Janmashtami Essay In Gujarati | જન્માષ્ટમી નિબંધ

janmashtami essay in gujarati: કહેવાય છે કે ભારતની પ્રજાએ તહેવાર પ્રિય પ્રજા છે. અહી લોકો દરેક તહેવાર ખૂબ જ આનંદપૂૂૂૂર્વક ઉજવે છે. ૫છી એ હોળી, દિવાળી , ગણેશોત્સવ કે જન્માષ્ટમી હોય. દરેક તહેવારમાં લોકો ખૂબ ઉત્સાહથી ભાગ લે છે. તહેવાર આ૫ણને દુ:ખ ભુલીને આગળ વઘવાની પ્રેરણા આપે છે. તો ચાલો આજે એવા જ એક તહેવાર જન્માષ્ટમી વિશે નિબંધ (janmashtami essay in gujarati) લેખન કરીએ.

જન્માષ્ટમી નિબંધ (janmashtami essay in gujarati)

૧. પ્રસ્તાવના
૨. કૃષ્ણ જન્મ અને મા દુર્ગાની ભવિષ્યવાણી
૩. પૂર્ણ પુરુષોત્તમ છતાં સામાન્ય સારથી
૪. વિવિધ પ્રકારે જન્માષ્ટમીની ઉજવણી
૫. ઉપસંહાર

૧. પ્રસ્તાવના :-

હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદ આઠમને દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. આ દિવસને જન્માષ્ટમી તરીકે પણ ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે.

૨. કૃષ્ણ જન્મ અને મા દુર્ગાની ભવિષ્યવાણી :-

કૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો. તેમની માતાનું નામ દેવકી તેમજ પિતાનું નામ વસુદેવ હતું. જ્યારે મથુરાના રાજા કંસને ખબર પડી કે દેવકીનું આઠમો સંતાન પોતાનો વધ કરશે, તેથી બીક ના માર્યા રાજા કંસે પોતાની બહેન દેવકી અને બનેવી વસુદેવને તાત્કાલિક આદેશ કરી જેલમાં પૂરી દીધા. હવે જ્યારે પણ દેવકી દ્વારા કોઈ સંતાનનો જન્મ થતો, કે તરત જ કંસ આવીને તેને લઈ જતો અને તેનો વધ કરી દેતો. આમ ને આમ દરેક સંતાન મૃત્યુ પામતાં.

janmashtami essay in gujarati

જ્યારે દેવકીનું આઠમું સંતાન જન્મવાનું હતું, ત્યારે વસુદેવ એક યુક્તિ કરે છે. રાત્રે ૧૨ વાગ્યે જેવો કૃષ્ણનો જન્મ થયો કે તરત જ તેને ટોપલીમાં લઈને યમુના નદી પાર કરીને ગોકુળમાં નંદરાજાનાં ઘરે મૂકવા નીકળ્યા. આ સમયે યમુના નદી ખૂબ જ તોફાની બની હતી તેને શ્રીકૃષ્ણના ચરણ સ્પર્શ કરવા હતા તોફાનથી ઉછળતા મોજા જેવા શ્રીકૃષ્ણના પગને સ્પર્શ કરે છે, કે તરત જ નદીના પાણી શાંત થઈ જાય છે. હવે વસુદેવ સરળતાથી નદી પસાર કરી ગોકુળમાં નંદજીના ઘરે આવે છે. અહીં આવીને વસુદેવ કૃષ્ણને નંદજી ને સોંપી દે છે અને તેમનીની દીકરીને લાવીને દેવકીની બાજુમાં સુવડાવી દે છે.

દરેક વખતની જેમ કંસ આવે છે અને દેવકીનું આઠમું બાળક એક છોકરી છે તે ખબર હોવા છતાં તેને દીવાલ સાથે પટકીને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે. કંસ જેવો બાળકીને ફેંકે છે કે તે બાળકી દુર્ગાનું સ્વરૂપ ધારણ કરે છે અને કંસને કહે છે, ” હે કંસ ! તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો છે…” અને આટલું કહી આકાશમાં અદ્રશ્ય થઈ જાય છે.

કંસને જ્યારે આ વાતની ખબર પડી ત્યારથી તેણે કોઈને કોઈ યુક્તિ કરીને કૃષ્ણને મારવાનો પ્રયત્ન કર્યો હતો. એક વખત એવું બન્યું કે ગોકુળમાં ખૂબ જ વરસાદ વરસે છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. અંતે સૌ કોઈ કૃષ્ણની શરણમાં જાય છે અને પોતાને બચાવી લેવા માટે આજીજી કરે છે. કૃષ્ણ પોતાની ટચલી આંગળી પર આખો ગોવર્ધન પર્વત ઊંચકી લે છે, અને ગામલોકોને તેની છત્રછાયામાં સમાવી લે છે. આવી તો અનેક બાળલીલાઓ કરીને કૃષ્ણ ગામલોકોને અચંબિત કરતાં રહે છે.

૩. પૂર્ણ પુરુષોત્તમ છતાં સામાન્ય સારથી :-

શ્રી કૃષ્ણ આમ તો પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે, તેમ છતાં તે એક સામાન્ય માનવીની જેમ જીવન જીવ્યા છે. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન પોતાના શસ્ત્રો મૂકી દે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમને ઉપદેશ આપે છે અને યુદ્ધમાં લડવા માટે તૈયાર કરે છે. આ ઉપદેશ એ જ “શ્રીમદ ભગવદ ગીતા.” આમ પોતે ધર્મનાં રક્ષણ કાજે પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં પણ એક સામાન્ય સારથી બનીને કૃષ્ણની સાથે રહ્યા છે. તેમણે શસ્ત્ર ઉપડ્યા વગર જ યુદ્ધ લડ્યું હતું અને તેનું પરિણામ પણ પહેલેથી સુનિશ્ચિત કરી દીધું હતું.

૪. વિવિધ પ્રકારે જન્માષ્ટમીની ઉજવણી :-

આવા તો અનેક પ્રસંગો છે જેનાં થકી આપણને આપણી રોજિંદી જિંદગી માટે માર્ગદર્શન મળતું રહે છે. આમ કૃષ્ણનું જીવન પ્રેમ બલિદાન અને અપાર જ્ઞાનનો સ્ત્રોત છે. આવા કૃષ્ણનો જન્મદિવસ દરેક વ્યક્તિ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. આ દિવસે મહારાષ્ટ્રમાં “દહી હાંડી” નો કાર્યક્રમ રાખવામાં આવે છે. જેમાં અલગ અલગ વિસ્તારમાંથી આવેલા યુવાનોના ગ્રુપ વચ્ચે મટકી ફોડ ની સ્પર્ધા રાખવામાં આવે છે. યુવાનો પિરામિડ બનાવી ને મટકી સુધી પહોંચે છે અને ત્યારબાદ મટકી ફોડે છે.

janmashtami essay in gujarati

ગુજરાતમાં પણ આ જ રીતે મટકીફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ એક જ નારા લગાવતી હોય છે, “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી”. ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં તો જન્માષ્ટમીનો ઉત્સવ એક અઠવાડિયા સુધી મનાવવામાં આવે છે. આ એક અઠવાડિયા દરમિયાન મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. આ મેળામાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી સહુ કોઈ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. ઘરે ઘરે ફરાળી ચેવડો, અવનવાં ફરસાણ તેમજ વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે. આમ ભારતના વિવિધ રાજ્યોમાં વિવિધ રીતે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવે છે.

શ્રીમદ્ ભગવદ ગીતાનાં વિચારો પર ચાલતી એક સંસ્થા એટલે સ્વાધ્યાય પરિવાર. જેનાં દ્વારા વિશેષ રીતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમી કાર્યક્રમ અંતર્ગત કૃષ્ણનાં વિચારોમાંથી કોઈ એક વિચાર પર શેરી નાટક તૈયાર કરવામાં આવે છે અને તેને એક અઠવાડિયા સુધી ભારત તેમજ વિશ્વના અલગ અલગ પ્રદેશોમાં ભજવવામાં આવે છે.

૫. ઉપસંહાર :-

આમ ખૂબ જ આસ્થા અને લાગણી સાથે હિન્દુધર્મનાં પવિત્ર એવાં “જન્માષ્ટમી” પર્વની ઉજવણી ખૂબ જ રંગે-ચંગે કરવામાં આવે છે.

લેખક : “નિષ્પક્ષ” ( પુષ્પક ગોસ્વામી ) ઈન્સ્ટાગ્રામ : nishpaksh3109

  • મહત્વપુર્ણ નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો જન્માષ્ટમી નિબંધ (janmashtami essay in gujarati) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુકટેલીગ્રામઇન્સ્ટાગ્રામયુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

અહીં “જન્માષ્ટમી” વિષય પર સરળ અને સુંદર ગુજરાતી નિબંધ રજૂ કરવામાં આવ્યો છે:


🌼 જન્માષ્ટમી નિબંધ (Janmashtami Essay in Gujarati)

પરિચય:

જન્માષ્ટમી હિન્દુ ધર્મનું મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણનું જન્મ દિવસ બધી જગ્યાએ ખૂબ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે.


શ્રીકૃષ્ણનો જન્મ:

ભાગવત પુરાણ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ કન્સના આતંકથી લોકોની રક્ષા કરવા માટે થયો હતો. તેમનો જન્મ કર્ષ્ટમય રાત્રિ દરમિયાન, શ્રાવણ વદ અષ્ટમીના દિવસે, માતા દેવકીના ગર્ભથી મતુરાની કારાગૃહમાં થયો હતો.


જન્માષ્ટમીના તહેવારની ઉજવણી:

  • જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ રાખે છે.

  • રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણની જન્મઝાંકી અને આરતી થાય છે.

  • મંદિરોમાં ભક્તિ સંગીત અને નૃત્ય કાર્યક્રમો થાય છે.

  • દહીં handi અને રાસ-ગર્વા જેવા રમતો પણ યોજાય છે.

  • બાળકો શ્રીકૃષ્ણનો વેશ ધારણ કરે છે અને શાળાઓમાં કાર્યક્રમો થાય છે.


શ્રીકૃષ્ણના સંદેશો:

ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતા દ્વારા કર્મનો ઉપદેશ આપ્યો:
“કર્મ કર, ફળની આશા ન રાખ.”
તેમનો જીવન સંદેશ સત્પથ, પ્રેમ અને ધર્મની જીતી જવાની પ્રેરણા આપે છે.


નિષ્કર્ષ:

જન્માષ્ટમી એ માત્ર તહેવાર નથી, પરંતુ ધર્મ, પ્રેમ અને ભક્તિનો ઉત્સવ છે. ભગવાન શ્રીકૃષ્ણના જીવનથી આપણે પ્રેમ, દયા અને ધર્મની પ્રેરણા લઈ શકીએ છીએ.


જો તમારે આ નિબંધનો PDF કે પ્રોજેક્ટ ફોર્મેટમાં હોમવર્ક માટે સ્વરૂપ જોઈએ હોય તો કહો, હું બનાવી આપીશ.

Leave a Comment

error: