભદેલી ગામે એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓએ શિક્ષણ અમરેલી અને મુંબઈમાં લીધું હતું. શરૂઆતમાં તેઓ બેંકમાં નોકરી કરતા હતા પરંતુ પછી તેમને બ્રિટિશ સરકારના વિરોધમાં રાજકીય જીવન અપનાવ્યું.


🇮🇳 રાજકીય જીવન:

  • તેઓ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થયા અને ભારતના સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા.

  • બ્રિટિશ શાસન દરમ્યાન ઘણા વખત સુધી જેલમાં રહ્યા.

  • સ્વતંત્ર ભારતના ગુજરાતના મુખ્યમંત્રી (1952–56) બન્યા.

  • પછી તેમણે નાણાંમંત્રી (Finance Minister) તરીકે પણ સેવા આપી.

  • 1977માં પહેલીવાર કોંગ્રેસ સિવાયની સરકાર બની અને મોરારજી દેસાઈ દેશના વડાપ્રધાન બન્યા.


🏆 વિશેષતા:

  • મોરારજી દેસાઈ ભારતના પ્રથમ ગેર-કોંગ્રેસી વડાપ્રધાન હતા.

  • તેમને યોગ, આયુર્વેદ અને નૈતિક જીવનશૈલીમાં ખુબ જ વિશ્વાસ હતો.

  • તેમણે પરમેશ્વરના માર્ગે ચાલવા અને સચ્ચાઇમાં જીવવા પર ભાર મૂક્યો.


🎖️ પુરસ્કાર:

  • તેમને ભારતનું બીજું સૌથી મોટું નાગરિક સન્માન નિધાન પછી “ભારત રત્ન” આપવામાં આવ્યું.


🔚 નિધન:

મોરારજી દેસાઈનું અવસાન 10 એપ્રિલ 1995ના રોજ 99 વર્ષની વયે થયું. તેઓ ખૂબ જ નિષ્ઠાવાન અને ઋષિ સમાન વ્યક્તિત્વ ધરાવતા રાજકારણી માનવામાં આવે છે.


શું તમને મોરારજી દેસાઈની રાજ્યની સિદ્ધિઓ કે કોઈ વિશિષ્ટ પ્રસંગ વિશે વિગતે જાણવું છે?

Leave a Comment

error: