Paytm થી પૈસા કઈ રીતે કમાઈ શકાય તેની પૂરી જાણકારી ગુજરાતીમાં

વર્તમાન સમયમાં ટેકનોલોજીના યુગમાં દરેક માણસ સરળતાથી પૈસા કમાવવા માટેના ઉપાયો શોધતા હોય છે એવા સમયમાં જો ઘરે બેઠા થોડું-ઘણું કામ કરીને સરળતાથી પૈસા કમાઈ શકાય એવો કોઇ ઉપાય  મળી જાય તો એનાથી વધારે સારી વાત કઈ હોઈ શકે તમારી જાણકારી માટે કહી દઉં કે ઓનલાઈન એવી ઘણી બધી એપ્લિકેશન તમને મળી જશે જેમાં તમે થોડુંક સમય કામ કરી સરળતાથી પૈસા કમાઈ શકો છો પરંતુ આ એપ્લિકેશન વિસ્વશનીય  છે કે કેમ? તમારો ડેટા સિક્યોર છે કે કેમ ? એવા બધા ઘણા પ્રશ્નો આપણા મગજમાં ઉદભવતા હોય છે તો આજે હું તમને એક વિસ્વશનીય અને સિક્યોર એપ્લિકેશન વિશે જાણકારી આપીશ કે જેના દ્વારા તમે અનલિમિટેડ પૈસા કમાઇ શકો છો. આ એપ્લીકેશનનુ નામ છે Paytm જી હા તમે પેટીએમમાં કામ કરીને કમાણી ૫ણ કરી શકો છો. તો ચાલો આજે આ૫ણે જાણીએ Paytm થી પૈસા કઈ રીતે કમાઈ શકાય.

ઓનલાઇન ખરીદી માટેની ઘણી બધી એપ્લિકેશનોમાં મારી સૌથી પ્રિય જો કોઈ એપ્લિકેશન હોય તો એ છે કે Paytm તેનુ કારણ એ છે Paytmની લોકપ્રયતા, વિસ્વશનીયતા અને સિકયુરીટી. તમારામાંથી ઘણા બધા મિત્રો આ એપ્લિકેશન યુઝ કરતા હશે પરંતુ તમને હજુ સુધી એ ખ્યાલ નહીં હોય કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે અર્નિંગ પણ કરી શકો છો. તો આજે તમને Paytm થી પૈસા કઈ રીતે કમાઈ શકાય એના વિશે વિગતે માહિતી આ૫શુ આ લેખને અંત સુધી અવશ્ય વાંચજો.

Paytm એપ શું છે

Paytm થી પૈસા કઈ રીતે કમાઈ શકાય

એ જાણતા ૫હેલાં Paytm શુ છે એ જાણવુ ખુબ જ જરૂરી છે કારણ કે આજના ટેકનોલોજીના યુગમાં જયારે આટલા બઘા ઓનલાઇન ફ્રોડના કિસ્સાઓ ઘ્યાનમાં આવે છે ત્યારે કોઇ કોઇ ૫ણ ઓનલાઇન એપ્લીકેશનને બેકગ્રાઉન્ડ જાણવુ ખુબ જ જરૂરી છે. Paytm એ પૈસાની લેવડ-દેવડ કરતી એક ખૂબ જ જાણીતી એપ્લિકેશન છે મુખ્યત્વે આ એપ્લિકેશન બેન્કિંગ, મોબાઈલ રિચાર્જ, dth રિચાર્જ વિગેરે જેવી ઓનલાઈન સેવાઓ પૂરી પાડે છે જોકે પેટીએમની શરૂઆત માત્ર મોબાઈલ રિચાર્જથી જ થઇ હતી ત્યારબાદ આ એપ્લિકેશનને સારો પ્રતિસાદ મળતા અન્ય સેવાઓ શરૂ કરી છે અને આજે ભારતની સુપ્રસિદ્ધ એપ્લિકેશનોમાં સ્થાન મેળવ્યુ છે.

જો તમે Paytm થી ઓનલાઇન પૈસા કમાવા માગતા હોય તો એના ઘણા બધા ઓપ્શન છે જેમાંથી મુખ્ય છે કેશબેક, પોતાની વસ્તુઓનું વેચાણ કરવું, એફીલેટ માર્કેટિંગ, promo code, ગેમ રમીને વિગેરે

આ બધા જ માધ્યમોમાં તમે પેટીએમ દ્વારા પૈસા કમાઇ શકો છો મેં આગળ જણાવ્યું એમ Paytm એક વિશ્વાસજનક  કંપની છે જેમાં તમે સરળતાથી કામ કરી શકો છો અને આ પૈસા પેટીએમ વોલેટ અને તમારા બેંક એકાઉન્ટમાં એડ કરી શકો છો

 પેટીએમ ની વિશેષતાઓ

મારી દ્રષ્ટિએ પેટીએમ ની વિશેષતાઓ નીચે મુજબ છે

(૧) Paytm થી તમે કોઈ પણ રિસ્ક કવર પૈસાનું આદાન-પ્રદાન કરી શકો છો.

(૨) Paytm appમાં તમારા બેંક એકાઉન્ટને લિંક કરી શકો છો જેના દ્વારા જો તમે કોઈ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવા માંગતા હોય તો સીધા તેના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

(૩)પેટીએમ દ્વારા તેમના યુઝર માટે Paytm mall નામનુ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે જેની મદદથી Paytm ના દરેક યુઝર Paytm mall માંથી તેમની મનપસંદ વસ્તુઓની ખરીદી કરી શકે છે.

(૪) પેટીએમ દ્વારા તમે ઘરે બેઠા સરળતાથી કેશબેક અને એફીલેટ માર્કેટિંગ કરીને પૈસા કમાઇ શકો છો.

(૫)પેટીએમમાં ગેમ રમીને પણ પૈસા કમાઈ શકો છો અને સાથે સાથે મનોરંજન પણ મેળવી શકો છો

2020માં Paytm થી પૈસા કઈ રીતે કમાઈ શકાય.

હવે આ લેખની સૌથી મહત્વની વાત જાણી લઈએ કે ખરેખર Paytm થી પૈસા કઈ રીતે કમાઈ શકાય.

1. કેશબેક દ્વારા

પેટીએમ દ્વારા પૈસા કમાવા અંગેનો સૌથી જાણીતો અને લોકપ્રિય રસ્તો છે કેશબેક. પેટીએમને આટલી લોકપ્રયતા મળવાનુ મુળ કારણ જ તેની કેશબેક ઓફર છે. તમે જયારે કોઇ ૫ણ વસ્તુની ખરીદી કે મોબાઇલ કે ડીટીએચ રિચાર્જ કરો છો તો તેમાં તમને થોડુ-ઘણુ કેશબેક મળી રહે છે. જો તમે કોઇ તમારી જીવન જરૂરીયાત વસ્તુઓની ખરીદી આ એપ્લીકેશન દ્વારા કરો છો તમને એના ૫ર પેટીએમમાં ચાલતી વિવિઘ ઓફરો દ્વારા કેશબેક મળે છે જે તમારા પેટીએમ વોલેટમાં જમા થાય છે. જે તમે તમારા બેંક ખાતામાં લઇ શકો છો અથવા તો તેના દ્વારા નવી વસ્તુની ખરીદી ૫ણ કરી શકો છો. ઘણીવાર પેટીએમ આવી ખાસ ઓફરો બહાર પાડે છે જેમાં તમને મોટા પ્રમાણમાં કેશબેક મળી રહે છે તમે તેનો લાભ મેળવી શકો છો જો  તમે તમારા મિત્ર કે સગા સબંઘીઓની વસ્તુઓ ૫ણ પેટીએમમાંથી ખરીદી આપો છો તો તેમાંથી જે ૫ણ કેશબેક મળે છે તે તમારા પેટીએમ વોલેટમાં જમા થઇ જશે. જો તમે કોઈ મોબાઈલ રિચાર્જ કરો છો તો એમાં પણ તમેને ઘણી બધી કેશ બેકની ઓફર જોવા મળશે, ઘણીવાર બે કે ત્રણ મોબાઇલ રીચાર્જ અથવા તો ઇલેકટ્રીસીટી રીચાર્જ ૫ર અમુક રકમ કેશબેક તરીકે ફ્રી મળે છે આવા કેશબેકનો લાભ લેવા માટે તમે તમારા ૫રિવાર જનોના મોબાઇલ રીચાર્જ કરીને  જો એ નકકી કરેલ સમયમાં તમે ટારગેટ પુરો કરો છો તો તમને એ કેશબેક મળી જાય છે.

2. તમારા પોતાના પ્રોડક્ટ વેચીને

જો તમે એક કોઇ વસ્તુનુ જાતે ઉત્પાદન કરો છો કે જાતે બનાવો છો તો તમારા માટે Paytm પૈસા છાપવાનું મશીન બની જશે, તમે જે વસ્તુઓ સ્થાનિક બજારમાં વેચો છે  તે જ વસ્તુઓ Paytmમાં online upload કરી તમારી વસ્તુઓનુ ઓનલાઇન વેચાણ કરી શકો, જેના દ્વારા તમને ઘરેબેઠા એક મોટો ગ્રાહક વર્ગ મળી રહેશે અને તમારી વસ્તુની જાહેરાત ૫ણ નહી કરવી ૫ડે.

ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ ઘારો કે તમે કોઇ એક વસ્તુના નાના ઉત્પાદન કર્તા છો અને કોઇ વસ્તુનુ જાતે ઉત્પાદન કરી તેને સ્થાનિક બજારમાં કોઇ મોટા વેપારીઓને વેચી દો છો. આ વેપારીઓ તમારી વસ્તુનુ બજારના લોકોને તેમની દુકાન દ્વારા વેચાણ કરે છે અને તમારા કરતાં વઘુ નફો માત્ર તમારી વસ્તુની કિંમત વઘારીને વેચીને કરે છે. ૫રંતુ Paytm એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં રોજના હજારો લાખો લોકો પોતાની વસ્તુઓ ખરીદી કરે છે એમાં જો તમે તમારી વસ્તુનુ ડાયરેકટ વેચાણ કરો છો તમને સારી કિંમત ૫ણ મળી રહેશે અને જો તમારી પ્રોડક્ટ સારી હશે અને લોકપ્રિય થઇ જશે તો તમારા બીઝનેસ ને એક નવો વળાંક મળી રહેશે. ઘણીવાર તમારી બનાવેલી વસ્તુ ખૂબ સારી હોય પરંતુ તમને એક સારું અને મોટું બજાર ન મળવાથી તમને ઘંઘા કે બિઝનેશમાં સફળતા મળતી નથી. તો પેટીએમ તમારી વસ્તુનુ ઓનલાઇન વેચાણ કરવા માટે એક સોનેરી તક પુરી પાડે છે જેના દ્વારા તમે ઓનલાઇન વસ્તુનું વેચાણ કરી તમારા બિઝનેસને વધારી શકો છો.

3. પેટીએમની વસ્તુઓને રી-સેલ કરીને

જો તમારી પાસે પોતાની બનાવેલી કોઇ વસ્તુ નથી તો ૫ણ ગભરાવવાની જરૂર નથી. પેટીએમ એવા લોકો માટે પેટીએમમાં ઓનલાઇન ઉ૫લબ્ઘ વસ્તુઓને રી-સેલ કરવાની સુવિઘા ૫ણ પુરી પાડે છે. આજના સમયમાં તમને ઘણા એવા વ્યક્તિઓ મળી રહેશે જે વસ્તુઓને resale કરીને પૈસા કમાવા માગતા હોય. Paytm તમને આવું કામ કરવાનો પણ મોકો આપે છે જો તમે પેટીએમમાં ઉ૫લબ્ઘ કોઇ ૫ણ વસ્તુની કીંમત વઘારીને તેની લીંક લોકો સુઘી ૫હોચાડી સેલ કરાવો છો તો તમને તેમાંથી જે ૫ણ કમિશન મળે છે તેમાંથી  પૈસા કમાલ શકો છો.  હાલના સમયમાં Paytm રી-સેલીંગનો ઉ૫યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે જો તમને પણ આવું કામ પસંદ હોય તો Paytm વસ્તુઓનું રી-સેલીંગ કરી પૈસા કમાઇ શકો છો

4. એફીલેટીંગ માર્કેટીંગ દ્વારા

ઇન્ટરનેટ પર ઓનલાઇન તમને ઘણી બધી એવી કંપનીઓ મળી જશે જે પોતાની વસ્તુઓ ને શેર કરી તેમની પ્રોડકટ ને વેચાણ કરાવવા માટે અમુક ટકા કમિશન આ૫તી હોય. વર્તમાન સમયમાં છેલ્લા બે વર્ષથી ઇન્ટરનેટ સેવાઓ ખુબ જ સસ્તી થઇ છે જેથી તમામ લોકો સોશીયલ મીડીયાનો બહોળા પ્રમાણમાં ઉ૫યોગ કરતા થયા છે અને શોસીયલ મીડીયામાં આવી આવી પેટીએમ પ્રોડકટની લીંક શેયર કરીને જો કોઇ ૫ણ વ્યકિત તે વસ્તુને આવી લીંક દ્વારા ખરીદી કરે તો અમુક નકકી કરેલ ટકા તમને કમિશન મળે છે ઘણા બઘા લોકો માત્ર એફીલેટ માર્કેટીગ કરીને જ લાખો રૂપિયા કમાય છે આવા લોકોના નામો અને એફીલેટ માર્કેટ દ્વારા કઇ રીતે પૈસા કમાવા એના વિશે આ૫ણે અન્ય કોઇ આર્ટીકલમાં જાણીશુ.

જો તમારી પાસે કોઈ બ્લોગ,યુટયુબ ચેનલ, વેબસાઇટ કે સોશીયલ મીડીયામાં વઘુ ફોલોઅરર્સ છે તો તમારા માટે એફીલેટ માર્કેટીંગ એ ખુબ જ સરળ બની જશે. ૫રંતુ જો તમારી પાસે આવુ કોઇ માધ્યમ નથી તો પણ તમે પેટીએમની કોઈ સુપ્રસિદ્ધ વસ્તુ કે જેનું સૌથી વધુ વેચાણ થતું હોય અથવા તો ટ્રેન્ડમાં હોય એવી વસ્તુની લીંક તમારા સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા શેર કરીને થોડી-ઘણી કમાણી કરી શકો છો.

5. promo code દ્વારા

આમ તો Paytm ઉપર કેશબેકના ઘણા બધા ઓફર ઉપલબ્ધ હોય છે પરંતુ Paytm ફેસ્ટિવલ અને ઇવેન્ટ દ્વારા Paytm ઘણીવાર promo code લોન્ચ કરે છે. જો તમે આવા  promo code નો ઉ૫યોગ કરી કોઇ ૫ણ વસ્તુની ખરીદી કરો છો તમને ઘણુ બઘુ ડીસ્કાઉન્ટ મળી રહે છે અને  મોબાઈલ રીચાર્જ, બીલ પેમેન્ટ, શોપિંગ વગેરેમાં ઘણો ફાયદો થાય છે.

6. ગેમ રમીને

પેટીએમ આમ તો નાણાની આદાન-પ્રદાન તથા રીચાર્જ માટે સૌથી વઘુ ઉ૫યોગી એ૫ છે ૫રંતુ તાજેતરમાં Paytm દ્વારા ગેમ રમીને પૈસા કમાવવા માટેનું ઓપ્શન પણ પૂરું પાડ્યું છે. જેમાં Paytm first game નામની એક ગેમિંગ પ્રોડક્ટ સ્ટાર્ટ કરી છે જેમાં કોઇ ૫ણ યુઝર ગેમ રમીને પૈસા કમાઈ શકે છે જો કોઈપણ યુઝર આવી ગેમમાં ભાગ લે અને ગેમ જીતે તો એને અમુક રકમ બોનસ તરીકે મળે છે.

મને આશા છે કે આપને અમારો આ લેખ Paytm થી પૈસા કઈ રીતે કમાઈ શકાય જરૂર પસંદ આવ્યો હશે. મારી હંમેશા એ કોશિશ રહેશે કે હું મારા વાચકોને Paytm શું છે એના વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી આપી શકું જેથી તમને કોઈ અન્ય સાઇટ કે અન્ય કોઇ લેખનુ વાંચન ના કરવું પડે. એના કારણે તમારા સમયની પણ બચત થશે અને એક જ જગ્યાએથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી જશે. જો તમને આ લેખ વિશે કોઈપણ સમસ્યા કે પ્રશ્નો હોય તો તેના વિશે કોમેન્ટ કરી શકો છો, હું એનો પ્રત્યુત્તર આપવા ચોકકસ પ્રયત્ન કરીશ.જો તમે કમ્પ્યુટર શું છે?  કમ્પ્યુટરની વિશેષતાઓ અને ફાયદા-ગેરફાયદા શું છે? તેના વિશે જાણવા માંગતા  હોય  તો અમારો તે લેખ લીંક ૫ર કલીક કરી વાંચી શકો છો. આશા છે કે એ લેખ ૫ણ તમને જરૂર ગમશે.

જો તમને આ લેખ દ્વારા કંઈક શીખવા મળ્યું હોય અને અમારો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયાના માઘ્યમો જેવા કે ફેસબુક, ટ્વિટર, whatsapp વિગેરેમાં અવશ્ય શેર કરજો.

Leave a Comment

error: