વિશ્વ રેડિયો દિવસ ઇતિહાસ, થીમ, ઉદ્દેશ્ય, નિબંધ (World Radio Day History, Theme In Gujarati)

દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. આમ તો રેડીયો જુના-પુરાના જમાનાનું સાધન છે તેમ છતાં દુરસંચાર અને મનોરંજન ક્ષેત્રે તેનું મહત્વ આજે પણ કંઇ ધટયુ નથી. હા જોકે ઇન્ટરનેટ અને મોબાઇલની દુનિયાની તેના પર અસર ચોકકસ પડી છે. ચાલો આજે આપણે વિશ્વ રેડીયો દિવસ કેમ ઉજવવામાં આવે છે તેના પાછળનો ઇતિહાસ શું છે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.

વિશ્વ રેડિયો દિવસનો ઇતિહાસઃ-

13 ફેબ્રુઆરી 1945ના રોજ યૂનાઈટેડ નેશન્સ રેડિયો પરથી પહેલીવાર પ્રસારણ કરવામાં આવ્યુ હતું. આમ સયુકત રાષ્ટ્ર રેડીયો (યુનાઇટેડ નેશન્સ રેડિયો)ની વર્ષગાંઠની યાદ સ્વરૂપે દર વર્ષે ૧૩ ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસ મનાવવામાં આવે છે. જોકે ઔપચારિત રૂપથી પહેલો વિશ્વ રેડિયો દિવસ વર્ષ 2012માં મનાવવામાં આવ્યો હતો.

વર્ષ 2010 માં, સ્પેનિશ રેડિયો એકેડમીએ 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસ ઉજવવાનો પ્રથમ વખત પ્રસ્તાવ મૂક્યો હતો. વર્ષ 2011 માં, યુનેસ્કોના સભ્ય દેશોએ આ પ્રસ્તાવને સ્વીકારી લીધો અને 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસ ઉજવવાની જાહેરાત કરી. બાદમાં વર્ષ 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પણ આ પ્રસ્તાવને સ્વીકાર્યો અને તે જ વર્ષે એટલે વર્ષ ૨૦૧૨ના 13 ફેબ્રુઆરીના રોજ પ્રથમ વખત, યુનેસ્કોએ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરી.

દર વર્ષે આ દિવસે, યુનેસ્કો વિશ્વભરના બ્રોડકાસ્ટર્સ, સંસ્થાઓ અને સમુદાયો સાથે મળીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે રેડિયોની ભૂમિકા વિશે ચર્ચા કરવામાં આવે છે અને લોકોને તેના વિશે જાગૃત કરવામાં આવે છે. રેડિયો એ એવી સેવા છે જે વિશ્વભરની માહિતીનું આદાનપ્રદાન કરે છે. આપત્તિ કે કટોકટીના કિસ્સામાં રેડિયોનું મહત્વ વધી જાય છે. આવી સ્થિતિમાં વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવાનો હેતુ વિશ્વભરના યુવાનોને રેડિયોની જરૂરિયાત અને મહત્વ વિશે જાગૃત કરવાનો છે. માહિતી ફેલાવવા માટે રેડિયો સૌથી શક્તિશાળી અને સૌથી સસ્તું માધ્યમ તરીકે જાણીતું છે. રેડિયો સદીઓ જૂનું માધ્યમ હોવા છતાં તેનો ઉપયોગ સંદેશાવ્યવહાર માટે થઈ રહ્યો છે.

ભારતમાં રેડિયોનો ઇતિહાસઃ

ભારતમાં રેડિયો લાંબા સમયથી કાર્યરત છે. ભારતમાં, 23 જુલાઈ, 1927ના રોજ, ભારતના વાઈસરોય લોર્ડ ઈરવિને મુંબઈમાં પહેલા રેડિયો સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય બ્રોડકાસ્ટિંગ કંપનીનું 1930માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. જૂન 1936માં, ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઈન્ડિયા રેડિયો (એઆઈઆર) રાખવામાં આવ્યું. તે જ વર્ષે, પ્રથમ સમાચાર બુલેટિન ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું.

જો કે, 1923 થી જ દેશમાં ખાનગી રેડિયો ક્લબની શરૂઆત થઈ હતી. રેડિયો ક્લબ ઑફ બોમ્બે જૂન 1923માં અને કલકત્તા રેડિયો ક્લબ પાંચ મહિના પછી શરૂ કરવામાં આવ્યા હતા. રેડિયો ક્લબ ઑફ બોમ્બેએ જૂન, 1923માં તેનો પ્રથમ કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો. જો કે આ બંનેના ટ્રાન્સમીટર બહુ પાવરફુલ નહોતા, તેથી તેમની પાસે માત્ર આસપાસના વિસ્તારોમાં જ પહોંચ હતી.

આઝાદી સમયે ભારતમાં કુલ 9 રેડિયો સ્ટેશન હતા, પરંતુ જ્યારે પાકિસ્તાન અલગ થયું ત્યારે 3 રેડિયો સ્ટેશન પાકિસ્તાનમાં ગયા. ભારતમાં દિલ્હી, બોમ્બે, કલકત્તા, મદ્રાસ, તિરુચિરાપલ્લી અને લખનૌ સ્ટેશનો બાકી હતા. 1956માં ઓલ ઈન્ડિયા રેડિયોનું નામ આકાશવાણી રાખવામાં આવ્યું. તેના બીજા જ વર્ષે વિવિધ ભારતીની શરૂઆત થઈ હતી. આ ઘટનાને આજે વર્ષોના વાણા વીતી ગયા છે પરંતુ રેડિયોના ચાહકો આજે પણ ગણ્યા-ગાંઠ્યા જોવા મળે છે.

આજે આકાશવાણી તેની સ્થાનીય સેવાઓ ઉપરાંત વિવિધ ભારતી,રેન્બો એફ.એમ ,એફ. એમ્. ગોલ્ડ, શાસ્ત્રીય સંગીત માટે રાગમ અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવાણી જેવા રાષ્ટ્રિય પ્રસારણો ચલાવે છે. . આ ઉપરાંત આકાશવાણી ખેડુતો, કામદારો અને મહીલાઓને અનુલક્ષીને જુદાજુદા કાર્યક્રમોનું પ્રસારણ કરે છે.

વિશ્વ રેડિયો દિવસ નો ઉદ્દે્શ્યઃ

રેડિયોના મહત્વ વિશે સામાન્ય લોકો અને સમાચાર માધ્યમોમાં જાગૃતિ વધારવા અને નીતિ ઘડનારાઓને રેડિયો દ્વારા માહિતી પ્રદાન કરવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે ૧૩ ફેેેબ્રુઆરીના રોજ વિશ્વ રેડીયો દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ રેડિયો દિવસ 2023 ની થીમ

આ વખતે 13 ફેબ્રુઆરીએ આપણે સમગ્ર વિશ્વમાં સાથે મળીને 9મો વિશ્વ રેડિયો દિવસ ઉજવીશું. આ વખતેવ વિશ્વ રેડિયો દિવસની થીમ રેડિયો અને શાંતિ (Radio and Peace) હશે. આ દિવસે વિવિધ રેડિયો સંસ્થાઓ દ્વારા વિવિધ સ્તરે અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

વર્ષ વિશ્વ રેેેેેેેેેડિયોયોય દિવસની થીમ
૨૦૧૯ સંવાદ, સહિષ્ણુતા અને શાંતિ (Dialogue, Tolerance, and Peace)
૨૦૨૦ રેડિયોમાં બહુમતીવાદની હિમાયત (Advocating for pluralism in radio)
૨૦૨૧ નવી દુનિયા, નવો રેડિયો – ઉત્ક્રાંતિ, નવીનતા, જોડાણ (New World, New Radio – Evolution, Innovation, Connection)
૨૦૨૨ રેડિયો અને વિશ્વાસ (Radio and Trust)
૨૦૨૩ રેડિયો અને શાંતિ (Radio and Peace)

ભારતમાં રેડિયોના ફાયદા:

  • રેડિયો પ્રસારણ ભારતમાં સ્વદેશી છે, દેશના દરેક ખૂણે-ખૂણે સુધી વિવિધ સંદેશો પહોંચાડવા માટે તે એક માત્ર ઉત્તમ માધ્યમ છે.
  • રેડીયો દ્વારા દેશના ખેડૂતોને ખેતી, હવામાન, દેશ-વિદેશને લગતી બાબતો વિશેની વિસ્તૃત માહિતી દેશના લોકો સુધી સરળતાથી પહોંચાડી શકાય છે.
  • ઓલ ઈન્ડિયા રેડિયોનું મુખ્યઉદેશ્ય દેશની એકતા અને અખંડીતતા પર આપવામાં આવે છે. રેડિયોનો કાર્યક્રમ તૈયાર કરતી વખતે રાષ્ટ્રીય એકતા જાળવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
  • આઝાદી પછી જ્યારે દેશની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો હતો ત્યારે આવા કાર્યક્રમો દેશની જનતાને સાચો રસ્તો બતાવતા હતા.
  • ઓલ ઈન્ડિયા રેડિયોએ દેશની આર્થિક સ્થિતિ સુધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતીય રેડિયોમાં મુખ્યત્વે આવા કાર્યક્રમો પ્રસારિત થતા હતા, જે સામાજિક એકતામાં વધારો કરવામાં મદદરૂ થતા હતા.
  • દેશની જનતાને રેડિયો દ્વારા આધુનિકતા અને નવી રીતો વિશે પણ જણાવવામાં આવ્યું હતું.
  • હાલના આધુનિકીકરણની દુનિયામાં રેડીયોનું સ્થાન ટેલિવિઝન અને મોબાઇલે આંચકી લીધું છે તેમ છતાં આજે પણ રેડીયોના ચાહકો કંઇ ઓછા નથી. આજે પણ દેશના આંતરિયાળ વિસ્તારમાં રેડીયો સંદેશા વ્યવહાર અને મનોરંજનનું એકમાત્ર સાધન છે.
  • એક સમયે લોકો રેડિયો પર જ્ઞાન, મનોરંજનને લગતા કાર્યક્રમો અને ગીતો સાંભળવાનું ખૂબ પસંદ કરતા હતા. એક જમાનામાં રેડીયો એ પ્રતિષ્ઠાનું સાધન હતુ.
  • આકાશવાણી અને ઓલ ઈન્ડિયા રેડિયો આજે પણ એક મોટા નેટવર્કના રૂપમાં સમગ્ર પૃથ્વીને આવરી લે છે.

ખાસ વાંચોઃ

હુ આશા રાખુ છું કે તમને અમારો વિશ્વ રેડિયો દિવસનો ઇતિહાસ, થીમ, ઉદ્દેશ્ય, નિબંધ (World Radio Day history, Theme in Gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક રસપ્રદ લેખો અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

 

Leave a Comment

error: