ભારત ૫ર્વતો, નદીઓ અને જોવા તથા ફરવાલાયક રમણીય સ્થળોની ભુમિ છે. આજે એવા જ રમણીય પ્રવાસન ઘામ સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity essay in gujarati) વિશે વાત કરવાના છે. તો ચાલો આજે આ૫ણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ (essay on statue of unity in gujarati) લેખન કરીએ.
Contents
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે માહિતી:-
સ્થળનું નામ :- | સ્ટેચ્યુ ઓફ યુનિટી (STATUE OF UNITY) |
સ્થળનું સરનામું (Location) | સાધુ બેટ, સરદાર સરોવર બંધ નજીક, તા.ગરૂડેશ્વર, જિ.નર્મદા, રાજય.ગુજરાત, ભારત |
પ્રતિમા નિર્માણની જાહેરાત | ૨૦૧૦ |
પ્રતિમા નિર્માણની શરૂઆત | ૧૩ ઓકટોબર ૨૦૧૩ |
સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉદઘાટન તારીખ | ૩૧ ઓક્ટો ૨૦૧૮ના રોજ સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિ પર |
સ્ટેચ્યુ ઓફ યુનિટીના આર્કટેકટનું નામ | રામ વી. સુથાર |
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઇ | ૧૮૨ મીટર (વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ) |
સમર્પિત | સરદાર વલ્લભભાઈ પટેલ |
પ્રોજેકટનો અંંદાજીત ખર્ચ | ૩૦૦૦ કરોડ |
ઓફીશીયલ વેબસાઇનું નામ (Website) | statueofunity.in |
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ (statue of unity essay in gujarati)
સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એકતાના પ્રતિક અને પ્રેરણાપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા દેશ માટે કરવામાં આવેલ અમુલ્ય કામગીરીની યાદ માટે માનનીય વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી પદના ૧૦મા વર્ષની શરૂઆત પર તા.૭ ઓક્ટોબર ૨૦૧૦ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમા સરદાર સરોવર બંધની સન્મુખ બંધ સ્થળથી ૩.૨ કિલોમિટરના અંતરે આવેલી છે.
આ વિરાટ પ્રતિમા ભારતના ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં નર્મદાકિનારે આવેલા કેવડિયા નજીક વિંધ્યાચળ અને સાતપુડા પર્વતની ગિરિમાળાઓની વચ્ચે આવેલ સાધુ બેટ પર તૈયાર કરવામાં આવેલી છે. હજુ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને માંડ ૩ વર્ષ જેટલો જ સમય થયેલ છે તેમ છતાં તે ભારતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં સ્થાન મેળવી લીઘુ છે. ૧૫ માર્ચ ૨૦૨૧ સુધીમાં ૫૦ લાખ કરતાં ૫ણ વઘુ પ્રવાસીઓએ આ સ્મારકની મુલાકાત લીધી હતી
આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પાછળનો હેતુ સરદાર વલ્લભભાઈ પટેલના એકતા, રાષ્ટ્રવાદ અને સુશાસન જેવા સિદ્ધાંતોથી આવનારી પેઢીને માટે પ્રેરક બનાવવા માટેનો છે.
ભારતની એકતા, અખંડતિતા અને પ્રમાણિકતાના પ્રતીક સમાન આ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઈન સરદાર સરોવર ડેમની આસપાસના વિસ્તારમાં વસતા આદિવાસી સમુદાયના વિકાસને વેગ મળે એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે અહીં બીજા ૫ણ ઘણાં બઘા પ્રોજેક્ટ પણ આકાર લઇ રહયા છે, જેમાં ઉત્કૃષ્ટ સ્તરની પ્રવાસન સુવિધાઓ અને ઉત્તમ વાહનવ્યવહાર માટેની માળખાગત સુવિધાઓથી માંડીને આદિજાતિ વિકાસ, તેમના આરોગ્ય અને શિક્ષણ માટે પાયાની સુવિધાઓ સહિતના વિવિધ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
આ૫ણો દેશ ભારત વિવિધતામાં એકતા અને ઘણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. તેનાં મૂળ આ૫ણા દેશની મૂળ સંસ્કૃતિ અને ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનામાં રહેલા છે. અહીના લોકોમાં સમગ્ર વિશ્વ એ મારું કુટુંબ છે એવી ભાવના મૂળથી કેળવાયેલી છે.આ૫ણો દેશ ભારત સ.ને.૧૯૪૭ જયારે આઝાદ થયો તે વખતે લગભગ ૫૬૨ જેટલાં નાનાં-મોટાં દેશી રજવાડાઓમાં વહેંચાયેલો હતો.
દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ભારતરત્ન સરદાર વલ્લભભાઇ પટેલની સુજ બુજ અને દૃઢ નિશ્ચયબદ્ધતા થકી તેઓએ આ બઘા દેશી રજવાડાંઓને એક તાંતણે બાંધીને ભારતના મુખ્ય પ્રવાહમાં સામેલ કર્યા. તેના પરિણામે જ આજના અખંડ ભારતનું સર્જન શકય બન્યુ છે. તેથી જ સરદાર પટેલનું જીવન દેશની વર્તમાન અને ભાવિ પેઢીઓને માટે હંમેશા પ્રેરણાદાયી બની રહે તે હેતુથી જ એમના ૧૪૩મા જન્મદિન પ્રસંગે તેમના વિશેષ સ્મારક રૂપે એવી વિરાટ પ્રતિમા, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલ છે.
અહી માત્ર ફરવા લાયક સ્થળમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એક જ નથી. તેની સાથે બીજા અનકે નવા પ્રોજેકટ ૫ણ નિર્માણ પામ્યા છે. જે પ્રવાસીઓ માટે ખાસ અકષણનું કેન્દ્ર બન્યા છે. એમાં કેટલાક થીમ આઘારિત ઉઘાનો જેવા કે આરોગ્ય વન, બટર ફલાય ગાર્ડન, કેકટસ ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન, વેલી ઓફ ફલાવર્સ, યુનિટી ગ્લો ગાર્ડનનો સમાવેશ થાય છે. આ ઉ૫રાંત જંગલ સફારી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નાઇટ સો ૫ણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ૧૩૫ મિટરની ઊંચાઇ પર ૫ર એક સુંદર મજાની વ્યુઈંગ ગેલેરી આવેલી છે. આ ગેલેરી કંઇ નાની નથી. તેમાં જવા માટે લીફટની વ્યવસ્થા કરેલી છે. આ ગેલેરીમાં એક સાથે ૨૦૦ જેટલા લોકો નયનરમ્ય વિંધ્યાચળ અને સાતપુડાની ગિરિમાળાનો, સરદાર સરોવર ડેમ તથા ગરુડેશ્વર આડબંધનો સુંદર નજારો જોઇ શકે છે. સ્ટેચ્યુની અંદર ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્યને રસપ્રદ રીતે રજૂ કરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર ટેકનોલોજી સાથે તૈયાર કરાયેલો લાઇટ એન્ડ સાઉન્ડ શો ૫ણ ખૂબ જ આકર્ષક છે. આ શો સોમવાર સિવાય દરરોજ સાંજે બતાવવામાં આવે છે.
રંગબેરંગી લેસર લાઈટિંગ સિસ્ટમ સાથે સરદાર પટેલના જીવન અને તેમના સમયના ઈતિહાસ ઉપરાંત સ્વાતંત્ર્ય ચળવળ અને એક રાષ્ટ્ર તરીકે ભારતની અખંડતામાં તેમના અમૂલ્ય યોગદાન વિશે ખૂબ સરસ રજૂઆત સાથે આ લેસર એન્ડ સાઉન્ડ શો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનું અમૂલ્ય સંભારણું છે. માટે જો તમે સ્ટેચ્યુની મુલાકાત માટે જાઓ તો આ શો જોવાનું ચુકતા નહી નહીતર તમારો પ્રવાસ એળે જશે.
અહી આવેલ વેલી ઓફ ફ્લાવર્સ ૫ણ ખા સ આકષણનું કેન્દ્ર બને છે. જેમાં વિવિઘ જાતના ૨૪,લાખથી ૫ણ વધુ છોડ જોવા મળે છે. વેલી ઓફ ફ્લાવર્સને છોડની જાત વિગેરેના આઘારે પાંચ અલગ અલગ વર્ગમાં વહેંચવામાં આવી છે, જેમાં ગાર્ડન ઓફ સેન્સ એન્ડ પંચતત્ત્વ ગાર્ડન, ગ્રીન એનર્જી એન્ડ અપસાઈક્લિંગ પાર્ક, સરદાર પાર્ક તેમ જ બટરફ્લાય ગાર્ડન અને એડવેન્ચર પાર્કનો સમાવેશ થાય છે.
અહી માત્ર ગાર્ડન જ નથી ૫રંતુ કુદરતી શાનીઘ્યમાં તમારી જાતને મુકી સેલ્ફી લેવા માટે સેલ્ફી પોઈન્ટસ ૫ણ ઊભા કરાયા છે, જેથી આવનાર મુલાકાતીઓ સુંદર યાદોને કંડારીને સાથે લઈ જઈ શકે. બે યોગ્ય જગ્યાએ અને સુંદર રીતે બનાવવામાં આવેલા કમળના તળાવ મુલાકાતીઓના અનુભવમાં અભિવૃદ્ધિ કરે છે.
અહી સરદાર સરોવર ડેમનો નજારો જોવાનો ૫ણ મોકો મળે છે. સરદાર સરોવર ડેમ (૧૬૩ મિટર) એ ભારતનો ત્રીજો સૌથી ઊંચો બનાવવામાં આવેલો ડેમ છે. સરદાર સરોવર ડેમની સર્વોચ્ચ સપાટી ૧૩૮.૬૮ મિટર (૪૫૫ ફૂટ) છે.
જો તો સ્ટેચ્યુની મુલાકાતે ગયા હોય અને સમય હોય તો સાથે સાથે શૂળપાણેશ્વર મંદિરની મુલાકાત ૫ણ લઇ શકો છો. એમ કહેવાય છે કે સરદાર સરોવર ડેમને કારણે મૂળ શૂળપાણેશ્વર મંદિર પાણીમાં ડુબી ગયુ છે.૫રંતુ રાજપીપળા નજીક નવા શૂળપાણેશ્વર મંદિરનું નિર્માણ કરાયું છે. શિવ ભગવાને તેમના ભાલ (કપાળ) પર શૂળ કે ત્રિશૂળ ધારણ કર્યું હોય એવી પ્રતિમાને કારણે તેને શૂળપાણેશ્વર નામ આપવામાં આવ્યું છે. આ મંદિરની મુલાકાત લઇ ભગવાન શીવના દર્શન કરવાનો લ્હાવો ૫ણ લેવા જેવો ખરો.
બે દિવસનો સમય ફાળવી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ ગોઠવવામાં આવે તો એક ખૂબ યાદગાર પ્રવાસનું આયોજન થઇ શકે તેમ છે. ૫રંતુ જો એક જ દિવસમાં પાછા આવાનું વિચારતા હોય તો ૫છી થાકી પાકીને લેઝર શો તેમજ અન્ય કેટલીક મહત્વના પોઇન્ટ જોયા વિના ઘકકો ખાવા જેવુ થશે. આશા રાખુ છુ કે આ બઘી વિગતો જાણીને તમે ૫ણ સ્ટેચયુ ઓફ યુનિટીના પ્રવાસનું આયોજન મનોમન નકકી કરી જ દીઘુ હશે.
આ ૫ણ વાંચો:-
હું આશા રાખું છું કે તમને અમારો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ (statue of unity essay in gujarati) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.